SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪. પ્રબુદ્ધ જીવન તા. ૧-૯-૭૨ રહી. એક બાજુ નિયમિત રીતે કોલેજમાં કામ ચાલતું હતું અને બીજી બાજુ આંદોલનકારોની પ્રચંડ બૂમાબૂમે ચાલતી હતી. જાણે બન્નેએ શાંતિમય સહ-અસ્તિત્વ (પીસફૂલ કો-એકિઝસ્ટન્સ)નાસિદ્ધાં- તને સ્વીકાર કર્યો હોય તેમ લાગતું હતું. વાતાવરણ ગમે ત્યારે ઉશ્કેરાટ અને તેફાનભર્યું અને તેની મને ભીતિ લાગતી હતી. એવામાં મારી કૅલેજના મુખ્ય દ્વાર પાસે મારી જ કોલેજના એક સહેજ મોટી વયના વિદ્યાર્થીને મેં માથે રૂમાલ બાંધતો જો અને પછી નીચે વળીને પથ્થર લેતા હોય તેવો મને ભાસ થશે. મેં એને બેલા ને પૂછ્યું: “નીચે વળીને પથ્થર લેતા હતા? કાંઈક તોફાન કરવાની ઇચ્છા છે?” “ના, સાહેબ, હું તે શાતિથી ઊભું છું.” માથે રૂમાલ કેમ બળેિ છે? નીચે વળતાં મેં તમને જોયા એટલે પથ્થર લેવો હશે એમ મને લાગ્યું હતું. પણ તમારું કહું માનું છું કે તમે શાન્તિથી ઊભા હતા.” “તડકો લાગતો હતો એટલે માથે રૂમાલ બાંધ્યું.” “તમે આજે આટલી બધી અદોલન કરનારની બૂમ સંભળાઈ રહી છે તે વખતે આમ બહાર ઊભા રહ્યા છો તેથી મને નવાઈ લાગે છે. તમે વર્ગમાં કેમ નથી ગયા?” “હું પ્રથમ વર્ષ વિનયનમાં છું. મારો વર્ગ સાડા બારે શરૂ થાય છે.” “તો પછી અત્યારે સવા અગિયારે કૅલેજમાં શા માટે આવ્યા છે?” કશે જવાબ ન મળ્યું. મેં સ્મિત કરતાં પૂછયું, “તમે આ અદેલનમાં ભાગ લેવા ઈચ્છો છો ?” એણે ધીમેથી કહ્યું, “હા, સાહેબ.” “શા માટે? તમારું દષ્ટિબિન્દુ તે સમજાવો,” મેં પૂછ્યું. “ચૂંટણીના કારણે પરીક્ષાઓ થોડા દિવસ મેડી શરૂ કરવી જોઈએ. એમ માનું છું. ચૂંટણી વખતે વિદ્યાર્થીઓ કેમ વાંચી શકે?” એકવીસ વર્ષની ઉંમરે મતાધિકાર મળે છે; મેઢા ભાગના વિદ્યાર્થીએ મતાધિકારની ઉમરના જ હોતા નથી; પછી ચૂંટણીમાં એમને શું કરવાનું હોય? એમનું મુખ્ય કર્તવ્ય અભ્યાસ કરવાનું છે. તમારી ઉંમર કેટલી?” “મને તેવીસ વર્ષ થયાં. હું મતદાર છું.” ' “પણ તમારી ઉંમરના કે તમારાથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓની સંખ્યા ભાગ્યે જ પાંચસાત ટકા હશે. મોટા ભાગના વિદ્યાર્થીઓનું હિત જોવું એ તમારી ફરજ ખરી ને? એ પ્રશ્નને વિચાર બીજી રીતે પણ કરવો ઘટે છે. ઈન્ટર સાયન્સના વિદ્યાર્થીઓમાંથી મેડિકલ કે ઈજનેરી કૅલેજમાં દાખલ થવા ઈચ્છતા વિદ્યાર્થીઓની તક્લીફને વિચાર કર્યો છે? તમે જાણો છો કે મેડિકલ, ઈજનેરી કે ટેકનિક્સ કોલેજોમાં પ્રવેશ મેળવવાની તારીખ નક્કી થઈ ગઈ હોય છે. આ રાજયમાં જેમને પ્રવેશ ન મળે તેમને બીજાં રાજ્યમાં મેળવવો હોય તે તે તારીખે ફેણ ફેરવશે? પરિણામે, તમારા જ વિદ્યાર્થીમિત્રોનું અહિત થશે તેને વિચાર કર્યો છે?” “એને ખ્યાલ મને નહોતે,” એમ તેણે જવાબ આપ્યો અને તે સહેજ વિચારમાં પડે હોય તેમ મને લાગ્યું. “એક બીજી રીતે પણ વિચાર કરવો જોઈએ. ધારો કે પરીક્ષા ડી મેડી લેવાનું નક્કી કર્યું. તમે જાણો છો ને કે માર્ચના ત્રીજા અઠવાડિયાથી મેની આખર સુધી પરીક્ષાઓ ચાલે છે? ગયે વર્ષે કૉલેજ ઊઘડી ત્યારે દ્વિતીય વર્ષ વિનયનનું પરિણામ બહાર પડયું હતું. હવે પરીક્ષા મેડી થાય તેથી પરિણામ મેડું બહાર પડે એટલે કૅલેજ મેડી ઉઘાડવી જોઈએ એમ પણ એમાંથી ફલિત થાય છે ને? તે આ બધું વિદ્યાર્થીઓના હિતમાં છે તે પણ જયારે દર મોટે ભાગ મત આપવાને લાયક ગણાય તેવી ઉમરે ન પહોંચ્યા હોય ત્યારે !” આ વસ્તુઓને મને ખ્યાલ જ નહોતે,” નિખાલસતાથી તેણે કહ્યું. હવે તો ખ્યાલ આવ્યો ને?” મેં પૂછયુ. “હા, જી. પણ બધા વિદ્યાર્થીઓને ર્ફોર્મ આપવાં જોઈએ અને યુનિવર્સિટીની પરીક્ષામાં બેસવા દેવા જોઈએ એમ હું માનું છું.” શા માટે?” “સાહેબ, અમે એસ. એસ. સી. પાસ થયા છીએ એટલે અમારી સામાન્ય બૌદ્ધિક કક્ષા ઠીક છે એમ પુરવાર થયું ગણાય. કદાચ બહુ ન વાંચ્યું હોય અથવા વંચાયું હોય અને પૂર્વપરીક્ષામાં પરિણામ સારું ન હોય તો પણ છેલ્લા બે મહિનામાં મહેનત કરીને પાસ થઈ જવાય. તે અમારું કૅર્મ રોકવું અને પરીક્ષામાં બેસવા ન દેવા એ કઈ રીતે ન્યાયી ગણાય?” તમારી વાતને જરા બરાબર વિચાર કરો. ઈતિહાસ-ભૂગોળ જેવા વાંચવાના વિષયો હોય તે વાંચીને કદાચ કંઈક જરૂર તૈયાર થઈ શકે, પરંતુ ગણિતશાસ્ત્ર કે પદાર્થવિજ્ઞાન જેવા વિષયોમાં કાંઈ જ અભ્યાસ થયો ન હોય તો છેલ્લા બે મહિનામાં ચોવીસે કલાક મહેનત કરે તે પણ પાસ થઈ ન શકે. એ વિષના અભ્યાસક્રમના અંગે પરસ્પરની સાથે જોડાયેલાં છે; એક અંગ ન સમજાય તે ત્યાર પછી પગથિયું ન ચડી શકાય. આવા વિષમાં અગાઉની બધી પરીક્ષાઓમાં ખરાબ પરિણામ હોય તે તેને ઑર્મ શા માટે આપવું? પાસ થવાની શકયતા જરાય ન હોય ત્યારે પણ એને યુનિવર્સિટીની પરીક્ષામાં બેસવા દેવાથી શું ફાયદો? બીજી વાત. તમે વિદ્યાર્થી છો અને હું પણ હતે. આપણી વાંચવાની ગતિ પરીક્ષા નજીક આવે છે ત્યારે વધે છે એ હકીકત તો સ્વીકારશે ને? જો બધાને જ પરીકામાં બેસવાની છૂટ અપાય તે પૂર્વ-પરીક્ષા માટે સૌ ગંભીરપણે તૈયારી ન કરે તે દેખીતું છે. તો પછી યુનિવર્સિટીની પરીક્ષા વખતે પણ તમારી દલીલ આગળ વધારીએ તે વધુ વિદ્યાર્થીઓને પાસ કરવા માટે અદિાલન કરવું જોઇએ એમ પણ તેમાંથી ફલિત થાય ને?” હું વિનયનમાં છું એટલે ગણિતશાસ્ત્ર વગેરે વિષયને ખ્યાલ મને નહોતો આવ્યો. તમારું દષ્ટિબિન્દુ હું સમજી શકું છું.” મને તમારી નિખાલસતા જોઈ આનંદ થાય છે. વિદ્યાર્થીઓ વધુ જવાબદારી સમજી વાંચે, મહેનત કરે, તો પરીક્ષાનું પરિણામ સારું આવે. તેથી શિક્ષણની ગુણવત્તાનું સ્તર વધે. અન્ય દેશના વિદ્યાર્થીઓની સરખામણીમાં આપણા વિદ્યાર્થીએ સારું રણ જાળવી શકે. તેમાં વિદ્યાર્થીઓનું તેમ જ રાષ્ટ્રનું હિત સમાયેલું છે એ સ્પષ્ટ વાત છે; તેથી બધાને જ પરીક્ષામાં બેસવા દેવાની માગણી કરવી એ કઈ દષ્ટિએ ન્યાયી ગણાય?” મારા કહેવાની એ વિદ્યાથી ઉપર ઠીક અસર થઈ એ હું જોઈ શકયો. મેં એને કહ્યું, “મેં મારે દષ્ટિકોણ સમજાવ્યા. હવે તમે જઈ શકો છો અને અદિલનમાં ભાગ લેવાનું વાજબી લાગે છે તેમ કરવા તમે સ્વતંત્ર છે.” એ વિદ્યાથી ગયે. એની સાથેના ત્રણચાર મિત્રો પણ તેની સાથે ગયા. પછી અદિલનકારોના ટેળામાં ન જતાં તે ઘેર ગયા અને તેફાન કરનારાઓના ટોળામાં તેઓ ન ભળ્યા. સમજાવટથી થયેલી શુભ અસર જોઈને મારું શિક્ષક-અંત:કરણ સતિષ પામ્યું. (ક્રમશ :) અમૃતલાલ યાજ્ઞિક
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy