________________
તા. ૧૬.૧૦-૭૮
પરંતુ આ સૂત્રેામાં સમાવાયેલા આદેશમાં એ કાળ દરમિયાન શારાનનાં વિવિધ રૂપો જોવા મળે છે. એટલે જ કૌટિલ્યશાસને મૌર્ય કાળને સાચા ઈતિહાસ માનવામાં આવે છે.
ખુબ જીવન
કોટિલ્યે મઘનિષેધ વિશે પૂરો એક અધ્યાય લખ્યું છે, એટલે એનાથી ફલિત થાય છે કે મઘ - સંબંધી નિયમા ઉપેક્ષાભાવથી નહાતા જોવામાં આવતા. મૌર્યકાલીન વ્યવસ્થામાં મઘ ઉપર વ્યકિતગત પ્રભાવ ઓછા દેખાય છે અને એવું અનુમાન થઈ શકે છે કે સંભવત: કોઈ વ્યકિત, મદ્યના સ્વેચ્છાપૂર્વક છૂટથી ઉપયોગ નહોતી કરી શકતી, કારણ કે એના ઉપર સખત પ્રતિબંધ હતા.
અર્થશાસ્ત્રથી એ પણ જ્ઞાત થાય છે કે કોઈ પણ વ્યકિત મઘના વેપાર કરી શકતી નહીં અને એને અધિકાર મેળવવા માટે એ કાળના શાસનાધિકારીને સારી એવી રકમ આપવી પડતી હતી! ગૃહ કામકાજ માટે, ઉત્સવ યા અન્ય ખાસ પ્રસંગેા માટે, કોઈક જ વ્યકિતને સુરા બનાવવાનો અધિકાર મળતા.
અર્થશાસ્રાનુસાર સુરા - વ્યાપાર ખાસ કરીને મૌર્ય - સરકારના એક વિભાગ હતા; જે સુરાધ્યક્ષને આધીન હતા.
એ કાળમાં પણ મદ્યના રૂપ, ગુણ અને પરિમાણ ઉપર પણ ખાસ લક્ષ આપવામાં આવતું. મઘની દુકાનો પણ સરકારી નિયંત્રણ હેઠળ રાખવામાં આવતી હતી.
મૌર્યકાલીન મદ્ય-સંબંધી નિષેધાત્મક કાર્યપદ્ધતિ ઉચ્ચ કક્ષાની હતી, બે હજાર વર્ષ પૂર્વે ભારતમાં આદર્શ શાસનપ્રણાલી વિદ્યમાન હતી. આમ પ્રાચીન કાળમાં, આપણા દેશમાં, મદ્યપાન અને મદ્યપાનનિષેધ વિશે શાસ્ત્રો, ઋગ્વેદ, વેદ અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર સારો
પ્રકાશ પાડે છે.
આ બધાં પ્રમાણો જોતાં, પ્રાચીન કાળ અને વિદ્યમાન કાળ દરમિયાનનાં નીતિનિયમો વચ્ચે ઘણા ફરક છે! પરંતુ પ્રાચીન કાળથી આજપર્યંત માત્ર મૌર્ય-કાળ દરમિયાન જ મદ્યપાનનિષેધનાં નીતિ નિયમોના બરાબર અમલ થયા હતા. આમ છતાં યે મદ્યપાન વિશે નિયંત્રણા તે હતાં જ એ દેખાઈ આવે છે.
ગુણવંત ભટ્ટ
‘પ્રબુદ્ધે જીવન’નીત્રચર્ચા: —નિમંત્રણ——
આજે સમાજમાં ચારેકોર અનેક પ્રકારની સમસ્યાઓ પડેલી છે. લોકોના મનમાં જાતજાતની મૂંઝવણા, જાતજાતના પ્રશ્નો સળવળતા હોય છે. આના અનુસંધાનમાં એમ વિચારવામાં આવ્યું છે કે પ્રબુધ્ધ જીવન’ના વાચકો પોતાના મનમાં ઊભા થતા કૌટુંબિક, સામાજિક, ધાર્મિક, આર્થિક તેમ જ રાજકારણીય મુદ્દાઓને લગતા મહત્ત્વના પ્રશ્નો ટૂંકમાં લખી મોકલાવે તો તે પ્રશ્નોના જવાબો તે તે વિષયને લગતી તજજ્ઞ વ્યકિતઓ આપશે.
પ્રશ્નો મુદ્દાસરના અને વ્યકિતગત નહિ પરંતુ સમાજના વિશાળ વર્ગને સ્પર્શતા હોવા જોઈએ. પ્રશ્નોના જવાબો સમયની અનુકૂળતા પ્રમાણે અપાશે. તદ્ન બિનઉપયોગી પ્રશ્નોના જવાબા આપવામાં આવશે નહિ.
રસ ધરાવતા મિત્રાને આ વિષયમાં પત્રવ્યવહાર કરવા વિનંતિ છે. તંત્રી : ‘પ્રબુદ્ધ જીવન’ વાર્તાલાપ
શ્રી સિદ્ધરાજ ઢડ્ડાના
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સર્વ સેવા સંઘના પ્રમુખ શ્રી સિદ્ધરાજજી ઢઢ્ઢાનો એક વાર્તાલાપ બુધવાર તા. ૧૮-૧૦-'૭૨ના રોજ સાંજના ૬ વાગ્યે સંઘના શ્રી પરમાનંદ કાપડિયા સભા. ગૃહમાં રાખવામાં આવ્યો છે. તે આ વાર્તાલાપમાં સમયસર ઉપસ્થિત થવા સૌ સભ્યોને હાર્દિક નિમંત્રણ છે.
ચીમનલાલ જે. શાહ સુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
(/
૧૪૫
હિપા–વૃત્તિ: એને લાપ કેમ થયા?
સૌરાષ્ટ્રના મારા વતનના ગામમાં હિપા કરીને એક યુવાન કોળી હતો. ચારા ઉપર સૂઈ રહે. કોઈને ત્યાં ગેાવાળ મોડો આવે તો ગાય કે ભેંશાહી આપે. ગરીબ માણસને ત્યાં મરણ થયું હોય અને મડદાને બાળવાનું સરપણ (લાકડાં) ન મળે તે હિપા ગાતી આપે. લગ્નસરા હોય તો અવાવરુ મેડીઓને હિપા સાફ કરી આપે. બદલામાં તેને જમવાનું મળી જાય, ઊતરેલાં કપડાં મળી જાય. કોઈ મેચીનું કામ કરી આપે તે જૂના જોડા મળી જાય તો ઠીક છે નહિતર ખુલ્લા પગે હિપે। ફર્યા કરે. હજામની પણ તેને ગરજ નહિં. હજામને ગરજ પડે ત્યારે કામ કરાવીને દાઢી મૂંડી આપે, કન્યાને વિકટ રસ્તે વળાવવા સુધીનું જોખમકારક કામ પણ હિપ્સ કરે. પૈસાને તે અડકે નહિ. ગાંજો પીવાનું મન થાય તે ગામને પાદર કોઈ બાવા આવી ચઢયા હાય તો તેની ચાકરી કરે અને એકબે ભજન સંભળાવીને ગાંજાને ટેસ કરી લે. વિનોબા ભાવેએ
પવનારના આશ્રમમાં પૈસા વગરનું અર્થતંત્ર રચવા ધારીને “કાંચનમુકિત” ના પ્રયોગ કર્યો. તે સફળ થયા કે નહિ તે ખબર નથી, પણ હિપે મરી ગયો ત્યાં સુધી કાંચનમુકિતનું આચરણ કરી શકયા હતા.
હજુ ૨૫ વર્ષ પહેલાં જ આવા હિપાએ આપણને ગામેગામ નજરે ચઢતા. બિચારા નવરા ગણાય પણ કામઢા માણસ કરતાં અનેકગણું કામ કરીને પારકા રોટલા અને પારકા આશરા ઉપર જ નભે, તેમને પૈસાને કે માન-મરતબાનો કોઈ માહ મળે નહિ. પ્રશંસા કે બદલાની કોઈ આશા નહિં. વખાણ સાંભળવા જેટલી ફુરસદ તેને હોય નહિ. આપણે જેને “સેવા” કહીએ છીએ તેનાથી અદકેરી સેવાચાકરી “હિપાઓ” કરતા હોય પણ “સેવા” જેવા સુંવાળા શબ્દનું તેમને કંઈ ભાન હોય નહિ.
તમે નજર કરશે! તે કદાચ તમારી આસપાસ હજુ આવી હિપા-વૃત્તિવાળા, નિર્લેપ અને નિસ્પૃહ માણસને જૉશા, ડગલે ને પગલે પૈસા વડે જ કામ કરનારા આ સમાજમાં હિપા-વૃત્તિવાળા લોકો બિચારા મૂરખમાં ખપતા હોય છે. એક ભાઈએ મને એક નાનકડી પુસ્તિકા લખી આપવાનું કહ્યું ! અને તરત પૂછ્યું, “શું પૈસા લેશો?” મને જરા આંચકો લાગ્યો. આંચકો લાગવા તે સ્વાભાવિક ગણાતું નથી. કોઈ તમારી પાસે કામ કરાવે અને તમે કંઈક Consideration વગર કામ કરતા હો તે તમારી કંઈક લાંબી વ્યૂહરચના છે અને લાંબે ગાળે તમે કંઈક વધુ પડાવવા ધારો છે તેવી શંકા જાય છે. મફતમાં કોઈ કાંઈ કરે જ નહિ. બદલાની આશા વગર કોઈ કાંઈ કરે જ નહિ તેવી માન્યતા અત્યારે દઢ થઈ ગઈ છે.
હું કાલેજમાં હતા ત્યારે હૉસ્ટેલના સાડાની વ્યવસ્થા મને સોંપાઈ. મહિનાને અંતે મેં સરેરાશ કરતાં ઓછા ખર્ચવાળાં બિલા મારા સહવિદ્યાર્થીઓને મેકલ્યાં હતાં. મને થાડીક શાબાશીની અપેક્ષા હતી, તે બાજુએ રહી. એક વિદ્યાર્થીએ આવીને પૂછ્યું, “કેટલા મારી ખાધા ? એક વૂલન સૂટ થઈ જશે, ખરું ને? ” હૅાસ્ટેલની મેંસના સેક્રેટરીઓ મફતમાં વૂલન સૂટ ન બનાવી લે તો તે મૂરખમાં ખપે છે. વિદ્યાર્થીઓનાં યુનિયનાની ચૂંટણીઓ થાય છે તેમાં સ્પાર્ટ્સ સેક્રેટરી થવા માટે પડાપડી થાય છે. રમતગમતનાં સાધનાની ખરીદી રમતગમતના સેક્રેટરી કરતા હોય ત્યાં તેણે અમુક પૈસા મારી ખાવાના હોય છે.
શાળા અને કૉલેજમાંથી જ આ સંસ્કાર લઈને આવેલા આપણા યુવાન, વ્યવસાય, ધંધા, નોકરી કે રાજકારણમાં પડે ત્યાં પણ આ મારી ખાવાની તાલીમ તેને કામ લાગે છે. કોઈ પણ Consideration વગર કંઈ જ ન કરવું તેવા સંસ્કાર બચપણમાંથી જ સિંચાય છે. નાનાં બાળકો તેમના મિત્રો કે પાડોશીઓનું કામ હોંશે