SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ પ્રબુદ્ધ જીવન તો. ૧- ૧ ૭૨ -- ન કહેવાય. પણ Resist evil and that also by good એવું તે ગાંધીજીએ જ કહ્યું. ગાંધીજીની પ્રકૃતિમાં આધ્યાત્મિક આક્રમકતા હતી. સત્યાગ્રહ અને અસહકાર તેનાં પ્રતીક હતાં. વિનોબાજી હવે સત્યાગ્રહને અર્થ સત્યાગ્રહી થવું એમ કહે છે. મારા નમ્ર મતે ગાંધીજીને 4. , . આ અર્થ નથી. ગાંધીજી સત્યાગ્રહી પણ હતા. બીજાના અભિપ્રાયને .a . Mછ અભિયને સમજવા પૂરે પ્રયત્ન કરતા પણ છેવટપોતાના અભિપ્રાયમાં નિશ્ચલ રહેતા એટલું જ નહિ પણ ગમે તે ભેગે તેને અમલ કરતા. સત્યાગ્રહી કેટલીક વખતે નિષ્ક્રિય બને છે. બધામાં તેને સત્યનો અંશ લાગે છે, પરિણામે નિશ્ચયબળ ઢીલું રહે છે, સહદેવના અતિજ્ઞાન જેવું. ગાંધીજી કર્મવીર હતા. અંત:સ્ફરણાથી પહેલા કર્તવ્ય નક્કી કરતા. પછી તેના કારણે શોધતા. અન્યાયના પ્રતિકાર સાથે બીજો મેટેસિદ્ધાંત સાધનશુદ્ધિને. આ જગતને ગાંધીજીનું આ મહાન યોગદાન છે. કડવાં બીજ વાવી મીઠાં ફળ મળે જ નહિ. માત્ર આત્મકલ્યાણ માટે સત્ય, અહિંસા આવશ્યક છે એટલું જ નહિ પણ સામાજિક, રાજકીય, આર્થિક, જીવનના કોઈ પણ વ્યવહારમાં તેટલાં જે કામયાબ અને જરૂરી છે. ડૉ. આલબર્ટ સ્વાઇઝરે, કહ્યું છે કે Gandhi unites the non • worldly and the worldly – ગાંધી આધ્યાત્મિક અને ભૌતિકને જોડે છે. ગાંધીજીને મન આવા ભેદ નથી. ધર્મ અને જીવનવ્યવહારને જુદા પાડવા એ પાયાની ભૂલ છે. જીવનના પ્રત્યેક વ્યવહારમાં ધર્મ ઓતપ્રેત હોવો જોઇએ-તે જ તે સાચો ધર્મ છે. ડૉ. સ્વાઇન્ડરે સારું કહીં છે કે For Gandhi, it is an established principle that material problems can only be solved by the Spirit. ગાંધીજી હૃદયપરિવનમાં દઢપણે માનતા. માણસની સદ્દવૃત્તિએમાં તેમને વિશ્વાસ હતો. સત્ય, અહિંસા, પ્રેમ, દયા, કરુણ વગેરે સદ્ભાવના દરેક મનુષ્યના અંતરમાં વધતાઓછા પ્રમાણમાં પડી છે તેને બહાર લાવવી, ઉત્તેજવી કાયમી પરિણામદાયી છે. પણ દબાણની પણ જરૂર છે. તે દબાણ સત્યાગ્રહ અને અસહકારનું. એક વિશેષ હકીકત લક્ષમાં લેવાની છે. માણસ ઘણી વખત સંજોગે અને બાહ્ય પરિસ્થિતિનો ભાગ બને છે, નિરૂપાય થાય છે, તેમાં ઘસડાય છે. સમાજની રચના જ એવી હોય કે મનુષ્યની દુવૃત્તિઓને પોષણ મળે અથવા શેષણ - ધૂળ અને સૂક્ષ્મ - તેનું અંગ બને. આવી બાહ્ય પરિસ્થિતિ પાયામાંથી બદલાવવી જોઇએ. માકનું બધું લક્ષ આવી બાહ્ય ક્રાન્તિ ઉપર હતું. ઉત્પાદનનાં સાધનોની ખાનગી માલિકીને માર્ક્સ બધી સામાજિક વિષમતાનું મૂળ માનતા. માકર્સનું લક્ષ્ય આ ભૌતિક પરિવર્તન ઉપર હતું. એવું પરિવર્તન બળ જબરી અને હિંસાથી, વર્ગવિગ્રહથી થશે એમ માકર્સે માન્યું. માકર્સ અને ગાંધી, બન્ને મહાન ક્રાંતિકારી. બન્નેના માર્ગ જદા. ગાંધીજી સમાજનું કલેવર બદલાવી નાખવા ઇચ્છતા - ધર્મ- ભાવના ઉપર અને તેને દઢ કરવા. માકર્સનું લક્ષ સંપત્તિની સમાન વહેંચણી હતું. સમાજના પુનનિર્માણના ગાંધીજીના મૂળ સિદ્ધાંતે સંક્ષેપમાં કહેવા હોય તે આ પ્રમાણે છે: ... (૧) જીવનની જરૂરિયાતો ઓછામાં ઓછી રાખવી અને જીવનને સંયમી બનાવવું. (૨) દરેક વ્યકિતને ઓછામાં ઓછી જીવનની જરૂરિયાત મળવી જ જોઇએ. . (૩) અસત્ય અને હિંસા ઓછામાં ઓછાં હોય અથવા સત્ય અને અહિંસાનું વધુમાં વધુ પાલન થાય એ શુદ્ધ વ્યવહાર હો જોઇએ. . (૪) વિકેન્દ્રિત આર્થિક અને રાજકીય રચના હોય ત્યાં ઉપરના સિદ્ધાંતને અમલ વધારે અસરકારક રીતે થઇ શકે. તેથી ખાદી, ગ્રામોદ્યોગ, બને તેટલા સ્વાવલંબી ગ્રામઘટકો વગેરે વિકેન્દ્રિત અર્થરચનામાં અઢળક ઉત્પાદનને (Mass Production) અવકાશ નથી. તેથી સંપત્તિ અને આવકની અસહ્ય અસમાનતા જન્મતી નથી અથવા ટકતી નથી. (૫) માણસ-માણસ વચ્ચે ઉચ્ચ-નીચના ભેદને કોઇ સ્થાન ન હોય. . (૬) સર્વધર્મ પ્રત્યે સમભાવ હોય. આવું અને બીજું ઘણું તેમાં સમાવિષ્ટ થાય છે. આ બધી બાબતમાં ગાંધીજીએ પ્રયોગ કર્યા. માર્ગ બતાવ્યું. જેને અમલ ન થઈ શકે એવી કોઈ હવાઇ વાત ગાંધીજીએ કહી નથી. પોતે ન કરે એવું બીજને કોઇને કરવાનું કહ્યું નથી. ગાંધીજીએ કોઈ નવું તત્ત્વજ્ઞાન કે જીવનદર્શન પ્રરૂપ્યું નથી. ઈશાવાસ્ય ઉપનિષદના પહેલા શ્લોકમાં આપેલ જીવનદર્શન અને આચારધર્મ ગાંધીજીએ સ્વીકાર્યા હતાં. સચરાચરમાં જે કાંઈ સઘળું, પ્રભુથી વાસ્ડ પિછાણે; ત્યાગ થકી ભાગવતા શીખે, ગીધનજર પરધન એ છોડો. હિન્દુ ધર્મમાં ઉચ્ચ તત્ત્વજ્ઞાન છે. હિન્દુ સમાજમાં અનેક ઘેર અનિષ્ટો ભર્યા છે. આવું જીવનદર્શન જેની પાસે છે એવા સમાજનું આવું પતન કેમ થયું તે ઇતિહાસને કોયડો છે. આવાં બધાં અનિષ્ટો હિન્દુ ધર્મનું અંગ નથી પણ તેનું કાંક છે એમ ગાંધીજી માનતા. સ્મૃતિઓ અને ધર્મશાસ્ત્રોમાં લખેલું ઘણું' તેમણે ફગાવી દીધું. He was the greatest revolutionary, not merely reformer, Hinduism has produced. . , તેમનીમાં અપ્રતિમ સંકલ્પબળ અને નિશ્ચયબળ હતાં. તેને . આધાર ઈશ્વર અને સત્ય ઉપરની અવિચળ શ્રદ્ધા. આખી દુનિયા વિરુદ્ધ હોય પણ પિતાને સત્ય લાગે તેને પ્રાણના ભાગે પણ વળગી રહેવાની શકિત હતી. ડે. સ્વાઇન્કરે કહ્યું છે: Gandhi continued what the Buddha began. In the Buddha, the spirit of love set itself the task of creating different spiritual conditions in the world; in Gandhi, it undertakes to transfcrm all worldly conditions, . ભગવાન બુદ્ધ કરુણાના ઉપદેશથી માણસનું હૃદયપરિવર્તન કરવા પ્રયત્ન કર્યો. ગાંધીએ પ્રેમથી - હૃદયપરિવર્તન ઉપરાંતસામાજિક ક્રાનિત કરવા પ્રયત્ન કર્યો. - ગાંધીજીએ આત્મકથાની પ્રસ્તાવનામાં કહ્યું છે : " “જે મારે કેવળ સિદ્ધાંતનું, એટલે તેનું વર્ણન કરવાનું હોય તે આત્મકથા હું ન જ લખું. પણ મારે તો તેના ઉપર રચાયેલાં કાર્યોને ઇતિહાસ આપવાને છે અને તેથી જ મેં આ પ્રયત્નને ‘સત્યના પ્રયોગે” એવું પહેલું નામ આપેલું છે.” ગાંધીજીએ આ પ્રયોગ વિજ્ઞાનશાસ્ત્રી જેમ નિયમસર, વિચારપૂર્વક અને ઝીણવટથી કર્યા. મનનાં દ્વાર સદા ખુલ્લાં હતાં. જરૂર લાગે તેવા ફેરફાર કરવા સદા તત્પર હતા. મૂળભૂત સિદ્ધાંતો અવિચળ હતી. . . , - દુનિયાના ઇતિહાસમાં આ સર્વથા નવો માર્ગ છે. ગાંધીમાર્ગને અનુસરવાનો દાવો કરતી વ્યકિતમાં હાડેહાડ ગાંધીની ધર્મભાવના નહિ હોય તે એ માર્ગનું અનુસરણ કરી શકશે નહિ. માનવજાતે આ માર્ગ સ્વીકાર્યો નથી. આ માર્ગ એ જ સુખનો સાચે માર્ગ છે એવી શ્રદ્ધા નથી. તેથી જ આઈન્સ્ટાઈને સાચું કહ્યું છે કે આ ધરતી ઉપર આવી વ્યકિત સદેહે વિચરતી હતી તે ભાવિ પેઢી કદાચ માની નહિ શકે. . ! ' . ૨૪-૯-૭૨ - . ચીમનલાલ ચકુભાઈ
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy