________________
તા. ૧-૧૨-૭૨
•
પ્રબુદ્ધ જીવન
સ્વયં પ્રકાશિત સત્ય
યોગી કૃષ્ણપ્રેમે ગીતામાંના સત્ય વિશે એક સરસ નિરીક્ષણ કર્યું છે : એ કહે છે: ‘અહીં તે સત્ય પોતાના જ પ્રકાશથી ઝળહળે છે; અને જે એનાં જળ પીએ છે તે પછી કદી તરસ્યો રહેતો નથી.'
ગીતામાંના સત્ય વિશે જે સાચું છે એ કોઈ પણ સત્ય વિશે સાચું છે: અને સત્ય જળ જેવું છે-એ હમેશાં વહેતું રહે છે એટલે જ એક સ્થળે જે સત્ય હાય એ જ રૂપે એ બીજા સ્થળે ન પણ જોવા મળે, છતાં પ્રત્યેક સ્થળે સત્ય પોતાના આગવા ઘાટ શેાધી જ લે છે.
સત્યને જળ સાથે સરખાવવામાં આવે છે ત્યારે એક બીજી વાત યાદ આવે છે: જળના યૌવનની. આ જગતમાં બીજી બધી વસ્તુઓના વિવિધ તબક્કાઓ છે. વૃક્ષ પર પાન આવે છે; તે કૂણાં અને લીલાં હોય છે, પછી પકવ બને છે અને ખરી પડે છે. બધા જ પદાર્થોમાં આવું બને છે, પણ જે તત્ત્વો છે ત્યાં આવું બનતું નથી. એટલે તે એને તત્ત્વ એવું નામ પણ છે.
આકાશ કદી વૃદ્ધ થતું નથી: અગ્નિ હોય છે, અથવા નથી હોતે, વાયુને જીર્ણ કે વૃદ્ધ કહેવાતે સાંભળ્યો નથી, અને જળ પણ સૈકાઓથી વહેવા છતાં નિત્ય યુવા છે.
સત્ય પણ આવું જ એક તત્ત્વ છે. અને પ્રત્યેક પરિસ્થિતિમાંથી જે સત્ય શોધી કાઢે છે, તેના માટે પછી બીજી કોઈ ગતિ રહેતી નથી. સત્યની ગતિ એ પરમ ગતિ છે.
એક સાધુએ એક ગૃહસ્થને ત્યાં ચાતુર્માસ ગાળ્યો. અં દરમિયાન તેમણે જોયું કે આ ગૃહસ્થ વ્યવહાર, કુટુંબ, સ્વજનોઆ સૌ સાથેના સંબંધોમાં કોઈક અદ્ભુત સ્વસ્થતા અને ઉત્કટતાથી વર્તે છે, અને આમાં કયાંયે કલેશ દેખાતો નથી. સાધુએ ચાતુર્માસ પછી વિદાય લેતી વખતે એ ગૃહસ્થને પ્રણામ કર્યા. ગૃહસ્થ અચંબામાં પડી ગયા ત્યારે સાધુએ કહ્યું: ‘તમને તમારા અને વ્યવહાર વચ્ચેનું, તમારી અને તમારી પત્ની વચ્ચેનું, તમારા અને તમારા મિત્રા વચ્ચેનું તથા તમારા અને તમારા સંજોગા વચ્ચેનું સત્ય મળી ગયું છે. જ્યારે મારું તે માત્ર એક જ સત્ય મેળવવું છે, મારા અને ભગવાન વચ્ચેનું. અને એ પણ મને નથી મળ્યું. એટલે સાક્ષા
ત્કારના રસ્તે તમે મારા કરતાં વધારે આગળ છે.'
અહીં કદાચ પેલા સાધુની નમ્રતા વધારે કામ કરતી હશે. પણ સત્યને સાક્ષાત્કાર એ પ્રભુના સાક્ષાત્કારના લગભગ પર્યાય છે, એમ કહી શકાય.
સત્ય આંશિક હોઈ શકે અને પ્રત્યેક સત્યને પોતાના સ્થાને સમજવાની જરૂર છે એ વાતને આપણે સમજી શકીએ તે સત્યના સમગ્ર દર્શનની નજીક પહોંચવાનું મુશ્કેલ ન રહે. સત્યનું સમગ્ર રૂપ પરમાત્માના સમગ્ર રૂપ જેવું છે અને જેમ પરમાત્માનું અખિલ રૂપ માત્ર પરમાત્મા જ જોઈ શકે એમ સત્યની અખિલાઈ માત્ર સત્ય વડે જ જોઈ શકાય.
તમે તમારા દેશને પ્રેમ કરો એ એક સત્ય છે – તમે તમારા મિત્રને પ્રેમ કરો એ બીજું સત્ય છે. અને આ બંને સત્ય વચ્ચે સંઘર્ષ થાય તે તમે શું કરો ?
સહજ રીતે સૌ કોઈ એમ જવાબ આપવા પ્રેરાય કે દેશ માટેના પ્રેમ એ ઘણી મેટી વાત છે. પણ કોઈકને આ સત્ય જુદી રીતે સમજાઈ શકે છે, અને મારા અત્યાર સુધીના વચનમાં મને સૌથી વધુ હચમચાવી નાખનારું વિધાન આ ક્ષણે યાદ આવે છે.
ઈ. એમ. ફોર્ટરે વાટ આય બિલિવ' નામના એક લેખ લખ્યા છે. એમાં મહાન આદર્શમાંની સમાજની શ્રદ્ધાને વ્યકિતની આંતરપ્રતીતિ સાથે મૂકીને જે કહ્યું છે એ અહીં ટાંકયા વિના રહી શકતો નથી :
“કોઈ આદર્શ માટે મરી ફીટવાના વિચારને હું ધિક્કારું છું અને જો મારે મારા દેશના દ્રોહ કે મિત્રનો દ્રોહ વચ્ચે પસંદગી કરવાની આવે તો હું આશા રાખું કે મારામાં દેશનો દ્રોહ કરવાની હિંમત હોય. આવી પસંદગી આધુનિક વાચકને આંચકો આપે અને એનો દેશપ્રેમી હાથ ટેલિફોન તરફ વળે-પોલીસને ફોન કરી આ કહેવા માટે. પણ દાન્તને આથી આઘાત ન લાગ્યો હોત. એ બ્રુટસ તથા કેસિયસને નીચામાં નીચા નર્કમાં મૂકે છે કારણ કે તેઓએ રામ કરતાં પોતાના મિત્ર જુલિયસ સીઝરને દ્રોહ કરવાનું પસંદ કર્યું હતું. સંભવત: કોઈને આવી વ્યથા જગાવે એવી પસંદગી કરવાનું ન જ કહેવાય...વ્યકિત માટેનાં પ્રેમ અને વફાદારી રાજયના દાવાઓની વિરુદ્ધમાં હોઈ શકે. જયારે આમ બને ત્યારે હું કહું કે રાજય મુર્દાબાદ – અને એના અર્થ એ કે રાજય મને મુર્દાબાદ બનાવી શકે.”
*
*
9.
૧૭૯
આ વિધાનનો અર્થ એ નથી કે ઈ. એમ. ફર્સ્ટરના દેશપ્રેમ એચ્છા છે. પણ એ કદાચ સત્યના વધુ સાચા સ્વરૂપને પામવાનો પ્રયત્ન કરે છે. આ વિધાન સામે મેટો પડકાર ફેંકી શકાય એટલી તર્કની ભૂમિ રહી છે, છતાં એમાં કયાંક સત્ય રહ્યું છે જેન ચહેરો આપણને એવા પડકાર ફેંકતા રોકે છે.
એ જ રીતે દેશ માટેનો પ્રેમ અને દુનિયા માટેનો પ્રેમ એ બે વચ્ચે પસંદગી કરવાની ક્ષણ પણ કયારેક આવે છે. નાઝી જર્મનીમાં દેશ અને માનવતા વચ્ચેથી જેમણે જેમણે માનવતાની પસંદગી કરી દેશ છેડી દીધા એ માણસોની યાદી બનાવવા જેવી છે. આ લોકો જો દેશ છેાડી ન ગયા હાત તે નાઝી જર્મની દુર્જેય બની ગયું હોત !
પણ આ બહુ નાજુક સવાલ છે. અને આવા નાજુક સવાલ વિશે પસંદગી કરનારાઓને થાડા સમય માટે દ્રોહી જેવા શબ્દો સાંભળવા પડે છે, પણ આખરે તેને સ્વીકાર થાય છે, શરત એટલી જ કે તેમના આ કહેવાતા દ્રોહ પાછળ સત્ય માટેની વફાદારી
હાય !
કારણ – આપણે અગાઉ જોયું એમ સત્યની સ્વયંપ્રકાશિત સ્થિતિ છે. સત્ય પોતાના જ તેજથી ઝળહળે છે. સત્યની સાબિતી
સત્ય પોતે જ છે: બધા જ ધર્મોના મિલનસ્થાનમાં તમે દેવાની વાત કરશેો તો કદાચ સંપ્રદાય પ્રવેશશે, પણ જોસત્યની વાત કરશે તો સંપ્રદાય નહીં આવે!
હરીન્દ્ર દવે
સાભાર સ્વીકાર
મારી જીવનયાત્રા: લેખક: જયપ્રકાશ નારાયણ, પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, હુઝરાતપાગા, વડોદરા-૧, કિંમત: ત્રણ રૂપિયા.
ઉચ્ચ જીવન : લેખક ડૉ. હરિપ્રસાદ દેસાઈ, પ્રકાશક : વિઠ્ઠલદાસ પુરુષોત્તમદાસ પટેલ, ‘જીવનદીપ’, ગોપાળબાગ પાસે, રેસ કોર્સ સર્કલ, વડોદરા-૭, કિંમત : ૮૦ પૈસા.
ત્રિપુટી કાવ્યસંકલન : રચિયતા : જયમલભાઈ યાદવ, બચુભાઈ કામ્બડ, જયદેવભાઈ દવે, પ્રકાશક : પ્રેમશંકર ન. ભટ્ટ, નિયામક : શિશુવિહાર શૈક્ષણિક વિભાગ, કૃષ્ણનગર, ભાવનગર-૧, કિંમત : બે રૂપિયા.
પંચાયતપોથી : લેખક : રિખવદાસ જે. શાહ, પ્રકાશક : સવિતા પ્રકાશનગૃહ, ૪, જવાહર સેસાયટી, મહેસાણા, કિંમત : સવા રૂપિયા, ખાદીદર્શન : લેખક : વિનેબા : પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, હુઝરાતપાગા, વડોદરા-૧, કિંમત : દોઢ રૂપિય.