________________
તા. ૧૬-૯-૧૯૭૨
સમુદ્ર જીવન
પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ગુજરાતના રાજ્યપાલ શ્રી શ્રીમન્નારાયણ મુવાનોના અજંપો' વિશેનું વ્યાખ્યાન આપી રહ્યા છે. મંચ પર સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ, વ્યાખ્યાનમાળાના અધ્યક્ષ પ્રા. ડૉ. રમણલાલ ચી. શાહ, ઉપપ્રમુખ શ્રી રતિલાલ સી. કોઠારી તેમજ શ્રી મદાલસાબહેન બેઠેલા દેખાય છે. એવા ક
ગઇ છે. આજે શિક્ષકો માંડ થોડાક કલાક ભણાવતા હોય છે. આજે આઠ તાસ હોય છે, પન્નુ એય શિક્ષકોને વધુ લાગે છે. અભ્યાસક્રમ પણ કેટલા જરીપુરાણા જોવા મળે છે. શિક્ષકોની જૂની નોંધને આધારે બનેલાં પુસ્તકો અને અભ્યાસક્રમમાં ફેરફાર કરાતા જ નથી. શિક્ષકોને વધુ મહેનત લઇને તૈયારી કરવામાં રસ જ નથી,
· એમને પગાર તા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના ગ્રેડ પ્રમાણે જોઇએ છે, પણ કામ એ પ્રમાણે કરવું નથી! એમની દલીલ એવી છે કે કામના સમયમાં વધારો કરવાથી કાર્યક્ષમતા ઘટી જશે, ધારણ ઊંતરી જશે.
છેવટે તો, ભારત અને દુનિયાના બીજા દેશોમાં ધિક્કાર, હિંસા અને વર્ગસંઘર્ષનું જે સામાન્ય વાતાવરણ છે એથી અનિવાર્ય રીતે ‘દેશના યુવાનોમાં પણ આવું જ હવામાન સર્જાય છે અને એમને બેફામ તેમ જ બિન-જવાબદાર બનાવે છે. મહાત્મા ગાંધીએ વખતોવખત આપણને એક જ શીખ આપી હતી કે શુદ્ધ અને ઉમદા સાધનોના ઉપયોગ કરવામાં ન આવે તો એનું શુદ્ધ પરિણામ કદી જ નહિ આવે. આ રીતે એમણે સાધનશુદ્ધિનો આગ્રહ રાખ્યો હતાં. આપણે આ શાશ્વત સત્યની ઉપેક્ષા કરીને આપણા રાષ્ટ્રીય ઐક્ય સામે ગંભીર ભય ઊભા કરી રહ્યા છીએ.
વિખ્યાત ઇતિહાસવિદ્ ડો.. આર્નોલ્ડ ટોયનબીએ એમના છેલ્લા ગ્રંથ ‘સર્વાઈવિંગ ધ ફ્યુચર’માં યુવાન પેઢીને નીચેના શબ્દોમાં મહત્ત્વની શીખ આપી છે. એમણે કહ્યું છે: “તમારી સમક્ષ એક મહાન તક આવી છે. તમે તમારા સમગ્ર જીવન દરમિયાન યુવાનીની ભાવનાને એટલે કે ઉદારતાની ભાવના, પરિવર્તન સાધવાની તૈયારી, આદર્શવાદ અને નિસ્પૃહતાની ભાવનાને જાળવી રાખવામાં સફળ નહિ થાઓ તો આ તકનો ઉપયોગ કરી શકશે નહિ... તમે તમારી જાતને બીજાના સ્થાને
મૂકવાના પ્રયાસ કરો . અને તે અમુક અભિપ્રાયો શા માટે ધરાવે છે અથવા તો તમે જેના સખત વિરોધ કરો છે એવી વસ્તુઓ શા માટે કરે છે એ સમજવાના પણ પ્રયાસ કરો. તમારાં મા- બાપની પેઢીના રૂઢિચુસ્ત માનાવાળા સભ્યોનો વિરોધ કરવાનું ચાલુ રાખો. એમને પ્રતિકાર કરી અને એમના વિચારો તેમ જ આદર્શ તમને ભૂલભરેલા લાગે તે એને પરાસ્ત કરવાના પ્રયાસ કરો, પણ ગાંધી
જીની ભાવનાથી ધિક્કાર વગર એ કરો.”
૧૧૭
શ્રીમન્નારાયણ
પ્રસન્નતાપ્રેરક પષણ વ્યાખ્યાનમાળા
આ વર્ષે શ્રી મુંબઈ જન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન મંગળવાર તા. ૫-૯-૭૨ થી તા. ૧૨-૯-૭૨ સુધી ભારતીય વિદ્યાભવન ખાતે થયું હતું. પ્રત્યેક દિવસે બબ્બે વ્યાખ્યાન રાખવામાં આવ્યા હતાં. માત્ર રવિવારે એક વ્યાખ્યાન હતું. વ્યાખ્યાનને અંતે શ્રી પુરુષોત્તમદાસ જાલાટાજીના ભકિત સંગીતનો કાર્યક્રમ હતો.
વ્યાખ્યાનમાળાનો સળંગ કાર્યક્રમ જાહેરાત મુજબ સચવાયો હતા. એક નજીવા ફેરફાર એ થયો હતો કે પહેલે દિવસે શરૂઆતમાં શ્રી અમૃતલાલ યાશિકનું પ્રવચન રહ્યું હતું, જ્યારે શુક્રવારે શરૂઆતમાં શ્રી યશોધર મહેતાનું અને ત્યારબાદ ગુજરાતનાં રાજ્યપાલ શ્રી શ્રીમન્નારાયણનું પ્રવચન રહ્યું હતું. શનિવારનાં પહેલા વકતા શ્રી. ઈન્દ્રચન્દ્ર શાસ્ત્રી કોઈ અનિવાર્ય કારણસર ઉપસ્થિત થઈ શક્યા ન હતા, એટલે ‘અનેકાંતવાદ’ ઉપર પ્રા. ડૉ. શ્રી. રમણલાલ ચી. શાહે આ પ્રવચન આપ્યું હતું. આ વર્ષે વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન ડૉ. પ્રા. શ્રી રમણલાલ ચી. શાહે શેાભાવ્યું હતું અને સભાનું સંચાલન સોંઘ માટે ગૌરવ લેવા જેવું રહ્યું હતું.
આ વખતની વ્યાખ્યાનમાળામાં બહારગામથી આવનારા વકતાએમાં શ્રી શ્રીમન્નારાયણ, શ્રી યશવંત શુકલ, શ્રી ઈશ્વર પેટલીકર, શ્રી દલસુખ માલવણિયા, અને શ્રી યશોધર મહેતા અમદાવાદથી, શ્રી ભગીલાલ સાંડેસરા તથા શ્રી ચંદ્રવદન મહેતા વડોદરાથી અને શ્રી કલ્યાણમલજી લેઢા કલકત્તાથી આવ્યા હતા. બાકીના વકતાઓ સ્થાનિક હતા .
દરેક વકતાઓએ મનનીય પ્રવચનો કર્યા હતા અને શ્રોતાગણ આ પ્રવચનોથી ખૂબ પ્રભાવિત થયા હતા, શિષ્ટ અને સંસ્કારી શ્રેતાઆના સહયોગની પણ જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. દરેક દિવસે શરૂઆતમાં ભજનનું સુંદર આયોજન હતું. આ માટે શ્રીમતી રમાબૅન ઝવેરી, શ્રીમતી કલાબહેન શાહ, શ્રીમતી કમલિનીબહેન, શ્રીમતી શારદાબહેન શાહ, શ્રીમતી પદમાબહેન શાહ. શ્રી ઉપેન્દ્ર શાહ, સર્વોદયવાળાથી સુબ્બારાવ અને શ્રી. યન્તીલાલ ગુરખિયાના અમે આભારી છીએ.
આઠેય દિવસ વ્યવસ્થા સાચવવામાં શ્રી દામજીભાઈ, શ્રી. પ્રવીણભાઈ, શ્રી રમણીકભાઈ, શ્રી જયંતિભાઈ અને શ્રી શાંતિલાલ શાહનો સુંદર સહકાર રહ્યો હતા. ભંડોળ ભેગું કરવામાં શ્રાીમતી નીર ુબહેન શાહ તથા શ્રી બાબુભાઈ જી. શાહ આઠેય દિવસ બબ્બે ઢીં કલાક થેલી લઈને ઊભા રહ્યા હતા, અને એમણે જે સુંદર સેવા આપી એ માટે અમે એમનાં ઋણી છીએ. સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ આઠેય દિવસ ઉપસ્થિત રહ્યા હતા અને એમના માર્ગદર્શને વ્યાખ્યાનમાળાની સફળતામાં મહત્ત્વના ફાળા આપ્યા હતા.
7
આ વ્યાખ્યાનમાળાની સવિસ્તૃત સમાલોચના પ્રા. ડા. શ્રી. રમણલાલ શાહ લખશે જે હવે પછી પ્રગટ કરીશું.
ચીમનલાલ જે. શાહુ મંત્રીઓ. સુબોધભાઈ એમ. શાહ