________________
તા. ૧-૧૧-૭
લાંબી સાત ખીલીઓ લીધી. એક માટી હથોડી લઈને આ ખીલી તેણે માથામાં ખાડી ખાડીને ખોપરીને વીંધીને મરવાના પ્રયાસ કર્યો. નવાઈની વાત એવી બની કે આમ કરવા છતાં બુઢો મર્યો નહિ અને આત્મહત્યા કરવાનો તેનો સંકલ્પ ઢીલા પડતાં તે લેહીનિંગળતા મસ્તકને લઈને હાસ્પિટલમાં પહોંચ્યો હતો. આ બુઢ્ઢા માણસના કિસ્સા બેલફાસ્ટના એક વેપારીને યાદ રહી ગયો હશે એટલે તેણે હજુ ૧૯૭૧ માં પોતાના મસ્તકમાં એક ઈલેકટ્રિક શારડીથી સાતને બદલે નવ કાંણા પાડીને સફળતાપૂર્વક આત્મહત્યા કરી હતી! પેલાન્ડની એક છોકરી જે પ્રેમમાં નિષ્ફળ ગઈ તેણે તો આત્મહત્યા કરવાની નવાઈભરેલી પદ્ધતિના વિક્રમ નોંધાવ્યો હતો. એના પ્રેમીએ દગા દીધા એટલે મરવા માટે તે પાંચ મહિનામાં ચાર ચમચી આખી ને આખી ગળી ગઈ. તેનાથી મૃત્યુ ન થયું એટલે તે ત્રણ છરી ગળી ગઈ. છરી પેટમાં જઈને મૃત્યુ નોતરી ન શકી ત્યારે તેણે ૧૯ જેટલા સિક્કા ગળ્યા, ૨૦ ખીલા ગળ્યા, સાત જેટલા બારીના બાલ્ટને પેટમાં પધરાવ્યા, પિત્તળના બનાવેલા ઈસુખ્રિસ્તના કાસ ગળ્યા અને છેલ્લે તેના ગળાના હારના બે માતી ગળી ગઈ. પણ તે મરવા ન પામી !
ખુબ જીવન
ઈરાનમાં આત્મહત્યાના કિસ્સા પુરુષોમાં વધુ બને છે અને વિશ્વમાં વધુમાં વધુ આત્મહત્યાના કિસ્સા અફીણ ખાઈને બનતા હોય તે તે ઈરાનમાં છે. ગળેફાંસો ખાવા, નદીમાં કૂદી પડવું, પિસ્તોલની ગાળી છાડવી, પેાતાને હાથે તલવારનો ઘા કરવા, ઊંચા મકાન ઉપરથી કુદી પડવું એ બધી જાતજાતની આત્મહત્યાની પદ્ધતિઓ છે. રોમન લેાકો બે જણા પાસે તલવાર પકડાવીને તેના ઉપર ઊંચેથી કૂદી પડતા હતા, જાપાનીઓ પણ તલવારથી માત નેતરવામાં હજુ પણ પાવરધા છે. કલીપેટ્રાએ ઝેરી સાપના ડંખથી માતને નોતર્યું હતું.
રશિયન કવિ સરજી પૅસેનીનની આત્મહત્યામાં પણ જાણે કાતિલ પ્રકારનું કાવ્યતત્ત્વ હતું. સરજી મૅસેનીને પ્રથમ પોતાના કાંડા કાપી નાખ્યા. પણ એમ કરતાં પહેલાં તેણે એક સુંદર કાવ્યની પંકિત લખી હતી :~
ઈન ધીસ લાઈફ ઈટ ઈઝ નેટ ડિફીલ્ટ ટુ ડાઈ
ઈટ ઈઝ માર ડિફિકલ્ટ ટુ લીવ.
આનો અર્થ એમ થાય છે કે ‘માનવીના જીવનમાં મરવું મુશ્કેલ નથી, પણ જીવવું અતિ કપરૂ છે.’
-કાંતિ ભટ્ટ
*
સરકારીકરણ
શું સમાજવાદનો અર્થ એવો થાય કે લોકોનાં બધાં જ કામેા સરકારે જ કરવાં જોઈએ? સરકારનું વલણ જોતાં કદાચ એવા જ કંઈક જવાબ મળશે કે “જી હા, સૌથી વધુ સંખ્યામાં લોકોને મત આપવાના અધિકાર મળ્યો છે અને સરકાર લોકોની બધા જ પ્રકારની સેવા કરવા માટે તૈયાર છે એટલે સરકાર પાસેથી વધુમાં વધુ કામ લેવું જોઈએ.
*
સમાજસત્તાવાદના નામે સરકારે વીમાનું કામકાજ પોતાનં હસ્તક લઈ લીધું છે. અનાજ, દૂધ વગેરે ચીજોનું ઉત્પાદન અને વેચાણ સરકારના હાથમાં સોંપવાની વાતો થઈ રહી છે. ત્યા૨ે સરકાર કયા કયા કામો પેાતાને હસ્તક નહિ લે એ કોઈ બતાવશે? કઈ કઈ બાબતોમાં આપણે પુરુષાર્થ કરવા પડશે, એ કોઈ કહેશે ?
૧૫
કરાવવું નહિ એની કંઈક મર્યાદા હોવી જોઈએ અને લોકોના જીવનમાં ડખલગીરી કરવાના અધિકાર સરકારને કેટલે અંશે આપવા એની પણ મર્યાદા બાંધવી જોઈએ. અલબત્ત, સમાજમાં કંઈને કંઈ વ્યવસ્થા હોવી જોઈએ પણ આ અંગે વિવેક રાખવા જોઈએ.
માનવતાના પ્રેમને કારણે માણસને સમાજસુધારાની જે બાબતા ધ્યાનમાં આવે એનો પ્રચાર એના દ્વારા જ થાય તો એમાં ઉત્કટતા હાય છે, પ્રચારમાં પવિત્રતા રહે છે અને લોકો પર એની નૈતિક અસર થાય છે. જયારે એ જ કામ ઉત્સાહહીન તટસ્થ સંસ્થાદ્નારા યાંત્રિક ઢબે અને આજીવિકા મેળવવાના લેાભથી થાય છે ત્યારે એની ઓછી અસર પડે છે અને કોઈક વાર તે ઊલટી અસર થાય છે. સામાજિક સદ્ગુણ-દુર્ગુણના હીસાબ માંડવામાં આવે તે સરકારદ્વારા કરવામાં આવેલા કામેામાં જાતજાતના દોષ આવે છે, સત્યને હાસ થાય છે, ધૂસણખારી વધે છે અને ગરીબા પર, ભાળા લોકો પર તેમ જ અનાથ--અસહાય લોકો પર જબરદસ્તી પણ થાય છે.
સરકાર લાકિનયુકત છે. જનતાના અભિપ્રાયની અસર એના પર થઈ શકે છે, એ વાત પર વધારેપડતો ભાર મૂકવામાં આવે છે. પ્રત્યક્ષ અનુભવ તે એમ બતાવે છે કે સરકાર નામની સંસ્થા એવી બજારુ છે જેના દ્રારા થયેલાં ઘણાં કામેાનાં પરિણામ અવાંચ્છનિય અને હીન પુરવાર થયાં છે.
હું જોઉં છુ કે ચૂંટણીના દિવસેામાં આપણું કામ તો દરેક પક્ષનું જાહેરનામું વાંચીને કોઈ એક કે વધુ ઉમેદવારને આપણા મત આપવાનું છે. સરકાર માગે એટલા કર આપવાનું અને સરકારના હુકમેનું પ્રસન્નતાથી કે નાખુશીથી પાલન કરવાનું આપણું કર્તવ્ય છે. આ સિવાય બીજું બધું કામ કરવા માટે સરકાર બંધાયેલી છે.
પણ, સરકાર પાસેથી કઈ સેવા લેવી અને સરકાર પાસે કયું કામ
વ્યકિતગત પ્રચારની કસોટી તરત જ થઈ જાય છે. એનાં દોષોના ઈલાજ પણ આસાનીથી થાય છે. પણ વ્યકિતગત પ્રચાર પૂરી માત્રામાં વ્યાપક બની શકતો નથી. બીજી બાજુથી, સરકારરૂપી સંસ્થા બજારુ હોવાથી એના ઘણા મર્યાદિત લાભ મળે છે, અપરંપાર દોષ જોવા મળે છે.
એટલા માટે કોઈક મધ્યમ માર્ગ વચ્ચેનો માર્ગ શોધવા જોઈએ.
રાષ્ટ્રસેવા, સમાજસેવા અને લેાકશિક્ષણનું કામ ધનલાભી, સ્વાર્થસાધુ, સંકુચિત મનના લોકોના હાથમાં સોંપવું જોઈએ નહિં. એ જ રીતે, યાંત્રિક રીતે કામ કરતી અને સત્તા તેમ જ ધનના જોર પર ચાલતી સરકારદ્રારા પણ આ કામ નહિ થવું જોઈએ. આ બંને અંતિમાને છેડીને સમાજહિતની સેવા કરવા માટે પ્રેરાયેલા હોય એવા સજજનાનું સંગઠન કરીને એમના દ્વારા ચલાવાતી સાર્વજનિક સંસ્થાઓ મારફત બધા કામ થાય, જેમાં કાનૂની સત્તાના ઉપયોગ ઓછામાં ઓછા હોય. અને લેાકાદરનો પ્રભાવ સૌથી અધિક રહે એવું થવું જોઈએ. . .
એટલા માટે અમે તો કયારના કહી રહ્યા છીએ કે સર્વોદય જો આપણું. અંતિમ લક્ષ્ય હોય તો ‘પ્રાયવેટ સેક્ટર’નું પ્રમાણ ઓછું કરવામાં આવે, ‘ગવર્નમેન્ટ સેકટર’ને શકય હોય ત્યાં સુધી ટાળવામાં આવે અને બંનેથી ભિન્ન એવા ‘પબ્લિક સેકટર’ (સાર્વજનિક વિભાગ) ની સેવા વધારવી જોઈએ. આજકાલ તો આપણે કાયદા બનાવીને સરકારનું ક્ષેત્ર વધારીએ છીએ. સરકારો તો વધુમાં વધુ ધન અને સત્તા પોતાના હાથમાં લઈને કર્મચારીઓની અમુક અંશે યાંત્રિક જડતા દ્રારા જ ચાલતી હોય છે. ધૂસણખોરીને લીધે એમાં વિકૃતિ પણ આવે છે. આ બધું જોઈને લોકો સરકારની નિંદા કરે છે અને સાથે સાથે સરકાર પાસે વધુમાં વધુ અપેક્ષા પણ રાખે છે.
આને પરિણામે લોકો નિષ્ક્રિય અને વાચાળ બને છે. સરકાર રાષ્ટ્ર કરતાં પણ મોટી બની જાય છે. આવી સરકાર લાંબા સમય ટકી શકતી નથી. એની એકતા અને શકિત બંને ક્ષીણ થાય છે અને અંતે કાં તો અરાજકતા સર્જાય છે અથવા તો ગુંડારાજ સર્વ અધિકાર પેાતાના હાથમાં લઈ લે છે.
રાષ્ટ્રના મનીષિએ – અગ્રણીએએ આ પરિસ્થિતિ પર ઊંડું ચિંતન કરવું જોઈએ અને કોઈક ઉપાય શોધીને એના અમલ કરવા જોઈએ. [હિન્દી ‘ભૂદાન યજ્ઞ’માંથી ટૂંકાવીને કાકાસાહેબ કાલેલકર
1