________________
(22
૧૩૪
પ્રબુદ્ધ જીવન
→
ઈશ્વર
[ગાંધીજી ગોળમેજી પરિષદમાં લંડન ગયા ત્યારે, કોલમ્બિયા બ્રોડકાસ્ટિંગ કોરપોરેશનની વિનંતિથી ઈશ્વર વિશે તેમના વિચારોની રેકર્ડ કરી હતી. આ પ્રખ્યાત પ્રવચનના ગુજરાતી અનુવાદ અહીં આપવામાં આવે છે. આ વિષયે શ્રી જી. રામચન્દ્રનનું વ્યાખ્યાન આ અંકમાં અન્યત્ર પ્રસિદ્ધ થાય છે તેના અનુસંધાનમાં આ પ્રેરક પ્રવચન મનન કરવા યોગ્ય છે. તત્રી]
એક એવી અવર્ણનીય રહસ્યમય શકિત છે જે સર્વવ્યાપી છે. હું તેને જોતો નથી, છતાં અનુભવું છું. આ દશ્ય શકિત એવી છે, જે પોતાની પ્રતીતિ કરાવે છે અને છતાં બધી સાબિતીઓથી પર રહે છે, કારણ જે બધું ઈન્દ્રિયગોચર છે તેનાથી તે જુદી જ છે. તે ઈન્દ્રિયાતીત છે. પણ ઈશ્વરના અસ્તિત્વને મર્યાદિત પ્રમાણમાં તર્કથી બતાવવાનું શકય છે. આપણે જાણીએ છીએ કે સામાન્ય બાબતોમાં પણ લોકોને એ ખબર નથી હાતી કે કોણ રાજ કરે છે યા શા માટે અને કેવી રીતે તે રાજ કરે છે અને છતાં તેઓ જાણે છે કે એવી એક સત્તા છે જે ચેાક્કસપણે શાસન કર્યું છે. મહીસૂરમાં ગયા વર્ષના મારા પ્રવાસમાં હું ઘણા ગરીબ ગ્રામજાને મળ્યો હતા અને તેમને પૂછતાં મને જણાઈ આવ્યું કે મહીસૂર પર કોણ રાજ કરે છે તે તેઓ જાણતા ન હતા. તેમણે એટલું જ કહ્યું કે કોઈક ઈશ્વર રાજ કરે છે. પોતાના રાજવી વિશે આ ગીબ લેકોનું શાન આટલું મર્યાદિત હતું, તે રાજાની બાબતમાં તેઓની સરખામણીએ ઈશ્વરની બાબતમાં અનંતગણે નાનો વે! હું રાજરાજેશ્વર ઈશ્વરના અસ્તિત્વને જાણી શકું નહિ તો તેનું મને આશ્ચર્ય હોવું જોઈએ નહિ. આમ છતાં, એ ગરીબ ગ્રામજના મહીસૂર વિશે અનુભવતા હતા તેમ હું પણ જરૂર અનુભવું છુ કે વિશ્વમાં વ્યવસ્થા છે અને હસ્તી ધરાવતી બધી ચીજો યા જીવિત એવાં બધાં પ્રાણીને નિયામક એવા એક ફર કાનૂન પ્રવર્તે છે. એ અંધ કાનૂન નથી, કારણ કોઈ અંધ કાનૂન જીવંત માનવીઓના વર્તન પર શાસન કરી શકે નહિ અને સર જગદીશચન્દ્ર બૅઝનાં અદ્ભુત સંશોધનોને પરિણામે હવે એમ સાબિત કરી શકાય છે કે પદાર્થમાત્રમાં જીવન છે. ત્યારે સર્વ જીવનનો નિયામક એવા એ કાનૂન એ જ ઈશ્વર છે. હું કાયદાનો કે કાયદા ઘડનારને ઈનકાર ન કરૂં, કારણ હું કાયદા વિશે કે તેના ઘડનાર વિશે અલ્પ જ્ઞાન ધરાવું છું. એક દુન્યવી સત્તાની હસ્તી વિશેના મારા ઈનકાર યા અજ્ઞાનથી મને કશા ફાયદો નથી. તે જ રીતે ઈશ્વર અને તેના કાનૂનનો હું ઈનકાર કરુ' તો તેથી તેના અમલમાંથી મને મુકિત મળવાની નથી, જ્યારે દિવ્ય સત્તાનો વિનમ્ર અને મૂક સ્વીકાર જીવનયાત્રાને વધુ સહેલી બનાવે છે- દુન્યવી શાસનને સ્વીકાર તે શાસન હેઠળના જીવનને વધુ સરળ બનાવે છે તેમ જ હું એવી ઝાંખી કરી રહ્યો છું કે મારી આસપાસનું બધું જ સદા પરિવર્તનશીલ, સદા મણાધીન રહ્યું છે ત્યારે એ બધા પરિવર્તનની પાછળ એક એવી ચેતનશકિત રહેલી છે જે પરિવર્તનશીલ છે, જે સર્વને એકસૂત્રે સાંકળી રહી છે, જે સર્જન, વિસ
*
ર્જન નૅ નવસર્જન કરી રહી છે.
તા. ૧-૧૦-૧૯૭૨
આત્માની એ સર્વવ્યાપી શકિત તે ઈશ્વર છે અને કેવળ ઈન્દ્રિયગમ્ય એવું બીજું કશું જ ટકી શકતું ન હોઈને તે ટકશે નહિ, તેથી ઈશ્વર એકલા જ અસ્તિત્વ ધરાવે છે. અને આ શકિત ભદ્ર છે કે ભદ્ર? હું તેને કેવળ કલ્યાણકારી જોઉં છું, કારણ હું જોઈ શકું છું કે મૃત્યુની વચ્ચે જીવન ધબકતું રહે છે, અસત્યની વચ્ચે સત્ય ટકી રહે છે અને અંધકારની વચ્ચે પ્રકાશ પ્રવર્તી રહે છે. એથી હું સમજ્યો છું કે ઈશ્વર એ જીવન છે, સત્ય છે ને પ્રકાશ છે.
તે પ્રેમ છે. તે પરમ બ્રહ્મ છે. પણ માત્ર બુદ્ધિને સંતોષતા હોય તે તે ઇશ્વર નથી. ઈશ્વર ઈશ્વર બનવા માટે હૃદયને જીતવું જોઇએ અને તેને બદલવું જોઇએ. ભકિતની નાનામાં નાની ક્રિયામાં તેણે પોતાને વ્યકત કરવા જોઇએ. પંચેન્દ્રિય કયારેય અનુભવી શકે તે કરતાં વધુ સાચા, એક નિશ્ચિત સાક્ષાત્કાર દ્વારા જ આ થઈ શકે. ઇન્દ્રિયાવબાધ ખાટા ને છેતરામણા હોઇ શકે છે અને ઘણીવાર તેવા હાય છે, ભલે તે આપણને ગમે તેટલા સાચા લાગતા હે.. ઇન્દ્રિયાતીત સાક્ષાત્કાર નિર્ભેળ હાય છે. એ બાહ્ય પુરાવા દ્વારા નહિ પણ જેમણે અંતરમાં ઈશ્વરના સાચા વાસ અનુભવ્યો છે તેમના બદલાયેલા વર્તન અને ચારિત્ર્ય દ્વારા તે પુરવાર થાય છે. સર્વ દેશમાં અને બધી આબેહવામાં પયગમ્બરો અને સંતાની જોવા મળતી અસ્ખલિત પરંપરાના અનુભવમાં આ પ્રત્યક્ષ થયું છે. તેના પુરાવાને ધુત્કારવા એ આ સાક્ષાત્કાર એક રાચળ શ્રદ્ધામાંથી પ્રગટ્ય છે તેમ સ્વીકારવાના ઇનકાર બરાબર છે, ઇશ્વરના અસ્તિત્વની હકીકતને પોતાની જાત પર જ કસોટીએ ચડાવવા ઇચ્છનાર એક જીવંત શ્રાદ્ધા વડે જ તેમ કરી શકે, અને શ્રદ્ધા જાતે બાહ્ય પુરાવાર્થી પુરવાર કરી શકાય તેમ ન હેાઈને જગતની નૈતિક સરકારમાં માનવું એટલે કે નૈતિક કાનૂન, સત્ય અને પ્રેમના કાયદાની સર્વોપરિતામાં માનવું એ સૌથી સલામત માર્ગ છે. સત્ય અને પ્રેમથી વિરુદ્ધ જે કંઇ છે તે સર્વના સરિયામ ઇનકાર કરવાને જ્યાં સ્પષ્ટ નિરધાર હેાય ત્યાં આ શ્રાદ્ધા શ્રેષ્ઠ રીતે પ્રગટ થઇ શકશે. હું કબૂલ કરૂ છું કે બુદ્ધિ વડે ખાતરી કરાવવાની મારી પાસે કોઇ દલીલ નથી. શ્રદ્ધા તર્કને અતિક્રમી જાય છે. અશક્ય માટે પ્રયાગ ન કરવા એટલી જ સલાહ હું આપી શકું. (મૂળ અંગ્રેજી પરથી)
એક પ્રેરણાત્મક પત્ર
સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહ ઉપર આવેલા પત્ર નીચે પ્રગટ કરવામાં આવ્યો છે.
ગુરુવાર, તા. ૧૪ સપ્ટે. ૧૯૭૨
સ્નેહીશ્રી,
‘પ્રબુદ્ધ જીવન’ હું નિયમિત અને રસપૂર્વક વાંચતો હોઉં છું. આપે સંઘના આજીવન સભ્યો નોંધવાનું શરૂ કર્યું એ સમાચાર જોયા ત્યારથી જ મનમાં નક્કી કરી રાખેલું કે બનતી વહેલી તકે મારે આજીવન સભ્ય તરીકે નામ નોંધાવવું.
હમણાં પર્યુષણનું પુણ્યપર્વ ચાલે છે ત્યારે આપને પત્ર લખી આજીવન સભ્યપદનો રૂ।. ૨૫૧/-ને ચેક આ સાથે મેકલતાં મનમાં કરેલ નિર્ણયના અમલને કંઈક આનંદ અનુભવું છું.
આપના સાંઘ મને આજીવન સભ્ય તરીકે નોંધશે એવી આશા રાખું છું. સંઘની ઉત્તરોત્તર પ્રગતિ ઈચ્છું છું.
સદ્ગત મુરબ્બી પરમાનંદભાઈનું પુણ્યસ્મરણ પણ સ્વાભાવિક જ આ પ્રસંગે થાય છે. કુશળ હશે.
લિ.
પુરુષોત્તમ ગણેશ માવળંકરનાં વંદન.
માલિક : શ્રી મુંબઈ જૈન મુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ–૪. ટે. નં. ૩૫૦૨૯૬ મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૧