________________
'૧૩૮
તા. ૧૬-૧-૧૯૭૨
તેને પરિણામે જાપાન સાથે સારા સંબંધો રાખવા રશિયા વધારે પ્રયત્ન કરશે. આ સંઘર્ષને નિકસને લાભ લીધો તેમ જાપાન પણ લાભ લેવા ઈચ્છા રાખે તે સ્વાભાવિક છે. નેહરુનું સ્વપ્ન હતું કે એશિયાના બે મહાન દેશ નજીક આવે તે પશ્ચિમી સત્તાને એશિથામાંથી અંત આવે એટલું જ નહિ પણ એશિયાના દેશોને દુનિયામાં યોગ્ય સ્થાન અને આદર મળે. તેથી જ ચીન સાથે મૈત્રીભર્યા સંબંધો કેળવવા નેહએ એટલા પ્રયત્નો કર્યા. દુર્ભાગ્યે, કઈ અકળ કારણે ચીને આપણા દેશ સાથે દુશમનાવટ કરી અને હજી ચાલુ છે. ચીન સાથેના સંબંધો સુધારવા આપણે ઈ'તેજાર છીએ, પણ હજી સુધી તેમાં કાંઈ સફળતા મળી નથી અને ચીન તરફથી કોઈ સહાનુભૂતિભર્યું વલણ દેખાતું નથી. ચીનનું અભિમાન એક કારણ છે. એશિયામાં ચીન સિવાય બીજો કોઈ દેશ માટે થાય તે ચીન સાંખતું નથી. ૨૦-૨૨ વ દુનિયાના દેશેથી એકલતા અનુભવી, ખૂબ સહન કર્યું અને પોતાની શકિત કેળવી, જેને પરિણામે અમેરિકા અને જાપાને ચીનની મૈત્રી શોધતાં જવું પડયું. આપણે પણ એવી શકિત કેળવીશું ત્યારે માત્ર ચીને જ નહિ પણ બીજા દેશોએ પણ આપણી ગણના કરવી પડશે. ચીન ખૂબ વાસ્તવવાદી (Pragmatic) છે. અમેરિકા અને જાપાન સાથે, ભૂતકાળ ભૂલી જઈ, સંબંધો સુધાર્યા તેમ અને કદાચ તેવી જ અચાનક રીતે આપણી સાથેના સંબંધો સુધરશે. સંભવ છે, જાપાન તેમાં મદદરૂપ થાય. બંગલા દેશમાં થયેલ આપણા વિજયથી, આપણામાં કાંઈક મેટપ આવી ગઈ છે. મહાસત્તાઓને, ખાસ કરીને અમેરિકાને પડકારવાની કોઈ તક જતી કરતા નથી. અલબત્ત, નિકસનનું વલણ અત્યંત ખાટું અને વેરભર્યું છે, પણ રોષે ભરાઈ તેને વધારે બગાડવું એ રાજનીતિ નથી. ચીન- જાપાનની પલટાયેલી પરિસ્થિતિને આપણે લાભ લઈ શકીએ તો અત્યારે માત્ર રશિયા ઉપર જ આધાર રાખવો પડે છે તેમાંથી બચી જઈએ. બચી ગયા
શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકના અવસાનથી અમદાવાદની લોકસભાની બેઠક ખાલી પડી તે માટે શાસક કોંગ્રેસ તરફથી ભાઈ ઉમાશંકર જોષીની પસંદગી થશે એવી જોરદાર વાત ચાલતી હતી. લગભગ નિશ્ચિત છે અને જાહેરાત થવી જ બાકી છે એમ કહેવાતું. તેને બદલે શ્રી મનુભાઈ પાલખીવાળાની પસંદગી થઈ. ભાઈ ઉમાશંકર બચી ગયા એમ મને લાગે છે. તેમને માટે હું આ ઈષ્ટાપત્તિ માનું છું. તેમણે સંમતિ આપી હતી કે નહિ તે મને ખબર નથી. મારો દઢ મત છે. કે લોકસભાના પર૫ માંથી એક સભ્ય થઈ તેઓ કોઈ જ ઉપયોગી કાર્ય કરી શકત નહિ અને તેમને સમય વ્યર્થ જત. ભાઈ ઉમાશંકર માટે આ કહું છું ત્યારે તેમના પ્રત્યેનો મારો આદર તેનું કારણ છે. તેમની પ્રતિભા અને સર્જકશકિતને રાજકારણના કાદવમાં દુર્વ્યય થાય તે યોગ્ય નથી. જે અમર વારસો ભાઈ ઉમાશંકર આપી શકે તેમ છે તેમને લોકસભાના સભ્ય બનાવી તેમના સાચા કાર્યમાંથી તેમને ખેંચી લેવા અથવા તેમાં ઊણપ લાવવી તે યંગ્ય નથી. તેઓ અત્યારે રાજસભાના રાષ્ટ્રપતિનિયુકત સભ્ય છે. તે એક ગૌરવ અર્પવા થયેલ નિમણૂક છે. રાજસભામાં હાજરી આપવી એટલું જરૂરી નથી. લોકસભાના સભ્ય કામમાં પૂરતો સમય આપવો જોઈએ અને પોતાના મતદાર વિભાગ સાથે ગાઢ સંપર્ક રાખવું જોઈએ. આવું કામ જેને કરવું હોય તે કરે, જો કે વર્તમાન રાજકારણમાં આવા કામની ઉપયોગિતા પણ ઘણી ઓછી થઈ છે. રચનાત્મક કાર્યકરે અને રાજકારણ વિશે ગયા અંકમાં મેં કહ્યું છે તે ઘણા અંશે સાહિત્યકારો અને કલાકારોને પણ લાગુ પડે છે. શ્રી પૂનમચંદભાઈ કમાણી
શ્રી પૂનમચંદભાઈ કમાણીના અચાનક અવસાનથી તેમના વિશાળ મિત્ર- સમુદાયને ઊંડો આઘાત થયો. તેમની ઉમ્મર (૫૫) પ્રમાણમાં નાની કહેવાય. પૂનમચંદભાઈના પરિચયમાં આવનાર દરેક વ્યકિત તેમના વિરલ વ્યકિતત્વથી પ્રભાવિત થતી. તેમનું મુકત હાસ્ય, સહૃદયતા, વિવેક અને નમ્રતા દરેકને તેમના પ્રત્યે આદર અને સદ્ભાવ પેરતા.
નાની વયે તેમના પિતાશ્રી રામજીભાઈ સાથે ધંધામાં જોડાયા. ટૂંક સમયમાં પોતાની કુનેહ અને મિલનસાર સ્વભાવથી ધંધામાં સંકળ થતા ગયા. રામજીભાઈને દેશપ્રેમ પુનમચંદભાઈમાં પણ હતો અને ઉદ્યોગે મારફત દેશની તેમણે ઘણી સેવા કરી. ૧૯૫૭ પછી તેમના ઉદ્યોગોને બહોળો વિકાસ થયો અને નિકાસ વ્યાપાર, ખાસ કરી ઈલેકિટ્રક ટાવર્સને, દુનિયાભરમાં વધાર્યો. કમાણી
હાઉસના વડા તરીકે મોટા ઉદ્યોગ સંકુલના ( Industrial Complex ) સંચાલનમાં વ્યાવહારિક અને કુશાગ્ર બુદ્ધિથી સતત વિકાસ થતો રહ્યો. બધા સાથે સારા સંબંધ રાખવા એ તેમના સ્વભાવમાં હતું.
રામજીભાઈએ ગરીબાઈ અનુભવેલી. રામજીભાઈ અને તેમનાં પત્ની જડાવબેન, બન્નેમાં ધાર્મિક વૃત્તિ અને માનવતા સભર હતી. પુનમચંદભાઈને આ વારસે મળ્યો હતો. લાખ રૂપિયાનાં દાન તેમણે કર્યા છે. કોઈ સારા કામમાં ના નહિ. તણાઈને પણ બને તેટલું કરી છૂટે. કમાણી કુટુમ્બ સાથે મારે લાંબો પરિચય રહ્યો છે તેને મારું હું સદ્ભાગ્ય લેખું છું. રામજીભાઈના બીજા બે ભાઈએ શ્રી નરભેરામભાઈ અને શ્રી ગિરધરભાઈ પણ એવા જ ધાર્મિક વૃત્તિના અને ઉદાર, સમાજસેવા કમાણી કુટુમ્બના લોહીમાં છે. ગાંધીજી સાથેના ગાઢ પરિચયે રામજીભાઈ, ગાંધીજીના રચનાત્મક કાર્યોમાં ખૂબ ઓતપ્રેત થયેલા. ખાદી, ગ્રામોદ્યોગ, ખેતીવાડી, હરિજનસેવા બધાં કાર્યોમાં સૌરાષ્ટ્રમાં રામજીભાઈ અગ્રસ્થાને હતા.
છેલ્લાં ત્રણચાર વર્ષથી સાંઈબાબાના પરિચયે પૂનમચંદભાઈનો જીવનપ્રવાહ બદલાયો હતો. આધ્યાત્મ તરફ વૃત્તિઓ વળી હતી. ધંધામાંથી નિવૃત્તિ લેવાની ઈચ્છા રાખતા હતા. હૃદય રોગને કારણે તબિયત પણ અસ્વસ્થ હતી. છેલ્લાં પાંચ અઠવાડિયાંથી ઓફિસે આવતા ન હતા. છેવટ પોતે જ નિર્ણય કર્યો કે હવે સર્વથા નિવૃત્તિ લેવી અને તેમના નાના ભાઈ રસિકભાઈને ઉત્તરાધિકારી તરીકે નિયુકત કરવા. કેટલાક દિવસ પહેલાં અંગત સંબંધીઓને કહ્યું હતું કે ૧૨મી ઓકટોબરે પોતે નિવૃત્ત થઈ બેંગલોર જવા ઈચ્છે છે. તે મુજબ ૧૨મી ઓકટોબરે ઓફિસે આવ્યા. મુખ્ય અધિકારીઓ, તેમના બધા ભાઈઓ, તેમના પુત્રો બધાને ભેગા કર્યા. તેમનાં પત્ની સુમિત્રાબહેન પણ સાથે હતા. પોતે જાહેર કર્યું કે ધંધામાંથી તેઓ નિવૃત્ત થાય છે અને રસિકભાઈને સહકાર આપવા બધાને ભલામણ કરી. ૧૦-૧૨ મિનિટ બેલ્યા હશે ત્યાં અચાનક હૃદયરોગનો હુમલો થયે. બેસી ગયા અને ઢળી પડયા. પ્રાણપંખેરું ઊડી ગયું. જાણે બધાંની વિદાય લેવા આવ્યો હોય. સાંસારિક બોજો ઉતારી નાખ્યો અને જાણે આ સંસારમાં રહેવાનું વિશેષ પ્રયોજન ન હોય તેમ ચિરવિદાય લીધી.
ખરી રીતે આ ધન્ય મૃત્યુ છે. ' પૂનમરાંદભાઈ સાથેના ૧૫ વર્ષના મારા ગાઢ પરિચય
એમ કહું કે તેમના જેવી સૌજન્યમૂર્તિ બહુ ઓછી વ્યકિતઓ મેં જોઈ છે. તેઓ અજાતશત્રુ હતા. તેમનું નિખાલસ અંતર તેમના સદા કરતા હાસ્યમાં પ્રતિબિંબ પાડતું. ઘણો બેજો માથે હતો છતાં ચિન્તાથી ઘેરાયેલા મેં તેમને કોઈ દિવસ જોયા નથી. સુમિત્રાબહેનને તેમને ખૂબ સાથ અને સહકાર હતે. સુખી યુગલ હતું. - મુંબઈ જૈન યુવક સંઘ સાથે પૂનમચંદભાઈનો સંબંધ લાંબા સમયન અને સારો હતો. વ્યાખ્યાનમાળામાં પતિ-પત્ની બંને હાજરી આપતાં. આર્થિક સહાયમાં કોઈ દિવસ સંકોચ ન રાખતા. છેવટ છેડા સમય પહેલાં પરમાનંદભાઈ સ્મારક નિધિના ટ્રસ્ટી થવા મેં તેમને વિનંતિ કરી. કોઈ નવી જવાબદારી સ્વીકારતા ન હતા, છતાં મારી આ વિનતિ સ્વીકારી. તેમના અવસાનથી આપણે સૌ દરિદ્ર થયા છીએ. તેમને, હું માનું છું, તેમણે ઈચ્છયું હશે તેવું મૃત્યુ મળ્યુંરામાધિમરણ હતું. આવા આત્માને ચિરશાંતિ જ હોય. આપણને સૌને કમાણી કુટુમ્બને, સમાજને, દેશને ખોટ પડી તેને શેક જરૂર છે, પણ પૂનમચંદભાઈએ તો પોતાનું જીવન બધી રીતે કૃતાર્થ અને ધન્ય કર્યું . ૧૪-૧૦-૭૨.
ચીમનલાલ ચકુ ભાઈ - પર્યુષણ વ્યાખ્યાનમાળા
(ગતાંકથી ચાલુ). શુક્રવાર તા. ૮મી સપ્ટેમ્બરે બીજું વ્યાખ્યાન હતું ગુજરાતના રાજયપાલ શ્રી શ્રીમનારાયણનું. એમનો વિષય હતો, “યુવાનોને અજંપે અને તેનાં કારણે.” હિંદી ભાષામાં એમણે આપેલા વ્યાખ્યાનમાં યુવાનના અજંપાના વિષયમાં મુખ્યત્વે શિક્ષણક્ષેત્રમાં જે મહત્ત્વના ફેરફારો કરવાની જરૂર છે તેના ઉપર સવિશેષ ભાર મુકાયો હતો. એમણે શિક્ષણની પદ્ધતિ હવે જૂની થઈ છે અને તેને નવા સંદર્ભમાં નવું સ્વરૂપ આપવાની જરૂર છે, એ યોગ્ય રીતે ભારપૂર્વક સમજાવ્યું હતું. તદુપરાંત શિક્ષકોની જવાબદારી અને માબાપની જવાબદારી વિશે એમણે ચર્ચા કરી હતી. કેળવણીની સંસ્થાઓમાં એનાં વહીવટીતંત્ર – Managementsપણ ઘણીવાર આડે આવતાં હોય છે અથવા ગેરરીતિઓ અપનાવતાં