________________
૧૬૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧ ૭ર
લના પત્રો વાંચવાની મારી ખૂબ ઈચ્છા હતી પણ અનેક ગ્રંથના પચીસ રૂપિયા ખર્ચવાની મારી ત્રેવડ નહોતી. એક મિત્ર પાસેથી એનાં બે ગ્રંથ માગીને વાંચવામાં મને જરાયે નાનમ લાગતી નથી, અસભ્યતા લાગતી નથી. મારે જે પુસ્તકો વાંચવાં હશે તે હું ખરીદીને જ વાંચીશ એવી પ્રતિજ્ઞા દુનિયાને કોઈ પણ માણસ કરી શકે એમ હું માનતો નથી. કરી શકે તે એ જ માણસ કરી શકે જે કદી પુસ્તક વાંચવાના જ ન હોય. - છેલ્લી વાત જાહેર મફત પુસ્તકાલયો અને ફરીથી ચાલતાં અને વેપારી ધોરણે પુસ્તકો વાંચવા આપતી સકર્યુલેટિંગ લાઈબ્રેરીઓની છે. મફત પુસ્તકાલયની વ્યવસ્થાને આપણે ગેરવાજબી ઠરાવી શકીશું? તેમાં એક જ પુસ્તક સેંકડો વાચકો મફત જ વાંચવાના છે. એ બધાને મફતિયા વાચક તરીકે વગેવીશું? સકર્યુલેટિંગ લાઈબ્રેરીમાં પણ માણસ સાવ મફત નહિ તો યે થોડા પૈસા ખર્ચીને ધણું વાંચવાનો લાભ લઈ શકે છે.
એક ફરિયાદ એવી છે કે માણસ પાસે પૈસા હોય છે તે પુસ્તક ખરીદતા નથી. તેઓ સિનેમા અને નાટકો જએ છે, રેડિયો અને રેફ્રિજરેટર રાખે છે પણ પુસ્તકો ખરીદતા નથી. આ વાત સાચી છે. પણ એમાં પ્રશ્ન પ્રાયોરિટીને (ક્રમવાર મહત્ત્વ આપવાને) છે. નાટક નહિ જુએ અને પુસ્તકો ખરીદશે તે લોકોને કલામાં રસ નથી એવી ફરિયાદ થશે. સિનેમાં પણ કલા છે. એ પણ ફરિયાદ કરી શકશે. રેડિયો નહિ લે તે પણ અનેક કળાકારોને ફિરયાદનું કારણ મળવાનું. અને આખરે તે પુસ્તકો વાંચનારામાંથી પણ ઘણા મેટો – અસાધારણ માટે –વર્ગ તો મનરંજન માટે જ પુસ્તકો વાંચવાને. હવે એ માણસ મનરંજન માટે પુસ્તક વાંચે તે સારું કામ અને સિનેમા કે નાટક જુએ, રેડિયો સાંભળે, ટેલિવિઝન જુએ તે ખરાબ કામ એવો મત મને વાજબી નથી લાગતું.
પુસ્તકો, સામયિકો અને મર્યાદિત સમય પૂરતાં તે છાપા પણ એવી ચીજ છે જે બધા જ માણસે એકજ સમયે ન વાપરે તે ચાલે. એના વપરાશના સમયનો ભાગ પાડી શકાય છે. જેમાં એવું શકય હોય તે વસ્તુનો ઉપયોગ બીજા ઘણા લોકો કરવાના છે. જો ટ્રક્ટરના ઉપયોગમાં સહકારી પદ્ધતિ સારી ગણાય તે પુસ્તકોના ઉપયોગમાં કેમ નહિ?
–ચશવંત દેશી શાસક ખિસ્સા ભરે તે દેશની શી વલે થાય? ફિલિપાઈન્સનું કરણ ઉદાહરણ
એશિયામાં સૌથી વધુ ટેલિવિઝન સ્ટેશન અને સ્થિર લોકશાહી ધરાવવાની બડાઈ મારતુંફિલિપાઈન્સ તેના વર્તમાનપત્રોને એશિયામાં સૌથી ઉત્તમ પ્રકારની સ્વતંત્રતા બક્ષે છે તેવો દાવો કરતું હતું. અત્યારે ફિલિપાઈન્સમાં ટેલિવિઝન કેન્દ્રોની સંખ્યા જો કે હજી પણ ડઝન જેટલી છે અને જુગારખાના તેમ જ વિશ્વમાં પંકાયેલી શ્રેષ્ઠ હાટેલે અને ફેશનેબલ દરજીએ પડેલા છે પણ ત્યાં લોકશાહીને ગળે ટૂંપો દેવાઈ રહ્યો છે અને ગઈકાલ સુધી વર્તમાનપત્રોમાં તંત્રીલેખ લખી શકાતા નહોતા.
ભારત કરતાં ચૌદમાં ભાગની એટલે કે ચાર કરોડની વસતિ ધરાવતા ફિલિપાઈન્સ દેશે ૩૦ વરસ સ્પેનની ગુલામી ભોગવી પછી અમેરિકાનું દાસત્વ સ્વીકાર્યું અને છેલ્લે ૧૯૪૬માં લગભગ ભારતની સાથેસાથ સ્વતંત્રતા હાંસલ કરી. અમેરિકાએ ફિલિપાઈન્સને સ્વાધીન બનાવ્યા પછી ત્યાં રૂા. ૭.૩ અબજનું મૂડીરોકાણ કર્યું છે અને ફિલિપાઈન્સમાં ઉત્તમ લોકશાહી છે તેવા ત્યાંના પ્રમુખ ફર્ટીનાન્ડ માર્કોસના ગુણગાનમાં પિતાને સૂર પૂરાવ્યે રાખે છે. આ લોકશાહીમાં ગાબડા પાડવામાં મુખ્ય ભાગ ત્યાંના શાસકોની વેપારી વૃત્તિ અને સરકારી નોકરોની લાંચરુશવતે ભજવ્યો છે.
- સરકારી નોકરી અને પોલિસ નાની મોટી લાંચ તે લેતા જ હતા પણ ૧૯૬૯ માં થયેલી ચૂંટણીઓમાં પ્રમુખ માર્કોસ અને તેના તે સમયના સાથીદાર અને ઉપપ્રમુખ ફનડા લોપેઝે લખલૂંટ પૈસા વેરીને મતની ખરીદી કરી હતી, તે પછી લાંચરુશ્વતનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. પ્રમુખ માકૅસે ફિલિપાઈન્સના ગરીબેની ગરીબી હટાવવા માટે ત્યારે રૂ. ૧૨૦ કરોડના પ્રોજેકટોની
જાહેરાત કરી હતી. ગામડામાં રસ્તા, સ્કુલે અને ગરીબોને રોકડ ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી, પણ જયારે ચૂંટણી પૂરી થઈ ત્યારે જ લગભગ વિદેશની લોન ભરપાઈ કરવાનો સમય પાકી ગયો હતે. રૂા. ૧૬ અબજનું વિદેશી દેવું ભરપાઈ કરવાની ચિંતામાં પ્રમુખ માર્કેસે ગરીબી હટાવવાને કાર્યક્રમ અભરાઈએ ચઢાવી દેવો પડયો. તેના સાથીદાર ઉપપ્રમુખ શ્રી લેપેઝ, જે પોતે કરોડાધિપતિ છે તેને ગરીબીના કાર્યક્રમમાં કોઈ રસ નહોતો તેણે પ્રમુખ માર્કોસને એવા “સ્ટેટ” માટે ના પાડી હતી.
ઉપપ્રમુખ લોપેઝ પિતે એક દૈનિક અખબાર “મનિલા ક્રોનિકલ’નાં માલિક છે. ઉપરાંત એક આલિશાન હોટેલ, બે ટેલિવિઝન સ્ટેશને, સંખ્યાબંધ ખાનગી રેડીઓ સ્ટેશને, ખાંડના કારખાના, અને તેને લગતી ખેતીવાડીના ફાર્મ, બેંકો અને બીજા ઘણા ઘણા ધંધાના માલિક છે. ફિલિપાઈન્સની ૪ કરોડની વસતિના ૧૦ ટકા લોકે દેશની ૮૦ ટકા સંપત્તિના માલિકો છે. અને તેમાં પણ ચાર જેટલા કુટુંબો ફિલિપાઈન્સને ૯૦ ટકા ઉદ્યોગ-ધંધો ચલાવે છે. આ કુટુંબો ચૂંટણીમાં નાણાં વેરીને ચૂંટાઈ આવે છે અને તેમને ગરીબોના ઉદ્ધારમાં કશો જ રસ નથી.
ખેતીવાડીમાં સુધારા અને ગરીબો માટેના કાર્યક્રમ અંગે પ્રમુખ માર્કોસના આગ્રહને કારણે ઉપપ્રમુખ શ્રી લોપેઝને માર્કોસ સાથે ઉગ્ર મતભેદો થયા. માર્કોસે વિદેશી દેવું ચૂકવવા માટે પેટ્રોલિયમની આયાત ઉપરનો વેરો ૫૦ ટકા વધાર્યો. વળી ફિલિપાઈન્સની અંદર પેટ્રોલિયમની પાંચ વિદેશી કંપનીઓને ક્રુડતેલની પેદાશોના ભાવવધારવાની છૂટ આપી. આ સોદો એટલા માટે થયું કે વિદેશી કંપનીઓએ પ્રમુખ માસને વિદેશી ઋણ ભરપાઈ કરવા માટે વિદેશી લોન ઊભી કરવામાં મદદ આપવાનું વચન આપ્યું હતું. દેશનું અર્થતંત્ર બરાબર સંભાળી શકાતું નથી ત્યારે વિદેશીઓના ફંદામાં કેમ ફસાવું પડે છે તેને આ જીવતોજાગતો દાખલો છે.
ઉપપ્રમુખ લેપેઝ સાથેના મતભેદના અગ્નિમાં એક નવું બળતણ એ ઉમેરાયું કે પ્રમુખ લેપેઝની માલિકીની એક ઈલેકટ્રિક કંપનીના વીજળીના દર વધારી આપવાની પ્રમુખ માર્કોસે ના પાડી. ઉપપ્રમુખ લોપેઝે તેના સાથી ઉપર વેર વાળવા માટે નિર્ણય કર્યો. લગભગ તે સમયે પેટ્રોલના ભાવવધારા સામે મનિલા શહેરમાં આંદોલન જાગ્યું.તે આંદોલન દાબી દેવા માટે પ્રમુખ માસે લશ્કરને ઉપયોગ કર્યો.અને આ પગલાંને વાજબી ઠરાવવા ટેલિવિઝન કેન્દ્ર ઉપર જઈને જનતાને સમજાવવા કોશિષ કરી. મનિલા ઈલેકિટ્રક કંપની જે મનિલાને વિજળી પૂરી પાડે છે તેની માલિકી ઉપપ્રમુખ લેપેઝની હતી. ઉપપ્રમુખ લોપેઝે તે દિવસે વીજળી પૂરવઠો જ બંધ કરી દીધું અને તે દિવસે પ્રમુખ માર્કોસ ટેલિવિઝન ઉપર બોલી શકયા નહિ!
આ પ્રકારે નાણાને જેરે ઉપપ્રમુખ લેપેઝ મતભેદને ઉગ્ર બનાવી રહ્યા હતા એટલે સૌપ્રથમ પ્રમુખ માર્કોસે તેને રાજીનામું આપવાની ફરજ પાડી. “મનિલા કોનીકલ” નામનું અખબાર જે એક સમયે પ્રમુખ માર્કોસના ભરપેટ વખાણ કરતું હતું તે હવે તેની ટીકા કરવા લાગ્યું. તેની ટીકાને જવાબ વાળવા પ્રમુખ માર્કોસે પોતે જ એક વર્તમાનપત્ર શરૂ કર્યું છે. તેની પત્ની ઈમેલા માર્કોસ, આ વર્તમાનપત્રના માલિક છે. પ્રમુખ માર્કોસ પોતે જ કબૂલ કરે છે કે “ફિલિપાઈન્સના પત્રકારો પૈસાથી ખરીદી શકાય છે, પરંતુ કમનસીબી એ છે કે તે કાયમ માટે ખરીદી શકાતાં નથી.” તાત્પર્ય એ કે કોઈ બીજો પક્ષ વધુ નાણા આપે તે પત્રકાર ઓછા નાણા આપનારના ગુણગાન ગાવાનું બંધ કરે છે.
ઉપપ્રમુખ લોપેઝ, જેમણે હવે સત્તાસ્થાન છોડી દીધું છે તેમણે માર્કોસ ઉપર પોતાના અખબારદ્વારા ભારે આક્રમણ આદર્યું છે. પ્રમુખ માર્કોસને એશિયાની સૌથી વધુ ધનાઢય વ્યકિત તરીકે ચીતરવામાં આવે છે. પ્રમુખ માર્કોસની પત્ની પાસે લાખે રૂપિયાના