________________
તા. ૧૬-૯-૭૨.
પ્રબુદ્ધ જીવન
૧૧૫
છે. ક્રોધ, માન, માયા અને લાભમાં સંસાર ફસાયેલ છે અને જો આ ચક્રમાંથી બહાર કાઢવા હોય તો ક્રોધાદિને પરિત્યાગ કર્યા વિના એ કઈ રીતે સંભવિત બનશે?
ધર્મ વિતંડાવાદની વર નથી અને એ લાંબી લાંબી ચર્ચાએની વસ્તુ પણ નથી, એ તે આત્મનિરીક્ષણની વસ્તુ છે. જયારે આત્મામાં ધર્મને ઉદય થાય છે ત્યારે એની બાહ્ય દષ્ટિ અવરુદ્ધ. થઈને અતર્મુખી બને છે અને એ પિકારી ઊઠે છે, “મારા જેટલું કોઈ જ ખરાબ નથી.’ જેઓ દુનિયાની ધાંધલધમાલમાં અટવાઇને પિતાને ભૂલી ગયા છે એમની નાંખે ખેલવા માટે, એમને માટે પર્યુષણ પર્વ આવે છે. આજના જીવનમૂલ્યોએ જીવનનું ગમે તે મૂલ્ય આંકયું હોય, જીવનું મૂલ્ય તો ઘટાડી નાખ્યું જ છે અને જીવ વિના જીવનનું મૂલ્ય જ શું હોય? આ જ પર્યુષાર કહે છે. સાંભળવાવાળા એ સાંભળે છે, જે નથી સાંભળતા તેઓ પણ એક દિવસ જરૂર સાંભળશે, કેમકે જીવનનું વાસ્તવિક સત્ય એમાં જ સમાયેલું છે.
-. કલાસચંદ્ર શાસ્ત્રી [વીર - નિર્વાણ વિચાર સેવા, ઇન્દોરના સૌજન્યથી !
આચાર્ય તુલસીની ‘અગ્નિપરીક્ષા” - આચાર્યશ્રી તુલસીએ “અગ્નિપરીક્ષા' નામે પુરતક ઘણાં વર્ષો પહેલાં લખેલું પરંતુ ગયા ચાતુર્માસ વેળા રાયપુરમાં તેના વિરુદ્ધ સનાતનીઓએ મેટું તૂત ઊભું કર્યું હતું અને પુસ્તકના વેચાણ ઉપર પ્રતિબંધ તે સરકાર પાસે મુકાવ્યો હતો એટલું જ નહિ પણ તેરાપંથી સંઘ વિરુદ્ધ તોફાન પણ કર્યા હતાં. છેવટે મધ્ય પ્રદેશની હાઈકોર્ટે તે ખુલ્ક ઉપરથી પ્રતિબંધ ઉઠાવી લીધું હતું અને પુસ્તકમાં કાંઈ વાંધાભર્યું નથી એમ જાહેર કર્યું હતું અને એ રીતે એ પ્રકરણ પૂરું થયું હતું. પરંતુ જેને કોઈ ને કોઈ બહાને પિતાનું અસ્તિત્વ જાહેર કરવું છે એવા સનાતની નેતાઓએ ફરીવાર આ વર્ષે પણ એ જ પુસ્તક વિરુદ્ધ ધાંધલ શરૂ કર્યું હતું. અને આચાર્યશ્રી તુલસી અને તેરાપંથના અનુયાયીને સજરથાનના ચૂર, આદિ અનેક સ્થાને દગાઠ્યિાદ કરી. હેરાન કરી મૂકયા અને આમાં બળતામાં ઘી હોમવાનું કામ; જેતે આવા કાર્યો સિવાય જાણે કે બીજું કશું જ કરવાનું ન હોય તેમ, પુરીના શંકરાચાર્યું કર્યું. છેવટે સમાધાન શ્રી શ્રી જયપ્રકાશ નારાયણે કરાવી આપ્યું, અને એ પ્રકરણને અત્યારે તે અંત આવી ગયે. સમાધાન, એ પુસ્તકનું પ્રકાશન-વેચાણ વગેરે કશું જ નહીં કરવામાં આવે એવી ખાતરી આપીને કરવામાં આવ્યું છે. પરંતુ આથી કાંઈ તેરાપંથી કે જેનસમજ ઉપર અને પ્રકારની આફત ફરી નહિ જ આવે તેવી અપેક્ષા બહુમતી ધરાવતી સનાતનધમી કોમ પાસેથી રાખી શકાય તેમ જણાતું નથી.
‘અગ્નિપરીક્ષા.” આચાર્યશ્રી તુલસીએ જૈન રામાયણને આધારે લખ્યું હતું અને તેમાં સીતા વિષે જે કાંઈ ઉલ્લેખ હતો તે રાંદર્ભ વિના લોકો સમક્ષ મૂકવામાં આવ્યો હતો અને તે વિષે આપત્તિ ઊભી કરવામાં આવી હતી. ઘટના રાયપુરમાં બની. તેની બીજી આવૃત્તિમાં તે બીનાને આચાર્ય તુલસી સુધારી અને નવી આવૃત્તિ હમણાં પ્રક્ટ કરી. આથી હવે ચૂરમાં એવી આપત્તિ ઊભી કરવામાં આવી કે રામને અનેક પત્ની હોવાનું આ પુસ્તક્માં કહેવામાં આવ્યું છે તે સનાતનધર્મના ભગવાન રામને હલકા પાડવા માટે છે. હુલ્લડ મરયાં, લૂંટ મચી અને આચાર્ય તુલસી અને તેમના અનુયાયીઓ માટે સનાતનીઓએ કેદખાનું રચી આપ્યું. પિોલીસે કરફ્યુ મૂકો. અને તે સમાધાન થયું કે હવે પુરતકનું પ્રકાશન કે વિતરણ બંધ થશે. આચાર્ય તુલસીજએ વિવશ થઈ અને શાંતિ અર્થે, કાજયાનું મોં કાળું એ ન્યાયે, આ સમાધાન ૨વીકારી લીધું. આમ ન બન્યું હોત તે ટંટાફિસાદ કેટલા લાંબા કાળ સુધી ચાલત અને જૈન સમાજ આ અપમાન કેટલા સમય સુધી ગળી લેત તે કહેવાય નહિ. પણ જાણે કે આ માત્ર તેરાપંથીને જ લગતી બાબત હોય તેમ પૂરા જૈનસમાજે આ બાબતમાં ઉપેક્ષા જ લગભગ સેવી એમ કહી શકાય. .
આપણે આચાર્ય તુલસી અને તેમના અનુયાયીને કરી જ મદદ કરી નહિ એટલે તેમણે કરેલા સમાધાન વિરુદ્ધ કશું જ કહેવાને
આપણે હક્કદાર રહેતા નથી. પરંતુ આ તે રે ઘર ભાળ્યા જેવું થયું છે. સનાતન ધર્મની વિરુદ્ધ તમે કશું કહો કે કરશે તે તમારા ઉપર આવી ‘આફત આવી પડવાની, કારણ આપણે અ૫મતીમાં છીએ - આ એક તથ્ય આપણી ઉપેક્ષામાંથી ફલિત થાય છે તે તરફ સમાજે પૂરી રીતે ધ્યાન આપવાની જરૂર છે. * વળી સરકાર જે પિતાને સેકયુલર કહેવડાવે છે તેનો અર્થ એ તે નથી જ કે બહુમતીના ધર્મને આ પ્રકારને પ્રાય મળે અને તેના વિરુદ્ધ કોઈ કાંઈ કશું જ કહી ન શકે. આમાં ખરી ગુનેગાર તે સરકાર છે. તેણે આવા દંગાને શા માટે દાબી દેવા પૂરતાં પગલાં ન લીધા? અને એવી પરિદિતિ ઉભી થવા દીધી કે જેને સરકારે જ મંજૂર રાખ્યું છે તે પુરતંકનું પ્રકાશન બંધ કરવું પડે? એમાં તે સરકારની જ' નામેરી ગણાવી જઈએ. અને લધુમતી ધરાવતા ધર્મોએ આ બાબતમાં અવાજ cઠાવ જોઈએ. માત્ર બહુમતીના બળે લધુમતી કેમની માન્યતા વિશે આ પ્રકારનું દબાણ લાવી બળજબરીથી કાંઈ સમાધાન કરાવી લેવું તે ન્યાય નથી અને ખરી રીતે તે જૈન કેમનું અપમાન છે. આચાર્ય તુલસી તેમની ‘અગ્નિપરીક્ષા’. પ્રકાશિત નહિ કરે પરંતુ અનેક રાખ્યામાં જૈન રામાયણો સમાજમાં પ્રચલિત છે; બૌદ્ધ જાતકમાં જે રામકથા આવે છે તેનું શું? શું માત્ર એક “અગ્નિપરીક્ષા”. લુપ્ત થવાથી સમગ્ર જૈન પરંપરા કે બૌદ્ધ પરંપરામાં જે રમકથા છે અને જેનું સંસ્કરણ હિન્દુ રામાયણથી જુદું પડે છે તે સાપ્ત થશે? કાલે તે વિરુદ્ધ પણ નવાઈ નહિ આવે તેની ફી ખાતરી ? માટે આ બાબતને મૂળમાંથી જ ડામવી જરૂરી છે. અન્યથા સનાતનીના શંકરાચાર્ય જેવા નેતાની તૂત વાગશે ચાને ધાર્મિક સ્વાન સ્મને નામે લઘુમતી કોમને ભાગે ચૂપ રહેવાનું જ પડશે. આથી આવી નાની ઘટનાથી પણ જેઓ વિચારસ્વાન સમ- માને છે અને ધર્મસ્વાતંત્ર્યમાં માને છે તેમણે સમયસર ચેતવાની જરૂર, છે.. અને “અગ્નિપરીક્ષા’ ફરી પ્રકાશિત થઈ શકે તે પ્રયત્ન કરવાની જરૂર છે. આમ નહિ બને તે આ દેશમાં ધમધતાનો તોટો નથી અને બહુમતીમાં એની કમી નથી એટલે જૈન, બૌદ્ધ, ખ્રિસ્તીઓએ તે ધર્મને નામે ગુલામી જ સ્વીકારવાની રહેશે. ઘટના નાની છે પણ તેનાં દુષ્પરિણામે દૂરગામી થવાનાં, એમાં સંદેહ નથી. - - સનાતન ધર્મના વિરોધ ખાતર વિરોધ કરવો એ દષ્ટિી કશું ન લખાય પરંતુ પોતાના ધર્મની પ્રાચીન માન્યતા પણ પ્રકટ ન કરી શકાય એ રિથતિ તે રહેવી ન જોઈએ. અનેક માં તારા ૨ોવી હોય છે જેને ધર્મ સાથે ખરી રીતે કશું જ લેવાદેવાનું હોતું નથી. રામને અનેક રાણીઓને વિરોધ કરનાર સનાતનીઓ કૃષ્ણને અનેક રાણીને રવીકાર કેમ કરે છે? - સાર એ છે કે એક કે અનેક રાણી હોવા ન હોવાને સનાતન ધર્મ સાથે સંબંધ નથી અને છતાં એ પ્રશ્નને લઈને ‘અગ્નિપરીક્ષાનું પ્રકાશન - વિતરણ બંધ કરાવ્યું તે તથા અનુચિત જ છે. આ વરતુ સરકાર અને રાનાતની બન્નેને સમજી લેવી જોઈએ અને ધર્મને નામે કલેશ નહિ પણ ભાઈચારાને વધારો કરવો જોઈએ.
-દલસુખ માલવણિયા ભૂલ સુધારી પ્રબુદ્ધ જીવનના તા.૧-૯-૭૨ ના અંકમાં “મરણપૂર્વે લેખની તંત્રીનોંધમાં શ્રીમતી લીલાવતી મુનશીનું શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકની માંદગી વિશેનું કથન સરતચૂકથી રહી ગયું હતું એ નીચે પ્રમાણે છે: "Shri Indulal Yagnik after being in coma for 82 days was ultimately allowed to die. Was his agony prolonged because his body was subjected to experimentul purposes by doctors?” . ' ' – તંત્રી
*