SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧- ૧ ૭૨ , પ્રબુદ્ધ જીવન ૧૩૧ રીત, તેમનું દર્દીઓ સાથેનું વલણ અને વર્તન ખૂબ ખૂબ સહાનુભૂતિભરી જોયું. દર્દી સાથેનું તેમનું વર્તન ખૂબ જ કુમાશભર્યું તે ખરું જ, પરંતુ દર્દીને એમ લાગે કે આ કોઈ મોટો ડૉકટર નથી પરંતુ મારા કોઈ અંગત તેમ જ અંતરની લાગણીવાળ સ્વજન છે; અને દર્દીના, વાલીઓ સાથેની વાતચીતમાં પણ તેમનું ઉદારતાસભર વિનયભર્યું વર્તન જોવા મળ્યું. તેમને ગમે તેટલા કંટાળાભરેલા પ્રશ્ન પૂછો પરંતુ તેના જવાબે ખૂબ જ સહાનુભૂતિભર્યા અને સરળતાયુકત હોય. તેમના પહેરવેશ પણ એટલું જ સાદ.આવા સાત્ત્વિક પ્રકૃતિવાળા ડૉકટરો ભાગ્યે જ જોવા મળતા હોય છે. હું ત્યાં આઠ દિવસ રહ્યો અને દર્દીઓ સાથે તેમનો વર્તાવ જોઈ અંતરે ખૂબ શાતા તેમ જ પ્રફ લ્લિતતા અનુભવી અને તેમના પ્રત્યે અંતરમાં ઊંડાણભરી લાગણી પ્રગટી અને અંતર તેમની પ્રશંસા પોકારતું જ રહ્યાં. ' ' જરૂરિયાતવાળી યોગ્ય વ્યકિતને તે રકમ આપવા કહ્યું. તેમનાથી પરમાનંદભાઈ ખૂબ જ પ્રભાવિત થયા અને પ્રબુદ્ધ જીવન માં તેમના વિશે નેધિ લખી. તેમાં તેમને તેમણે “માનવરત્ન અને સેવક” કહેવા. આની અસર તેમના પર ઘેરી પડી અને સેવાને ઓત વધારે જોરથી વહેવરાવવાની તેમને પ્રેરણા મળી, એમ તેમણે કહ્યું. હમણાં પર્યુષણમ સંવત્સરીના દિવસે વ્યાખ્યાનમાળામાં - તેઓ આવેલા અને એક હજાર રૂપિયા લાવી આપીશ એવું ચીમન ભાઇને તેમણે કહેલ. ચીમનભાઈએ આ વાતની જાહેરાત કરી, એટલે હવે તે એ રકમ લાવી આપવી એ તેમની ફરજ બની ગઈ એમ તેમને લાગ્યું, અને એક સદ્દગૃહસ્થને ત્યાં તેઓ ગયા. માગણી કરી, પાંચની તૈયારી જોઈ, પરંતુ તેમણે હજાર કરાવ્યા. તે લઈને આવ્યા અને અમને ફેન કર્યો. સત્યાસી વર્ષની ઉમ્મરે પણ હજુ તેઓ આઠ-નવ કલાક સતત. કાતી શકે છે, ત્રણ દાદરા ચડી શકે છે, લાકડું વગર હરીફરી શકે છે, વણમાંગ્લા લાંબા સમય સુધી વાને કરી શકે છે–આવી તેમની શકિત અને સંસ્કૃતિ જોઈને તેમના પ્રત્યે આદર પેદા થાય છે અને સતત સેવાયજ્ઞની તેમની ભ.નાનાં દર્શન થતાં તે આપણા તેમના પ્રત્યે આદર પૂજ્યભાવમાં પરિવલિન થાય છે. તેમને જે ઘણા લાંબા સમયથી જાણતા હશે એવા ગૃહસ્થાને આ લખાણ વાંચ્યા પછી કદાચ એમ પણ લાગવા સંભવ છે કે આ લખનાર ભાઈ તેમના પ્રભાવમાં આવી ગયા લાગે છે અને પ્રશંસાને ઢગ કરી નાખે છે. પરંતુ એ તે એમણે પોતે જ કબૂલ કર્યું કે મારી પ્રકૃતિ ભયંકર કહી શકાય એટલી હદ સુધીની નામણી હતી. હું સરકારી વહીવટદાર હતો ત્યારે મેં નીચેના માણસે પાસેથી એવી રીતે કામ લીધું છે કે એને જુલ્મ કહી શકાય. પરંતુ હવે મને લાગે છે કે આમ કરવાને મને કોઈ અધિકાર નહોતો અને મને એમ પણ લાગે છે કે એ પાપનું આજે હું પ્રાયશ્ચિત્ત જ કરી રહ્યો છું. જીતસંધ્યાકાળે આવી તેમની કબૂલાત અને જાગૃતિ માટે પણ તેમના પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન થાય છે અને જેફ ઉમ્મર ધરાવતા સદ્ગુહસ્થા એ એમનું અનુકરણ કરવું જોઇએ એવું ભલામણ કરવાની લાલચને પણ રેકી શકાતી નથી. તેમનું આખું નામ છે શ્રી મંગળજી ઝવેરચંદ મહેતા. તેમના આવા જીવનપરિવર્તન માટે તે ખરેખર આપણા અંતરનાં અભિનન્દનના અધિકારી બને છે. આ ઉપરાન્ત તેમની નીચેના એમ. બી. બી. એસ. ડાકટર, નર્સે અને સ્ટાફ વિષે પણ સારી છાપ મનમાં અંકિત થઈ અને રૂટીની જાગૃતિનાં પણ ત્યાં દર્શન થયાં. એક ટ્રસ્ટી શ્રી રામચંદ પ્રેમચંદ દરરોજ દરેક દર્દીના બિછાને અટે મારે અને દરેકને પૂછે, “કાંઈ તકલીફ નથી પડતી ને?” હું ત્યાં હતા એ દરમિયાન ગામડામાંથી ઊંચા ઝાડ પરથી પડી ગયેલ રામાન્ય સ્થિતિને દદી આવ્યો. તેને મોઢા પર, માથામાં અને અનેક જગ્યાએ ગંભીર ઈજાઓ થયેલી. તેને સારી સારવાર તે આપી, પરંતુ સ્પેશ્યલ રૂમમાં રાખ્યો, કેમકે જનરલમાં તેને ઘોંઘાટ નડે; અને ડોકટરે ટ્રસ્ટીઓ પર ભલામણ એકલી કે આ દર્દીને ફી-માફી મળવી આવશ્યક છે. ટ્રરટીઓએ ફી-માફી મંજૂર કરી. સવારે બીજા ટ્રસ્ટી શ્રી ચંદુલાલ સુખલાલ આવ્યા. તેમણે મેટા ડોકટરને પૂછયું, “પેલા છોકરાને કેમ છે?” ખાવા સામાન્ય વર્ગના છોકરાની પણ આ રીતે ટ્રસ્ટી કાળજી રાખે અને તેના માટે ખાસ પૂછપરછ કરે. આ પ્રશ્નોત્તરીને લગતે વાર્તાલાપ સાંભળીને આવા ટ્રસ્ટીઓ વિશે મને પ્રભાવિત થયું અને મૌનભાવે ત્યાં જ મેં તેમને અંતરનાં અભિનદન આપ્યાં. તેમના વિશે મારા મનમાં ભકિતભર્યો આદરભાવ પ્રગટ થયે, મનમાં વિચાર આવ્યો કે શું આ ટ્રસ્ટીઓને આ દવાખાનાને પિતાનું મંદિર બનાવ્યું છે અને દર્દી ને દેવ? જગ હાર પિયાનાં દાન કરે. માટી મહેલાત જેવી હૈરિપટલે બંધાય,મોટા માના હાથે તેનાં ઉદ્ઘાટને થાય, વર્તમાનપત્રોમાં તેની મોટી મોટી જાહેરાત આવે અને તે શરૂ થયા બાદ દર્દીઓએ તેના ભભકાને અનુલક્ષીને તેને યોગ્ય અને ઉચ્ચ કક્ષાની સારવારની અપેક્ષા રાડી હોય તેમાં તેને નિરાશા સાંપડે-મોટે ભાગે આવા એનુભો આપને થતા હોય છે અથવા સાંભળવા મળતા હોય છે. પરંતુ ઉપરને સુરેન્દ્રનગર હસ્પિટલને અનુભવ મારા માટે નવતરે અનુભવ હતો અને તેના સ્થાપકોને, સંચાલકોને, કાર્યવાહકોને, ડાકટરોને અને સ્ટાફને જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછાં પડે. વધારે દર્દી ની સેવા કરવા માટે અથવા વધારે સાધને દાવડા માટે આ પૅરિસ્પટલને નાણાકીય જરૂરિયાત હોય તો શ્રીમાનેએ તેઓ માગે તે પહેલાં સારી રકમે તેમને આપવી જોઈએ. મોટી દાનપ્રાપ્તિથી એ લોકોને ઉત્સાહ અનેકગણું વધશે અને દાન આપનારને તે તેની પાઈ પાઈ સારી રીતે અને યોગ્ય રીતે ખર્ચાશે તેને પૂરો સંપ મળશે, અને મેટા દાનના કારણે આ વૅસ્પિટલને અદ્યતન બનાવી શકશે. આ રીતે આ હોસ્પિટલને ખૂબ વિકાસ થાય એવી મારી અંતરની પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે, -શાંતિલાલ ટી. શેઠ [૨] માનવતાને પમરાટ નારી મરીઝ ની માંદગી ના કારણે ઑગસ્ટના પ્રથમ અઠૌડ વામાં વારે કેન્દ્રનગર જાનું બન્યું. ત્યાં તેમને છોટાલાલ જવના- દાસ પૅરિપટલમાં દાન કરેલા. તે સાર્વજનિક હૈ પિટલ છે. સાર્વજનિક હૈસિસ્પટલમાં કેરી સારવાર મળતી હોય છે, ત્યાંના ડૉકટનું દર્દીઓ તરફનું કેવું વલણ અને વન હોય છે, એના વિશે દરેકને અનુભવ લગભગ સરખા જ હોય છે. પરંતુ અહીં મને જે અનુભવ થશે તે સામાન્ય અનુભવથી કંઈક વિશેષ અનુભવ હતે. ત્યાંના ફિઝિશિયન શ્રી ત્રિવેદી સાહેબ છે અને મુખ્ય ડૉકટર શ્રી નવનીતભાઈ શાહ છે. તેઓ એફ. આર. સી. એસ. છે અને ઈંગ્લેન્ડમાં લગભગ ૧૪ વર્ષ પ્રેકિટસ કરેલી છે એમ જાણવા મળ્યું. તે મનુભાઈ શાહના ભા થાય. તેમની દર્દી સાથે વાતચીત કરવા
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy