SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૭ પ્રભુ જીવન મફતિયું વાચન કે સહકાર ? કેટલા બધા કવિઓ, લેખકો, વિવેચકો, સાહિત્યિક પત્રકારો, પ્રકાશકો અને પુસ્તિકવિક્રેતાઓએ મતિયા વાચકોને ગાળો દીધી છે! ગાડીમાં બાજુમાં બેઠેલા માણસ પાસેથી છાપું માગીને વાંચનારા, પાડોશીને ઘેરથી છાપું, સામયિક કે પુસ્તક વાંચવા લઈ જનારા ટૂંકમાં પેાતાને જે વાંચવું છે તે બધું પોતે જ નહિ ખરીદનારા લોકોની થાય તેટલી ટીકા કરવામાં આવી છે. માગીને વાંચવું એ જાણે કોઈ અસભ્ય વર્તન, કોઈ ગુનો હોય એવી કાગારોળ કેટલાક માણસેએ મચાવી છે. આ જાતનો ઊહાપોહ કરનારા માણસો મુખ્યત્વે બે પ્રકારના છે. એક એવા વર્ગ છે જે શાંતિથી પેતાની વાચનસામગ્રીને ઉપયોગ કરવા ઈચ્છે છે અને તેમાં કોઈ ખલેલ પડે તેમ ઈચ્છતા નથી. આવા લોકોની પાસેથી કોઈ છાપું, સામયિક કે પુસ્તક માગે તે તેમને પોતાના વાચનના સમયપત્રકમાં ખલેલ પડવા જેવું લાગે છે. પેાતાને જ્યારે જે વાંચવાનું મન થાય તે વાંચવાની પોતાની સગવડ આથી તૂટે છે એમ એમને લાગે છે. છાપું વાંચતા હોય ત્યારે છાપામાંથી વચ્ચેનું પાનું કોઈ માગે તે એ એમને ઉપદ્રવ જેવું લાગે છે. આ જાતના માણસોને વાચનસામગ્રીની માગણી કરનાર માણસ અસભ્ય જણાય છે. આ માણસાની લાગણી હું સમજી શકું છું. પેાતાને જે રીતે, જે સમયે વાચન કરવું છે તેમાં કશા વિક્ષેપ સહન ન થાય એ માનવસહજ મનોવૃત્તિ છે અને એ દ૨ેક માનવીના અધિકાર છે. એની ઉપર કાપ મૂકવાનો કોઈ પણ પ્રયત્ન એના વિરોધને પાત્ર બને એ સ્વાભાવિક છે. આવા માણસે પ્રત્યે મને સહાનુભૂતિ છે. અમુક અંશે હું પણ એમનામાંના જ એક માણસ હઈશ. આવા મનુષ્યની તરફેણમાં પેલા અસભ્ય માણસોની ઠેકડી કરનારા લેખો લખાય એ પણ મને ગમે. કેટલીક ટેવા એવી છે કે જેમાં તમે બીજી કોઈ રીતે સુધારો કરાવી ન શકો. કદાચ એમાં કોઈ પણ રીતે સુધારો કરાવી શકાતો નહિ હોય. માત્ર એની ટીકા કર્યાના, એની મજાક કર્યાને સંતોષ જ લઈ શકાતો હશે, પણ એવે સંતોષ લેનારાઓ પ્રત્યે પણ હું સહાનુભૂતિ દર્શાવી શકું છું. વાચનસામગ્રી માગનારાને વગેવનારા બીજો વર્ગ પ્રકાશન વ્યવસાય સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા માણસાના છે. આ લેખ પૂરનું પ્રકાશનવ્યવસાય શબ્દમાં છાપાં અને સામયિકોના પ્રકાશનના વ્યવસાય પણ સમાવી | લઉં છું. આમાં સંકળાયેલા માણસા એટલે કવિ અને લેખકથી માંડી પ્રકાશક સુધીના બધા. આ લોકોના વિરોધ મને સ્વાભાવિક લાગે છે, પણ વાજબી નથી લાગતો, સ્વાભાવિક એટલા માટે લાગે છે કે કોઈ પણ માણસ પેાતાના રોટલાનો પ્રશ્ન આવે ત્યારે જાગ્રત થઈ જાય, સચેત થઈ જાય અને કયારેક ઉગ્ર પણ થઈ જાય. વાચનસામગ્રી જેટલી માગીને વંચાય એટલી ઓછી વેચાય અને ઓછી વેચાય એની આર્થિક અસર કોઈક ને કોઈક રીતે આ માણસ પર પડે. આથી એ માણસે આવી પરિસ્થિતિનો વિરોધ કરે તે સમજી તો શકાય, પણ એ વિરોધ વાજબી છે કે કેમ તે વિવાદક્ષમ વાત ગણી શકાય. આ માણસે પોતાના સ્વાર્થ ખાતર, પેતાના પેટ ખાતર જે વિરોધ કરે છે તે વિરોધને તે સ્વરૂપ આપે છે સંસ્કૃતિરક્ષાના પ્રયાસનું, લોકોને સભ્યતા શીખવવાના પ્રયત્નનું. આમાં મને એક પ્રકારની અપ્રમાણિકતા જણાય છે. આ બાબતમાં મારા એક મરાઠીભાષી સાહિત્યિક મિત્ર સાથે ચર્ચા થઈ ત્યારે એમણે સ્પષ્ટ વાત કરી કે લેાકો વાંચે કે ન વાંચે પણ પુસ્તકો કબાટમાં રાખવા પણ ખરીદે તે આપણા વ્યવસાય ચાલે. એમની બીજી વાત પણ ખરી હતી કે વ્યવસાય ચાલુ રહેશે તે ઘણા ખરાબ પુસ્તકો લખનારા સાથે કોઈક ૧૬૩ કોઈક સારાં પુસ્તકોના લખનારા પણ નીકળશે અને એમ સાહિત્યને પણ ફાયદો થશે. એમની ત્રીજી વાત એ હતી કે જેમ રેફ઼િજરેટર કે રેડિયા રાખવામાં પ્રતિષ્ઠા ગણાય છેતેમ પુસ્તકો રાખવામાં પ્રતિષ્ઠા મનાય અને એની ફેશન પ્રચલિત થાય તે જ પુસ્તકો વધુ વેચાયવંચાય કે નહિ તે તો કોણ જાણે. અહીં મારે જે મુખ્ય વાત કહેવી છે તે તે એ કે માગીને વાંચનારાઓની પ્રકાશનવ્યવસાયવાળા જે ટીકા કરે છે તે વાજબી નથી, માત્ર સ્વાર્થપ્રેરિત છે. સૌથી પહેલી વાત એ કરવી જોઈએ કે આ દેશમાં કરોડો માણસને છાપાંચાપડીઓ જ નહિ પણ અનેક વસ્તુઓ માગીને વાપરવી પડે છે. જે વસ્તુઓને આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં ડયુરેબલ કન્ઝ્યુમર ગુડ્ઝ (લાંબા વખત ચાલે એવી વપરાશની ચીજો) કહી શકીએ એવી અનેક વસ્તુઓ ભારતમાં સદીઓથી આમ સહિયારે ધારણે વપરાતી આવી છે. ઘંટી કે ાંલા આખી પાળમાં બે ચાર ઘરે જ હાય, સાંબેલું પણ કોઈકને ત્યાં જ હોય, મહેમાન આવે ત્યારે રસોઈ કરવા જેવાં મેટાં તપેલાં બધાંને ત્યાં ન હાય, લાકડીએ બાંધેલું ઝાડુ બેચાર પાડોશીઓમાં એક રાખતો હોય – આ બધું એક ઘરવાળા બીજા ઘરના પાસેથી માગી જાય એ વ્યવહાર આપણે ત્યાં અજાણ્યો નથી. અસંખ્ય વસ્તુઓ એવી છે જે બધાં કુટુંબામાં રાખવાની ત્રેવડ હોતી નથી અને બધાંને એ રાખવાની જરૂર પણ હોતી નથી. આખરે તે અર્થશાસ્રીઓની શુદ્ધદષ્ટિ પણ મને એમાં જ જણાય છે કે એક વસ્તુના વધુમાં વધુ ઉપયોગ થાય અને નિરર્થક પડી ન રહે. આ સિદ્ધાંતને આધારે હું તે તમામ શાળા-કોલેજોનાં મકાનો, મંદિરો, ઉપાાયો, તથા અન્ય જાહેર ઈમારતોને વધુમાં વધુ સમય ઉપયોગ થાય તેની હિમાયત કરું છું. પણ એ આડવાત થઈ. મુદ્દો એ છે કે આ દેશનાં અસંખ્ય કુટુંબોને પેાતાના ઉપયોગની બધી જ વસ્તુઓ પેતે જ ખરીદીને વસાવવાની જરૂર નથી લાગતી. આ રીતે એકબીજાની ચીજો વાપરવાની રીતને આ દેશમાં કદી અસભ્ય ગણવામાં નથી આવી. અને આર્થિક દષ્ટિએ તો આ સહકારી વપરાશની રીત કરકસરભરી છે જ. જે કરકસરવાળી રીત બીજી બધી ચીજોમાં વાજબી ઠરે એજ વાત પુસ્તકોની બાબતમાં કે છાપાં-સામયિકોની બાબતમાં કેમ ગેરવાજબી ગણાય. ? મારે ત્યાં હું ‘જનશકિત' મંગાવતા હાઉં અને બાજુવાળા ‘મુંબઈ સમાચાર ’ મંગાવતા હોય તે બન્ને કુટુંબે બન્ને છાપાં શા માટે ન વાંચે ? બન્નેએ પોતપોતાનાં બબ્બે છાપાં મંગાવવાં એ મને નિરર્થક વ્યય લાગે છે. કેટલાંક સારાં અંગ્રેજી સામયિક વાંચવાનું મને મન થાય છે તેથી એક મિત્રની પાસે આવતાં એ સામયિકાના અંકો હું વાંચું છું. ‘ન્યૂ સ્ટેટ્સમેન’ કે “લિસનરં મંગાવવાનું મારું ગજું નથી. એવી જ રીતે મારી પાસે આવતાં કેટલાંક સામયિકો બીજા મિત્ર વાંચે છે અને હું એ મિત્ર પાસેથી વળી બીજા` સામયિકો લઈને વાંચું છું. ધારો કે મારા પાડોશી છાપું મંગાવતા જ નથી ને રોજ રાતેમારું છાપું લઈ જઈ વાંચે છે ને બીજે દિવસે સવારે આપી જાય છે. સામે પક્ષે હું એમની મેટરમાં કયારેક કયારેક પરામાંથી મુંબઈ આવું છું. ટૂન અટકી હોય કે બસની હડતાળ હાય ત્યારે એમની મેટરની સગવડ મને તે સોનાની થઈ પડે છે. હવે એમણે દરરોજ છાપાંના પૈસા ખરચવા જ અને મારે કાં તે મેટર રાખવી અને કાં તો હડતાળના દિવસે ઓફિસે ન જ જવું એવી વ્યવસ્થા મને કંઈ જરૂરી લાગતી નથી, પુસ્તકો મારે ત્યાં ઘેાડામાં પડયા જ રહેતાં હોય અને છતાં એ બીજાઓ ન વાંચે એ મને અર્થશાસ્ત્રવિરોધી વાત લાગે છે. સામિયકોની જેમ કેટલાં બધાં પુસ્તકો પણ મારે માગીને વાંચવા પડે છે. સરદાર પટૅ
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy