SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ખુબ જીવન ✩ ઈશ્વર વિશે ગાંધીજીની માન્યતા ✩ [આ વિષયે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં શ્રી જી. રામચન્દ્રને આપેલ વ્યાખ્યાનનો સાર અહીં આપવામાં આવે છે. શ્રી રામચન્દ્રન હાલ ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનના ચેરમેન છે. ૧૯૨૧માં, ૧૭ વર્ષની વયે, અસહકારમાં કોલેજ છોડી, શાન્તિનિકેતન ગયા. ચાર વર્ષ ગુરુદેવ ટાગોરના સાન્નિધ્યમાં રહ્યા, ત્યાંથી ૧૯૨માં સીધા સાબરમતી આશ્રામ ગયા. ત્યારથી આજ સુધી, રચનાત્મક કાર્ય ખાદી, ગ્રામોદ્યોગ, હરિજનસેવા, બુનિયાદી તાલીમ વગેરેમાં એતો રહ્યા છે. ગાંધીજીના અવસાન પછી ગાંધી સ્મારક નિધિ અને ગાંધી શાન્તિ સંસ્થાનના મંત્રી રહ્યા છે. સાહિત્ય અને તત્ત્વજ્ઞાન તથા ગાંધીજીના વિચારોના ઊંડા અભ્યાસી છે. “ગાંધીમાર્ગ” માસિકના ૧૨ વર્ષી તંત્રી છે. પ્રભાવશાળી વકતા –તંત્રી તા. ૧-૧૦-૭૨ વિશ્વમાં ઇશ્વર વિવાદાસ્પદ પ્રશ્ન રહ્યો છે અને ગાંધીજી પણ ઇતિહાસમાં વિવાદાસ્પ૮ રહેવાના. વિજ્ઞાનને લીધે ભૌગોલિક દષ્ટિએ ગત સાંકડું થયું છે પણ માનસિક રીતે માનવી પરસ્પરથી વધુ દૂર થતો ગયો છે. આજના વિષય પર ઘણું લખાયું છે અને હજુ લખાતું રહેશે. ગાંધીજી વિશે એમણે પોતે અને બીજાખીએ જેટલું લખ્યું છે એટલું બીજા કોઈ વિશે અત્યાર સુધી લખાયું હાય તો એની મને ખબર નથી. પરંતુ આજે હું જે કંઇ કહેવાનો છું એ બધું મારા વ્યક્તિગત સંબંધ અને માહિતીથી કહેવાનો છું. વર્ષામાં અને અન્યત્ર ગાંધીજી સાથે સંપર્કમાં આવવાનું થયું હતું એ અનુભવ-ભાષામાંથી જ કહેવાનું રાખીશ. ગાંધીજીએ કેટલીય વાર કહ્યું હતું કે “મને ભારતમાં અનેક ધાર્મિક માણકાને મળવાનું થયું છે; પરંતુ તે મોટે ભાગે રાજકારણીકોના સ્વાંગમાં જોવા મળ્યા છે. પરંતુ હું એવા રાજકારણી છું કે જેના દિલમાં ભારોભાર ધર્મ વ્યાપ્ત છે.” આ હકીકતમાં સત્ય છે, એમને ધર્મમાં અપાર શ્રદ્ધા હતી. એમને ઇશ્વરમાં ખૂબ જ શ્રદ્ધા હતી. એમણે કયાંક લખ્યું છે:“ભગવાનની ઇચ્છા વગર એક સૂકું પાંદડું પણ પવનથી એક સ્થાનથી ઊંચકાઇને અન્યત્ર પડી શકતુ નથી.” આ આપણો અક્કલગરની વાત લાગવાની, આપણને થાનું કે આવી ક્રિયામાં વળી ભગવાન વચ્ચે કાં આવ્યું? પરંતુ ગાંધીજીને ઇશ્વરમાં અમાપ શ્રદ્ધા હતી એનું આ ઘોતક છે. ગાંધીના ઈશ્વર બ્રહ્માંડમાં અણુએ અણુમાં વ્યાપેલ છે. To Gandhi, God is immanent in the Universe, ૧૯૩૪માં બિડ઼ારમાં ભારે મોટા ભૂકંપ થયો. એ પ્રસંગે ગાંધીએ કહેલું કે “અસ્પૃશ્યતાના પાપ”નું આ પરિણામ છે. આવું સાં મળી, વાંથી ગુરુદેવ ટાગૅર અને જવાહરલાલ નેહરુ ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા. ટ્રાગાર અને ગાંધી વચ્ચે અને ગાંધી અને નૅડરુ વચ્ચે અનેક મતભેદો થતા. પરંતુ આ ઐતિહાસિક ઘટના અંગેના બબુના ઉદ્ગારા સમજણ કોશિષ કરવી જોઈએ. આ ઉદ્ગારો અંગે ગુરુદેવ ટાગરે તો મને ત્યાં સુધી કહ્યું હતું કે આ બેઅક્કલની વાત છે. પરંતુ આ સમયમાં ગાંધીજી હરિજન આંદોલનમાં ભારોભાર ખૂંપી ગયા હતા. આખા દિવસ એ પ્રવૃત્તિમાં જ જીવતા હતા. એમને થતું હતું કે અસ્પૃશ્યતાના ડાઘ લૂછીને હરિજનેહારની પ્રવૃત્તિ નહીં કરીએ તે આપણું સ્વરાજયનું દેલન પાંગળું બની જવાનું અને એથી જ સવર્ણના ૫૫ સારું ભગવાનની આ શિક્ષા હેવાનું એણે કહ્યું હેવું જોઈએ. ટગેરે ગાંધીજીને એમના એ ઉદ્ગાર માટે જે લખેલું એના જવાબમાં પણ ગાંધીજીએ આ મતલબનું લખ્યું હતું. આપણૅ ઈશ્વરથી છટકી જઈ શકતા જ નથી. આપણે કંઈ પણ કાર્ય કરીએ તો ત્યાં ઈશ્વર હાજર જ છે. આપણે ઈશ્વરથી બચવા એક સ્થાનથી અન્યત્ર દોટ મૂકીએ તે પણ ઈશ્વર આપણી પાછળ દેડે છે. અર્થાત્ ઈશ્વર સર્વત્ર છે એમ ગાંધીજી માત્ર માનતો હતા એટલું જ નહિ પણ પેતે સ્વીકારીને આચરતા હતા. ગાંધીજી આ વિચારધારામાં આત્મસાત્ હતા. આધુનિક વિશ્લે ગાંધીજી પાસેથી આ સંદેશ લેવાનો છે. ૧૨૯ ભારતીય તત્ત્વજ્ઞાનમાં કહેવાયું છે કે આ બ્રહ્માંડ ઈશ્વરનું નિવાસસ્થાન છે. ઈસાઈ ધર્મમાં કહેવાયું છે કે દરેક સમયે ઈશ્વરની હાજરી રહે છે. માણસ એકલા હોય તે એના સાથમાં ઈશ્વર છે જ. બે હાય તે ઈશ્વર ત્રીજો સાથે હાવાના. આમ એ આપણી સાથે હાય જ છે. પણ ઈશ્વરની વ્યાખ્યા કેવી રીતે થઈ શકે? ભૌતિક વિજ્ઞાનની જ વાત લઈએ. આજે ચન્દ્ર પર માનવી જઈ પહોંચ્યો છે. એણે મંત્રની મદદથી આ કાર્ય કર્યું છે. પરંતુ આ બ્રહ્માંડમાં આપણી પૃથ્વીથી અનેક મોટા પ્રમાણમાં બીજા ગ્રહે છે. આપણુ. આ બ્રહ્માંડ અસીમ છે. આપણે આ સમજવું જોઈએ, સ્વીકારવું જોઈએ. જે ઈશ્વરને સમજતા હોવાના દાવા કરતા આપણને ઘણા લોકો જોવા મળશે. પરંતુ આવા લોકો ભયજનક છે. હું આવા ઘણાને મળું છું. એ બધા ઈશ્વર વિશે બધું જાણતા હાવાના દાવા કરે છે, ઈશ્વર પાસે આપણને લઈ જવાનો પણ તેઓ દાવા કરતા હેાય છે. આ બધું ત્રાસજનક છે. રામકૃષ્ણ પરમહંસ, શ્રી અરવિંદ, રમણ મહર્ષિ, મહાત્મા ગાંધી જેવા લોકોને કાંઈક વિશ્વદર્શન થયું હતું. એમને આ દર્શનમાંથી પ્રકાશ લાધ્યો હતો. ગાંધીજીએ કહ્યું છે કે આપણે ઈશ્વરનું માપ કાઢી નથી શકતા, આપણે સંપૂર્ણને પામી નથી શકતા. એમણે કહ્યું છે કે “અશકયને આંબવાનો પ્રયાસ ન કર.” આ વિશ્વમાં ધર્મની સરખામણીએ એવી બીજી કોઈ વસ્તુ નર્થી કે જેને ખૂબ જ વેઠવું પડયું હોય, ગુમાવવું પડયું હોય. આપણા આ સમાજમાં જૈન છે, ખ્રિસ્તી છે, બૌદ્ધ છે. પરંતુ મોટા ભાગના આ લોકોના ધર્મ ચામડીથી નીચે ઊતર્યા જ નથી, લેાકો પૈસા બનાવે છે ધર્મને ભાગે. ઈશ્વરને કોરાણે મૂકીને માણસ પોતાના કામધંધા કરે છે. રાજકારણ ગંદી નૌક સુધી પહોંચી જાય એ સમજી શકાય, પરંતુ ધર્મને આવી ગંદી નીક સુધી પહોંચાડાય એ કેમ ચલાવી લેવાય? આ કેમ સહન કરી લેવાય? ગાંધી શાંતિ સંસ્થાનની એક બેઠકમાં ધર્મ-અધ્યાત્મની ચર્ચા દરમિયાન નેહરુ ઊકળી ગયા હતા.સભાસદો ધર્મની વાત કરતા હતા. નેહરુ કહે, આ દેશમાં ધર્મ કયાં છે? લોકો ધર્મ, અધ્યાત્મ અને ઈશ્વરને કોરાણે મૂકીને શું નથી આચરતા? એ સભામાં બેઠેલા ડૉ. રાધાકૃષ્ણને નેહરુને વાર્યા અને કહ્યું કે ધર્મ તો શિખરે છે. પરંતુ આ વસ્તુ ઠીક નથી. ધર્મ ગંદી નૌકમાં નથી, એ શિખરે પણ નથી. ધર્મ તે સ્ત્રી-પુરુષના, માનવીના જીવનમાં વહેતા હોવા જોઈએ. ધર્મે હિમાલયના શિખશમાં હોય એ ન ચાલે. સમાજમાં લાખા,કરોડો લોકો છે એની વચ્ચે ઈશ્વરના વાસ છે. . દાયકાઓ પહેલાં ગાંધીજી એક વખત મંદિરમાં હરિજનપ્રવેશના પ્રશ્ન અંગે કેરળ ગયા હતા. મંદિરમાં જ ઈશ્વર હોય એમ ગાંધીજી સ્વીકારતા નહિ. પરંતુ હરિજનપ્રવેશના કારણે જ ચોમણે મંદિરપ્રવેશ કર્યો હતો. બાપુ છેલ્લે મદ્રાસ ગયા હતા ત્યારનો એક ભવ્ય પ્રસંગ છે. બાપુની પ્રાર્થનાસભામાં પાંચેક લાખની માનવમેદની જમા થઈ હતી. બાપુ ઊભા થઈ ગયા અને ચૈતન્યની પેઠે ઊભા થઈને નાચતા
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy