________________
તા. ૧-૧૨-૭૨
પ્રબુદ્ધ જીવન
બંધારણ છે જ. એ મુજબ જ દરેકે ચાલવું જોઈએ. નહિ તો જૈન સંઘ બહાર કરવા સુધીનાં ફરમાન કરવામાં આવ્યાં છે. નિર્વાણ મહાત્સવની ઉજવણી કરવાની રીતે, વિધિઓ સ્પષ્ટ શબ્દોમાં પંચાશક નામના ગ્રંથમાં ફરમાવી છે. એની અવગણના કરી શકાય જ નહીં. અન્યથા એ વ્યકિતએ જૈન સંઘમાંથી જાતે જ નીકળી જવું જોઈએ. અમે અશિસ્તને બિલકુલ ચલાવી શકીએ નહિ. અન્યથા અમારી હસ્તી ખતમ થઈ જાય. * જો રાષ્ટ્રીય સરકાર મહાવીર દેવને આ ઉજવણીથી કોઈ નુકસાન પહોંચાડવા માગતી ન હોય તે તેણે જાહેર કરવું જોઈએ કે અમે મહાવીર દેવને સ્ત્રીસ્વાતંત્ર્યના હિમાયતી, જ્ઞાતિ-જાતિના નાશક વગેરે કદાપિ નહીં કહીએ. એટલું જ નહીં પરંતુ તેમને વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી, યથાર્થવાદી, ત્રિલોકગુરુ પરમાત્મા જ કહીશું.
* અમને અમારી શાસ્રીય નીતિ–માળા ગણવી, બે ઉપવાસ કરવા, ધર્મગુરુ પાસે વીર-ચરિત્ર સાંભળવું, રાત્રે નિર્વાણ મહાત્સવની વિશિષ્ટ` ક્રિયા કરવી વગેરે મુજબ અમે અમારો નિર્વાણમહાત્સવ ઊજવીશું. બીજા લોકો આ બધી વિધિથી તદ્દન અજ્ઞાત છે. વિધિ વિના કોઈપણ ક્રિયા કરવાની અમારા શાસ્ત્રોમાં સ્પષ્ટ મનાઈ ફરમાવી છે. માટે ભારત સરકારને અમારી વિનંતિ છે કે તે અમારી ધાર્મિક બાબતમાં જરા પણ ડખલ ન કરે.
* આ મહોત્સવ નિમિત્તે ફિલ્મા, કલા, કારીગરી, રેકોર્ડો, યુનિવર્સિટીની સ્થાપના, મેમેરિયલા, સ્કોલરોનું ઉત્પાદન, જૈન હાસ્પિટલા વગેરે જે કાંઈ કરવાનું છે તે બધુંય અમારા શાસ્ત્રથી વિરુદ્ધ છે, કેમકે જ્યાં મેક્ષના અભિલાષ નથી ત્યાં વાસ્તવિક ધર્મ નથી, એવા ફરમાનને કારણે ઉપરોકત બધી બાબતો અધર્મસ્વરૂપ બને છે. અમે મહાવીરના નામે આવા ધર્મ જોઈ શકીએ નહિ, અમારી દયા પણ ભાવદયાપૂર્વકની હોય તે જ દયા કહેવાય છે.
* અમારાં શાસ્ત્રોની આજ્ઞા છે કે આગમાનું અધ્યયન માત્ર યોગ્ય જૈન સાધુ જ કરી શકે: તમે આગમને વોલ્યુમ્સ બનાવીને અયોગ્ય ગૃહસ્થાને સોંપવાનું કામ કરો છે, જે ધર્મમાં ઉઘાડો હસ્તક્ષેપ છે. ગમે તેને ગમે તે ચીજ કેમ અપાય? વાંદરાને એટમ બૉમ્બ અપાય ખરો ?
* અમારા પૂજનીય આગમગ્રન્થોમાં મેક્ષમાં જવા માટેના રાજમાર્ગનું નિરૂપણ છે તેમ તેની સાથેસાથે અપવાદ માર્ગનું પણ નિરૂપણ છે. મેાક્ષસાધના કરતાં મુશ્કેલી આવે તો અપવાદ તરીકે કેટલીક બાબતોની કામચલાઉ છૂટ આપવામાં આવી છે. આવા છૂટછાટના માર્ગો પૂરી પરિપકવતા વિનાના જૈન સાધુને પણ દેખાડવામાં આવતા નથી. તો ભારત સરકાર તે તમામ શાસ્ત્રોને વાલ્યુમના સ્વરૂપમાં ફેરવી દઈને બધાય લોકોના હાથમાં શી રીતે મૂકી શકે ? અપાત્રાના હાથમાં આ અપવાદ માર્ગ જાય તો તેઓ તેને જ પકડી લઈને અમારા રાજમાર્ગ સ્વરૂપધર્મનો સંપૂર્ણ નાશ કરે. આમ આગમગ્ર ંથેનું વાલ્યુમેામાં રૂપાન્તર એ ધર્મનાંશનું મહા— અકાર્ય બની રહે છે.
*
ટૂંકમાં આ ઉજવણીમાં અમને ધર્મના ધ્વંસ, ક્રિયામાર્ગના લેપ, અમારા સિદ્ધાન્તોના સાચા અર્થમાં ઉલ્કાપાત થતો દેખાય છે. માટે અમને સ્પષ્ટ રીતે શાસ્ત્રાજ્ઞા છે કે અમારું આ રીતે સખત વિરોધ કરવા જોઈએ. એ ખાતર બધા જ યત્ના કરી છૂટવા જોઈએ.
આ વિરોધનાં કારણેાના મૂળમાં એવા ભય જણાય છે કે રાષ્ટ્રીય સ્તરે કેન્દ્ર સરકાર નિર્વાણ મહાત્સવની ઉજવણી કરે તે જૈન ધર્મને અને ભગવાન મહાવીરના ગૌરવને હાનિ પહોંચશે. આ ભય ગેરસમજણનું પરિણામ લાગે છે. હકીકતમાં જૈન ધર્મ અને ભગવાન મહાવીરનો સંદેશ દેશમાં અને દુનિયામાં પહોંચાડવાની આ અમૂલ્ય તક છે. જૈન ધર્મ કોઈ એક કોમ કે જ્ઞાતિના નથી, એ વિશ્વધર્મ છે.
જેમના તરફથી આ વિરોધ થાય છે તે ઠીક પ્રચાર કરે છે. પણ એ લક્ષમાં રાખવું જોઈએ કે આ વિરોધ માત્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજના એક વર્ગના છે. આ સમાજના ઘણા
c49}
વિદ્રાન મુનિવરો અને મેટા ભાગના શ્રાવક સમુદાયના આ મહા ત્સવમાં સહકાર છે. તેમ જ સમસ્ત દિગમ્બર, સ્થાનકવાસી અને તેરાપંથી સમાજના પૂર્ણ સહકાર છે.
આપણે આશા રાખીએ કે આવા મંગળ અને ભવ્ય પ્રસંગને જૈન સમાજ આવકારશે અને શાસનને દીપાવવાની આ તકને ધન્ય અવસર માનશે.
શ્રીમતી નન્દિની સર્પથી
આરિસામાં ફરીથી રાજકારણના બધા ગંદવાડ ઠલવાયા. ઈન્દિરા ગાંધીનાં પ્રતિનિધિ, ઓરિસાનાં મુખ્ય મંત્રી નન્દિની સત્પંથીની ચૂંટણી સમયે બિજુ પટનાયક ગુલાંટ મારી સામે પડયા. જે વ્યકિતએ સામે અનેક ગંભીર આક્ષેપો છે અને જેમને જાહેર જીવનમાં કોઈ સ્થાન હોવું ન જોઈએ એવી વ્યકિતઓ યેન કેન પ્રકારેણ આગેવાની મેળવી લે છે. આવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવામાં શાસક કૉંગ્રેસ પણ જવાબદાર છે. ઓરિસામાં ગણતંત્ર સત્ત્તાસ્થાને હતું. તેને તેડવા શાસક કૉંગ્રેસે બિજુ પટનાયકનો સાથ લીધા. પટનાયકની ઉત્કલ સઁગ્રેસના ઘણા સભ્યોને શાસક કૉંગ્રેસમાં દાખલ કર્યા પણ શરમના માર્યા પટનાયકને ન લીધા. કારણ કે તેમની સામે ઘણા આક્ષેપો હતા. પોતાના સ્વાર્થ સાધવા ચૂંટણીની આ તક પટનાયક કેમ જતી કરે ? શાસક કૅાગ્રેસના મહામંત્રી ચંદ્રજિત યાદવ પટનાયકની ખુશામત કરવા ગયા. પણ પટનાયકને કિંમત ઓછી પડી હશે. ઉત્કલ કૉંગ્રેસને નન્દિની સત્પંથીને સાથે હતો તે ખેંચી લીધા. શાસક કોંગ્રેસમાં પણ સત્પંથી સામે વિરોધ જાગ્યો. વાતાવરણ તે એવું ઊભું થયું હતું કે સત્પંથી ચૂંટણીમાં સફળ થાય તે ચમત્કાર જ લેખાય. પણ એ ચમત્કાર થયો અને બધા વિરોધ પક્ષાના સંયુકત સામના છતાં, સારી બહુમતીથી ચૂંટાયાં. સત્પંથી પણ રાજકારણી ખેલ ખેલવામાં પટનાયકથી ઊતરે તેવાં નથી, શાસક કૉંગ્રેસ માટે આ ચૂંટણી અતિ મહત્ત્વની હતી. અમદાવાદ અને માયસેરની પેટાચૂંટણીઓમાં હાર ખાધા પછી, અહીં નિષ્ફળતા મળી હોત તે ઈન્દિરા ગાંધીની પ્રતિષ્ઠાને મોટો ધક્કો પહોંચત. નન્દિની સમ્પથી ચૂંટાઈ આવ્યાં તે ઠીક થયું. ઓરિસાના રાજકારણમાં કાંઈક સ્થિરતા રહેશે. પણ જે બન્યું છે તેમાં કોઈ પક્ષ દોષમુકત નથી અને ગૌરવ લઈ શકે તેમ નથી. નૈતિકતાની વાત એક બાજુ રાખીએ પણ સભ્યતા (Decency)નું ધારણ પણ નીચું ઊતરતું જાય છે.
ચીમનલાલ ચકુભાઈ
સઘ
સમાચાર
સંધના લાઈફ-મેમ્બરો
સંઘના આજીવન સભ્યોની સંખ્યા ૧૩૩ સુધી પહોંચી છે. નવા સભ્યો થવાની ગતિ ખૂબ જ ધીમી પડી ગઈ છે. તે બાકી રહેતા સભ્ય, આજીવન સભ્યો માટે પોતાનાં તેમ જ મિત્રોનાં નામેા મેળવીને તુરત માકલી આપે એવી વિનતિ છે,
૧૩૧ થી હરકિશનદાસ પાનાચંદ શાહ
૧૩૨ હરિચંદ એલ. મહેતા, કોલ્હાપુર
23
૧૩૩
” મતલાલ ભીખાચંદ શાહ સંધના સભ્યાને વિજ્ઞપ્તિ
૧૯૭૨નું વર્ષ પૂરું થવાને હવે બહુ સમય બાકી નથી. ચાલુ વર્ષના ઘણા સભ્યોનાં લવાઝ્મા હજુ બાકી છે. તે જે સભ્યોનાં લવાજમ બાર્કી હોય તેમને લવાજમના રૂપિયા ૧૦, કાર્યાલયમાં મેકલી આપવા વિનંતિ કરવામાં આવે છે.
ચીમનલાલ જે. શાહ સુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ