________________
૧૭૮
માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હોવું જોઈએ તેનો ખ્યાલ વાંચનારને કાંઈક આવશે.”
પ્રબુદ્ધ જીવન
આ સમયની ગાંધીજીની મનોદશા અને અંતરમંથન સમજવા આ પ્રશ્નો જોવા જેવા છે.
(૧) “હા, આત્મા શું છે? તે કંઈ કરે છે? અને તેને કર્મ નડે છે કે નહિ (૨) ઈશ્વર શું છે ? તે જગત્કર્તા છેએ ખરું છે ?” બાવીસમા પ્રશ્નમાં “અનીતિમાંથી સુનીતિ થશે કે નહિ' તે પૂછ્યું છે. આ પ્રશ્ન બાઈબલનો
પ્રભાવ બતાવે છે. આ બધા પ્રશ્નોના ઉત્તર શ્રીમદે માર્મિક રીતે આપ્યા છે. એ ઉત્તરો જિજ્ઞાસુએ મનન કરવા જેવા છે.
એમના છેલ્લા પ્રશ્ન જુએ: “મને સર્પ કરડવા આવે ત્યારે તેને મારું કરડવા દેવા કે મારી નાખવા? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શકિત ન હોય એમ ધારીએ છીએ.” આ સમયે ગાંધીજીમાં અહિંસાની ભાવના ઊગતી હતી એ દેખાય છે. આ માટેના શ્રીમ જવાબ પણ ઘણા માર્મિક છે :
“સર્પ તમારે કરડવા દેવા એવું કામ બતાવતાં વિચારમાં પડાય તેવું છે. તથાપિ તમે જો ‘દેહ અનિત્ય છે’ એમ જાણ્યું હોય તો પછી અસારભૂત દેહના રક્ષણાર્થે જેને તેમાં પ્રીતિ રહી છે એવા સર્પને, તમારે મારવા કેમ યોગ્ય હોય? જેણે આત્મહિત ઈચ્છનું હાય તેણે તા ત્યાં પોતાના દેહ જતા કરવા એ જ યોગ્ય છે. આત્મહિત ઈચ્છવું ન હોય તો તેણે તેમ કરવું? તો એનો ઉત્તર એ જ અપાય કે તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું; અર્થાત સર્પને મારવો એવા ઉપદેશ કયાંથી કરી શકીયે ? અનાર્થવૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય. તે તે। અમને-તમને સ્વપ્ને પણ ન હેા એ જ ઈચ્છવા– યોગ્ય છે.”
ગાંધીજીએ ગાઢ પરિચયથી શ્રીમદ્ વિશે કહ્યું છે:
“તેઓ ઘણીવાર કહેતા કે ચેપાસથી કોઈ બરછી ભાંકે તે સહી શકું પણ જગતમાં જે પાખંડ, અત્યાચાર ચાલી રહ્યા છે, ધર્મને નામે જે અધર્મ વર્તી રહ્યો છે, તેની બરછી સહન થઈ શકતી નથી. અત્યાચારોથી ઊકળી રહેલા તેમને ઊકળી જતાં મેં ઘણી વાર જોયા છે. તેમને આખું જગત પોતાના સગા જેવું હતું.”
ગાંધીજી અને શ્રીમદ્ બન્ને આત્માર્થી પુરુષ હતા, મેાક્ષમાર્ગના યાત્રી હતા. બન્ને ત્યાગ, વૈરાગ્ય અને કરુણાભરપૂર હતા. શ્રીમને નાની વયે આત્મજ્ઞાન થયું અને અલ્પ આયુ ભાગવી, વિદાય લીધી. ગાંધીજીની જીવનસાધના કઠિન અને દીર્ઘ રહી. બન્નેની પ્રકૃતિમાં ફેર હતા. શ્રીમદ્ એકાંતપ્રિય, નિવૃત્તિલક્ષી સાધનામાં મગ્ન અને સર્વ સંગ પરિત્યાગની ભાવનાવાળા આમાં જૈન ધર્મની ઊંડી અસર. શ્રીમદ્નું લક્ષ, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, સર્વ -ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો. ગાંધીજી કર્મયોગી સાંસારિક પ્રવૃત્તિઓમાં ગળાબૂડ રહી તેને શુદ્ધ કરવા અને ધર્મભાવનાથી ઓતપ્રોત કરવાના હામી. ગાંધીજી ઉપર જૈન ધર્મની અસર સારી પેઠે હતી. અહિંસા અને દયાધર્મ તેમના
પણ પાયાના સિદ્ધાંત હતા. પણ પ્રકૃતિથી પ્રવૃત્તિ અને પુરુષાર્થ પ્રત્યે વલણ એટલે ગીતાના કર્મયોગને પેાતાનું જીવનધ્યેય બનાવ્યું.
આત્માર્થી પુરુષ પોતાની જીવનસાધનામાં કર્યું. માર્ગ અપનાવશે તે તેની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. જ્ઞાન, ભકિત, કર્મ, ધ્યાન, યોગ અનેક માર્ગો છે. મહાવીરે તપશ્ચર્યા અને નિવૃત્તિમાર્ગ સ્વીકાર્યો, બુદ્ધે કરુણા અને મધ્યમમાર્ગ, કૃષ્ણે નિષ્કામ કર્મયોગ, શંકરાચાયૅ જ્ઞાનયોગ અને સંન્યાસ, ચૈતન્ય અને તુલસીદાસે ભકિત, માર્ગ. શ્રીમદે બધી રીતે મહાવીરના માર્ગ સ્વીકાર્યા. ગાંધીજીએ કર્મયોગ સાથે અહિંસાને જોડી, માત્ર આધ્યાત્મ અનુભૂતિમાં, કદાચ શ્રીમદ્ ગાંધીજી કરતાં આગળ હતા.
શ્રીમદે જ્ઞાનીપુરુષ વિશે કહ્યું છેતે તેમને માટે પણ સાચું છે:
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત,
તે જ્ઞાનીના ચરણમાં, વંદન હો અગણીત. ચીમનલાલ ચકુભાઈ
તા. ૧-૧૨-૭ર.
રશિયામાં કવિ અને
કવિતા
કાકા કાલેલકરે મુંબઈમાં ‘મેઘાણી જયંતી’ પ્રસંગે એક વખત કહેલું કે “લોકોનાં હ્રદય ઉપર રાજ્ય કરનારા કવિએ આપણા દેશમાં પાકવા જોઈએ; અને એવા કવિ પાકયા છે તે આનંદની વાત છે.” આના સંદર્ભમાં રશિયાના પિટ્સબર્ગ અને મેસ્કોના કવિઓની હાલની જે સ્થિતિ છે તેને નિહાળવાનું રસપ્રદ થઈ પડશે. ‘સેટરડે રિવ્યુ’ નામના અમેરિકન મેગેઝિનમાં શ્રી સુશાન મેસી નામના લેખકે રશિયાના વિખ્યાત કવિ એલેકઝાન્ડર સેાલ્શેનિન્સીનને ટાંકીને કહ્યું છે : “આત્માના પીડનમાંથી કવિતાને જન્મ થાય છે.” એ દષ્ટિએ તે આપણા દેશમાં કવિતાનો જન્મ થયા પછી જ બધી પીડા થાય છે. રશિયાનું પિટ્સબર્ગ નામનું શહેર જે લેનિનગ્રહના નામથી ઓળખાય છે તે શહેરમાં લગભગ ૬૦૦૦ થી વધુ યુવાન કવિએ છે તે જોતાં ત્યાં આત્માની પીડા વધુમાં વધુ હાવી જોઈએ. રશિયામાં કવિતાને એક રાષ્ટ્રીય શાખા તરીકે ઓળખવામાં આવે છે. કદાચ શતરંજ પછી કવિતાનો ક્રમ આવતા હશે.
રશિયામાં કલા અંગેની પ્રવૃત્તિઓ મુખ્યત્વે મેસ્કો અને લેનિનગ્રાડમાં જામી પડી છે. પણ લેનિનગ્રાડની કલાભિમુખતા અને મેસ્કોની કલાપ્રિયતામાં લાખ ગાડાંને ફેર છે. એમ કહી શકાય કે મેસ્કોમાં સરકારી કવિએ વસે છે અને લેનિનગ્રાડમાં કલાને ખાતર કલાને વરેલા કવિઓ અને કલાકારો છે. ક્રાંતિ પછી માસ્કો વ્યાપાર અને રાજકારણનું ધામ બન્યું અને લેનિનગ્રાડ માત્ર કલાને પોષતું શહેર રહ્યું. મુંબઈ, અમદાવાદ અને નવી દિલ્હીમાં વસતા લેખકો અને કવિઓને વર્તમાનપત્ર, રેડિયો અને ટેલિવિઝન દ્રારા જે પ્રમાણમાં પ્રાગટય મળે છે તે પ્રકારે પાલનપુર, ભાવનગર, રાજકોટ કે બોટાદ જેવાં શહેરોમાં રહેતા લેખકો - કવિઓને મળતું નથી. પણ તેને અર્થ એ નથી કે આ નાનાં શહેરાના કવિઓ કે લેખકોનું સર્જન ઊતરતું હશે. ઊલટાનું વધુ પડતો પ્રકાશિત થત લેખક કે કવિ તેના અભિગમમાં થોડૉ Conformist–સમાધાનકારી વલણવાળા બની જાય તે બનવાજોગ છે. લેનિનગ્રહના કવિઓમાં સમાધાનકારી વલણ જોવા નથી મળતું, પણ મેસ્કોના કવિમાં એ વલણ જોવા મળે છે. લેનિનગ્રાડનો કવિ તેના વિચારોમાં અને તેની અભિવ્યકિતમાં જેટલેા મુકત દેખાય છે તેટલા મેસ્કોના કવિ દેખાતા નથી. લેનિનગ્રાડના કવિની કવિતાઓમાં એક દસકા પહેલાં ત વિચારને પણ બહુ પ્રાધાન્ય અપાતું નહીં. એક રચના કરીને તેને ખુલ્લા મને ગાનાર કવિ ફેકટરીના મજૂરો કે કારકુના માટે અતિ પ્રિય થઈ પડતો, પછી તે કવિને સાંભળવા માટે ઑફિસ અને ફેકટરીના રિસેસનો સમય નિયત જ થઈ ગયો છે. જે કવિ બહુ પ્રિય થઈ જાય તેની કૃતિઓ છપાય તો ઓછામાં ઓછી ૫૦,૦૦૦ નકલા તે છપાય જ. ૧૦,૦૦૦ નકલ માટે કવિતા-સંગ્રહને ઑર્ડર પ્રેસવાળાને મળે તો તે કવિ કાંઈક નબળા હશે તેમ પ્રેસવાળાને લાગે. અમેરિકા, જ્યાં સાહિત્ય અને કલાને પૈસા પછીનું જ સ્થાન મળે છે ત્યાં કવિતાના પુસ્તક માટે ૨૦૦૦ ની સંખ્યાનો પ્રિન્ટ - ઑર્ડર મળે તો પણ ‘ગંગ નાહ્યા તેમ અમેરિકન મુદ્રક માને છે.
લેનિનગ્રાડમાં પેએટી સર્કલા રચાયાં છે. તેમાં જોડાનારા કવિ અઠવાડિયે કે પખવાડિયે ભેગા મળીને એકબીજાની રચનાઓ સંભળાવે છે. આવાં સર્કલા અગર જૂથોમાંથી અત્યારે ૩૦૦૦ કવિઓ એવા નીકળ્યા છે કે જેમની કૃતિઓ છપાય પણ છે. પણ કૃતિ છપાવવા માટે કોઈ હંસાનુંસી થતી નથી. એક જૂથમાં ૨૦ની સંખ્યાથી માંડીને ૧૦૦ કવિઓની સંખ્યાનાં જૂથ પણ હોય છે. જૂથના નેતાને રીતસરના પગાર અપાય છે (માસિક ગ઼. ૩૦૦). કવિતાની એક પંકિતનો પુરસ્કાર લગભગ રૂ. ૩૫૦ થી રૂા. ૪૫૦ હોય છે. પાંત્રીા પાનાંનું ગદ્યવાળું પુસ્તક રૂા. ૨૫૦૦ જેટલા પુરસ્કાર મેળવી શકે છે. આની સામે આપણા કવિઓને મળતા પુરસ્કાર રોંકાટ જેવા લાગે છે.
કવિને જ્યારે સરકારી માન્યતા મળે અને તે વધુ ને વધુ પ્રગટ થવા માંડે ત્યારે જ કઠણાઈ શરૂ થાય છે. લેનિનગ્રાડમાં “રાઈટર્સ યુનિયન” ના સભ્ય બનનાર કવિ ટોચે પહોંચ્યું ગણાય છે. આ બધું છતાંય સરકાર તરફથી તેને કોઈ પગાર મળતા નથી. તેણે તે પાતાની રચનાઓમાંથી જ ગુજરાન ચલાવવાનું હોય છે. એટલે સરકારી દરજ્જે ટોચે પહોંચ્યા છતાં તેણે લોકોનાં હ્રદય ઉપર રાજ્ય કરવાનું હોય છે. લેકોનાં હૃદય ઉપર રાજ્ય કરવાનું છેાડીને તે પોતાની સગવડતાઓમાં જ મશગૂલ રહે તે કિવ લોકોનાં મનમાંથી ભૂંસાઈ જાય છે.
કાંતિ ભટ્ટ