SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૭૪ * પ્રબુદ્ધ જીવન Chairman Mao and wasting time that should be spent more constructively. મિચનેર અંતે લખે છે: China is a dreadfully dull place, cowed by dictatorship and obsessed by puritanism. અલબત્ત, સરમુખત્યારશાહી સારી નથી. પણ કોઈ પ્રજા, શિસ્ત, સાદાઈ, મહેનત અને સંયમ વિના ઊંચી આવે નહિ, લેાકશાહીને નામે સ્વચ્છંદ, કામચોરી, વિલાસિતા અને સ્વાર્થ નિભાવી લેવાય નહિ. આન્ધ્ર – તેલંગણ – મુલકી નિયમો આન્ધ્ર અને તેલંહણમાં ફરીથી મેટા પાયા ઉપર તફાને ફાટી નીકળ્યાં છે. ૧૫ માણસે મરી ગયા, સંખ્યાબંધ ઘાયલ થયા, જાહેર મિલકતની ભાંગફોડ લઈ, લશ્કર બોલાવવું પડયું. કર્યાં અટકશે? ભાષકીય ધેારણે આન્ધ્રની રચના પહેલી થઈ. હૈદરાબાદ રાજ્યનું વિસર્જન થયું ત્યારે તેલંગણ આન્ધ્રમાં સમાવ્યું અને હૈદરાબાદ રાજધાની થયું. એક ભાષાભાષી લોકો પરસ્પર સંપ અને સહકારથી રહેશે એવી માન્યતા ઉપર રાજ્યોની પુનર્રચના થઈ. એવી જ માન્યતા એક ધર્મના લોકો વિશે હતી. બંન્ને માન્યતા ખોટી પડી છે. આર્થિક હિત બધા કરતાં મેટું બળ છે. તેલંગણ અને આન્ધ્રની એકતા થઈ જ નથી. તેલંગણને જુદું પાડવા તેાના થયાં. બાંધછોડ કરી શમાવ્યાં. હવે નવું કારણ મળ્યું. ૫૦ વર્ષ પહેલાં નિઝામે ફરમાન કાઢયું હતું કે તેલંગણમાં ઓછામાં ઓછા ૧૫ વર્ષના વસવાટ હોય તેવી વ્યકિતને જ રાજ્યમાં નોકરી મળે. આ ફરમાનને મુલકી નિયમે-Rules of Residence કહે છે. તેલગણ આન્ધ્રમાં ભળ્યું ત્યારે એવી સમજણ કરી હતી કે નીચલા દરજ્જાની નેકરી માટે આ નિયમ સચવાશે સામાન્ય રીતે ગુણવત્તાને ધારણે જ નિમણૂક થાય. પણ આપણે શિક્ષણ સંસ્થાઓમાં દાખલ થવા, સરકારી નોકરી માટે અને બીજા કેટલાય એવા પ્રસંગેામાં સ્થાનિક હક્કોને મહત્ત્વ આપ્યું છે. મુલકી નિયમેાના અમલ માટે કાર્ટમાં અરજી થઈ. આન્ધ્ર હાઈકોર્ટે પલટાયેલ સંજોગામાં તેને રદબાતલ ગણ્યા પણ સુપ્રીમ કોર્ટે તે હજુ બંધનકર્તા છે એમ ઠરાવ્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેના ચુકાદાને પરિણામે મુશ્કેલીઓ ઊભી થાય તે સાથે કોર્ટને સંબંધ નથી. પરિણામે મેટી કટોકટી ઊભી થઈ છે. મુલકી નિયમેાની તરફેણમાં તેલંગણમાં અને તેની વિરુદ્ધ આન્ધ્રમાં ગંભીર તફાના જાગ્યાં છે. રાજધાની હૈદરાબાદથી આન્ધ્ર લઈ જવાની વાત થાય છે. તેલં ગણને અલગ કરવાની માગણી ફરી જોર પકડે છે. સમાધાન માટે કેન્દ્રના પ્રયત્નો ચાલુ છે. પણ સ્વાર્થ બૂરી ચીજ છે. ઘણાં વિઘાતક બળે આપણામાં પડયાં છે. તેમાં એક વિશેષ ઉમેરાયું. આસામમાં બંગાળીઓને હાંકી કાઢવા ભાષાનાં તફાનો થતાં રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમ નહિ જ જાગે? રાજકીય વ્યકિતઓ અને પક્ષે આવી તકનો લાભ લે અને તેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ કૂદી પડે. તે મેટું દુર્ભાગ્ય છે. પંપાળીને કામ લેવાથી આ રોગનું નિવારણ થાય તેમ નથી. મક્કસ રીતે કામ લીધા વિના છૂટકો જ નથી. એક સ્થળે ઢીલું મૂકર્યું તો બધે સળશે. હવે મુલકી નિયમો અંગેના વડા પ્રધાનને ચુકાદો જાહેર થયો છે. આ ચુકાદો બધાને પૂરને સંતોષ ન જ આપી શકે. છતાં આંધ્રના હિતમાં બંને પક્ષે સ્વીકારશે એવી આશા રાખીએ. વિરોધ શા માટે ? . ભગવાન મહાવીરને ૨૫૦૦ વર્ષ નિર્પણ મહોત્સવ રાષ્ટ્રીય અરે, કેન્દ્ર સરકાર ઊજવે તે સામે શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજના કેટલાક મુનિવરો અને શ્રાવક વર્ગના વિરોધ છે. તેમના તરફથી પત્રિકાઓ અને નિવેદને બાર પડે છે તે કાળજીપૂર્વક વાંચી તા. ૧-૧૨-૭૨ સમજવા મેં પ્રયત્ન કર્યો છે. કેટલાક મિત્રએ સૂચવ્યું હતું કે આને કાંઈક જવાબ આપવો. જે વસ્તુનો સમજણપૂર્વક વિચારવિનિમય થઈ શકે તેમાં ચર્ચાને અવકાશ રહે. આ વિરોધનાં કારણે, એવી ચર્ચાને અવકાશ રહેવા દેતાં નથી. તેથી આ કારણે શું છે તે સંક્ષેપમાં રજૂ કરી, તેની યોગ્યતાનો નિર્ણય સુન્ન માણસની વિવેકબુદ્ધિ ઉપર છેડવા. સર્વના શુભ માટેનું પત્ર, “હિત - મિત - પુછ્યું - સત્યમ ’ના તા. ’૧૧-૧૧-’૭૨ના અંકમાં શ્રી શ્રેયસના એક લેખમાં બે મુદ્દાઓ રજૂ કર્યા છે તે તેમના જ શબ્દોમાં જોઈએ : (૧) “કાં તે સરકારે પોતાની આગળ ઢંકાયેલા બિનસાંપ્રદાયિકતાના પડદો ઉઠાવી લેવા જોઈએ . ને પોતે સાંપ્રદાયિક છે એવી જાહેરાત કરી દેવી જોઈએ. અને એ ન બને ! બિનસાંપ્રદાયિકતાને ટકાવી રાખવા ખાતર પણ વહેલામાં વહેલી તકે ભ. મહાવીરની ૨૫૦૦મી નિર્વાણ જયંતી ઊજવવાનું બંધ રાખવું જોઈએ.” (૨) “સરકાર આવી ઉજવણીઓ કરવા તૈયાર થાય છે તેની પાછળ ‘યુના’ સંસ્થાનું દબાણ જ કામ કરી રહ્યું હોય એમ સમજાય છે; અને ‘યુના’ સંસ્થા પણ શા માટે દબાણ કરે છે? આ પ્રશ્નના ઉત્તર એ છે કે આ રીતે દરેકની જયંતી ઊજવી, છેલ્લે ઈશુ ખ્રિસ્તની જયંતી ઊજવવી અને બહુમાનના જોરે ખ્રિસ્તી ધર્મને વિશ્વધર્મ તરીકે જાહેર કરી દેવા.” વિરાધ કરતા મુનિએમાં શ્રી ચન્દ્રશેખર વિજયજી મુખ્ય છે. તેમણે વિરોધના ૩૧ મુદ્દાઓ જાહેર કર્યા છે. તેમાંના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે: * જે વસ્તુ રાષ્ટ્રીય બને તેને અમે પૂજ્ય ગણી શકીએ નહિ એવે અમારા ધર્મગ્રંથમાં પાઠ છે. વીરનિર્વાણ દિવસ જો રાષ્ટ્રીય બનશે તે। અમારા માટે તે પૂજ્ય દિવસ નહિ રહેતાં અમારી ધાર્મિક લાગણી ખૂબ દુભાશે. આવી શાસ્ત્રીય બાબતેને નહિ સમજનારા લાખા લેકો ઉજવણીની તરફેણ કરે તે પણ સરકારશ્રીએ અમારા અભિપ્રાયને જ માન્યતા આપવી ઘટે, કેમકે કોઈના પણ ધર્મમાં હસ્તક્ષેપ નહિ કરવા તે બંધાયેલ છે. * દિલ્હીના મ્યુઝિયમમાં જઈ પડેલી મહાવીરની પ્રતિમામાં પૂજ્યતા રહી શકતી નથી, એમ રાષ્ટ્રના હાથમાં જઈ પડેલા પર્વદિનમાંથી પણ પૂજ્યતા ખતમ થઈ જાય છે. * મહાવીર દેવને વીતરાગ સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રિલેાકગુરુ પરત્માત્મા ન કહેવા એટલે એમનાં કપડા ઉતારી લેવાં. પછી તેમને ‘મહામાનવ' કહેવા એનો અર્થ જ શે? * મહાવીરને ઉપયોગ આંતરરાષ્ટ્રીય રાજકારણીઓ પોતાની રીતે કરવાના છે. એ લોકો એમને સ્ત્રીસ્વાતંત્ર્યના હિમાયતી, જ્ઞાતિ-જાતિના નાશક, દલિતો અને પછાતાના ઉદ્ધારક, યજ્ઞયાગની સામે બંડ પેકારનારા, સામ્યવાદના પિતા, સમાજવાદી સમાજરચનાના સ્થાપક તરીકે જાહેર કરવા માગે છે. આમ એમના નામે પોતાના સ્વાર્થી વિચારોને પ્રચાર કરવાના છે માટે પણ . અમારો સખત વિરોધ છે. મહાવીર દેવ આજના કહેવાતા સ્ત્રીસ્વાતંત્ર્ય વગેરેના હિમાહતી ન હતા એ વાત શાસ્રોથી પુરવાર થાય છે. * એ સમયે જે ભાષણા થશે એમાં મહાવીરનાં શાસ્ત્રોનાં રહસ્યાને નહીં જાણનારા ઢગલાબંધ વકતાઓ ફાવે તેમ બાલશે. અમે એ વખતે કેટલાને રોકી શકીશું? પ્રો. રજનીશ, મહાવીર દેવના નામે સંસ્કૃતિઘાતક નગ્નતાનો પ્રચાર કરે છે! આવું બધું અમારી ધાર્મિક લાગણીને ખૂબ દૂભવે છે. માટે બહેતર છે કે ઉજવણી રાષ્ટ્રીય ધેારણે તે બંધ જ રહે; અમારી શાસ્ત્રની નીતિથી તો અમે વર્ષોવર્ષ ઉજવણી કરીએ જ છીએ એમાં આવી ચિન્તાને સ્થાન નથી. * આ ઉજવણી મહાવીર દેવના શાસન વગેરેને નુકસાન કરવા સાથે સમસ્ત આર્ય સંસ્કૃતિને ભયંકર નુકસાન કરશે. * દરેક સંસ્થાને પોતાનું આગવું બંધારણ હોય છે. જૈન શાસન નામની વિશ્વકલ્યાણકર સંસ્થાને પણ એનું પોતાનું સંયોગસંપૂર્ણ 4
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy