________________
૧૫૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૭૨.
–
શ્રી સિદ્ધરાજજી હઠ્ઠા સંઘના કાર્યાલયમાં
?
તા. ૧૮-
૧૭૨ના રોજ સાંજના સમયે સર્વ સેવા સંઘના અધ્યક્ષ શ્રી સિદ્ધરાજજી ઢટ્ટાને એક વાર્તાલાપ સંઘના શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં રાખવામાં આવ્યું હતું.
વાર્તાલાપ શરૂ થાય તે પહેલાં સંઘના ઉપપ્રમુખ શ્રી. રતિલાલ ચીમનલાલ કોઠારીએ તેમને પરિચય આપતા જણાવ્યું હતું કે “વ પહેલા જયારે યુવક સંધની અલગ અલગ શહેરમાં શાખાઓ હતી ત્યારે કલકત્તાની સંઘઆયોજિત વ્યાખ્યાનમાળામાં કશી ઢઠ્ઠાજી અમારા એક સાથીદાર હતા. તેઓ ખૂબ જ સેવાભાવી વ્યકિત છે અને સર્વોદયના અગ્રગણ્ય કાર્યકર્તાઓમાંના એક છે. પીડિત જનતાની સેવા કરવા તેઓ તંદુરસ્તીભર્યું દીર્ધાયુ ભગવે એવી પ્રાર્થના સાથે સંઘવતી તેમને સુખડને હાર પહેરાવીને તેમનું અભિવાદન કર્યું હતું. - ત્યાર બાદ વાર્તાલાપ શરૂ કરતાં શ્રી. સિદ્ધરાજજીએ જણાવ્યું કે આમ તો હું તમારામાં જ એક છું. સ્વ. પરમાનંદભાઈ મારા પરમ મિત્ર હતા અને તેમના નામ સાથે જોડાયેલા આ સભાગૃહમાં હું પ્રથમ વખત જ આવ્યો છું, એ રીતે તેમને અંજલિ આપવાની મને તક મળી છે તેને હું મારું સૌભાગ્ય સમજું છું. તેને હું મારા મોટાભાઈ તેમ જ મુરબ્બી ગણતો હતો. પરમાનંદભાઈને જ્ઞાનની આરાધના કરવાનું વ્યસન હતું એમ કહી શકાય. આવી આરાધના ઓછી વ્યકિતઓ કરે છે. તેઓ દરેક પ્રશ્નને તટસ્થભાવે અને નિષ્પક્ષી રીતે જતાં અને વિચારતાં, અને ત્યાર બાદ તેમને એમાં શંકા આવે તે વિનેબાજી અથવા ગાંધીજીને પણ એ વિશે તેઓ કહેતા અને તેને ખુલાસે માગતા. એ જ રીતે કોઈ પણ સત્તાધારી વિશે પણ તેઓ નિર્ભિકપણે લખતા હતા. તેમની જ્ઞાનનિષ્ઠા અદભૂત હતી. મારો અને પરમાનંદભાઈને સંબંધ પેઢી-દર-પેઢીને રહ્યો છે, કેમકે મારા પિતાશ્રી અને તેમના પિતાશ્રી વચ્ચે પણ ગાઢ મિત્રાચારી હતી. તેમને હું અહિથી મારી અંજલિ આપતા હર્ષ અનુભવું છું.
ત્યાર બાદ તેમણે જણાવ્યું કે “આપણા દેશની અસંખ્ય સમસ્યાઓ હલ કરવા માટે ભૂમિદાન સિવાય બીજો કોઈ પણ માર્ગ દેખાતો નથી.”
તેઓ રાજસ્થાનના પ્રધાનમંડળમાં ઉદ્યોગમંત્રી હતા ત્યારને એક પ્રસંગ ટાંકતા તેમણે જણાવ્યું. “વાંસવાડા નામનું ગામ રેલવેથી ૬૦ માઈલ દૂર આવેલું છે. તેની પંદરેક હજારની વસતિ છે. ત્યાં ૧૧૫ ધાંચીકુટુંબ ઘાણીને ધંધો કરે છે. એક દિવસે બહારને એક ઉદ્યોગપતિ આ ગામમાં તેલને યાંત્રિક ઘાણા નાખવાની દરખાસ્ત લઈને મારી પાસે આવ્યો. મેં તેમ કરવાની તેને સંમતિ ન આપી, કેમકે ઘાણામાં દસ-બાર કુટુંબ જ નભે અને પાણીમાં ૧૧૫ કુટું છે નભતા હતા. તે નારાજ થયો અને કહ્યું કે આવા તે ઉદ્યોગમંત્રીએ હોતા હશે? જો ઊંડાણથી વિચારીએ તો સમજાશે કે ૨૫ વર્ષથી આપણે વહીવટ કરીએ છીએ, તેની અનઆવડતના ફળ આપણે આજે ભોગવી રહ્યા છીએ. કેમકે જયારે આપણે ત્યાં જંગલો અને ઝાડી વિસ્તારવાની જરૂર છે ત્યારે જંગલો આપણે કાપી રહ્યા છીએ અને એના પરિણામે અનાવૃષ્ટિ વહેરવી પડે છે. બીજું, નાના શહેરમાં મોટા ઉદ્યોગો નાખવાથી ત્યાંની સ્થાનિક પ્રજાને ઘણું સહન કરવું પડે છે. મોટા ઉદ્યોગ મેટા શહેરમાં જ નાંખવા જોઈએ. જનતાને માંડ માંડ પીવાનું પાણી મળતું હોય તે મેટા ઉદ્યોગો ખેંચી જાય અને સમસ્યા ઘેરી બને છે.
સર્વોદય કાર્યકર્તાઓ રાજકારણથી અલગ એ માટે રહે છે કે તેમને લોકોની શકિતમાં રસ છે. આજનું રાજકારણ તો એવું ગંદુ થઈ ગયું છે કે રાજકારણી માણસ માટે ભાગે જનતાને દ્રોહ જ કરતે હોય છે. તે ગમે તે માટે માણસ હોય છતાં બહાર કાંઈક બોલે છે અને ખાનગીમાં કાંઈક બોલે છે. તે રાજય–આશ્રિત થઈ જાય છે. એટલે પ્રજાનું હિત કરવા માટે તે અશકત બની જાય છે. રાજનીતિની ' વાત કયાં કરવી, લગભગ દરેકે આજે રાજયને આકાય સ્વીકારી લીધા છે.
લોકોને જાગૃત કરવા, ઉપર લાવવા એ કામ આજે મહત્ત્વનું છે. જગતમાં લેકશાહી દેશે ઘણા છે એમ કહેવાય છે, પરંતુ ત્યાં બધે જ સત્તા થડી વ્યકિતઓના હાથમાં જ રહી છે. અને લોકશાહી કેમ કહેવી?
મારી જાણકારીની વાત છે. રાજસ્થાનમાં એક શાળા ખૂબ જ સારી રીતે ચાલતી હતી. કોઈને તેને કબજો લેવાનું સૂછ્યું. પાંચ માણસના ટોળાએ તેને કબજે લીધા. પોલીસ આવી. સંચાલકોએ તેમને ફરિયાદ કરી, તે પોલીસે કહ્યું તમારા હાથ-પગ ભાંગ્યા હોય કે માથાશૂટયા હોય તે જ અમે વરચે પડી શકીએ, બાકી અમે દરમિયાનગીરી ન કરી શકીએ અને લોકોએ શાળાને કબજો લઈ લીધે. આવી રીતે આપણું રાજય આજે ચાલી રહયું છે.
આજે દરેક પ્રાંતમાં કોઈને ટેકો લઈને, કોઈના આશ્રિત બનીને રાજય ચલાવાય છે. આને સ્વરાજય કેમ કહેવું? દેશની નબળામાં નબળી વ્યકિત અન્યાયને પ્રતિકાર કરી શકે તેને જ સ્વરાજ્ય કહેવાય.
આજે આપણે બધા જ ઘેરી ચિન્તામાં છીએ, પરંતુ એથી યે વધારે જરૂર આજે ચિન્તન કરવાની છે. તો તેમ કરીને, આપ સૌ પિતપતાને સ્થળે બેસીને પણ અમારી પ્રવૃત્તિને કોઈ પણ રીતે સહયોગ આપતા રહો એવી મારી પ્રાર્થના છે. અમે ત્રણ પગલાં વિચાર્યા છે. - આપણાથી દુ:ખી હોય, ગરીબ હોય તેને સહાય કરવી, તે પહેલું પગલું.
ભૂદાન અને ગ્રામદાનદ્વારા ગ્રામસમાજને સંગઠિત બનાવવો, તે બીજું પગલું.
અને ઉપરની ભૂમિકા તૈયાર થયા બાદ સંજિત રીતે બધાએ સાથે હળીમળીને કાર્ય કરવું, તે ત્રીજું પગલું.
આવા સંયોજીકરણપૂર્વક આવડા મેટા દેશમાં કાર્ય કરવું તે ઘણી કઠણ વસ્તુ છે. તેને માટે જે સાધન અને શકિત જોઈએ તેના માટે અમારા પ્રયત્નો સતત ચાલુ છે. શ્રી. અરવિંદભાઈએ આના અનુસંધાનમાં જ જબરજસ્ત આયોજન ઊભું કર્યું છે. બીજા ઉદ્યોગપતિએ પણ ભવષ્યિમાં એવો વિચાર કરે, અને તેમાં જનતામાંથી નાના-મોટાં સૌને સાથ મળે તે એ કામ આગળ વધશે.
ગાંધીજી કહેતા હતા કે આપણે કોઈની સંપત્તિ છીનવી લેવા નથી માગતા. આપણે તે એ સંપત્તિના માલિકોને તેના : સ્ટીઓ બનાવવા છે, જયારે આજે લોકશાહી અને સમાજવાદને નામે ટને ધંધો ચાલી રહ્યો છે. અંતમાં ફરીથી મારે કહેવું જોઈએ કે સ્વ. પરમાનંદભાઈના જીવનકાર્યને લગતી પ્રવૃત્તિઓ “પ્રબુદ્ધ જીવન – વાચનાલય અને પુસ્તકાલય તેમ જે “પર્યુષણ વ્યાખ્યાનમાળા" આપ જે જોશ અને જોમથી ચલાવી રહ્યા છે, તે જોઈને મારું ચિત્ત પ્રરસન્નતા અનુભવે છે.
ત્યાર બાદ પ્રશ્નોત્તરી થઈ હતી, તેના યોગ્ય જવાબ આપવામાં આવ્યા હતા.
અંતમાં સંઘના મંત્રી શ્રી સુબોધભાઈ એમ. શાહે શ્રી ઠઠ્ઠાજીને આભાર માન્યો હતો.
સંકલન: શાન્તિલાલ ટી. શેઠ
મુદ્રણ–શુદ્ધિ તા. ૧૬-૯-૭૨ના પ્ર. જી. ના અંકમાં પાના ૧૨૨ ઉપર રૂા. ૧૦૧, ભૂપેન્દ્ર ડાહ્યાભાઈ ઝવેરી છપાયું છે, તે નામ શ્રી ડાહ્યાભાઈ ભોળાભાઈ ઝવેરી, એમ વાંચવું.
ગતાંકમાં, તા. ૧-૧૦-૭૨ના અંકમાં સંઘના લાઈફ મેમ્બરોની ' યાદી પ્રગટ કરી છે તેમાં ક્રમાંક ૮૪માં શ્રી જેઠાલાલ વેરસી ' માદેનું નામ ભૂલથી છપાયું છે તેને બદલે શ્રી સુરેશ પન્નાલાલ સોનાવાલા એમ વાંચવું.
ક્રમાંક ૯૨માં મુકતાબહેન લાભુભાઈ સંઘવી એમ સુધારીને વાંચવું તથા ક્રમાંક ૧૧૦માં સગુણાબહેન ઈન્દ્રકુમાર ઝવેરી એમ સુધારીને વાંચવું.
-
ત્રી