________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૦૭૨
પૂર્વભૂમિકા હતી. તેઓ નિરાહાર થઈ ધ્યાનમગ્ન થતા - તેમની આંતરિક અને વાસ્તવિક તપસ્યા હતી. ન મળ્યાન અસંતોષ નહિ પણ આનંદ તેઓ માણી શકતા અને આત્મનિરીક્ષણમાં મગ્ન થઈ જતા.
આધુનિક યુગમાં સત્યાગ્રહી નેતા ગાંધીજીએ કહ્યું છેકે સત્ય એ જ ઇશ્વર છે અને એ સત્યની સાધનામાં જ તેમણે પોતાનું જીવન ખપાવી દીધું એ આપણે પ્રત્યક્ષ જોયું છે. એ જ રીતે અત્યારે રશિયામાં, જ્યાં વ્યકિતસ્વાતંત્ર્યને સ્થાન નથી ત્યાં પણ, સત્યના મરજીવાનો તોટો નથી. નોબેલ પારિતોષિકવિજેતા એક નિશાળના શિક્ષકે જેલની અનેક યાતનાઓ વેઠી છે અને ‘એક દિવસ’ એ નામે તેમણે જેલજીવન વિશે હૂબહૂ ચિતાર આપ્યો છે. તે પુસ્તકે તેમને નોબેલ પ્રાઈઝ અપાવ્યું. પણ રશિયાએ તેને સ્વીકારવા તેમને જવા દીધા નહિ—એ શ્રી સાલ્ઝેનિન્સીન (solzenitsyn)ના નોબેલ પ્રાઇઝ સ્વીકૃતિ - ભાષણમાં તેમણે જે વાત કહી છે તે સુવર્ણાક્ષરે નોંધી રાખવા જેવી છે. તેમણે કહ્યું છે: ‘કોઇ પણ પ્રકારની લગામ વિના હિંસાની પ્રવૃત્તિ આખી દુનિયામાં વધી રહી છે અને તે માટે પશ્ચિમના દેશો અને રશિયા સરખી રીતે જ જવા બદાર છે, અને તેથી તો માનવસંસ્કૃતિનો નાશ જ રાવાના છે. પશ્ચિમના દેશો સંપત્તિના નશામાં ચકચૂર છે અને ગરીબી તેમને સ્પર્શે નહિ તેની ફિકરમાં છે. સંતુકત રાષ્ટ્ર સંધ, એ તે નીતિહીન દનિયામાં અનૈતિક સંધ છે, જેને માત્ર અમુક જ રાષ્ટ્રોની રક્ષામાં રસ છે. પશ્ચિમી દુનિયાની સંસ્કૃતિ કાયરોની છે, જે તેમના પડોશી રાષ્ટ્રો પર થતા અત્યાચારોના વિરોધ કરવાની પણ તાકાત ગુમાવી બેઠી છે અને બળવાનને માત્ર વધુ સગવડો આપીને અને હસીને બધું સહન કરી રહી છે. આ બધામાંથી ઊગરવાને રસ્તા સત્યનિષ્ઠ સાહિત્યમાં રહેલા છે. હિંસા એકલી ટકી શકતી નથી, તેને અસત્યનું આવરણ આવશ્યક છે. હિંસાને આશ્રયસ્થાન કોઈ હોય તો તે અસત્ય છે. જે કોઇ પણ હિંસાના શ્રાય લે છે તેણે પેાતાના બચાવ અર્થે અસત્યની આશ્રય લીધા વિના છૂટકો નથી. પરંતુ લેખકો અને સાહિત્યસર્જકો એવા છે, જે ધારે તો અસત્યને પરાજય કરવાની તાકાત ધરાવે છે. અસત્ય સાથેની લડાઇમાં કળાનેં સદૈવ વિ થયેલા છે અને થતા રહેવાના છે. સત્યને માત્ર એક કણ પણ સમગ્ર વિશ્વની તેાલે અકો ઠરે તેમ છે.'*
આજથી અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન મહાવીરે પણ આવા જ સંદેશ પરિગ્રહી અને તેથી હિંસક બની ગયેલ અને અસત્યના આશ્રય લેનાર સમાજને આપ્યા હતા.
ભગવાન મહાવીરે આચારાંગમાં સ્પષ્ટ કહ્યું છે કે 'નો જોયસે સર્વ ૨૨ (૪-૧૨૭) અને પેતાના સમગ્ર જીવનમાં તેમણે લોકોનું અનુસરણ નથી કર્યું. પણ પ્રતિસ્રાતગામી સામા પૂરે ચાલનારા રહ્યા છે. માનવમાં જે સૌથી માટી કમજોરી છે તે લોકેષણાની, તેનું બધું જ કર્તવ્ય લેાક શું ધારશે તે વિચારીને થાય છે. પરંતુ લાકની પરવા કર્યા વિના માત્ર સત્યના જ માર્ગ અનુસરનારા વીરલા જ હાય છે.
ભગવાને વારંવાર કહ્યું છેકે હે પુરુષ, સત્યમાં સ્થિર થા, માર્ગ છે પાપથી વિરત થવાના અને સત્યના આચરણમાં લેકનું અનુસરણ કરવા જતાં બાધા ઉપસ્થિત થાય છે. માટે જેણે મહાવીર બનવું હોય તે લેકને નહિ પણ સત્યને અનુસરે એજ ઉચિત છે. અને તે જ પ્રકારે વીર વર્ધમાન મહાવીરપદને પામ્યા.
પરિષહ સહવા એ તેમના સાધક જીવનનું અંગ હતું. આવી ઘઉં અને સહવા, સમભાવે સહન કરવા એ એક વાત છે પરંતુ સામે ચાલીને પરિષા ઊભા કરવા તે સાવ જુદી વાત છે. ભગવાનના જીવનમાં આ પરાક્રમ આપણે જોઈએ છીએ. પેાતાનાં આંતરની પરીક્ષા - પેતાની સહનશીલતાની પરીક્ષા - સમભાવની પરીક્ષા કરવા તેઓએ સામે ચાલીને પરિષહે સહ્યા છે. પોતાના પરિચિત પ્રદેશમાં તે સગવડો મળી જ રહે, વળી રાજકુમાર હોઈ લોકો તેમનો આદર કરી તેમની સગવડતા સાચવે જ–આવી પૂરી સંભાવના હતી છતાં પણ આ સગવડનો ત્યાગ કરી સાવ અનાર્ય પ્રદેશમાં નાના પ્રકારનાં કષ્ટો આવી પડવાનાં છે એમ સમજીને જ તેઓએ
* ‘ટાઇમ’ના ૪-૯-’૭૨ ના અંકમાં તે ભાષણને જે સાર આવેલા
છે તેના સાર આપવા મેં અહીં પ્રયત્ન કર્યો છે તેની સાભાર નોંધ લઉં છું.
A
૧૪૧
અનાર્ય પ્રદેશમાં વિહાર કરી સાધના કરી છે, અને જ્યારે તે અનાર્ય પ્રદેશનાં કષ્ટોનું વર્ણન વાંચીએ છીએ ત્યારે આજે પણ રૂંવાડાં ખડાં થઈ જાય તેવા તે કષ્ટો હતાં એમ લાગે છે. લાકડીથી માર્યા એ તે ઠીક પણ કૂતરાં પણ તેમના ઉપર છેડવામાં આવ્યાં હતાં. છતાં પણ જાણે કાંઈ જ બન્યું નથી એવું મન બનાવી તેમણે આ સહન કર્યું. જ્યાં માર મારવાની કે કૂતરાં છેડવાની વાત હોય ત્યાં પછી તેમને રહેવાના સ્થાનની કે સમુચિત આહારનીસગવડ તો કયાંથી મળે ? છતાં પણ આત્માના કષાયો દૂર કરવાની આ ઉત્તમ તક સાંપડી છે એમ સમજી તેઓએ તે સમભાવે સહન કર્યું અને વિશુદ્ધ સુવર્ણ જેવા આત્મા બનાવીને પુન: આર્યદેશમાં આવ્યા.
ભ. બુદ્ધ આવી કઠોર યાતનાના માર્ગની નિન્દા કરી છે. પણ જ્યારે શ્રમણ સંપ્રદાયના ઊગમ કઈ પરિસ્થિતિમાં થયો તેના વિચાર કરીએ છીએ ત્યારે શ્રમણ સંપ્રદાયની આ પ્રાથમિક ભૂમિકા આપણને સમજાય છે અને કાળક્રમે તેમાં જે વિવિધ ભૂમિકાઓ ઊભી થઈ છે- જે પ્રકારનાં સમાધાન થયાં છે તે જોતાં ભ.બુદ્ધના મધ્યમ માર્ગ એ તત્કાળે એક સમાધાનના માર્ગ હતો એમ સમજાય છે.
શ્રમણમાર્ગના ઊગમ પરિગ્રહવૃત્તિના સમાજગત દૂષણમાંથી થયા હતા. એટલે તેના વિરોધમાં સમાજથી પોતાને સાવ અળગા, સમાજની દયા ઉપર નહીં નભનારા, પણ સમાજને એ શ્રમણમાર્ગની આવશ્યકતા સમજાય તે આદરપૂર્વક આપે તો જ સેવા સ્વીકારનારા શ્રમણો સમાજને સર્વથા ત્યાગ કરીને ઊભા થયા હતા. તેમની ખુમારી અજબ હતી અને એ ખુમારીને કારણે જ આપણે જોઈએ છીએ કે શ્રમણામાં પ્રાચીનતમ એવા જૈનોમાં ઉદ્દિષ્ટ (શ્રમણ માટે બનેલ) ભાજનનો, નિવાસનો અને એવી કોઈ પણ વસ્ત્રાદિ વસ્તુના એકાન્તિક ત્યાગ હતો અને આ જ ત્યાગ ભ. મહાવીરના સાધક જીવનમાં તેના ઉત્કટ સ્વરૂપમાં જોઈએ છીએ. ભ્રમણાના આવા ઉત્કટ માર્ગના દીર્ઘકાલીન અનુભવે એ સ્પષ્ટ થયું હતું કે ઉદ્દિષ્ટના ત્યાગ એ આત્યંતિક વૈરાગ્યવાળી વ્યકિતને માટે જ સંભવ હતો. પણ જયાં શ્રમણાના સંઘો થાય ત્યાં બધા જામણા કાંઈ સરખી કોટીના હોતા નથી એટલે વ્યવહારમાં વેંચના કરવી પડે છે. આ પરિસ્થિતિનો સામનો ભ. બુદ્ધ કર્યો અને એ ઉત્કટ નિયમને હળવા કરવાનું ઉચિત માન્યું. ભ. બુદ્ધની વ્યાવહારિકતા પ્રસિદ્ધ છે. અને જૈન સંઘને પણ કાળક્રમે બુદ્ધની વ્યાવહારિકતાને માર્ગે આવવું પડયું છેતે હકીકત છે, જે નિયમા હતા તેના અનેક અપવાદો કરવા પડયા અને અંતે એ અપવાદો જ નિયમ બની ગયા. આમાં બુદ્ધની વ્યાવહારિકતાનો જ વિજય છે અથવા તે! કહે કે સામાજિક પરિસ્થિતિના પ્રાબલ્યનો જ વિજય છે. જિનકલ્પ માન્યા છતાં આ કાળે સ્થવિકલ્પ જ ચાલી શકે તે દીર્ઘકાળે જન સંઘને સમજાણું અને જિનકલ્પ એ માત્ર પેથીની વસ્તુ બની ગયો. એટલે ભગવાન મહાવીરની જે કઠોર ચર્યા હતી તે તેમના પૂરતી હતી અને પછી પણ થોડો કાળ મરજીવાઓએ તે સ્વીકારી પણ સંઘમાં તે કાળક્રમે લુપ્ત થઈ. દિગંબર સંપ્રદાયમાં પણ ભટ્ટારક સંપ્રદાયના ઉદય. આ અનુમાનને પુષ્ટ કરે જ છે.
મારવિજ્ય માત્ર પ્રતિકૂળ કટો સહન કરવામાં જ છે. એમ માની લેવું તે ભૂલભરેલું છે. પ્રતિક ળમાં તે માણસ પરાક્રમ બતાવવાની ભાવનાથી ઊંચા ઊઠી શકે છે, પણ જ્યાં અનુકૂળ પરિસ્થિતિ હોય-અનુકળ સામગ્રી હાય-ત્યાં તે સહેજે લપટાઈ જવાનો પૂરો સંભવ છે. એટલે અનુકૂળ પરિસ્થિતિ ઉપર વિજય મેળવવા તે સહેલું નથી. કારણ ત્યાં પૂરી સમજને કામમાં લાવવી પડે છે અને પછી આંતરિક પરાક્રમ દેખાડવું પડે છે. ત્યાં શારીરિક પરાક્રમને અવકાશ પણ નથી. આથી માત્ર આર્યપ્રદેશમાંથી દૂર જઇ, જુદી જ પરિસ્થિતિમાં કો સહન કરી આત્માને તપાવવા એએક વાત છે, પણ અનુકૂળ પરિસ્થિતિની વચ્ચે રહી આત્માને તપાવવાનું કામ ઘણું અઘરું' છે અને તેમાં પણ ભગવાને પોતાનું વીર્યપરાક્રમ પૂરતા પ્રમાણમાં દેખાડયું જ છે. ધ્યાનમાં ઊભા હોય અને અનેક પ્રકારનાં આકર્ષણા ઊભાં કરવામાં આવ્યા છતાં તેઓ ચિલત થયા નથી અને એમ અનુકૂળ પરિસ્થિતિ ઉપર પણ વિજ્યી નીવડયા છે, અને એ રીતે મારવિય પૂરી રીતે કર્યો છે.
આના પરિણામે તેઓ વીતરાગ બન્યા, આત્મજ્ઞાની બન્યા, સર્વજ્ઞ બન્યા અને છેવટે તીર્થંકર પદ પામ્યા. અને લોકોના ઉદ્ધાર માટે, લોકોના કલ્યાણ માટે ઉપદેશ આપ્યા. તેના સંગ્રહ જૈન આગમામાં મળી આવે છે. તેમાંથી હવે થ્રેડો નમૂનો લઇએ.
ભગવાન મહાવીરે પાંચ મહાવ્રતની પ્રરૂપણા કરી એ સર્વ વિદિત છે, અને પાંચ મહાવ્રતમાં અહિંસાવ્રત જે પ્રધાન છે તે