________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૭૨
ઉઘાડા મનવાળા માણસનું ચાલક બળ લાગણી નથી પણ બુદ્ધિ છે. આનો અર્થ એ નથી કે એ માણસ સંબંધોની બાબતમાં ટાઢોબળ હોય છે. પોતાના વિચારો કે અભિપ્રાયો લાગણીથી દોરવાઈને નહિ, પણ બુદ્ધિથી દરવાઈને વ્યકત કરે તે માણસમાં મોટા ભાગે બીજા કરતાં ઉષ્મા કદાચ વધારે હોવાનો સંભવ છે. સંપત્તિ કરતાં પોતાના વિચારો પ્રત્યેની આસકિત વધારે ઉપદ્રવી છે. વિચારની આસકિતએ જેટલા લોહી વહાવ્યા છે તેને જરા વિચાર કરીએ છીએ ત્યારે ઉઘાડા મનવાળે માણસ સંત જેવો લાગે છે. સાચું પૂછો તે મને ચુસ્ત ધાર્મિક માણસોની બીક લાગે છે. ધર્મને નામે જે વિનાશી ઝનૂન વારંવાર જોવા મળે છે તે ઉપરથી મેં એક તારણ કાઢ્યું છે કે ઉઘાડા મન જે કોઈ બીજો પાળવા જેવો ધર્મ નથી.
આપણા એક ધર્મપુરુષ પંડિત સુખલાલજીએ કહ્યું કે “ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ, તેમ જ એ બે તની દેરવણી નીચે ઘડાતો જીવનવ્યવહાર'. પંડિત સુખલાલજીએ શાસ્ત્રો, પંડિત, ગુરુઓ, તીર્થો, મંદિરો, ક્રિયાકાંડે, ઉપાસના વગેરેને ધર્મના બાહ્ય દેહ કહ્યાં છે. જ્યારે સત્ય, ભકિત, પ્રેમ, નિ:સ્વાર્થપણું, વિવેક, વિનય અને ઉદારતા વગેરે સણોને ધર્મના આત્મા કહ્યાં છે. આમાં જે ઉદારતાનું તત્ત્વ છે તે મારે મન ધર્મનું મુખ્ય તત્ત્વ છે. જ્યાં ઉદારતા ન હોય ત્યાં સત્યશોધન કે નિ:સ્વાર્થપણાને. અવકાશ જ કયાં છે? આથી હું એમ કહ્યું કે ધર્મ એટલે ઉદારતા,
| ઉદારતા સૌથી પહેલાં વિચારોની. વિચારોની ઉદારતા આવી એટલે સભ્યતા ભણી આપણે પહેલું પગલું માંડયું. પશુ જેવી સ્થિતિમાં રહેતા આદિ માનવ અને અત્યારની સંસ્કૃતિના માણસ વચ્ચે કોઈ ભેદરેખા હેય તો તે ઉદારતાની. જે માણસનું મન ઉદાર છે તે જ નિર્ભય છે. દુનિયાના બધા ધર્મોએ ભયના પાયા પર પિતાનું વર્ચસ્વ જમાવ્યું છે. આદિ માનવ વાદળના ગડગડાટ, વીજળી કે પાણીના પૂરથી ગભરાતે હતો. ધર્મોએ એ વીજળી- વંટોળની જગ્યાએ પ્રભુને મૂકયા. ભયનાં પ્રતીકો બદલાયાં, પણ તે ભય તે એમને એમ જ રહ્યો. ઉઘાડા મનવાળો માણસ આવા ભય સાથે તર્કની શકિતથી બાથ ભીડે છે. આવા મનની મોટામાં મોટી દેણગી એ છે કે તેના પ્રતાપે ભયના સામ્રાજ્યનો વિસ્તાર ઘટતો જાય છે.
આવા માણસની એ પણ એક પાયાની માન્યતા હોય છે કે બળથી બળને નાશ નહિ કરી શકાય. આ અર્થમાં તે સત્યાગ્રહી છે. તે એમ માને છે કે જો માનવ-સંસ્કૃતિ ટકવાની હશે તો તે હસક બળથી નહિ પણ નિર્ભય ચર્ચાથી ટકશે. પણ આવા માણસની મુશ્કેલી એ છે કે તેની સાથે બહુ ઘેડા અનુયાયીઓ ટકે છે. હું આમ કહું છું તે પણ અતિશયોકિત છે. આવા માણસના હોઠ પર હમેશાં ‘એકલો જાને રે...' ગુંજવું જોઈએ. હિંસા ને ભયથી માનવ-સંસ્કૃતિ ટકી શકે જ નહિ એવી તેની માન્યતા સાથે એક બીજી પણ માન્યતા એના ચિત્તમાં સતત રહેતી હોય છે, તે છે: અસત્યથી પણ સંસ્કૃતિ ટકતી નથી. હવે મુશ્કેલી એ ઊભી થાય છે છે કે થોડુંઘણું જૂઠાણું કોઈ પણ ચળવળને નભાવવું પડે છે. ઉઘાડા મનવાળાને તો અસત્યને પડછાયો પણ ન ખપે - ખાસ કરીને જાણ્યા પછી કે આ અસત્ય છે. આવા લોકોને દુનિયા ચેખલિયાં, પંતુજી, જિદ્દી અને મૂરખ કહે છે. પણ દુનિયાનું મેણ આવા ઉઘાડા મનવાળા માણસે જ છે. સિંહની જેમ, આવા માણસોનાં ટોળાં ન હોય.
આવા માણસ માટે કોઈ પણ અભિપ્રાય અચલાયતન નથી. જો કોઈ વધારે સારો પુરાવો મળે કે કોઈ વધારે સારી દલીલ એને ગળે ઊતરે તે એ માણસ પિતાને અભિપ્રાય છોડી દે છે. અભિપ્રાયની બાબતમાં ' એક સંસ્કારી માણસનું વલણ કે હોવું જોઈએ તે વિશે મહાન ફ્રેન્ચ નિબંધકારે મોજોઈને છેક
સોળમી સદીમાં આમ લખ્યું છે: “તે મોટો થાય ત્યારે તેને અંતરાત્મા અને તેના સદ્ગણો તેની વાણીમાં વ્યકત થવા જોઈએ. કેવળ તર્ક તેને ભેમિયો બને તેવું શિક્ષણ આપજો. તેને એવું શિખવાડજો કે પોતાની દલીલમાં તેની કોઈ ભૂલ જણાય, અને એ ભૂલ બીજા કોઈએ પકડી ન હોય અને તેણે પોતે જ પકડી હોય તો પણ, તે ભૂલની કબૂલાત કરવી તે ડહાપણ અને નિખાલસતાનું કામ છે. આવું ડહાપણ અને નિખાલસતા પ્રાપ્ત કરવાં તે જિંદગીનું મુખ્ય ધ્યેય છે. જિદ્દ અને લીધેલી વાત નહિ છોડવાની વૃત્તિ બહુ હલકા આત્માવાળા લેકોમાં ઘણીવાર જોવા મળે છે. અતિ ઉગ્ર ચર્ચા દરમ્યાન પણ પોતાની અતાર્કિક દલીલ છોડી દેવી, પોતાની ભૂલ જાહેર રીતે સુધારવી ને પોતાનું મન બદલવું તે અનન્ય, વીર્યવાન તે તત્ત્વજ્ઞાનીને શોભે તેવા ગુણ છે” - જ્યારે વધારે સારી દલીલ મળે કે સારો પુરાવો મળે ત્યારે આપણો મત છોડી દેવો જોઈએ એમ કહેવું સહેલું છે પણ કરવું કઠણ છે. પણ આમ કરવાનો પ્રયત્ન પણ કરીએ તો મન બંધિયાર થતું નથી. આવા પ્રયત્નોનું શૌર્ય જેવુંતેવું નથી. સમરાંગણનું શૌર્ય તે ઘણા બતાવે પણ ચિત્તનું શૌર્ય તો જાગૃત આત્માઓ જ બતાવી શકે. આવા શૌર્યના પ્રતાપે જ કુતૂહલવૃતિ અને વિચારોની સાહસયાત્રા વહેતી રહેતી હોય છે. માનવસંસ્કૃતિ એટલે કુતૂહલવૃનિ અને સાહસિક વિચારયાત્રા. મનની બારી બંધ થાય ત્યારે આપણી સંસ્કાર - સફર થંભી જાય છે.
આમ તે ગાંધીજી એક ચળવળના પ્રણેતા હતા. આમ છતાં તે તેમનું મન હમેશાં ઉઘાડું રાખવા પ્રયત્ન કરતા. આપણી શિક્ષણપદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર કરવા માટે તેમણે વર્ધા યોજના - નઈ તાલીમ - રજૂ કરી. આ યોજનાની ચર્ચા કરવા માટે શિક્ષણશાસ્ત્રીએની તે જ્યારે સભા બેલાવતા ત્યારે આ યોજનાના ટીકાકાર અને જાણીતા અર્થશાસ્ત્રી કે. ટી. શાહને સૌથી પહેલાં બોલવાની વિનંતિ કરતા. ૧૯૪૨ માં “ભારત છોડો' નું આંદોલન તેમણે શરૂ કર્યું તે સમયે તેમના એક પ્રિય સાથી રાજાજીને એમ લાગ્યું કે નાઝીઓ સામે લડતી અંગ્રેજ સરકાર સામે લડત લડવાનો આ સમય નથી. આથી રાજાજીએ ‘હિન્દ છોડો' આંદોલનને વિરોધ કર્યો.' ગાંધીજીએ આ સમયે પણ અત્યંત આદરપૂર્વક રાજાજીના વિચારે ઉપર વિચાર કર્યો. ગાંધીજી આમ કરી શક્યા તેનું કારણ એ હતું કે રાજકારણમાં તેઓ સત્યના શોધક તરીકે આવ્યા હતા. ગાંધીજીએ તેમની આત્મકથા 'સત્યના પ્રયોગો’ ની પ્રસ્તાવનામાં એ સ્પષ્ટ કર્યું છે કે: “મારા લેખેને કોઈ પ્રમાણભૂત ન ગણે એમ હું ઈચ્છું છું. તેમાં દર્શાવેલા પ્રયોગોને દષ્ટાંતરૂપે ગણીને સૌ પોતપોતાના પ્રયોગો યથાશકિત અને યથામતિ કરે એટલી જ મારી ઈચ્છા છે.” ગાંધીજીનું મને આટલું ઉઘાડું હોવા છતાં તે પ્રરાંડ સંકલ્પશકિતવાળું પણ હતું
હું આ વાત એટલા માટે કહું છું કે ઉઘાડું મન અને સંકલ્પશકિત એકી સાથે રહેવા જોઈએ. મન ઉઘાડું હોય એટલે આપણે વિરોધી વિચારો ઉમળકાપૂર્વક જાણીએ. તર્ક અને અંતરાત્મા કહે ત્યારે આપણા વિચારો પણ બદલાવીએ. પગલે પગલે ભલે આપણે ગ્રાહ્ય અને ત્યાજ્ય એવા ભેદ પાડીએ અને એ પ્રમાણે વતી એ, પણ આનો અર્થ એ નથી કે ઉઘાડું મન એટલે નિર્બળ મન અને નિર્બળ આચાર. ઉઘાડું મન મુકત છે એટલે એ પિલાદી મન છે. જેને વિચારોની પણ આસકિત નથી. તેને માટે કર્મ સહજ છે. આપણે મનને ઉઘાડું એટલા માટે રાખીએ છીએ કે ચિત્ત અનાસકત કર્મમાં સદા રમમાણ રહે. આમ જે કરી શકે છે તેના ખેળામાં બધા ધર્મો બેસી જાય છે. ' (“નવનીતીના સૌજન્યથી)
– વાડીલાલ ડગલી