________________
તા. ૧૬-૧૦-૭૨ ?
પ્રબુદ્ધ જીવન
૧૩૯
હોય છે. એવાં તંત્રમાં, જેમની પાસે કેળવણીની સાચી દષ્ટિ ન હોય એવા કાર્યકર્તાઓ કે ગામના આગેવાને પણ પોતાનું ધાર્યું કરાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. એ વહીવટી તંત્રએ પણ જવાબદારી- પૂર્વક પિતાનું કાર્ય કરવાની જરૂર છે એ એમણે સમજાવ્યું હતું. એમણે શિક્ષણના ક્ષેત્રમાં, કોલેજ - યુનિવર્સિટીની કક્ષાએ શિક્ષકોની જવાબદારી વિશે બોલતાં, ગુજરાત રાજયે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનની પગારની ભલામણો સ્વીકારી હતી તેની વાત કરતાં જણાવ્યું હતું કે શિક્ષકોએ પણ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની ભલામણ અનુસાર વધુ કલાક કામ કરવું જોઈએ. તે દિવસે સમય ન રહ્યો હોવાથી, બીજે દિવસે રાજયપાલશ્રીના વ્યાખ્યાન વિશે નિર્દેશ કરતાં મેં જણાવ્યું હતું કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની બીજી પણ ઘણી ભલામણ છે, જેને યુનિવર્સિટીઓએ અમલ કર્યો નથી અને એની ઊંચા પગારની ભલામણને લાભ માત્ર ૨૫ ટકા જેટલા અધ્યાપકોને આટલાં વર્ષે થયું છે, જે વર્તમાન જીવનધોરણના પ્રમાણમાં ન થયા જે જ બન્યો છે. અને બાકીના ૭૫ ટકા અધ્યાપકો તે ત્યાંના ત્યાં જ છે અને તેથી સારા માણસો કેળવણીના ક્ષેત્રમાંથી ખસતા જાય છે અને અયોગ્ય માણસે આ ક્ષેત્રમાં વધતા જાય છે.) આમ શ્રી શ્રીમન્નારાયણે યુવાનના અજંપાનું સરસ પૃથક્કરણ કરી બતાવ્યું હતું. એમના વ્યાખ્યાન પછી સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈની વિનતિથી શ્રીમતી મદાલસાબહેને ગુજરાતીમાં બોલતાં અંત:કરણની નિર્મળતા વિશે ગાંધીજીએ એમને લખેલા એક પત્રને ઉલ્લેખ કરી તે પ્રસંગ વર્ણવ્યો હતો અને ગાંધીજીના પત્રનું હાર્દ સમજાવ્યું હતું.
શનિવાર તા. ૯મી સપ્ટેમ્બરે પંડિત ઈન્દ્રવન્દ્ર શાસ્ત્રીનું “અનેકાંતવાદ” ઉપર પ્રથમ વ્યાખ્યાન હતું, પરંતુ એક યા અન્ય કારણસર પંડિત ઈન્દચન્દ્ર શાસ્ત્રી પધાર્યા ન હતા. એટલે પંદર મિનિટ તેમની રાહ જોયા પછી સંધના મંત્રીની સૂચનાથી “અનેકાંતવાદ” ઉપર મારે વ્યાખ્યાન આપવાનું થયું હતું. અનેકાંતવાદ એ જૈન ધર્મનું તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં કેવું મહત્ત્વનું અર્પણ છે તે બતાવી કેટલાંક ઉદાહરણા સાથે અનેકાંતવાદનું સ્વરૂપ સમજાવ્યું હતું. અનેકાંતવાદ માટે ભગવાન મહાવીરે જે કેટલીક શરતો મૂકી છે (જેમ કે સત્યની • પ્રતિષ્ઠા, વેર કે દ્વેષને અભાવ, તાટશ્ય, તથા બીજાના મનને
ન્યાય આપવાની ઉદારતા ઈત્યાદિ તેને ખ્યાલ આપ્યો હતો અને અનેકાંતવાદ એ જીવનમાં ખરેખર ઉતારવાને સિદ્ધાંત છે, જેથી ઐહિક દષ્ટિએ પણ જીવનમાંથી રાંઘર્ષ અને વિષમતા દૂર થાય અને પારલૌકિક દષ્ટિએ આત્માનું હિત સધાય.
એ દિવસે બીજું વ્યાખ્યાન ખાદી કમિશનના પ્રમુખ શ્રી જી. રામચંદ્રન નું હતું. તેમને વિષય હતું, “ગાંધીજીની ઈશ્વર વિશે માન્યતા.” અંગ્રેજીમાં વ્યાખ્યાન આપતાં એમણે ગાંધીજીના
જીવનમાંથી જુદા જુદા પ્રસંગે ટાંકીને ગાંધીજીની ઈશ્વર વિશેની માન્યતા સ્પષ્ટ કરી બતાવી હતી. એમણે સચોટતાથી બતાવ્યું હતું કે અસ્પૃશ્યતાને પ્રશ્ન ગાંધીજીને મન કેટલું મહત્ત્વનો પ્રશ્ન હતો. તેમણે એ પણ બતાવ્યું હતું કે સાચે ધર્મ આપણા લોકોના જીવનમાં કેટલે ઓછા ઊતર્યો છે, જયારે ગાંધીજીએ પિતાના જીવનમાં ધર્મને ઉતારવા કેટલો મોટો પુરુષાર્થ કર્યો હતે.
રવિવાર તા. ૧૦મી સપ્ટેમ્બરે છે. ઉષાબહેન મહેતાનું વ્યાખ્યાન હતું. તેમને વિષય હતું, “શ્રી અરવિંદની જીવનસાધના”. એમણે શ્રી અરવિંદના જીવનની રૂપરેખા આપી હતી અને શ્રી અરવિંદના જીવનમાં કયા પ્રસંગોએ ક્રાંતિકારી ફેરફાર કર્યા હતા તેને ખ્યાલ આપ્યું હતું. એમણે શ્રી અરવિંદના દાર્શનિક વિચારની વિગતે છણાવટ કરી હતી. સાત્ત્વિક, રાજસી અને તામસી અહંકારનું સ્વરૂપ રૂપક દ્વારા એમણે સમજાવ્યું હતું અને શ્રી અરવિંદની જ્ઞાન, પ્રેમ અને ભકિત સહિતની યોગની સાધનાનું મહત્ત્વ દર્શાવ્યું હતું.
એ દિવસે ત્યાર પછી શ્રી પુરુષોત્તમ પલેટાજીનો ભકિત- સંગીતને કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. શ્રી જલોટાજીએ એક કલાકથી વધુ સમય સુધી પોતાના કંઠમાધુર્ય અને ભકિતના ઉલ્લાસથી શ્રોતાઓને સંગીતમાં તરબોળ કરી દીધા હતા. સંગીતને પ્રભાવ લેકમાનસ પર કેટલે મેટે પડી શકે છે તેની પ્રતીતિ શ્રી જાલોરાજીએ પોતાના ભકિતસંગીતના આ કાર્યક્રમથી કરાવી હતી.
સોમવાર તા. ૧૧મી સપ્ટેમ્બરે પહેલું વ્યાખ્યાન આચાર્ય શ્રી યશવંત શુકલનું “યુવકમાનસ” એ વિષય પર હતું. એમણે યુવકમાનસનું પૃથક્કરણ વિશદતાથી અને સચોટતાથી કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે સમાજમાં યુવાનો અને પ્રૌઢ વરચે એક પ્રકારને ગેરસમજને વ્યવહાર હમેશાં ચાલ્યા કરતા હોય છે.
અને એમાં યુવાને હમેશાં ગેરસમજને વધુ ભેગ બને છે - એટલા માટે યુવાનોને હમેશાં સમજવાની જરૂર છે. યુવાની, ટીકા કરવા કરતાં તેમનામાં વધુ રસ લેવાની જરૂર છે. યુવાને હમેશાં ભાવનાશીલ અને તેમન્નોવાળા હોય છે તથા શકિતનાં તરવરાટવાળા હોય છે. એથી કેટલીક વાર તેઓને જે સારું કાર્ય કરવા ન મળે તે ખાટું કાર્ય કર્યા વગર તેઓ ન રહે. વર્તમાન સમયમાં યુવાને પાસે યોગ્ય નેતાગીરીને અભાવ છે. વિચાર પ્રમાણે આચરણ ન કરનાર પ્રૌઢાની નેતાગીરીમાં તેમને વિશ્વાસ નથી. પરિણામે એક પ્રકારની શૂન્યતા વરતાય છે. પરિવર્તનની ઝંખનાવાળા યુવાનને સમજવા માટે યુવકમાનસને સમજવાની જરૂર છે અને સમાજ અને કુટુંબમાં શ્રદ્ધા અને વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાની ખાસ જરૂર છે.
એ જ દિવસે બીજું વ્યાખ્યાન ડૉ. ભેગીલાલ સાંડેસરાનું હતું. તેમને વિષય હતો, “આગમવાચના” તેમણે આપણા આગમ સાહિત્યને - તેના પેટા પ્રકાર સહિત - પરિચય કરાવ્યો હતો અને દેવર્ધ્વિ ગણિના સમયમાં વલ્લભીપુરમાં આગમની વાચના તૈયાર થઈ તે તથા ત્યાર પછીના સમયમાં હરિભદ્રસૂરિ, શીલાચાર્ય, અભિયદેવસૂરિ, શાંતિસૂરિ, મલધારી હેમચંદ્ર ઈત્યાદિ મહાન આચાર્યો એ વૃત્તિ, ટીકા વગેરે પ્રકાર દ્વારા આગમ સાહિત્ય કેવું સમૃદ્ધ કર્યું છે તેની ઐતિહાસિક રૂપરેખા આપી હતી. વર્તમાન સમયમાં સાગરાનંદજી મહારાજ તથા પુણ્યવિજયજી મહારાજે એ ક્ષેત્રમાં જે મૂલ્યવાન કાર્ય કર્યું છે તેને પણ તેમણે ખ્યાલ આપ્યો હતો. એમણે પોતાના વકતવ્યમાં જ્ઞાનની આરાધના ઉપર ભાર મૂક્યો હતો અને નિરંતર અને અખંડ જ્ઞાનોપાસના વિના કોઈ પણ સમાજ પ્રગતિ કરી શકે નહિ કે સારી રીતે જીવી શકે નહિ એ સરસ રીતે સમજાવ્યું હતું. * મંગળવાર તા. ૧૨મી સપ્ટેમ્બરે સંવત્સરીના દિવસે પહેલું વ્યાખ્યાન છે. કલ્યાણમલજી લોઢાનું હતું. તેમનો વિષય હતું, જેને દર્શન–તેની મહત્તા અને ઉપયોગિતા.” હિંદી ભાષામાં એમણે આપેલું વ્યાખ્યાન વિદ્વત્તાભર્યું પરંતુ સાધારણ માણસોને પણ રસ પડે એવું પ્રેરક હતું. તેમનું વ્યકતવ્ય પણ સ્પષ્ટ અને અખલિત પ્રવાહબદ્ધ હતું. એમણે સંસ્કૃતિના સ્વરૂપની મીમાંસા કરી, લેકોપગી ધર્મની છણાવટ કરી હતી અને જણાવ્યું હતું કે જૈન ધર્મમાં લોકોપયોગી ધર્મ બનવાની યોગ્યતા રહેલી છે. કારણ કે તે વ્યકિત, શાસ્ત્ર, ચમત્કાર કે કાળ પર અવલંબિત નથી. જૈન ધર્મમાં સનાતન ધર્મની શકયતા રહેલી છે કારણ કે તે લોકવ્યવહારથી પરિપૂર્ણ છે. તેમણે creative responsibility, creative involvement, Blit creative sacrifice ને ખ્યાલ આપી જૈન ધર્મમાં એ કેવી રીતે રહેલાં છે તે બતાવી જેનદર્શનની મહત્તા અને ઉપયોગિતા સમજાવી હતી.
એ દિવસે બીજું વ્યાખ્યાન આપણા સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુ ભાઈનું “શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી” એ વિષય પર હતું. ગાંધીજી જયારે દક્ષિણ આફ્રિકામાં હતા અને ખ્રિસ્તી મિશનરીઓના સંપર્કમાં આવી ખ્રિસ્તી થવાના વિચાર પર આવ્યા હતા એ સમયે પત્રવ્યવહાર દ્વારા તેમની શંકાનું સમાધાન કરી શ્રીમદ્ રાજચંદ્ર ગાંધીજીને હિંદુ ધર્મમાં કેવી રીતે સ્થિર કર્યા હતા તે એમણે સમજાવ્યું હતું અને ગાંધીજીએ પૂછેલા કેટલાક પ્રશ્નો
અને શ્રીમદ્ રાજચંદ્ર તેના આપેલા સંક્ષિપ્ત, સચોટ, માર્મિક અને તત્ત્વજ્ઞાનથી યુકત જવાબ વાંચી સંભળાવ્યા હતા. એમણે શ્રીમદ્ રાજચંદ્રની આધ્યાત્મિક પ્રતિભાને સરસ પરિચય કરાવ્યો હતો અને આ કાળમાં એમના જેવા આધ્યાત્મિક પુરુષ અને સાચા મુમુક્ષુ કોઈ જોવા મળતા નથી તેમ કહીને શ્રીમદ્ રાજચંદ્રને સરસ અંજલિ આપી હતી.
આમ જૈન યુવક સંઘ દ્રારા આયોજિત આ વ્યાખ્યાનમાળા પર્યુષણ પર્વના દિવસેમાં શ્રોતાઓ માટે જ્ઞાનની પરબ સમાન બની હતી. બધા જ વકતાઓએ પોતાના વિષયની પૂરી સજજતા સાથે રજૂઆત કરી હતી અને તે દરેકના વકતવ્યમાં વિચારોની મૌલિકતા, ઊંડાણ અને ચિંતનશીલતા રહેલાં હતાં. શ્રોતાઓએ પણ ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી, એકસરખી શાંતિ અને શિસ્તબદ્ધતાથી વકતાઓને સાંભળ્યા હતા, જેથી કેટલાક વકતાઓ પણ શ્રોતાઓથી પ્રભાવિત થયા હતા. આટલા મોટા પાયા ઉપર આવી સરસ વ્યાખ્યાનમાળા યોજવા બદલ જૈન યુવક સંઘની પણ પ્રતિષ્ઠા વધી હતી. સમાપ્ત
- ડૉ. રમણલાલ ચી. શાહ