________________
૧૩૬
બુદ્ધ જીવન
તા. ૧૬-૧૦-૭૨
!
priorities in production are adhered to but the system of distribution is regulated as not to lead to profiteering or hoarding to the detriment of society at large.
બધા શબ્દો સારા છે. “Patriotic way for the national aims"; " not to lead to profiteering or hoarding to the detriment of society. તેને અર્થ અને અમલ થશે?
શ્રી કૃષ્ણકાન્તને એક બીજો સુધારો શ્રી ધરે સ્વીકાર્યો છે તેથી પણ વધારે સૂચક છે. તે આ પ્રમાણે છે:
In the distribution of essential commodities through fair price shops, the congress should act as a catalyst by the formation of committees to insure that dangers of black market are eliminated and that commodities reach the weaker and deserving sections of society.
કોઈ રાજકીય પક્ષે વહીવટી તંત્રમાં દખલગીરી ન કરવી તે પાયાને સિદ્ધાંત છે. આ પ્રસ્તાવથી કોંગ્રેસ કમિટીએ સરકારી તંત્રની ચેકીદાર બનશે, Red guards કે cosmosols ની પેઠે? કે માત્ર મદદરૂપ થશે?
શ્રી ધર લાંબો સમય રશિયામાં રહ્યા છે. તેમના અનુભવને લાભ આ દેશને મળશે એમ લાગે છે.
શ્રીમતી ઈન્દિરા ગાંધીએ બને અર્થમાં લેવાય તેવાં પ્રવચનો કર્યા. કોઈ dogmas થી પિતે બંધાયેલ નથી. જરૂર પડશે તો ઔદ્યોગિક નીતિમાં ગમે તે ફેરફાર કરવા પોતે તૈયાર છે. દેશમાં હવે એક નવો રાગ (New Era) શરૂ થાય છે. આર્થિક મુસીબતો ટૂંક સમયમાં દૂર થશે. પોતે આપેલ બધાં વચન પાળ્યાં છે. ડાબેરી, જમણેરી બધા ટીકાકારોને પડકારીને કહયું કે પિતાને પ્રજાને પૂરત સાથ-સહકાર અને પીઠબળ છે. અમીરી હઠાવ સૂત્રથી ગરીબી હઠવાની નથી. ઉત્પાદન વધારવા મજુરોને અપીલ કરી. સરકારી તંત્ર પૂરું કાર્યક્ષમ છે તેની ખાતરી આપી. કોઈ પણ રાજકીય નેતા માટે આવા આત્મવિશ્વાસ અનિવાર્ય છે.
શબ્દોની ઈન્દ્રજાળને છોડી વાસ્તવિકતા જોઈએ તે દેશ સમક્ષ ગંભીર આર્થિક સમસ્યાઓ અને કટોકટી છે. આ બધી પરિસ્થિતિ માટે વર્તમાન સરકાર જ જવાબદાર છે તેમ પણ નથી. કેટલાક બાહ્ય સંજોગ, પાકિસ્તાન સાથેનું યુદ્ધ, ચોમાસાની નિષ્ફળતા, કેટલીક વિદેશી સત્તાઓનું વિરોધી વલણ, - પ્રતિકૂળ રહ્યાં છે. કોઈ ચમત્કારિક ઉપાયો નથી કે ટૂંક સમયમાં આ મુસીબત દૂર થાય. ફગાવો કે મોંઘવારી આપણા દેશમાં જ છે તેમ નથી. બ્રિટન અને બીજા દેશે આથી પણ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. સવાલ એ છે કે આપણે સાચી દિશામાં છીએ કે નહિ? કોઈ વિદેશી સત્તાનું ગુપ્તચર ખાતું કે વિરોધી રાજકીય પક્ષો આવી પરિસ્થિતિને લાભ લેવા કરે તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી, પણ તેનાં કારણો આપી, પરિસ્થિતિની ગંભીરતા ઢાંકી શકીએ તેમ નથી. આ પ્રસ્તાથી એમ જ લાગે કે સરકારી અંકો વધારવા, વેપાર-ઉદ્યોગ બને તેટલા સરકાર હસ્તક કરવા, આ સિવાય બીજા ઉપાયો સૂઝતા નથી. અર્થકારણને હું અભ્યાસી નથી. પણ શ્રી ધરની ભાષા અને વલણ જોતાં આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ તે વિશે શંકા થાય તો તે પ્રામાણિક શંકા છે એટલું કહેવું પડશે. બાકી તો, કોંગ્રેસમાં આવા ઘણા ઠરાવ થયા છે અને મેટે ભાગે કાગળ ઉપર રહ્યા છે. કેટલે અમલ થાય છે અને શું પરિણામ આવે છે તે જોવાનું રહે છે.
હકીકતમાં આથિક બળો ઘણા ભાગે અંકુશ બહાર છે. એટલા જટિલ અને વ્યાપક છે કે તેને કાબૂમાં લેવા પ્રયત્ન કરનારા પિતે પણ તે સમજે છે કે કેમ તે વિશે શંકા છે. જાણીતા લેખક પાર્કિન્સને તેના છેલ્લા પુસ્તકમાં કહ્યું છે:
Mere size and complexity of the institutions overshadow our modern world: political and industrial bureaucracies are all seemingly beyond our power to influence or even penetrate. Some conclude from this that riot is the only remedy. If this conclusion is wrong, it is for our Rulers to prove it by forming new organisations on a more human scale. ૧૨-૧૦-૨
ચીમનલાલ ચકુભાઈ
શ્રી જયપ્રકાશ નારાયણ તારીખ ૧૧ ઓકટોબરે શ્રી જયપ્રકાશ નારાયણ ૭૦ વર્ષ પૂરાં કરી ૭૧માં વર્ષમાં પ્રવેશ કરે છે તે મંગળ પ્રસંગે આપણા સૌની તેમને શુભ કામના છે અને ઈશ્વર તેમને તન્દુરસ્તી અને દીર્ધાયું આપે એવી પ્રાર્થના છે.
શ્રી જયપ્રકાશજી આપણા દેશની એક વિરલ વિભૂતિ છે. એમની બહુવિધ પ્રતિભાને આપણા દેશને અને દુનિયાને લાભ મળ્યો છે. તેમની નિ:સ્વાર્થ સેવા અનપમ છે. સત્તાને સ્પર્શ તેમને કોઈ દિવસ થયો નથી. તેમનું જીવન રોમાંચક અને સાહસભરપૂર રહ્યું છે. બુદ્ધિ અને હૃદયને સુભગ સંગમ એમનામાં છે. સશસ્ત્ર ક્રાન્તિમાર્ગથી માંડી સર્વોદય સુધીની તેમણે યાત્રા કરી છે. સામ્યવાદ, સમાજવાદ, ગાંધીવાદ અને સર્વોદય, બધાને અનુભવ કર્યા પછી, વિનોબાજીને ચરણે જીવનદાન કર્યું. આ બધા પાછળ, તેમની માનવતા અને કરુણાસભર હૃદય પ્રેરકબળ રહ્યા છે. મહત્ત્વાકાંક્ષાએ તેમને કોઈ દિવસ ઘેર્યા નથી. તે આપવામાં જ સમજ્યા છે. જેવા કે પામવાની વૃત્તિ થઈ જ નથી. તેમને વિશે એમ કહેવાય છે કે તેમણે ઘણી તક ગુમાવી. પણ જેને કાંઈ મેળ- - વવું જ નથી તેને ગુમાવવાનું શું હોય ? તેમણે ધાર્યું હોત તો ઊંચામાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરી શકત, પણ તેમનું ધ્યેય લોકસેવા જ રહ્યું છે. સત્તાના રાજકારણથી સદા દૂર રહ્યાા છે. તેમની ટીકા થાય છે કે કોઈ જવાબદારી સ્વીકારતા નથી છતાં પ્રછન્ન રીતે રાજકારણમાં હસ્તક્ષેપ કરે છે. આવો આપ ગાંધીજી કે વિનાબાજી વિશે પણ મૂકી શકાય. રાજકારણ આજે જીવનવ્યાપી બન્યું છે ત્યારે તેનાથી મુકત કોણ રહી શકે? દેશના અને દુનિયાના બનાવથી શ્રી જયપ્રકાશજી પૂરા પરિચિત રહે છે. તેનું સંવેદન અનુભવે છે અને પોતાના વિચારે નિર્ભીકતાથી જાહેર કરે છે. શ્રી જયપ્રકાશજીનું પ્રધાન લક્ષણ કોઈ હોય તે નિર્ભયતા છે. બીજા શું કહેશે કે પોતાના વિશે શું ધારશે તેની લેશમાત્ર પરવા કર્યા વિના, પિતાના મંતવ્યો, વિનાસંકોચ રજૂ કરે છે. ખરી રીતે, પ્રજાના આત્માના જાગ્રત ચોકીદાર છે. કાશ્મીર, નાગાલેન્ડ, તિબેટ, બંગલા દેશ, ભારત-પાકિસ્તાન સંબંધો દરેક વિષયે તેમનું મૌલિક ચિન્તન રહ્યું છે. પરિસ્થિતિ પલટાય ત્યારે પોતાના વિચારમાં તેમણે પરિવર્તન પણ કર્યું છે.
પ્રજાજીવનનું નૈતિક સ્તર જાળવી રાખવા તેમને સતત પ્રય રહ્યો છે. આ નૈતિક સ્તર ઘણું નીચું ઊતરી ગયું છે તે વાતને તેમને ઊંડો ખેદ છે. પારદર્શક પ્રામાણિકતાથી તેમનું જીવન ભર્યું છે. વર્તમાન રાજકારણના ગંદવાડથી તેઓ અતિ વ્યગ્ર છે.
તેમની સાથે મારે નિકટનો પરિચય બિહારના દુષ્કાળ સમયે થયો. ત્યારે ભગવાન મહાવીર ફલ્યાણ કેન્દ્ર વતી બિહારમાં રાહતકાર્ય કર્યું તેથી તેમને ઘણો સંતોષ થયો હતો. ત્યારથી સતત સંપર્ક રહો છે. જ્યારે મુંબઈ આવે ત્યારે ખૂબ નિખાલસતાથી દેશના વિવિધ પ્રશ્નની વિચારણા તેમની સાથે કરી છે. મુંબઈ જૈન યુવક સંઘ વતી જયારે નિમંત્રણ આપું ત્યારે તેઓ સહર્ષ આવ્યા છે. છેલ્લે ચંબલઘાટીના બાગીઓએ તેમને ચરણે શરણાગતિ કરી તેને હૃદયસ્પર્શી અનુભવ, તેમની તબિયત સારી ન હતી છતાં, લગભગ એક કલાક સુધી જૈન યુવક સંઘના કાર્યાલયમાં આવીને સંભળાવ્યો ત્યારે ખૂબ આનંદ થશે. પાકિસ્તાને બંગલા દેશ ઉપર આક્રમણ કરી અત્યાચાર કર્યા ત્યારે સાચી પરિસ્થિતિને ખ્યાલ આપવા ઘણા દેશોને તેમણે પ્રવાસ કર્યો અને પાછા ફર્યા પછી પાટકર હોલમાં તેમણે જે પ્રવચન કર્યું તે એટલું બધું હૃદયસ્પર્શી હતું કે એવાં પ્રવચન મેં બહુ થોડાં સાંભળ્યાં છે.
તેમનાં જીવનસાથી પ્રભાવતીબહેનને બધી રીતે તેમને સહકાર અને પ્રેરણા છે. બન્ને એકમેકને ચડી જાય તેવાં છે તેમ કહેવામાં જરા પણ અતિશયોકિત નથી.
શ્રી પ્રકાશજીના વિચારોનું દહન કરતું પુસ્તક, “મારી વિચારયાત્રા” હમણાં જ યજ્ઞ પ્રકાશન તરફથી પ્રકટ થયું છે તે દરેકે વાંચી જવા યોગ્ય છે. તેમાં શ્રી જયપ્રકાશજીએ પોતાના વિશે જે કહ્યું છે તેમાંથી બહુ થોડો ભાગ અહીં (પા. ૧૩૭) આપવામાં આવે છે જે તેમના વ્યકિતત્વને સમજવામાં ઉપયોગી થશે. ૧૧-૧૦-'૭ર
ચીમનલાલ ચકુભાઈ