SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ પબદ્ધ જીવન. " તા. ૧-૨–૧૯૭૨ == = == === == = છું અને એ શોધરૂપી ચશમાં આ શરીરને પણ હોમવાની મારી તૈયારી છે અને શકિત છે એવો મને વિશ્વાસ છે પણ એ સત્યને હું સાક્ષાત્કાર ન કરું ત્યાં લગી મારા અંતરાત્મા જેને સત્ય ગણે છે તે કાલ્પનિક સત્યને મારો આધાર ગણી, મારી દીવાદાંડી ગણી, તેને આશ્રયે મારું જીવન હું વ્યતિત કરું છું. આ માર્ગ જો કે ખાંડાની ધારે ચાલવા જેવો છે છતાં મને એ સહેલામાં સહેલું લાગે છે. એ માર્ગે જતાં મારી ભયંકર ભૂલો પણ મને નજીવી જેવી લાગી છે કારણ કે એ ભૂલ કરવાં છતાં હું બચી ગયો છું અને મારી સમજણ પ્રમાણે, આગળ વધ્યો છું. દૂર દૂરથી વિશુદ્ધ સત્યની - ઈશ્વરની ઝાંખી - પણ કરી રહ્યો છું. સત્ય જ છે એ સિવાય બીજું કંઈ આ જગતમાં નથી, એવો મારો વિશ્વાસ દિન પ્રતિદિન વધતો જાય છે ... સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને ક્યડે છે પણ સત્યને પૂજારી તો રજકણ સુદ્ધાં તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે. . ભલે મારા જેવા અનેકને ક્ષય થાઓ પણ સત્યને જ્ય થાઓ. અલપાત્માને મળવાને સારું સત્યને ગજ કદી ટૂંક ન બને. સિત્યના પ્રયોગો - આત્મકથામાંથી અમે ગાંધીજી સાથે શી રીતે જોડાયા? અને અમારામાંના ઘણા તેમના એકનિષ્ઠ અનુયાયીઓ શી રીતે બન્યા? આ પ્રશ્નનો ઉત્તર આપવાનું કઠણ છે અને ગાંધીજીને જેમને પરિચય નથી તેમનું કોઈ પણ પ્રકારના ઉત્તરથી સમાધાન કરી શકાય તેમ નથી. વ્યકિતત્વ એ એક એવી વસ્તુ છે કે જેની વ્યાખ્યા કરવી અશકય છે. માણસના હૃદયને વશ કરનાર એ એક અજબ શકિત છે અને ગાંધીજીમાં એ શકિત ભરપૂર છે. તેમના સંપર્કમાં આવનાર દરેકને તેમનું ભિન્નભિન્ન દર્શન થાય છે. ગાંધીજી કેને આકર્ષે છે ખરી, પરંતુ એટલું ખરું કે આખરે લોકોની બુદ્ધિમાં અમુક વાત ઠસે છે ત્યારે જ તેઓ બધા તેમની પાસે આવે છે અને આવ્યા પછી ટકી રહે છે. આવી રીતે તેમના તરફ આકર્ષનારાઓ બધા જ તેમની જીવનની ફિલસૂફી અથવા તેમના ઘણા આદર્શો સ્વીકારતા હતા એમ નહિ. ઘણી વાર તે તેઓ તેમને સમજતા પણ નહિ પરંતુ ગાંધીજી જે કાર્ય કરવાનું સૂચવતા તે કાંઈક પ્રત્યક્ષ હતું અને બુદ્ધિ જેને સમજી શકે અને સ્વીકારી શકે એવું હતું. આપણા ઢીલાપાચા રાજકારણે પિધેલી નિષ્ક્રિયતાની દી પરંપરા પછી કોઈ પણ પ્રકારના કાર્યને હેશથી સ્વીકાર થાય એમ હતું; પછી આ કાર્ય બહાદુરીનું અને અસરકારક હોય અને તેની ઉપર નીતિન એપ હોય એટલે તો તેનું પૂછવું જ શું? તે તે બુદ્ધિ અને હૃદય બને બેધડક કબૂલ કરી લે છે. ક્રમશ: તેમણે તેમના કાર્યના સાચાપણાની અમને ખાતરી કરાવી અને અમે તેમની સાથે ચાલ્યા - .. અમને હંમેશાં એમ લાગતું કે, અમારી વિચારસરણી તર્કશુદ્ધ ભલે હોય પણ ગાંધીજી હિંદને અમારા કરતાં વધારે સારી રીતે ઓળખે છે, વળી એમને એમ પણ લાગતું કે જે પુરુષ આટલી અગાધ ભકિત અને નિષ્ઠા જાગ્રત કરી શકે છે, તેનામાં આમજનતાની આવશ્યકતાઓ અને અભિલાષાઓને અનુરૂપ કંઈક હેવું જ જોઈએ. અમને એવો ભરોસે હતો કે જો ગાંધીજીને અમે સમજાવી શકીએ તો આમવર્ગને પણ અમારા વિચારના કરી શકીશું. અને ગાંધીજીની બુદ્ધિને અમારા માર્ગના સાચાપણા વિશે ખાતરી કરોવવાનું શક્ય લાગતું હતું કારણ કે તેમની દષ્ટિ ખેડૂતની હોવા છતાં તેમનું હાડ બંડખરનું છે, પરિણામ ગમે તે આવે તેની દરકાર વિના સમાજમાં જબરદસ્ત ઊથલપાથલ કરવા ઈચ્છનાર ક્રાંતિકારનું છે એવી અમારી ખાતરી હતી. - જવાહરલાલ નેહરુ [‘મારી જીવનકથા’ - જવાહરલાલ નેહરુ: અનુ. મહાદેવ દેસાઈ]] – ગાંધીવાણું ; જેમ જેમ હું વિચાર કરતો જાઉં છુંમારા ભૂતકાળના જીવન ઉપર દષ્ટિ નાખતા જાઉં છું, તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું. મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયા ઝંખના કરી રહ્યો છું તે તે આત્મદર્શન છે, તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે, મેક્ષ છે. મારું હલનચલન બધું એ જ દષ્ટિએ થાય છે, મારૂં લખાણ બધું એ જ દષ્ટિએ છે અને મારું રાજપ્રકરણી ક્ષેત્રની અંદર ઝંપલાવવું પણ એ જ વસ્તુને આધિન છે. - પરમેશ્વરની વ્યાખ્યા અગણિત છે કેમ કે તેની વિભૂતિઓ પણ અગણિત છે. તે વિભૂતિઓ મને આશ્ચર્યચકિત કરે છે, એ મને ક્ષણવાર મુગ્ધ પણ કરે છે પણ હું પૂજા તે સત્યરૂપી પરમેશ્વરને જ છું. એ એક જ સત્ય છે અને બીજું બધું મિથ્યા. છે. એ સત્ય મને જડયું નથી, પણ એને હું શોધક છું. એ શોધવાને અર્થે જે વસ્તુ મને પ્રિયમાં પ્રિય હોય તેને ત્યાગ કરવા હું તૈયાર સોનેરી નિયમ તે એ છે કે કોને મળી શકે એમ નથી તે મેળવવાની ઘસીને ના પાડવી. જયાં સુધી એક પણ સશકત પુરુષ કે સ્ત્રીને કામ કે અન્ન વગર રહેવું પડતું હોય ત્યાં સુધી આપણને આરામ ભેગવતાં કે ભર્યોભાણે ભોજન કરતાં શરમ આવવી જોઈએ. એક જ રસ્તો છે અને તે એ કે લોકોની વચ્ચે જઈને બેસવાને અને અડગ શ્રદ્ધાથી તેમના શેઠો તરીકે નહીં પણ તેમના ભંગીને, ઘરદાસીએ, નેકર તરીકે કામ કર્યું જવાનો.. પોતાના વરંડા ઉપર સૂર્યને બળબળતે તડકો ઝીલીને વૈતરું કરતા ગામડાના લોકો સાથે આપણે આત્મીયતા સાધવી જોઈએ અને જે ખાબોચિયામાં એ ગામડાના લોકો નહાતા હોય છે, વાસણા અને કપડાં ધાતાં હોય છે, અને જેમાં ઢોર પાણી પીતાં અને આળટતાં હોય છે તેમાંથી પાણી પીવાનું આપણને કેટલું ગમે એ જોવું જોઈએ. આ પછી જ, પહેલાં નહીં, આપણે જનતાના સાચા પ્રતિનિધિઓ બની શકીએ; અને તે તેએ આપણી હાકલને જવાબ આપશે એ વિશે મારા મનમાં લગીરે શંકા નથી. ‘ગાંધીવાદ' જેવી કોઈ વસ્તુ છે જ નહિં; અને મારે મારી પાછળ કોઈ સંપ્રદાય મૂકી જવો નથી. મેં કંઈ નવું તત્વ કે ન સિદ્ધાંત શોધી કાઢયો છે એવો મારે દાવો નથી. મેં તો માત્ર જે શાશ્વત સત્ય છે તેને આપણા નિત્યના જીવન અને પ્રશ્નોને લાગુ પાડવાને મારી ઢબે પ્રયાસ કર્યો છે. સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યાં આવે છે. મેં તે મારાથી બન્યું એટલા વિશાળ પ્રમાણમાં એ બંનેના પ્રયોગો કર્યા છે. એમ કરવામાં મેં કેટલીક વાર ભૂલો કરી છે ને એ ભૂલેમાથી હું શીખે છું. એટલે જીવન અને એના પ્રશ્નમાંથી મને તે સત્ય અને અહિંસાના આચરણના પ્રગો કરવાને અવકાશ મળી ગયો છે. શકય તેટલા નવયુવાનોને લેકશાહીમાં તંત્રમાં રસ લેતા કરવા માટે તેઓ ઉપર જવાબદારી નાખીને આગેવાનોએ ગ્ય દોરવણી આપ્યા કરવી એ વધારે ફાયદાકારક નીવડશે.
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy