SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH, 117 प्रजुद्ध भवन શ્રી મુબઇ જૈન યુવક સંઘનુ... પાક્ષિક મુખપત્ર છૂટક નલ ૭–૪૦ પૈસા “પ્રબુદ્ધ જૈન”નુ નવસંસ્કરણ વર્ષ ૩૪ : અંક: ૧૫ મુંબઇ ડિસેમ્બર ૧, ૧૯૭૨, શુક્રવાર વાર્ષિક લવાજમ રૂા. ૭, પરદેશ માટે શિલિંગ : ૧૫ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ નો (ગતાંકથી ચાલુ) વર્તમાનપત્રો તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે લાક શાહીમાં વાણીસ્વાતંત્ર્યનું મહત્ત્વ લક્ષમાં લઈ, સરકાર થોડો વધારે ન્યુઝપ્રિન્ટ આયાત કરે તો આ પ્રશ્ન હળવા થાય. લગભગ ૩૦૦૦ કરોડની આયાત થાય છે તેમાંથી ૫ કરોડની વધારે ન્યુઝપ્રિન્ટ આયાત કરે – અત્યારે લગભગ ૨૫ કરોડના થાય છે – તે આટલી ખેંચ ન રહે. રૂપિયાનું અવમૂલ્યન થયું તે કારણે રકમ વધી ગઈ છે. શિક્ષણ વધે, વાચનારની સંખ્યા વધે તેમ વર્તમાનપત્રાની સંખ્યા અને સર્ક્યુલેશન વધે. કોર્ટે કહ્યું કે શું વસ્તુ, કેટલી આયાત કરવી તે નક્કી કરવાના અધિકાર સરકારના છે. તેમાં કોર્ટ કાંઈ આદેશ આપી ન શકે. કોર્ટ એટલું જ કહી શકે કે જેટલા ન્યુપ્રિન્ટ પ્રાપ્ત હોય તેની વહેંચણી વાજબી અને ન્યાયી–નાના મેાટા બધાનું હિત જોઈને થવી જોઈએ (Fair and Equitable) વ્યાજબી અને ન્યાયી વહેંચણી કોને ગણવી તે વિવાદનો પ્રશ્ન છે. તેને વિશે હવે પછી કહીશ. વાણી અને અભિવ્યક્તિ સ્વાત ંત્ર્ય-ર સરકાર તરફ્થી એમ દલીલ થતી હતી કે ન્યુઝપ્રિન્ટ પાલિસીના વિષય (Subject matter) ન્યુઝપ્રિન્ટ કન્ટ્રોલ છે. વાણીસ્વાતંત્ર્ય તેનો વિષય નથી. આ કન્ટ્રોલ કરતા આડકતરી રીતે (Indirectly) વાણીસ્વાતંત્ર્ય ઉપર કાંઈ અસર થાય તેથી તેના મૂળભૂત અધિકારને બાધ આવતા નથી. કોર્ટે સ્વીકાર્યું છે કે વાણીસ્વાતંત્ર્ય ઉપર સીધી રીતે વિપરીત અસર કરે એવા કાયદા જ બાધક ગણાય. પણ તે કાયદાના વિષય કોઈ પણ હોઈ શકે. વાણીસ્વાતંત્ર્યને વિષય લઈને સીધી રીતે તેને ન્યૂન કરે એવા કાયદો તે કોઈ ન કરે. No law or action would state in words that rights of freedom of speech and expression are abridged or taken away. The word "direct" would go to the quality and character of the effect and not to the subject matter. દા. ત. વર્તમાનપત્રાના કર્મચારીઓના પગાર વધારવામાં આવે, જેને કારણે પત્રેા ઉપર મોટો આર્થિક બોજો પડે તેથી વાણીસ્વાતંત્ર્યના હક્ક ઉપર સીધી અસર થઈ છે તેમ ન કહેવાય. તેવી જ રીતે જાહેરખબર ઉપર કરવેરા નાખવામાં આવે, અથવા કોઈ મશીનરી જોઈતી હોય તેનું લાઈસન્સ ન આપે તેથી વાણીસ્વાતંત્ર્યના હક્ક ઉપર સીધી અસર થાય છે તેમ ન કહેવાય. તો સીધી અસર કોને કહેવાય ? જે કાયદાથી વર્તમાનપત્રનાં પાનાંની સંખ્યા અને સર્ક્યુલેશન ઘટે તેને સીધી અસર ગણાય. સરકારની વર્તમાન ન્યુઝપ્રિન્ટ નીતિ આવી સીધી અસર કરે છે. The machinery of Import Control cannot be utilised to curb or control circulation or growth or freedom of newspapers. ન્યુપ્રિન્ટ કન્ટ્રોલના નામે ન્યુઝપેપર કન્ટ્રોલ ન થઈ શકે A newspaper control policy is ultra-vires the Import Control Act, This Act may include control of import of newsprint but it does not allow control of newspapers. આ ઉપરથી ત્રણ અગત્યના મુદ્દા ઉપસ્થિત થાય છે : (૧) વાણીસ્વાતંત્ર્યના હક્કના સાચા અર્થ ((true content) શું ? તેની કોઈ મર્યાદા ખરી, હાય તો શું ? (૨) વાજબી અને ન્યાયી વહેંચણીનું ધોરણ શું? (૩) અછતની વસ્તુ આયાત કરી વહેંચણી કરવામાં આવે, તે પછી તેના ઉપયોગ ઉપર સરકાર કાંઈ નિયંત્રણ મૂકી શકે? મારા વિચારો વ્યકત કરવાને મને વ્યકિતગત અધિકાર છે. પણ એવા અધિકાર દરેક નાગરિકને છે. વળી આ અધિકાર મારા શાખ ખાતર નથી પણ સામાજિક હિત (Common good) માટે છે. આ અધિકારને સરકાર ન્યૂન ન કરે અથવા છીનવી ન લે (abridge or take away) એટલું જ બસ છે કે આ અધિકાર હું એવી રીતે ન ભાગવું કે બીજાના અધિકાર ન્યૂન થાય અથવા શૂન્ય થાય? વળી, બંધારણમાં આ અધિકારનું રક્ષણ છે તે માત્ર સરકારી પગલાં સામે જ છે અથવા સરકારની કોઈ ફરજ છે કે આ અધિકારને મારો ભાગવટો બીજાના અધિકારને બાધ ન આવે તેવી રીતના હોવા જોઈએ અને તે માટે સક્રિય પગલાં સરકાર લે. વર્તમાન બંધારણીય વ્યવસ્થામાં આવાં સક્રિય પગલાં લેવા માટે સરકાર ને કોઈ અધિકાર છે? મારા નમ્ર મત મુજબ બહુમતી જજમેન્ટ વાણીસ્વાતંત્ર્યના હક્કના વ્યકિતગત સ્વરૂપને વધારે મહત્ત્વ આપે છે, લઘુમતી જજમેન્ટ તેના સામાજિક સ્વરૂપ ઉપર ભાર મૂકે છે. બહુમતી જજમે’ટ સરકારની મર્યાદા ઉપર ભાર મૂકે છે. લઘુમતી જજમે ટ સરકારની સામાજિક હિત સાધવાની ફરજ ઉપર ભાર મૂકે છે. બહુમતી જજમેટ મૂળભૂત અધિકારના Negative aspect ને મહત્ત્વ આપે છે, લઘુમતી જજમે ટ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના Positive aspect ઉપર ભાર મૂકે છે. વર્તમાન બંધારણીય જોગવાઈ જોતાં બહુમતી જજમે’ટે કરેલ અર્થઘટન બરાબર લાગે છે. પણ બંધારણનું અર્થઘટન પલટાતી પરિસ્થિતિ લક્ષમાં રાખી વર્તમાન અને ભવિષ્યને આવરી લે તેવું Dynamic હોઈ શકે. માત્ર Status quo જાળવવા માટે જ ન હેાય. ન્યુઝપ્રિન્ટ કન્ટ્રોલના નામે સરકારે ન્યુઝપેપર કન્ટ્રોલ કરવા પ્રયત્ન કર્યો – કેટલાં પાનાં હાય, કેટલું સર્ક્યુલેશન હાય, કેટલી જાહેરખબર હોય – આ બધું કરવાના અધિકાર, ઈમ્પોર્ટ કન્ટ્રોલ
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy