________________
૧૪૦
પ્રભુ જીવન
ભગવાન મહાવીરના જીવનસ દેશ
✩
✩
[ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં શ્રી દલસુખ માલવણિયાએ “ભગવાન મહાવીરના જીવનસંદેશ” એ વિષય ઉપર આપેલું વ્યાખ્યાન અહીં પ્રગટ કરવામાં આવ્યું છે.- તંત્રી]
ઈ. ૧૯૭૪ માં ભગવાન મહાવીરના નિર્વાણને ૨૫૦૦ વર્ષ પૂરાં થતાં હાઇ વિશ્વવ્યાપી નિર્વાણાન્સવ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલે ભગવાન મહાવીરના સંદેશ શે। હતા એ વિચારવું પ્રાપ્ત છે. જેમ મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે મારું જીવન એ જ મારો સંદેશ છે તેમ ભગવાન મહાવીરનું જીવન જ તેમના સાચા સંદેશ છે. આમ કહેવું એટલા માટે પ્રાપ્ત છેકે તેમના નામે જે આગમા ચડેલા છે તેમાંનું બધું જ તેમણે કહ્યું હોય તેમ પ્રમાણિત થતું નથી. એટલે એમના જીવનને જ સંદેશ માની ચાલવું વધારે સંગત છે. પણ ત્યાં પણ વિચારનું પ્રાપ્ત થાય છે કે તેમનું કર્યું જીવન તેમના સંદેશ આપે છે? ભગવાન મહાવીર પછીના કાળે ભગવાન મહાવીરના જીવન વિષે જે કાંઇ લખાયું છે તે કાળક્રમે લખાયું છે અને તેથી જ તેમાં જૂના - નવા ના વિવેક કરવા જરૂરી છે.
સામાન્ય રીતે જે અનેક ચૅરિત્રા લખાયાં છે તેને વિચાર કરીએ તે તેમાં ત્રણ સેાપાનો સ્પષ્ટ જણાઇ આવે છે. સૌથી પ્રાચીન તેમનુ જે જીવનચરિત્ર મળે છે તેમાં માત્ર આંખ્યેદેખ્યો અહેવાલ હાય તેવું તેમની સાધનાનું જ ચિત્ર આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. તેમના નિકટના સાથીએ નહિ પણ જેમણે ભગવાનની જીવનચર્યા સાક્ષાત્ જોઇ હોય તેમના પાસેથી સાંભળીને કોઇ શ્રેતાએ એ જીવનચર્યા વર્ણવી છે. આમાં તે માત્ર નાયપુત્ત્ત, શ્રમણ ભગવાન, કે મહાવીર એવાં નામે સિવાય તેમના વ્યકિતગત સંબંધોની કોઇ માહિતી મળતી નથી. પણ તેમને વારંવાર માહણ—બ્રાહ્મણ કહેવામાં આવ્યા છે, તે અવશ્ય સૂચક છે. પ્રથમ કહ્યા પ્રમાણે આમાં તે ગૃહત્યાગ કર્યા પછીનું તેમની સાધનાનું ચિત્ર છે. ગૃહસ્થકાળ કે પછીના ઉપદેશકપણા વિષે કશી માહિતી મળતી નથી. આ આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં છે.
બીજું જે ચરિત્ર મળે છે તે અન્ય તીર્થંકો સાથેના સંબંધ વિનાનું માત્ર તેમનું એકલાનું જ. તેમાં તેમની ગૃહસ્થ, સાધક અને તીર્થંકર એ ત્રણે બાબતાનો સમાવેશ છે પણ તેમાં પણ જે હકીકતા આપવામાં આવી છે તેથી જીવનનું એક ખા′ મળી રહે છે, પણ જીવનની અનેક ઘટનાઓ વિષે કશી જ માહિતી મળતી નથી. તેઓ દેવલાકમાંથી આવ્યા, જન્મ્યા, પરણ્યા, દીક્ષા લીધી, સાધનામાં કષ્ટો ઉઠાવ્યાં અને કેવળી બની તીર્થંકર બન્યા – આવી સામાન્ય હકીકતા રંગ પૂર્યા વિનાની મળી આવેછે. આ આચારાંગના બીજા શ્રુતસ્કંધમાં મળે છે.
ત્રીજું જે ચરિત્ર મળે છે તેમાં ચાવીસ તીર્થંકરમાંના તેઓ એક છે અને છેલ્લા છે એપ તીર્થંકરોની હારમાળાના એક મણિરૂપે તેમનું ચરિત્ર આપવામાં આવ્યું છે. આમાં પણ જીવન વિષે બીજું કાંઈ વધારે આપવામાં આવ્યું નથી, માત્ર સંદર્ભ બદલાયો છે. આ કલ્પસૂત્રમાં છે.
આ ત્રણે સેાપાને શ્વેતામ્બરસંમત આગામાં ભગવાન મહાવીરના રિત્ર વિષે સધાયાં છે. તેમાં અંતિમ બેમાં ભગવાન મહાવીરની લૌકિકતાને ખંડિત કરી અલૌકિકતા તરફ પ્રયાણ સ્પષ્ટ છે, એટલે કે જીનમાં દેવોની ઉપસ્થિતિ અનેક વાર વર્ણવવામાં આવી છે અને જન્મથી જ અવધિજ્ઞાન હોવાનું જણાવાયું છે, અનેં એવી બીજી અનેક બાબતા છે કે જે તેમના જીવનને અલૌકિકતા તરફ ઘસડી જાય છે.
તા ૧૬-૧૦-૭૨
ગમિક આ ત્રણ સેપાના સર થયા પછી ટીકાકારોએ તે જીવનમાં રંગ પૂર્યો છે અને તે પૂરવામાં વિવેકના સદંતર ત્યાગ કર્યો છે તેમ કહ્યા વિના ચાલતું નથી, આ કડવી ટીકા નિર્મૂલ નથી. ભગવાનની સાધનાનું જે ચિત્ર આચારાંગગત પ્રથમ ભૂમિકામાં સ્પષ્ટ થાય છે તેથી ઊલટું જ ચિત્રટીકાથી ઊપસી આવે છે. ભગાને જે કાંઈ સહ્યું તે પોતાની પ્રતિજ્ઞાને કારણે સહ્યું અને આત્મબળથી સહ્યું તેમાં અન્યની સહાય કદી વાંછી નહિ, એવું ચિત્ર પ્રથમ સેાપાનમાં છે. જ્યારે ટીકામાં તેમની સાધનાના કાળમાં જમાં પણ કાંઈ કષ્ટ આવે ત્યાં તેથી તેમને ઉગારવાના પ્રયત્ન દેવા અનેં અન્ય દ્વારા થયેલ છે તેમ વર્ણવવામાં આવ્યું છે. આ તદ્દન અજુગતું છે અને તેથી કાંઈ ભગવાનના કસહનની વિશેષતા
પ્રગટ થતી નથી અને તેથી જ ટીકાકારોનું સાધનાકાળનું વર્ણન વિવેક હીન ઠરે છે.
દિગંબર સંપ્રદાયમાં ભ. મહાવીરચરિત બહુ મેોડું લખાયું છે અનેં લાયા પછી તેમાં એકરૂપતા રહી છે, એટલે એ વિષે કાંઈ જુદી ટીકા કરવી અહીં પ્રસ્તુત નથી; તે એટલા માટે કે તે ચરિત્ર ઉકત ત્રણે ભૂમિકાઓમાંથી ત્રીજી ભૂમિકાની નજીક બેસે છે અને તેમાં વિકાસ સૂચવે છે.
આટલું જાણ્યા પછી ભ. મહાવીરના સંદેશ અને તે પણ તેમનું જીવન જ જો સંદેશ હાય તે! આપણી પાસે એકમાત્ર પ્રાાકિ સાધન આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધ રહે છે. આ ઉપરાંત તેમના ઉપદેશનો સંગ્રહ જે આગમામાં સંગ્રહીત થયેલ છે તેમાંથી સૂત્રકૃતાંગ જેવા પ્રાચીન આગમે જ આપણે આધાર બની શકે તેમ છે. જો આપણે નિર્ભેળ સત્ય જાણવું હાય તો આ સિવાય બીજો માર્ગ આપણી પાસે નથી. તેથી અહીં મુખ્યત્વે એને આધારે જ ભ. મહાવીરના સંદેશની વાત કરવી છે.
એક વાકયમાં કહેવું હાય તે! ભગવાન મહાવીરને સંદેશ, ત્યાગ અને દીર્ઘ તપસ્યાનો છે. તેના મૂળમાં સર્વ જીવ પ્રત્યે સમભાવ છે અને સમભાવમાંથી જ અહિંસા અને અનેકાંતની જન્મ થાય છે.
રાજપુત્ર હાવા છતાં ભરયુવાનીમાં કુટુંબના ત્યાગ કરીને ત્યાગી થયા અને તપસ્યાના માર્ગ સ્વીકાર્યો. એક જ વસ્ત્ર ખભે રાખ્યું હતું અને તે પણ શરીર ઢાંકવા માટે નહિ પણ પર પરાના પાલન અર્થ, તેથી વરસ્તુત: તેઓ નગ્ન જ હતા અને વસ્ત્ર પણ તેર માસ પછી છેાડી અચેલક - નિર્વસ્ત્ર બની ગયા. આ એક વર્ષની વાત પણ કદાચ શ્વેતાંબરોએ વજ્રપરંપરાના સમર્થનમાં ઉપજવી કાઢી હોય, છતાં પણ ભ. મહાવીર દીક્ષા લઈ નગ્ન થઈ ગયા હતા એ હકીકતનું સમર્થન તે તેમાં છે જ – એટલી પ્રામાણિકતા શાસ્ત્રકાર સાચવી શકયા છે તે તરફ આપણું ધ્યાન જવું જોઇએ.
આ સામાન્ય વચ્ચે કાળક્રમે દેવદૃષ્ય નામ પામ્યું અને તે પણ તેમને ઇન્દ્ર આપ્યું હતું. આવી કલ્પનાના ઘોડા દોડાવવામાં આવ્યા છે છતાં પણ તેમાં પણ એક હકીકત તે સ્પષ્ટ થાય જ છે કે લાખ સામૈયા જેટલી કિંમતનું એ વચ્ચે પણ ભગવાનના મનને બાંધી શકયું નથી, તેમાં આસકત કરી શકયું નથી. આ કાંઇ સામાન્ય ત્યાગના નમૂના નથી પણ અદ્ભુત ત્યાગ તેમાંથી
દેખાઇ આવે છે.
ભગવાનના ત્યાગ સામાન્ય ન હતા. અને તેથી જ તેમને અનેક કષ્ટ સહન કરવાં પડયાં છે અને તે જ તેમની તપસ્યાની પારાશીશી છે. ભગવાનની તપસ્યાનું નામ આપવામાં આવ્યું છે ઉપધાન અને ભગવાનને દીર્ઘતપસ્વી, આજે આપણા સમાજમાં ઉપધાનનેં નામે જે લખલૂટ ખર્ચ થઈ રહ્યો છે તે જોઈએ તે અને તેને અંતે ઉપધાનમાં સામેલ થનારના મનના પરિવર્તનન વિચાર કરીએ તે જાશે કે ભગવાનના ઉપધાનની આ કેવળ હાંસી જ છે. આપણે ભગવાન મહાવીરના ઉપધાનને સાચી રીતે સમજ્યા જ નથી, માત્ર આપણા પૈસાનું પ્રદર્શન કરીએ છીએ અનેં બહુજન સમાજમાં એવી છાપ ઊભી કરીએ છીએ કે જૈન પાસે સમૃદ્ધિનો ભંડાર ભર્યો છે અને તેથી તેમની ઈર્ષ્યાના પાત્ર પણ બનીએ છીએ.
ભગવાને રહેવાનું સ્થાન, પહેરવાનાં કપડાં અને ખાવાનું ભાજન એ બધી બાબતમાં નિરપેક્ષતા સ્વીકારી હતી. એટલે જ તેઓ પ્રતિબદ્ધ વિહારી બની શકયા હતા અનેં કર્યાંય બંધાયા ન હતા.
ભગવાને ઉદ્દિષ્ટ આહારનો ત્યાગ કર્યો હતા અને ભિક્ષાના સમયે પણ અનેક પ્રકારના અભિગ્રહો મનમાં ધારતા હતા - પરિણામે તેમને અનેક દિવસ સુધી આહાર મળતો જ નહિ અને ઉપવાસ કરવા પડતા. આ તેમની સ્વયં સ્વીકારેલી તપસ્યા હતી અને તેમાં જ પેાતાની પરીક્ષા તેઓ માનતા, તપસ્યામાં આહાર ન મળ્યો એટલે એ બાહ્ય તપસ્યા તે થઈ પણ એથી તેમની તપસ્યા પૂરી થતી નહિ પણ એ તે વાસ્તવિક આંતરિક તપસ્યાની માત્ર
6