________________
તા. ૧૬-૯-૭૨
વત્સરીના પવિત્ર દિવસે યાદ કરીએ કે ભગવાન મહાવીરને જવનસંદેશ, ૨૫૦૦ વર્ષ પૂર્વે જેટલો ઉપયુકત હતા તેટલે જ અને તેથી વિશેષ વર્તમાનમાં છે. If Jainism is a living religion, Jains must respond to the challenge of time. આ સાચું પ્રતિક્રમણ છે.
* સાધુ–સાધ્વીઓની સેવાશુષા
પ્રબુદ્ધ જીવન
આપણાં સાધુ - સાધ્વીઓના માંદગીને પ્રસંગે યોગ્ય સારવાર થાય તેવી વ્યવસ્થા ઘણી જરૂરી છે. સાધુની આચારમર્યાદા લામાં
રાખી આવી વ્યવસ્થા થવી જોઇએ. સામાન્ય બીમારી હોય ત્યારે કેટલાક સંધા અથવા શ્રાવકો ધ્યાન રાખે છે. વિદ્રાન અથવા જાણીતા સાધુ સાધ્વી હોય તેમને બહુ મુશ્કેલી નથી પડતી, પણ સામાન્ય સાધુ – સાધ્વીને કેટલીક વખત મુશ્કેલી પડે છે. તેમાં ખાસ કરીને શહેરા કરતાં ગામડાઓમાં વિચરતા હોય ત્યારે વધારે મુશ્કેલી પડે છે. સામાન્ય માંદગી કરતાં, વિશેષ બીમારી હાય, જેમાં આપરેશનની જરૂર હોય અથવા હોસ્પિટલમાં કેટલાક રામય રહેવાની જરૂર હોય ત્યારે યોગ્ય વ્યવસ્થાના ભાવે સાધુસાધ્વીઓને બહુ સહન કરવું પડે છે. જાહેર હૅૉસ્પિટલેામાં આવી વ્યવસ્થા સરળતાથી થઇ શકતી નથી.
હું અનુભવથી લખું છું. મુંબઈ જૈન કિલનિકમાં આવે ઠીકઠીક અનુભવ થયો છે. સાધુ-સાધ્વીઓમાં માંદગીનું પ્રમાણ ઓછું નથી. વળી થોડુંઘણું હોય ત્યાં સુધી સહી લે છે, કહેતાં ૫. નથી હોતાં.
. જાહેર હૅસ્પિટલેામાં આવી બધી વ્યવસ્થા ખર્ચની જોગવાઇ વિના કરવી અઘરી થઇ પડે છે. મુંબઇમાં કેટલીક વખત સંઘે અથવા શ્રાવકો આવું પૃ.૨ ઉપાડી લે છે. પણ કાંઈક કાયમી વ્યવસ્થા હાય એ વિશેષ જરૂરી છે. એક વૉર્ડ અથવા રૂમ તેને માટે અલગ રાખવામાં આવે અને તેનું ખર્ચ કોઈ સંધ કે શ્રાવક ઉપાડી લે. જૈન કિલનિકમાં બધા ફિરકાનાં સાધુ-સાધ્વીઓ માટે સમાન ભાવે સેવા થાય છે.
આ લખવાનું પ્રાપ્ત થયું છેએક કિસ્સા ઉપરથી જીરીમાં ટી. બી. હોસ્પિટલ છે. ભાઈ જયન્તીલાલ માવજી શાહ થોડા વખત પહેલાં તેની મુલાકાતે ગયા હતા. ત્યાં આ વાતની ચર્ચા થઇ ત્યારે તેમણે જાણ્યું કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફ્થી કાંઈક રકમ આપી એક બ્લોક બંધાવેલ છે પણ તેના ચાલુ ખર્ચની કાયમી વ્યવસ્થા નથી. ત્યાં એક ફ઼ી પથારી માટે રૂા. ૨૦,૦૦૦ લેવામાં આવે છે. શ્રી જયતીભાઈએ એવી એક ફ઼ી પથારી માટે પોતાના ટ્રસ્ટ તરફથી રૂા. ૨૦,૦૦૦ આપ્યા અને આટલી વ્યવસ્થા થઈ છે.
સુરેન્દ્રનગરમાં ટી. બી. હોસ્પિટલ થાય છે ત્યાં પણ બે ત્રણ પથારીના આવા એક બ્લૉક અથવા કોટેજ જુદું બાંધી તેમાં સાધુસાધ્વીના આ ચારને અનુકૂળ એવી વ્યવસ્થા થઈ શકે.
આવી વ્યવસ્થાની અનુકૂળતા વધારે એવી હૅરિપલેામાં થાય કે જ્યાં જૈન સાધુ - સાધ્વીના આચારની કોઈક સમજણ હાય અને આવી અનુકૂળતા કરી આપવાની વ્યવસ્થાપકોની ભાવના હોય.
સ્થળે સ્થળે આવી વ્યવસ્થા કરવાની જરૂર છે. જૈન કિલનિકના મારા અનુભવે હું જાણું છું કે મુંબઈમાં જૈન કિલનિકથી સાધુ - સાધ્વીઓને કેટલી અનુકૂળતા આપી શયા છો. આવી સારવાર માટે સાધુ-સાધ્વીઓ મુંબઈ આવે છે અને ચાકુ પર ૐ છે. ચીમનલાલ ચકુભાઈ
૧૨-૯-’૭૨
3
૧૧૩
પર્યુષણ : નવાં જીવનમૂલ્યાનાસ દર્ભમાં
નવાં જીવનમૂલ્યોના સંદર્ભમાં પર્યુષણની ઉપયોગિતા ઓછી નથી થતી, પણ વધે જ છે. એ ઠીક છેકે આપણી રાયવ્યવસ્થા ધર્મનિરપેક્ષ છે અને આ ધર્મનિરપેક્ષતાએ સાથે જ આપણને ધર્મમાત્રથી નિરપેક્ષ કરી દીધા છે, એટલે સુધી કે માનવ માનવધર્મથી પણ નિરપેક્ષ થતા જાય છે. આવી પરિસ્થિતિમાં તે માનવધર્મના પ્રચાર સૌથી વિશેષ આવશ્યક છે.
ઉદાહરણ તરીકે ભારત અને પાકિસ્તાનના પારસ્પરિક સંબંધાને જ લા, ચોક બાજુ ક્રોધ, અહંકાર, ધૃણા અને જૂઠાણાનું નગ્ન તાંડવ અને બીજી બાજ ક્ષમા, બૈર, સૌહાર્દ અને સત્યનું આલિંગન. પ્રથમનું પરિણામ આવ્યું પાકિસ્તાનનું વિભાજન અને બીજાનું પરિણામ પાકિસ્તાન તરફથી પોતાની ભૂલ કબૂલ કરવામાં આવ્યું. જે પાકિસ્તાનનાં ધૃણા, વેર અને દર્ભની સામે ભારતે પણ એવી જ વલણ અપનાવી હોત તે બંનેના વિનાશ નિશ્ચિત જ હતો. પાકિસ્તાને પોતાના જ અંગભૂત સ્વધર્મી બંગબંધુઓની સાથે જે દુર્વ્યવહાર કર્યો એથી બંને વચ્ચે એક એવી ખાઈ રચાઈ જેને પૂરવાનું દુષ્કર બની ગયું. ભારતે બંગાળી નિરાશ્રિતોને આશ્ચય આપીને તથા બંગલા દેશના નાગરિકોને પાકિસ્તાનના પંજામાંથી છેડાવીને જે સૌહાર્દ દાખવ્યું એથી બંગલા દેશના ભારત સાથેના સંબંધ બંધાયો.
બે વિરોધી દેશનું આ જીવન અને સંયોજન નવાં જીવનમૂલ્યોના સંદર્ભમાં પર્યુષણ પર્વની મહત્તાને જ સ્થાપિત કરે છે,
આજના માનવ સ્વાર્થપરાયણતાનો શિકાર બન્યો છે. પોતાની સ્વાર્થ સાધવા માટે એ શું નથી કરતો? આજે કોઈનો જાન લેવા એ સાવ સામાન્ય વાત જ બની ગઈ છે. ઘરમાંથી બહાર નીકળીને પછી સુરક્ષિત રીતે ઘરે પાછા ફરીએ એને પણ ઈશ્વરની કૃપા માનવામાં આવે છે. ચારી અને વ્યભિચાર હવે પાપ નથી. લાભને લીધે માણસ અંધ બની ગયા છે. પરલોક, ધર્મ અને ઈશ્વરને નવી પેઢી કેવળ ખાલી વાતો માને છે. ધર્મના અધિષ્ઠાતા, વ્યાખ્યાતા અને પ્રચારક પણ કહે છે કંઈ અને કરે છે એનાથી સાવ જુદું જ. આજે ધર્મના પક્ષે જેટલા વિવાદ, કંકાસ, અહંકાર અને જૂઠ છવાયેલાં છે એટલાં સામાન્ય માણસમાં નથી હોતાં. શું પર્યુષણમાં પણ મંદિર સુધી આ તકલીફો પહોંચી નથી? પણ આ કારણે જ પર્યુષણને વ્યર્થ માનવામાં આવે કે પર્યુષણ પાળવાનું જ બંધ કરવામાં આવે એ ઉચિત છે?
જ્યારે દુનિયામાં બૂરાઈને ફેલાવો થાય છે ત્યારે ભલાઈનું મૂલ્ય ઓછું નથી થતું, ઊલટાનું વધે છે અને જેઓ પગથી માથા સુધી બૂરાઈમાં ફસાયેલા હોય છે એમની દષ્ટિમાં જ એનું મૂલ્ય વધુ હોય છે. ભલે - સારા માણસ ખરાબ માણસના જેટલું ભલાઈનું મૂલ્યાંકન કરી શકતા નથી.અંજન ચારને જિનદત્ત શેઠના વચનામાં જેટલી આસ્થા હતી એટલી આસ્થા જિનદત્ત શેઠના શિષ્યોને નહાતી.
જ્યારે રાગ વધી જાય છે ત્યારે દવાનું મૂલ્ય ઘટતું નથી, વધે છે. નવાં જીવનમૂલ્યાએ ધર્મનું મૂલ્ય ઘટાડયું નથી, વધાર્યું છે. જ્યારે અસંયમ, ભાગવિલાસના અતિરેક થાય છે ત્યારે માણસ સંયમની શોધમાં, જેવી રીતે અમેરિકન હિપ્પીઓ અમેરિકાના સુખવિલાસને છાડીને ભારતમાં આવી ઘૂમી રહ્યા છે, એવી રીતે ભટકયા કરે છે. મોટા મોટા ધનપતિએ પણ નાગા સાધુઓનાં ચરણામાં પડે છે અને એમના આશીર્વાદ મેળવવાની ઈચ્છા રાખે છે.
માણસ ભાગવિલાસથી છેવટે થાકી જાય છે, પણ ત્યાગથી એ કદી થાકતો નથી. દિવસ - રાત બકરીની માફક માં ચલાવ્યાં કરતે માણસ ભાજનના એવા આનંદ નથી પામી શકત જેવા મિતાહારી પામી શકે છે. જીવનનાં મૂલ્યો પરિસ્થિતિ પ્રમાણે બદલાયા કરે છે. પણ માનવજીવનમાં સમાયેલા ત્ય - ગુણાનું મૂલ્ય શાશ્વત છે. એની તરફ દિષ્ટ પડતાં જમાનવમનનું અંત" વિલીન થાય છે અને શાંતિની સુખદ ધારા વહેવા લાગે છે. પર્યુષણ આપણને આની તરફ જ અભિમુખ કરે છે અને માર્ગ ભૂલીને યાંત્યાં