SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ પ્રબુદ્ધ જીવન - તા. ૧૬-૯-૭૨ ભટકનારાઓને માર્ગદર્શન આપીને એમનામાં સુષુપ્ત રહેલા સદ્- ગુને જાગૃત કરે છે. પર્યુષણના હાર્દને સમજવા અને સમજા- tવવાની મૂળ તે ખાસ જરૂર છે. પણ સમજાવવાવાળા જ જે આ હાને ન સમજે હોય તે એમાં પર્યુષણનો શું દેષ? ધર્મ ધર્મ મ મેં હેય છે, વેપાર માટે નહિ. વેપારમાં ધર્મ આચરી શકાય છે, ધમાં વેપાર આચરી શકાય નહિ. ' - આજે “ગરીબી હટાવો'નું સૂત્ર પેકારીને સમાજવાદ લાવ તે પ્રાય થઈ રહ્યો છે, એમાં પર્યુષણ પર્વ કેટલે અંશે મેગદાન કરી શકે તેમ છે એ પણ વિચારવું રહે છે. જૈન ધર્મને ગૂંજી પતિએને ધર્મ કહેવામાં આવે છે, કેમ કે એમાં માનવાવાળા મુંજી પતિ હોય છે એમ મનાય છે. પણ વાસ્તવમાં જૈન ધર્મ મૂડીવાદીઓને નથી, એ સર્વસ્વનો ત્યાગ કરનાર મહાત્માઓને ધર્મ છે. જે ધર્મને આરાધ્ય સર્વસ્વત્યાગી મહાત્મા હોય એને મૂડીવાદી કઈ રીતે કહી શકાય? જૈન ધર્મમાં બાહ્ય સંપત્તિને પરિગ્રહ કહેવામાં નથી આવતી પણ એના પ્રતિ માણસને જે મમત્વભાવ હેણ છે એને પરિગ્રહ કહેવામાં આવે છે. જો કોઈની પાસે બાહ્ય રીતે એક લંગોટી પણ ન હેય પણ એને એ મેળવવાની તીવ્ર લાલસા હોય તો એને અપરિગડી નહિ પરિગ્રહી જ કહેવાય. પણ જેનામાં રા િમમત્વભાવ નથી હોતે એની પાસે સંપત્તિ તે પણ પેતાને એને સ્વામી માનતા નથી અને એના પ્રત્યે ઉદાસીન રહે છે તેમ જ એક દિવસે એ બંધ છેડીને ચાલી નીકળે છે. આ અનાસકિત ભાવ જ અકિંચનનું જીવન છે, અને એ સાચા સમાજવાદ છે કે જેમાં માનવીની પાસે જે કંઈ છે અને એ પેાતાનું માનતા નથી. આ ભાવ મનમાં જાગે નહિ ત્યાં સુધી સાથે સમાજવાદ આવી શકશે નહિ. કાનુની સમાજવાદ અને ધર્મમુલક સમાજવાદમાં આ જ ફરક છે. કાનુની સમાજવાદ ઉપરથી લાદવામાં આવે છે ત્યારે ધર્મમૂલક સમાજવાદ અંત:પ્રેરિત હોય છે. ઉપરથી જે કંઈ લાદવામાં અવે એમાં માણસ છેતરપિંડી કરી શકે છે, પણ જે કંઈ અંત:પ્રેરિત હેય એમાં આ માટે અવકાશ નથી હું તે. પરનું માણસમાં લેભિમુલક સંસ્કાર એટલી પ્રબળ હોય છે કે એ કશું છેડવા માટે અસમર્થ જ રહે છે. આવા માણસને સર્વસ્વ ત્યાગ કરનાર સાચી સાધુએ પિતાના જીવન દ્વારા ત્યાગની ઉદાત્ત ભાવના દર્શાવીને સુ $:/ન આપી શકે છે અને ત્યારે સંપત્તિના ચેડા અંશને હેકહિને માટે ત્યાગ કરીને, ધીરે ધીરે ત્યાંગના પાઠ ભણીને એ આનદિન થાય છે. આ જ ના જમાનાની પદ્ધતિ એજિ પણ માણસના મનને ઉનત બનાવવામાં સહાયભૂત થઈ શકે છે. પણ આજને સમાજવાદી માનવી પૂરતન યુગના મૂડીવાદી માનવીના કરતાં વધારે અનુદાર અને સ્વાર્થી છે. પુતન યુગને. માનવી મૂડીપતિ હોવા છતાંયે મૂડીવાદી નહે. પણ આજના યુગને સમાજવાદી માનવી મૂડીપતિ ન હોય તો પણ અંત:કરણથી મૂડીવાદી છે, કેમકે કાનૂન મૂડીપતિત્વને મિટાવીને પણ મૂડીવાદી મનાવૃત્તિને મિટાવી શકતો નથી. આ કામ તે પર્યુષણના દસ ધર્મ જ કરી શકે છે. એને એ પ્રભાવ હતો કે બધા જ તીર્થકરેએ રાજકુટુંબમાં જન્મ લીધો હતો છતાંયે - તપ સર્વસ્વનો ત્યાગ કરીને પરિગ્રહી માનવ સામે ત્યાગનો ઉચ્ચ દર્શ રજૂ કર્યો. એ જ રીતે આજે વસતિવધારાને રોકવા માટે સંગ પર નિયંત્રણ મૂકવાને બદલે એવી પ્રક્રિયા અપનાવવામાં આવે છે, જે સંભેગને કેવળ પુષ્ટિ જ નથી આપતી પણ એના દુરુપયોગને પ્રોત્સાહન આપે છે. આથી ચાનૈતિક વ્યભિચારને પ્રોત્સાહન મળે છે એટલું જ નહિ પણ સ્ત્રી અને પુરુષ બંનેના સ્વાથ્યને નષ્ટ કરે છે. શું મર્યાદિત બ્રહ્મચર્ય અને ઈલાજ નથી? એક ગાંધીજી હતા જેમાં બ્રહ્મચર્યનું રટણ કરતા હતા. આજે તે કેઈના મોંમાંથી બ્રહ્મચર્ય શબ્દ સાંભળવા મળી નથી. જે ભૂમિએ અખંડ બ્રહ્મચારીઓને જન્મ આપ્યો અને જેનાં શાસ્ત્રો બ્રહ્મચર્યના મહિમાથી ભરેલાં છે. એ ભૂમિનાં નવાં સંતાને મર્યાદિત બ્રહ્મચર્યના નામમન્ના ડરે એ આશ્ચર્યની વાત નથી? બ્રહ્મચર્યપાલન મુશ્કેલ હોઈ શકે છે પણ એ હાનિકર્તા નથી. અમર્યાદિત સંભોગ અવશ્ય હાનિકારક છે. પણ આ ક્ષેત્રે પશ્ચિમમાં આજે એટલી બધી પ્રગતિ થઈ રહી છે કે એ વિશે વાંચીને પણ રોમાંચ ખડા થઈ જાય એવું છે. સિનેમાઓમાં સંભોગનાં નગ્ન દશ્યો બતાવવામાં આવે છે ? અને એ જોવા માટે લોકોને ભારે ધારે થાય છે એવી વાતો પણ સાંભળવા મળે છે. આ વિશે એમ કહેવામાં આવે છે કે લકો જે જોવા માગે છે એના પર પ્રતિબંધ શા માટે મૂકવો જોઈએ. ચાશાની બાળકો જ્યારે બૂરાઈઓમાં ફસાવા લાગે છે ત્યારે એમના સમજદાર પાલકે એમને રેકતા નથી? બૂરાઈનું પણ સામાજીકરણ કરવામાં આવે એ પણ કોઈ સમાજવાદી દષ્ટિકોણ હોઈ શકે ખરો ? આ બધું કહેવાને સારાંશ એ છે કે નવા જીવનમૂલ્યોની સંદર્ભમાં પર્યુષણ પર્વની ઉપાદેયતા વધી ગઈ છે. આજનો યુવાન પુરાણાં પર્વો પ્રત્યે આસ્થાહીન બને છે અને પશ્ચિમની ભેગપ્રધાન સંસ્કૃતિએ એને ત્યાગપ્રધાન સંસ્કૃતિથી વિમુખ બનાવ્યું છે. એમ છતાં પુરાતન સંસ્કૃતિના ચાહકો ઉદારતા અને સમજદારીથી કામ લે તે બગડેલી વાતને ફરી સુધારી શકાય તેમ છે. પર્યુષણ પર્વ ખાસ ધાર્મિક પર્વ છે. પર્વના દિવસમાં પૂજા, વ્રત, ઉપવાસ, શાસ્ત્રાવણની પ્રવૃત્તિ રહે છે, આ પ્રવૃત્તિને નવાં જીવનમૂલ્યોના સંદર્ભમાં હાસ્યાસ્પદ પણ માનવામાં આવે છે. * આનાં અનેક કારણો છે. આમાં દોષ માત્ર નવી પેઢીને નથી, જૂની પેઢીને પણ છે. જૂની પેઢી નવી પેઢીને પિતાના જેટલી જ રૂઢિચુસ્ત જોવા માગે છે પણ એ માટે કંઈ પ્રયત્ન કરતી નથી. જો એ બચપણથી નવી પેઢીની સાર-સંભાળ લે, એની ઉપેક્ષા કરવાને બદલે એના પ્રત્યે પોતાના વેપારમાં એ જેટલું ધ્યાન આપે છે એટલું ધ્યાન આપે તો આવી સ્થિતિ થવાનો સંભવ નથી. આ સાથે યુવાન પેઢીની જિજ્ઞાસાઓને સયુકિતક ઢંગથી શાંત કરવાની પણ જરૂર છે. “જીવનને દષ્ટિકોણ કેવો હોવો જોઈએ? ' એમાં એક રીતે ધર્મની જ વ્યાખ્યા રહેલી છે. આજે તે ધર્મનું નામ ન હોય પણ ધર્મની વાત હોય એની આવશ્યકતા છે. ધર્મના નામમાત્રથી આજની પેઢી ચોંકી ઊઠે છે. એટલે જૂની પેઢીના લોકે પર્યુષણ પર્વને ભલે જૂની શૈલીથી પાળે પણ એમાં નવી પેઢીને પણ આકર્ષણ થાય એવું કંઈક રાખે. ધાર્મિક સંગીતગોષ્ઠિઓ, ધાર્મિક ચર્ચાસભા, નવયુવકેપગી સમસ્યાપ્રધાનચર્ચાઓ, ભાગ અને ત્યાગની વાત, વગેરે એવા કેટલાક વિષયે છે જેની અસર આ પર્વની સૌથી મોટી ઉપયોગિતા એ છે કે માર્ગભૂલેલાઓ પણ આ દિવસમાં કંઇક તો વિચારતા કરતા હોય છે અને એને જ ઉપયોગ કરી લેવાનું આપણું કામ છે. તમારા આ કામમાં જેટલી ઉદારતા, વાત્સલ્ય અને માર્ગપ્રભાવનાની ભાવના હશે એટલી તમને એમાં સફળતા મળશે. ‘પર્યુષણ પર્વ” એ નામ જ સફળતાનું ઉધક છે. એને આપણે પૂરેપૂરો લાભ લેવું જોઈએ. જરૂર કરતાં વધારે કટ્ટરતા રાખવામાં આવે એ પણ નુકસાનકારક છે. બુઝર્ગોએ નવયુવકો સાથે વ્યવહાર કરતી વખતે એ નહિ ભૂલવું જોઈએ કે તેઓ પણ એકવાર યુવાન હતા અને આજના યુવાનેથી કોઇ વાતમાં ઊતરતા નહોતા. જ્યારે તેઓ બુઝર્ગો બનશે ત્યારે તેઓ તમારી માફક જ વર્તશે. ધર્મ રાહૃદયતાની વનું છે, જડતાની નથી. જે વ્યકિતના હૃદયમાં માર્ગભ્રષ્ટો પ્રત્યે, આવારાઓ પ્રત્યે, ઉછું ખલ પ્રકૃતિના માણસે પ્રત્યે, પાપીઓ પ્રત્યે કરુણાનો ભાવ નથી જાગતે તે ધર્મને પાત્ર નથી. જે ક્રોધને પાત્ર છે, એના પર કોઈ ન કરીએ એ જ ક્ષમા છે. અવિનયી માણસોના અવિનયની સામે વિનયી રહીએ એમાં જ મૃદુ તા છે. છેલપ્રપંચમાં ફસાયેલા પ્રત્યે નિરવ વ્યવહાર કરીએ એમાં જ આર્જવા
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy