________________
પ્રબુધ્ધ જીવન
તા. ૧-૧૧-૭૨
સ્થાને હોવાથી એમણે ‘વિવેકાનંદ’ નામ લખાવ્યું. બસ, ત્યારથી એ વિવેકાનંદ બન્યા. રાજાએ સંન્યાસીનાં કપડાંને બદલે પશ્ચિમના ઠંડા દેશામાં યોગ્ય હાય તેવાં પહેરવા માટે લાંબા ડગલા અને પીળી પાઘડી કરાવ્યાં, આ જ વેશભૂષામાં આપણે સ્વામી વિવેકાનંદને ફોટાઓમાં કે પ્રતિમાઓમાં જૉઈએ છીએ. આ રીતે નામ અને વેશભૂષા સાથે ખેતડીના મહારાજાનું નામ સંકળાયું છે તે ઐતિહાસિક હકીકત છે.
સ્વામી વિવેકાનંદ મુંબઈથી સ્ટીમરવાટે અમેરિકા જવા રવાના થયા. અમેરિકા પહોંચ્યા. કેનેડા થઈને શિકાગો જવા ટ્રેનમાં બેઠા. ત્યાં તેમને કોણ ઓળખે? બધા ઉતારુઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. વિવેકાનંદ એકલાં રહી ગયા. કયાં જાય? રાતનો વખત હતો, ઠંડી પણ પુષ્કળ હતી. છેવટે પ્લેટફોર્મ પર એક પેટીમાં સૂઈ જઈને રાત વિતાવી. બીજે દિવસે સવારે ઘેરઘેર સંન્યાસીની માફક ભિક્ષા માગવા જવા લાગ્યા, પરંતુ કોઈ એમને ઓળખતું નહોતું ગાંડો ગણી કેટલાક લોકો તેમની ઠઠ્ઠામશ્કરી કરવા લાગ્યાં. કેટલાકે તેમને જોઈને બારણાં બંધ કર્યા. યાતનાનો પાર નહોતો.
પરંતુ એમણે પ્રસન્નતા છેાડી નહીં. અંતે એક શ્રીમંત બાઈએ તેમને જોયા અને પોતાને ઘેર માનપૂર્વક બોલાવ્યા, કારણ ધર્મપરિષદ માટે આવેલા કોઈક યાત્રી છે એમ લાગ્યું.
તમે સર્વધર્મ પરિષદ માટે આવ્યા છે ને ? એમ પૂછી તેમણે પ્રેમથી સ્વામી વિવેકાનંદને આવકાર્યા. પરિષદમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી આપવાનું સ્વીકાર્યું. સ્વામી વિવેકાનંદ એમને ત્યાં રહ્યા.
એ બાઈએ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક રાઈટ સાથે આળખાણ કરાવી, સર્વધર્મ પરિષદમાં હિન્દુ ધર્મ વિશે વિવેકાનંદને ભાગ લેવા છે એમ પણ તેમને જણાવ્યું. પણ કોઈ સંસ્થાએ એમને પ્રતિનિધિ તરોકે મેાકલ્યા ન હતા. હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે એ પરિષદમાં વીરચંદ ગાંધી તથા અન્ય જનો આવ્યા હતા.
હવે શું થાય? પ્રો. રાઈટની સૂચના અનુસાર એમણે મદ્રાસના મિત્રને તાર કરીને હકીકત જણાવી અને પ્રતિનિધિ તરીકેનું પદ આપવા જણાવ્યું. પરંતુ એ મિત્રે સામે તાર કરીને વિવેકાનંદને ધુત્કારી કાઢયા. એમની મજાક ઉડાવી. આ તાર પણ રોમાંરોલાંએ વિવેકાનંદના જીવનચરિત્રમાં ટાંકયો છે.
આવું થયું છતાં સ્વામી વિવેકાનંદ નિરાશ ન થયા. પેલાં બાઈની સાથે સ્વામીજી પ્રા. રાઈટ પાસે ગયા. પરિસ્થિતિ સમજાવી. પ્રા. રાઈટ તેમને પરિષદના પ્રમુખ પાસે લઈ ગયા. લાંબી દલીલબાજી બાદ તેમને હિંદુ ધર્મ તરફ્થી પ્રતિનિધિ તરીકે હાજરી આપવાની છૂટ અપાઈ. સ્વામી વિવેકાનંદ પરિષદમાં ગયા. ભારતમાં એમણે ઘણા લોકો સાથે વાતચીત અને ચર્ચા કરી હતી, પરંતુ કયારેય સાર્વજનિક વ્યાખ્યાન આપ્યું ન હતું. અહીં તે દેશ-વિદેશની દસેક હજારની મેદની સમક્ષ વ્યાખ્યાન આપવાનું હતું. વિવેકાનંદને ક્ષોભ થતો હતા. બાલી નહિ શકે તેવી બીક પણ લાગતી હતી. પછી બોલીશ, પછી બાલીશ' કહીને તેઓ પ્રવચન કરવાનું ટાળતા જતા હતા. સમારંભને અન્ત પ્રમુખે કહ્યું કે હવે નહિ બાલા તો તમે બાલવાની તક ગુમાવશે. છેવટે બધી હિંમત ભેગી કરીને પ્રવચન કરવા ઊભા થયા. તેમણે ઊભા થઈને અમેરિકાનાં બહેન તથા ભાઈએ સંબોધન કર્યું કે તરત શ્રોતા ઉપર જાદૂઈ અસર થઈ. પછી તેમણે હિન્દુસ્તાનની ધાર્મિક સિદ્ધિની વિષદ છણાવટ કરી. બસ, આ પ્રવચનથી વિવેકાનંદ જગપ્રસિદ્ધ વ્યકિત બની ગયા!
શિકાગેામાં એક શ્રીમંત બાઈને ત્યાં રહેવાનું થયું. એના સમૃદ્ધિભર્યા શયનગૃહયુકત મકાનમાં તેમની ઊંઘ ઊંડી ગઈ. ભારતની ગરીબી યાદ આવી અને પોતે તેના પ્રતિનિધિ તરીકે આવ્યા છે ને શ્રીમાંતાઈમાં કેમ રહી શકાય? રડી પડયા અને પોતાના ગરીબ દેશજના માટેની સેવાવૃત્તિ ઉત્કટ બની.
પશ્ચિમની ભૌતિક સમૃદ્ધિ અને પૂર્વની આધ્યાત્મિક સમૃદ્ધિના કયાંક કોઈક પ્રકારે પરસ્પર મેળ બેસાડવાનું એ વિચારવા લાગ્યા. બંને વચ્ચે કોઈક પ્રકારની વ્યવસ્થા એવી થવી જોઈએ કે જેથી પોતાના દેશ આ ભૌતિક સમૃદ્ધિનો થોડો લાભ મેળવીને ગરીબાઈ
વાર
દૂર કરી શકે અને પશ્ચિમના દેશોની આધ્યાત્મિક દરિદ્રતાને ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિનો લાભ મળે,
એમણે ત્યાં ચોમેર ઈસાઈઓમાં દંભ દીઠો. ઈસુની વાણી એમને યાદ આવી ગઈ.
ઈસુના ધર્મમાં અપરિગ્રહની ભાવના મુખ્ય હતી. ગરીબા માટેના પ્રેમ એ તા ખ્રિસ્તી ધર્મના મુખ્ય ઉપદેશ હતો. એ યાદ આવતાં ઈસાઈઓની સભાઓમાં એમણે જણાવ્યું હતું : “તમે લોકો ધન જ એકઠું કરી રહ્યા છે. તમે દરિદ્રનારાયણની સેવા ભૂલી ગયા છે. ફરીથી ઈસુ ખ્રિસ્તીના માર્ગે વળે.”
માનવસેવા એ ધર્મના પાયા છે એ વિચારાદ્ધા પહેલેથી જ હતી તેથી ભારતમાં આવીને સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની રચના કરી. એ સમયગાળામાં નાગપુર પાસેના ભૂમિવિસ્તારમાં દુષ્કાળની કારમી પરિસ્થિતિ ઊભી થઈ હતી. વિવેકાનંદ પાસે સેવાકાર્ય માટે સારું ભંડોળ છે એ જાણીને નાગપુરના ગોરક્ષક સંધના કેટલાક સભ્યો સ્વામીજી પાસે ગયા.કહે : “અમે ગૌ-સેવાનું કાર્ય કરીએ છીએ. દુષ્કાળની હાલતમાં એમને બચાવવી છે. ગૌ-સેવા કરવી એને અમે સાચા ધર્મ માનીએ છીએ. તે માટે ભંડોળ કરીએ છીએ અને આપ મદદ કરો તેવું પ્રાર્થીએ છીએ.” આ સાંભળી વિવેકાનંદે કહ્યું : “દુકાળમાં લોકો પણ ભૂખે મરે છે તે માટેશું વ્યવસ્થા કરી છે?” તેમણે જવાબ આપ્યો, “અમે માત્ર ગૌમાતાની સેવા જ કરીએ છીએ. અમારું ધ્યેય ગૌ-સેવાનું હોવાથી બીજામાં પડતા નથી.' સ્વામી વિવેકાનંદે હસીને કહ્યું: “તમે ગૌમાતાના ખરા પુત્ર છે." માનવસેવાના ધર્મ જે ન સમજે એને બીજું શું કહે?
માનવસેવાનું કાર્ય વ્યવસ્થિતપણે થવું જોઈએ. એવી વ્યવસ્થા સંસ્થાસ્થાપનદ્રારા થઈ શકે એમ સમજીને તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી છે. મિશન માનવસેવાનું કેવું સારું કાર્ય કરી રહ્યું છે તે આજે પણ આપણે સહુ જાણીએ છીએ. માનવસેવાનું કાર્ય સુવ્યવસ્થિત બધે જ કરી શકાય તેવા હેતુથી સ્થાપેલી રામકૃષ્ણ મિશનની શાખાએ આજે પણ દેશમાં અનેક ઠેકાણે સેવાકાર્ય કરી રહી છે. સ્ત્રીઓને પણ લાભ મળે તેથી પાતાની શિષ્યા ભગિની નિવેદિતાને સ્વામી વિવેકાનંદે એ જ કાર્ય સોંપ્યું હતું. માનવધર્મ અને અધ્યાત્મ ઉપાસના બન્ને વિવેકાનંદ કરતા હતા, કેમકે બંને અંતર્ગત સંવાદ છે. એકને અવગણવાથી સાચી ધર્મસેવા શકય જ નથી એમ વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ પાસેથી શીખ્યા હતા.
રામકૃષ્ણ મિશનની સ્થાપનાના ઉદ્દેશોમાં એક ઉદ્દેશ એ હતો કે એ સંસ્થાએ રાજકારણથી દૂર રહેવું જોઈએ. સ્વામી વિવેકાનંદને સ્વાનુભવથી જણાયું કે રાજકારણ મૂળે જ પ્રપંચી છે, તેથી એમણે કયાંય રાજકારણને સહારો આપ્યો નથી કે રાજકારણના સહારો દીધા-લીધા નથી.
ગૌતમ બુદ્ધ ‘બુદ્ધ’ બન્યા પછી તેમ જ મહાવીરને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું ત્યાર બાદ તેમણે પણ એ જ્ઞાનનો ઉપયોગ માનવધર્મ પ્રસરાવવામાં કર્યો. તેઓ અધ્યાત્મજ્ઞાન મેળવી લોકોથી દૂર ન રહ્યા, લોકોની સેવા કરવા નીકળી પડયા હતા તે સુવિદિત છે. એમાં માનવધર્મ જ પ્રગટ થાય છે ને ? ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ તેન થયસેન મુંગીયા : માનુધ: સ્વસ્વિટ્ ધત્તમ કહ્યું છે તેમાં પણ એ જ ધર્મ રહ્યો છે. ટૂંકામાં, અપરિગ્રહ એ માનવસેવાનું અનિવાર્ય અંગ છે અને બધા ધર્મોએ પેાતપોતાની રીતે એ તત્ત્વના ઉપદેશ કર્યો છે એમ હું સમજું છું. તેથી રાજકારણમાં પણ ધર્મને સ્થાન આપનાર ગાંધીજીએ પ્રાર્થનામાં કહ્યું છે કે: (ન વડું ગમયે રાજ્યમ્, ન સ્વાઁ, ना पुनर्भवम । कामये दुःख तप्तानाम् प्राणिनाम आर्तिनाशनम्, (મને રાજયની ઈચ્છા નથી, સ્વર્ગની ઈચ્છા નથી, મેાક્ષ પણ જોઈતે નથી. મારે તો દુ :ખથી તપતાં પ્રાણીઓની પીડા દૂર થાય એ જ જોઈએ છે.) આશ્રમની પ્રાર્થનામાં આ શ્લોક હમેશાં બાલાતા તે સૂચક છે.
ટૂંકામાં ગમે તેટલું શાન મળે પણ એનો લાભ અન્ય જનને ન મળે તે આત્માને સંતોષ થતો નથી એ દરેક ધર્મષ્ટાઓના જીવનમાં અને ઉપદેશમાં જોવામાં આવે છે. વિવેકાનંદે એ વસ્તુને વધુ વ્યવસ્થિત રીતે કરી અને કહી છે
“અમ્રુતલાલ યાજ્ઞિક