SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૭૨ પ્રબુદ્ધ જીવન ૬ વર્તમાન આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય પરિસ્થિતિ : શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે, સંઘના કી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં તા. ૧૧-૧૧-'૭૨ નાં રોજ “વર્તમાન આંતર- રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પરિસ્થિતિ” ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું છે જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. શરૂઆતમાં સંધના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે શ્રોતોએને આવકાર આપ્યો હતો. પ્રથમ, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ વિશે બોલતા શ્રી ચીમનભાઈએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહાસત્તાઓ – અમેરિકા, ચીન, રશિયા અને જાપાન – વચ્ચેના સંબંધે નિકટના થતા ગયા છે અને ઠંડા યુદ્ધનું વાતાવરણ રહ્યું નથી, તેટલે દરજે યુદ્ધને ભય ઓછો થયે છે. મહાસત્તાઓએ રાજકીય મતભેદો દૂર રાખી, પિતાના આર્થિક હિતને વધારે લક્ષમાં લઈ, વાસ્તવિકતા સ્વીકારી છે. વ્યપાર-ઉદ્યોગના અને બીજા સંબંધોને વિસ્તારી, પરસ્પર સહકારના વર્તનનું ઘેરણ અપનાવ્યું છે. આ પલ્ટો લાવવામાં પ્રેસિડન્ટ નિકસને પહેલ કરી. પરિણામે વિશ્વના રાજકારણને દોર અમેરિકાના હાથમાં રહ્યો છે. રશિયા, ચીન અને જાપાન, ત્રણે દેશોએ પિતાના હિતો માટે અમેરિકા તરફ દષ્ટિ રાખવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે. એમ કહેવાય કે નિકસને ત્રિકોણે રચ્યા છે. અમેરિકા, રશિયા અને ચીન–અમેરિકા, ચીન અને જાપાન–અમેરિકા, રશિયા અને જાપાન–આ બધા ત્રિકોણમાં અમેરિકા મધ્યબિન્દુમાં રહે છે. આ ભૂહરચનામાં કિસિજર મુખ્ય સલાહકાર છે. પરિણામે પ્રમુખપદની ચૂંટણીમાં નિકસનનું સ્થાન સબળ થયું છે. તેના હરીફ મેકગવને જાહેર કર્યું હતું કે યુરેપમાંથી અમેરિકન લશ્કર ઓછું કરવું. આ નીતિ યુરોપના દેશોને પસંદ ન હતી. તેથી, નિકસનની ચૂંટણીમાં યુરોપના દેશે તેમ જ ચીન, રશિયા, જાપાન વિગેરેને આડકતરી રીતે નિકસનને ટેકો હતા અને તેઓ ચૂંટાયા તે આ બધા દેશેએ આવકાર્યું છે. નિકસનના વિજય વિશે આ અંકમાં જુદી નોંધ લખી છે. આ નીતિથી વિયેટનામમાં પણ પોતાનું ધાર્યું કરવાની નિકસનને તક મળી. ઉત્તર વિયેટનામને ચીન અને રશિયાને ટેકો ઓછા અને અને શિવને આ થ, ભયંકર બોમ્બમારા પ્રત્યે પણ દુર્લક્ષ કર્યું. અંતે ઉત્તર વિયેટનામે નમતું મૂકવું પડયું. આ પ્રજા ખૂબ બહાદુરીથી લડે છે પણ સહનશકિતની હદ હોય છે. બીજા ચાર વર્ષ નિકસન સાથે કાઢવાના છે તે જાણી, સમાધાન સ્વીકાર્યું. અમેરિકાને વિયેટનામમાંથી છૂટવું જ હતું પણ દેખીતી રીતે માનભેર, ઉત્તર વિયેટનામ જાણે છે કે અંતે દક્ષિણ વિયેટનામમાં અમેરિકન લશ્કર હટી જતા. દક્ષિણ વિયેટનામની પ્રજાશાનિને માર્ગ અપનાવશે. પ્રમુખ થીયું જાય તે જ સમાધાન કરવું એ અપગ્રહ ઉત્તર વિયેટનામે જ કર્યો છે. કારણકે તે જાણે છે કે હવે પછી દક્ષિણ વિયેટનામમાં ચૂંટણી થાય તેમાં થીયુ ટકવાની નથી, એટલે ૪-૬ મહિના નિભાવી લે. ઈતિહાસના સૌથી ઘાતકી, કુર અને અન્યાયી આ યુદ્ધને આ રીતે ૨૦ વર્ષે પણ અંત આવે તે જરૂરનું છે. અમેરિકાનું આ મોટામાં મોટું કલંક ધોવાશે નહિ. આ પાપનું પરિણામ અમેરિકન પ્રજાએ ભોગવવું જ પડશે -- ભગવી રહી છે. અમેરિકન જીવનની અનૈતિકતા, હિંસા, ભ્રષ્ટાચાર ઘણે દરજજો આ અન્યાયી યુદ્ધને આભારી છે. દુનિયાને બીજો સળગતો પ્રદેશ, મધ્યપૂર્વમાં - આરબ - ઈઝરાઈલ છે. ૨૫ વર્ષના આ સંઘર્ષ, ત્રણ વર્ષથી ભારેલા અગ્નિ પેઠે પડે છે. કરોડો આરબે વચ્ચે ૨૫-૩૦ લાખ યુહદી પિતાને અસ્તિત્વ ટકાવવા મરણિયા થઈ લડે છે. આરબ છિન્નભિન્ન અને લશ્કરી રીતે નિર્બળ છે, આરબ વાસ્તવિકતા સ્વીકારવા હજુ તૈયાર નથી. ઈજિપ્ત, રશિયાની સહાય ઉપર જોર કરતું હતું. અચાનક રશિયા સાથેના સંબંધો તેડવા પ્રયત્ન કર્યો, કદાચ એવી આશાએ કે અમેરિકા સાથે સારા સંબંધ થાય તે અમેરિકા, ઈઝરાઈલ ઉપર દબાણ લાવી, માનભર્યું સમાધાન કરાવે. એવું કાંઈ બન્યું નથી. ફરીથી ઈજિપ્ત રશિયાની સહાય માટે પ્રયત્ન કરતું હોય તેમ લાગે છે. ચૂંટણી સુધી નિકસન કોઈ સક્રિય પગલાં લે તેવો સંભવ ન હતો. હવે કદાચ તે દિશામાં પ્રયત્નો કરશે. આરબે હઠાગ્રહ છાડી ઈઝરાયલનું અસ્તિત્વ સ્વીકારે છે તેમનાં હીતમાં છે. ઈંગ્લાંડે છેવટ યુરોપીયન મઝિયારી બજારમાં દાખલ થવાને નિર્ણય કર્યો. તેથી યુરોપના પશ્ચિમી દેશોનું આર્થિક સંગઠન ઘણું મજબૂત થશે. પરિણામે રાજકીય સંગઠન પણ અનિવાર્ય બનશે. યુરોપિયન પાર્લામેન્ટથી મઝીઆરી બજારના બધા દેશની રાજકીય સર્વોપરિતા કેટલેક અંશે ઓછી થશે. પશ્ચિમ યુરોપની રાજકીય તેમ જ આર્થિક એકસૂત્રતા એકંદરે દુનિયાની શાતિ માટે આવકારદાયક છે. પણ આ બધા વિકસીત દેશે પિતાને જ સ્વાર્થ સાધવા લાગશે તો અણવિકસીત અને અર્ધવિકસીત દેશોને અન્યાય થશે. શ્રીમતી ઈન્દિરા ગાંધીએ આ ચેતવણી ઉચ્ચારી છે. ઈડની આર્થિક સ્થિતિ વણસતી રહી છે. ફુગાવાએ માઝા મૂકી છે. તેને કાબૂમાં લેવા સ્વેચ્છાએ નિયંત્રણ સ્વીકારવા, મજ અને ઉદ્યોગપતિઓ સાથે છ મહીના સુધી સરકારે વાટાઘાટે કરી તે નિષ્ફળ ગઈ છે. છેવટ આવા નિયંત્રણ માટે કાયદાઓ કરવા પડ્યા. પણ બધા કરૅલનું બને છે તેમ તેને અમલ ઘણો અઘરો છે. ઉત્તર આયર્લેન્ડ - અલસ્ટરનો પ્રશ્ન પણ સળગતો રહ્યો છે. બન્ને પક્ષો પારાવાર હિંસક તોફાનોથી ખાનાખરાબી થતી રહી છે. એક જ ધર્મના બે સંપ્રદાયો વચ્ચે આવા ભયંકર વેરઝેર અકલ્પ્ય લાગે છે. શાન્તિ માટે બ્રિટનના સઘળાં પ્રયત્નો અત્યાર સુધી નિષ્ફળ ગયા છે. યુગાન્ડામાંથી અમીને એશિયાવાસીઓને ભંડેહાલે કાઢયાં તેમાં બ્રિટને પોતાની ફરજ બરાબર બજાવી છે તે માટે એક માટે બ્રિટન ધન્યવાદને પાત્ર છે. પોવેલને વિરોધવંટોળ છતાં ૧૮,૦૦૦ હિન્દીઓને, આવી આર્થિક વિષમતામાં પણ અપનાવ્યા છે તે માટે ભારત બ્રિટનનું ઋણી છે. - રાષ્ટ્રીય પરિસ્થિતિ વિશે બોલતાં, શ્રી ચીમનભાઈએ કહ્યું કે દુર્ભાગ્યે, પાકિસ્તાન સાથેના સંબંધો ધારવા પ્રમાણે સુધરતા નથી. સીમલા કરારને અમલ ઢીલમાં પડયો છે. આમાં પાકિસ્તાનની શું રમત છે તે સમજાતું નથી. આપણે પણ સીમલા કરારને અમલ બરાબર તેની શરતો મુજબ થાય તેને આગ્રહ રાખ્યો છે. જમ્મુ- કાશ્મીર સરહદે ૧૭ મી ડિસેમ્બર ૧૯૭૧ ની રેખાંકન પૂરી ન થાય ત્યાં સુધી, લશ્કરો પાછા ખેંચી લેવા અથવા યુદ્ધકેદી સંપવાનું કામ બંધ રહ્યું છે. રેખાંકનનું કામ મોટે ભાગે પતી ગયું છે. લગભગ ૧ માઈલને અમુક વિસ્તાર વિવાદમાં પડયો છે. તે હમણાં બાકી રાખી, બીજા વિસ્તારનું રેખાંકન પૂરું કરવા જનરલ માણેકશાએ સુચન કર્યું તે ટીકાખાને સ્વીકાર્યું નથી. વિદેશી સત્તાઓની કાંઈ ચઢાવણી છે કે પાકિસ્તાનના આંતરિક વિખવાદો કારણભૂત છે તે કહેવું મુશ્કેલ છે. ભૂત અને પાકિસ્તાની લશ્કરના વડાએ વચ્ચે મતભેદ હોવા સંભવ છે. ટીંબાખાન સીમલા કરારથી રાજી ન હતા. શ્રીમતી ઈંન્દરા ગાંધીએ મુશ્કેલ દિવસોની ચેતવણી આપી છે. પણ એમ લાગે છે કે છેવટ પાકિસ્તાન સીમલા કરારને અમલ કરશે અથવા તેણે કરવું પડશે. છેઆર્થિક ક્ષેત્રે ચિતાજનક સ્થિતિ વધતી જાય છે. ફુગાવો, કરારથી વણી આપી છે. આ તે કરવો પડી
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy