SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦-૭૨ પ્રબુદ્ધ જીવન ૧૩૩ સાભાર સ્વીકાર શ્રીમદ્ભી જીવનસિદ્ધિ : લેખિકા : ડૅ. સરયુબહેન આર. મહેતા, પ્રકાશક : શ્રી જીવર- મણિ સર્વાચનમાળા ટ્રસ્ટ, નવા વિકાસગૃહ, ઓપેરા સેયટી પાસે, આનંદ નગર, અમદાવાદ-૭ કિમત : સાત રૂપિયા. . - (૧) મેઘાણીનાં કાવ્યો, (૨) મેઘાણીની નવલિકાઓ, (૩) મેઘાણીની લોકકથાઓ : લેખક : ઝવેરચંદ મેઘાણી, સંપાદકો: મનુભાઈ પંચે ળી, મૂળશંકર કે. ભટ્ટ, મહેન્દ્ર મેઘાણી ; પ્રકાશક: લોકમિલાપ ટ્રસ્ટ, ૧૫૬૫, સરદારનગર, ભાવનગર; કિંમત: ત્રણ પુસ્તકોના સેટના : દસ રૂપિયા. આશાની ક્રાંતિ : લેખક : એરિક ફ્રોમ, પ્રકાશક : યશ પ્રકાશન, ભૂમિપુત્ર, હુઝર તપાગા, વડોદરા-૧. કિંમત : બે રૂપિયા. વીણેલાં ફૂલ: ભાગ: ૨:૪૦ ટૂંકી વાર્તાઓ : વિવિધ લેખકે: પ્રકાશક : યા પ્રકાશન, ભૂમિપુત્ર, હઝરાતપાગા, વડોદરા-૧, કિંમત : બે રૂપિયા , - તરુણોને: લેખક : દાદા ધર્માધિકારી, પ્રકાશક : યા પ્રકાશન, ભૂમિપુત્ર, હઝરાતપાગા, વડોદરા –૧, કિંમત: એક રૂપિયો. નામે મોટે અહિં પિષના હોય છે અને પિતાના વિકાસને એ રીતે રૂપ હોય છે. આવા લોકોએ રમણભાઈને દાખલો લેવા જોઈએ. આપણી વ્યાખ્યાનમાળામાં આવતે વર્ગ ઘણો સંસ્કારી વર્ગ છે. તેને વધારે ને વધારે નવું જાણવા મળે એવી આપણી દષ્ટિ હોવી જોઈ છે. ઘણી વખત આપણે ભૂતકાળને વિચાર કરીને કોઈની કપેરીઝન કરતા હોઈએ છીએ. આ એપ્રેચ તદ્દન ખોટો છે. આપણે ભવિષ્ય માટે વિચારવા થવું જોઈએ. જેમકે ઝાલાસાહેબ ખૂબ જ વિદ્વાન હતા. પરંતુ તેઓ વેદાંતના અભ્યાસી હતા–જૈન ધર્મના નહિ. જયારે રમણભાઈ જૈન ધર્મને લગતા વિષયોની સમાલોચના અધિકારપૂર્વક કરી શકે. આપણી વ્યાખ્યાનમાળાની પ્રતિષ્ઠા ખૂબ જ ઊંચી છે. ગમે તેવો મોટો વ્યાખ્યાતા પણ આપણે ત્યાં પૂરી તૈયારી કરીને જ આવતો હોય છે. કારણ કે એવો આપણે શ્રોતાવર્ગ છે. આવી વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન સાચવવું, જે ઘણું કઠિન કાર્ય છે, આમ છતાં રમણભાઈને તેને પાર પાડયું છે. આમ બનવાનું કારણ તેમની વિદ્રા છે. હું તો એમ સમજું છું કે “પ્રબુદ્ધ જીવન' ના સંચાલનને બે ઉપાડવાની પણ શકિત તેમનામાં છે-કદાચ એ દિવસ આવે પણ ખરો! આમ કહીને પ્રમુખશ્રીએ છે. રમણલાલ શાહને સુખડને હાર પહેરાવીને તેમનું બહુમાન કર્યું હતું. ' ત્યાર બાદ પૂ. રમણલાલ શાહે કહ્યું કે હું મારા આ સન્માનને સ્વીકાર કરવામાં, આનંદ કરતાં હોભ વધારે અનુભવું છું. મને પ્રશ્ન થાય છે કે હું આના માટે કઈ રીતે યોગ્ય છું? જો દીકરો પરીક્ષામાં પાસ થઈને આવે તે મા – બાપ તેને અભિનંદન આપે કે તેનું સન્માન કરે? પંડિતજી અને ઝાલાસાહેબની વાત જુદી હતી. હું તો તમારામાં જ એક છું. એટલે મારું સન્માન તો કુટુંબના સભ્યનું સન્માન ગણાય. અને રાંધે મને પ્રમુખસ્થાન સૌ તેમાં પણ હું એમ સમજું છું કે મારી યોગ્યતા કરતાં મારા તરફના સદ્ભાવે એમાં કામ કર્યું છે. આ ત્રણેક વર્ષ પહેલાં હું વ્યાખ્યાન સાંભળવા આવ્યો હતો અને મને સ્વ. પરમાનંદભાઈએ કહ્યું, “આજે ઝાલાસાહેબ આવવાના નથી અને પ્રમુખસ્થાને તમારું બેસવાનું છે” અને મેં વડીલનો વિનોદ લેખ્યો હતે. પરંતુ સમય થઈ જતાં તેને મારી પાસે ફરીથી આવ્યા અને મને પ્રમુખસ્થાને બેસાડયો. તે દિવસે મને ખૂબ જ લોભ થયો હતો. બીજા વર્ષે પણ ઝાલાસાહેબને છેડા દિવસ માટે બહારગામ જવાનું બન્યું અને મને પ્રમુ બ થવાનું કહેવામાં આવ્યું. આ બધા પછી પ્રામાણિકપણે અંતરનિરીક્ષ કરતાં મને એમ લાગ્યું કે પંડિતજી અને ઝાલાસાહેબની સામે હું તે અલ્પ માનવી છું. આ વખતની વ્યાખ્યાનમાળા પૂરી થઈને તરત જ મારે વડોદરા - મદાવાદ જવાનું બનતું. અહીં વ્યાખ્યાન આપી ગયેલા વ્યાખ્યાતા ને ત્યાં મળવાનું બન્યું. તેએાએ મને કહ્યું કે મુંબઈમાં જે જે વ્યાખ્યાનમાળાઓ ચાલે છે તેમાં તમારું ઓડિયન્સ જેટલું શિસ્તબદ્ધ અને ઉત્સુક છે તેટલું કયાંય જોવા નથી મળ્યું. શિસ્ત પણ એટલી બધી કે, કોઈ પ્રસંગ હસવાને આવે તે પણ શ્રોતાઓ વિચારીને હસે! ' મને પ્રમુખસ્થાન આપીને સંધે મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે, કેમકે આ રીતે સેળે વ્યાખ્યાનો શબ્દશ : સાંભળવાનો લાભ મને પહેલી જ વખત જ મળે છે.. આ વખતે શ્રીયુત ચીમનભાઇ આઠેય દિવસ રાવ્યા તે પણ મોટો લાભ થયો ગણાય. હું તે એક નિમિત્ત બન્યો છું. મેં તે ઝાલાસાહેબની પાદુકા સંભાળવાનું જ કામ કર્યું છે એમ હું સમજું છું. ત્યારબાદ શ્રીમતી કમલિનીબહેન શેટીએ શાસ્ત્રીય સંગીતના સૂર રેલાવીને વાતાવરણને મધુર બનાવ્યું હતું. એ સંગીતનો , સ્વાદ માણ્યા બાદ અલ્પાહારનો સ્વાદ ચાખીને પ્રમુખશ્રીને આભાર માની સભા વિસર્જન કરવામાં આવી હતી. " સંકલન: શાન્તિલાલ ટી. શેઠ શિક્ષણમાં ક્રાંતિ: વિવિધ લેખકો : પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હુઝર તપગા, વડોદરા-૧, કિંમત : પચાસ પૈસા. • : સંત મિટકરનું જીવનચરિત્ર - અતીન્દ્રિય ગી: શ્રી બાપુસાહેબ મિટકર, તેમનું જીવનચરિત્ર અને આધ્યાત્મિક માર્ગદર્શન:લેખક: શ્રી પોપટલાલ લક્ષમીરામ રાવળ, પ્રકાશક: શ્રી મતીચંદ શામજી મેપાણી, શ્રી કોર્પોરેશન, પ્રેમ ભવન, ૨૩૪, ૨૩૬, નરશી નાથા સ્ટ્રીટ, મુંબઈ, કિંમત શ્રી બાપુસાહેબ મિટકરનું આ જીવનચરિત્ર શ્રી પોપટલાલ શવળે શ્રદ્ધાપૂર્વક અને ભકિતભાવપૂર્વક લખ્યું છે. પુસ્તકની પ્રસ્તાવનામાં જ એમણે લખ્યું છે કે ‘મારા જીવનમાં મને કેટલાય સંત, મહાત્માઓ અને યોગીઓના દર્શનનું સદ્ભાગ્ય સાંપડયું છે, પરંતુ પૂ. શ્રી બાપુસાહેબના દર્શને મારા જીવનમાં અલૌકિક પ્રેરણા અને પ્રકાશ પાથર્યા છે.' શ્રી બાપુસાહેબ મિટકર પૂનાનિવાસી સંતપુરષ છે. તેમનામાં દિવ્ય - અલૌકિક શકિત છે અને આ શકિત દ્વારા તેગારને ઘણા ચમત્કાર કરી બતાવ્યા છે. આ ગ્રંથમાં એમના ચમત્કારોનાં વર્ણને આવે છે. શ્રી બાપુસાહેબ સંસારી છે, એમણે નેકરી પણ કરી છે, જો કે હાલ તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. આમ છતાં મેં તેઓ ધાર્મિક, આધ્યાત્મિક અને એક ભકત તેમ જ તપસ્વીનું જીવન જ જીવ્યા છે. લેખકે આ સંતપુર માં રહેલી દિવ્યશકિતને જે પરિચય કરાવ્યું છે એ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે તેઓ એમની શકિત વડે સેંકડો માઇલ દૂર સુધી જોવાની અને દૂર શ્રવણની શકિત ધરાવે છે, સામા માણસના હૃદયમાં ભકિતભાવ જાગૃત કરી, એનાં વ્યસને છોડાવી એને ઈશ્વર ભણી વાળી શકે છે. શ્રી રાવળે આ પુસ્તક સ્વાનુભવના આધારે તેમ જ શી બાપુસાહેબના જીવન અને એમની સાધના વિશેની નાની મોટી વિગતે મેળવીને સાદી - સરળ ભાષામાં લખ્યું છે.
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy