________________
તા. ૧-૧૧-૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
આજ આજ ભાઈ
એકવાર નવા વર્ષે મેં એક સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પનું હું પાલન કરી શકયો છું અને એ સૌથી વધુ ફ્લદાયક નીવડયો છે. વર્ષો પૂર્વે મેં કરેલા એ સંકલ્પ હતા: મારામાં જે લાસરિયાપણું હતું. કામને ટાળવાની, મુલતવી રાખવાની મારામાં જે વૃત્તિ હતી એને મારે અંત આણવા જોઈએ. એ દિવસેામાં કોઈ પણ કામને ટાળવાની વૃત્તિએ મારામાં ઊંડાં મૂળ ઘાલ્યાં હતાં. નિર્ણયો લેવાના મને સખત અણગમો હતો, મુશ્કેલ કે અણગમતા કામેા હું ટાળ્યા કરતા. કોઈપણ જવાબદારીનું દબાણ વધવા લાગે એમ હું એને હાથ ધરવાનું વધારેને વધારે ટાળ્યા કરતા હતા. આમાં હું પૂરેપૂરો ફસાઈ જાઉં એવા ખરેખરો ભય મારી સામે ઊભા થયા હતા.
સમતોલ મગજવાળા મારા એક મિત્રે મને આ વિશે થોડા શબ્દો કહ્યા અને હું મારી સમસ્યાને સ્પષ્ટપણે જોઈ શકયો. મારા મિત્રે મને કહ્યું: ‘તું એમ માનતા લાગે છે કે તારું આ લાસરિયાપણું તારા વ્યકિતત્વમાં જડાઈ ગયેલું છે અથવા તો એ એક અસાધ્ય રોગ છે. તારું આ લાસરિયાપણું બેમાંથી એકે નથી. એ એક ખરાબ દૈવ છે અને બીજી બધી ટેવાની માફક આ ટેવને પણ તોડી શકાય છે. તું પણ તારી આ ટેવને, એ તને ભાંગી પાડે એ પહેલાં છેડી દઈ શકે છે.'
આ ચેતવણી મારા હૃદયસોંસરવી ઊતરી ગઈ. મારી આ સમસ્યાનું નિરાકરણ થાય ત્યાં સુધી એની પાછળ મંડયા રહેવાનો મેં નિશ્ચય કર્યા. આ દરમિયાન આ વિશે મે કેટલાક માર્ગદર્શક સિદ્ધાન્તા તારવ્યા, જે પેાતાનાં કામને મુલવી રાખવાની મનેવૃત્તિ ધરાવતા બીજાઓને પણ ઉપયોગી થાય તેમ છે. આ રહ્યા એ સિદ્ધાન્તો.
લાસરિયાપા” એ નિર્દોષ-હાનિકારક નહિ એવી નાની ટેવ માત્ર છે એ માનવાનું છેાડી દેજો. ઘણા ધંધાદારીઓ એટલા માટે નિષ્ફળ જતા હાય છે કે તેઓ મહત્ત્વના નિર્ણયા લેવાનું ટાળ્યા કરે છે. કેટલીકવાર લોકો મૃત્યુ પામે છે, કેમકે એમણે દાકતર પાસે જવાનું ટાળ્યા કર્યું હોય છે. લાસરિયાપણું એ બિન-મહત્ત્વની ખરાબ ટેવ માત્ર નથી, એ તો એક એવે સેતાન છે જે તમારી મહત્ત્વાકાંક્ષાને કુંઠિત કરે છે, તમારા સુખને નાશ કરે છે અને કેટલીકવાર તમારા મૃત્યુનું કારણ પણ બને છે.
લાસરિયાપારૢ પરેશાન કરતું હોય એવું એક ક્ષેત્ર પસંદ કરો અને ત્યાં એના પર વિજય મેળવો. વ્યાખ્યાન આપવા જવા માટે પહેલાં મને જ્યારે વિનંતિ કરવામાં આવતી ત્યારે હું એ વિનંતિને સ્વીકાર કરી શકું તેમ નથી એ જાણવા છતાંયે મને લોકોને ના પાડવાનું ગમતું નહિ અને એટલે એ વિશે નિર્ણય લેવાનું હું ઢીલમાં નાખ્યા કરતો હતો. પણ પછી જયારથી મે મારી જાતને ઝડપથી નિર્ણય લેવાની ફરજ પાડવા માંડી ત્યારથી હું વધારે આનંદમાં રહું છું અને જેમને મારી સાથે કામ પાડવાનું આવ્યું છે એમને પણ એથી આનંદ થયો છે. આ રીતે તમારા જીવનના એક ક્ષેત્રમાં પણ લાસરિયાપણાની-કામને ઢીલમાં નાખવાની – વૃત્તિની પક્કડને તોડી પાડશે તો તમે રાહત અનુભવશે! અને તમને વિજય મેળવ્યાની જે લાગણી થશે એથી બીજા ક્ષેત્રામાં પણ એ મનોવૃત્તિ છેડવામાં તમને મદદ થશે.
જે કામ પ્રથમ કરવાનાં હોય એ નક્કી કરો અને પછી એક વખતે એક જ સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરો : અધૂરાં કામોના ઢગલા અને લાસરિયાપણું એ બંને લગભગ સાથે જ જોવા મળે છે. જે માણસના મેજ પર દસ અધૂરાં કામ પડયાં હોય એની મોટા ભાગની નિર્ણયશકિતના વ્યય તો એમાંથી પ્રથમ કર્યું કામ હાથ ધરવું એ નક્કી કરવામાં જ થઈ જાય છે. કોઈપણ બે કામ કે જવાબદારીઓનું મહત્ત્વ એકસરખું હોતું નથી. મારામાં જયારે લાસરિયાપણું હતું ત્યારે ઘણીવાર હું મહત્વવિનાના સામાન્ય કામોમાં રોકાયેલા રહેતા અને મહત્ત્વનાં કામે પ્રત્યે ધ્યાન આપતા નહિ. પણ હવે એવું થતું નથી, કેમકે પ્રથમ કરવાનાં કામે વિશે નિર્ણય લેતાં હું શીખ્યો છું. બીજા દિવસે કરવાના કામેાની નોંધ આજે દિવસ દરમિયાન હુ કરતો જાઉં છું અને રાત્રે એનાં મહત્ત્વ અનુસાર ક્રમવાર એની યાદી કરી લઉં છું. બીજા દિવસે ક્રમવાર એ કામ હું હાથ ધરું છું. એક કામ પૂરું કરીને એનાં પર ચોકડી મારતાં મને આનંદ થાય છે.
2
૧૪૯
અત્યારે
આ સાવ પ્રાથમિક વાત છે, પણ બીજું કામ હાથ ધરતાં પહેલાં એક કામને પૂરું કરવાથી સમય અને શકિતના ઘણા બચાવ થાય છે. આમાં ચલિત ન થવાય એ માટે મનમાં બરાબર નિશ્ચય કરી લેવા જૉઈએ. કોઈક વાર મારે મારી જાતને કઠોર રીતે કહેવું પડે છે: ‘તારી સામે જે કામ પડયું છે એ પૂરું થાય ત્યાં સુધી તારે આ ખુરશીમાં જ જડાઈ રહેવાનું છે'. એકવાર મન આ શિસ્તનો સ્વીકાર કરે પછી આવશ્યક શકિત પણ વહેવા લાગે છે.
સમયમર્યાદા પણ રાખવી જોઈએ: કોઈપણ કામ કરવા માટેની સમયમર્યાદા ખાનગી રીતે, પોતાના મનમાં નહિ પણ બીજા લોકો પણ જેના વિશે જાણતા હોય અને તમે એનું પાલન કરશેા એવી અપેક્ષા રાખતા હોય એ રીતે સમયમર્યાદા બાંધવી જોઈએ. ખાનગીમાં, પોતાના મનમાં બાંધેલી સમયમર્યાદા પ્રત્યે દુર્લક્ષ થઈ શકે છે.
સૌથી વધુ મુશ્કેલ સમસ્યાને ટાળશા નહિ: સૌથી વધુ મુશ્કેલ સમસ્યાને ટાળવાનો પ્રયત્ન કરીએ એ કદાચ માનવસહજ વૃત્તિ હશે, પણ છેવટે એમાંથી વધુ મોટી મુશ્કેલી ઊભી થવાનો સંભવ રહે છે. વર્ષો પહેલાં હું કાગળ-પત્રોનો ઢગલો લઈને બેસતો. પહેલા કાગળમાં કોઈ મુશ્કેલ સમસ્યાની વાત હોય તો હું એને એકબાજુ મૂકીને જેને સહેલાઈથી જવાબ વાળી શકાય તેમ હોય એવા કાગળ શોધી કાઢતો. આનું પરિણામ એ આવતું કે થેાડા વખતમાં જવાબ આપ્યા વિનાના પત્રોના બે-ત્રણ થેલાએ ભરાઈ જતા અને પછી મારે એને નિકાલ કરવા માટે દોડધામ કરવી પડતી અને મેડી રાત સુધી કામ કરવું પડતું હતું.
એક દિવસ મારા એક માનસશાસ્ત્રી મિત્રે મને કહ્યું: ‘તું ભૂલ કરી રહ્યો છે. મુશ્કેલ પત્રાના જવાબ આપવાનું ઢીલમાં નાખવાનું તુ છેાડી દે. એને જ સૌપ્રથમ નિકાસ કરી નાખ. આને લીધે તને જે પ્રોત્સાહન મળશે એ તારા બાકીના કામને પૂરું કરવા માટે તને પ્રેરશે.' મેં આ રીત અજમાવી. એની વાત સાવ સાચી હતી.
સંપૂર્ણતાની વૃત્તિ નિષ્ક્રિય ન બનાવી દે એની કાળજી રાખવી જોઈએ. કેટલાક લેકો અમુક કામ એટલા માટે હાથમાં લેતા નથી કે એમને ચોવા ડર હોય છે કે કદાચ તે એને સંપૂર્ણ રીતે કરી શકશે નહિ. એક દિવસ એક મહિલાએ મને કહ્યું: મારા એક મિત્રના પતિનું અવસાન થયું છે, એને હું કાગળ લખવા માગું છું, પણ આશ્વાસનનો પત્ર લખતાં મને આવડતું નથી. હું જે અનુભવું છું એને કઈ રીતે વ્યકત કરવું એ હું જાણતી નથી.
મે” પૂછ્યું : ‘તમને કેવી લાગણી થાય છે?”
એણે કહ્યું : “મને ખૂબ જ દુ:ખ-અફ્સોસ થાય છે, મને એ સ્ત્રીના જ વિચાર આવ્યા કરે છે. મને એના પ્રત્યે સ્નેહ છે અને હું એને માટે પ્રાર્થના કરું છું.
મેં એના આ શબ્દો એક કાગળ પર ઉતારી લીધા, એને એ કાગળ આપતાં મેં કહ્યું: ‘તમે આટલું લખો એ પ્રર્યાપ્ત છે. તમારા મિત્રને આ વખતે કોઈ સાહિત્યિક રચનાની નહિ પણ અંતરમાંથી આવેલા આવા થોડાક શબ્દોની જ જરૂર છે.
મારામાં જે લાસરિયાપણું હતું. કામને ટાળવાની વૃત્તિ હતી એમાંથી છૂટવા માટે મેં આ બધી રીતો અજમાવી હતી. આને લીધે છેવટે મારાં વલણમાં મૂળભૂત પરિવર્તન થયું. તમારી આસપાસ નજર કરશેા તો તમે પણ સ્વીકારશે કે જેમણે લાસરિયાપણાની શૃંખલાને તોડી છે, જેમને એમના હાથ પરનું કામ કરવામાં સંતોષ મળ્યો છે, તેઓ ખરેખર સુખી માણસો છે.
તે આતુરતા, ઉત્સાહ અને સર્જકતાથી છલાછલ ભરેલા હોય છે. તમે પણ આવા થઈ શકો છે.
[ડૉ. નોર્મન વિન્સેન્ટ પીલના લેખ પરથી : ટૂંકાવીને]