________________
તા. ૧-૯-૭૨
સ્થિતિ સુસંગત નથી. કેમકે, જો એ પ્રમાણે થઈ શકતું હોય, તો પણ, ક્યારે મુક્ત થશે તેની અગાઉથી કોઈને પણ જાણ ન હાય. કોઈકને પણ—ભલેને કૈવલ્લશાનીને એની જાણ છે એ બતાવે છે કે હરએક આત્માનું ભાવિ પૂનિર્ણીત છે. જો એમ હોય તો એ આત્માનો સઘળા પુરુષાર્થ માત્ર તાંત્રિક (tachnical) અર્થમાં તેના મા ભલે પાસે લાવતો હોય, પણ વ્યાવહારિક અને પારમાર્થિક અર્થમાં તો એ કાર્યકારી નીવડતો નથી. એનો અર્થ તો એટલા જ થયો કે જેમ જડ તત્ત્વ પોતાના અટલ નિયમાને અધીન રહીને પોતાની આંધળી ગતિએ વહન કર્યા કરે છે, તેમ આત્મતત્ત્વ પણ તેના પૂર્વનિીત ભાવિને વશ વર્તીને જ પોતાની ગતિ કરે છે, અને તેની મુકિત જયારે નિર્માયેલી હોય ત્યારે જ થાય છે—ત એક પળ પહેલાં, ન એક પળ પછી.
પ્રબુદ્ધ જીવન
કોઈ એમ કહે - પણ, કે ભલે તેમ હોય, કોઈ પણ આત્માની આખરી ગતિ વિશે ભલે તીર્થ કરો કે કૈવલ્યજ્ઞાનીઓ જાણતા હોય, પણ એ પોતે તો એ જાણતો નથી ને? એટલે એણે તો પુરુષાર્થ કરવા જ જોઈએ ને?
તેનો જવાબ એ હોઈ શકે કે ભલે ને એ એનું મન પડે તેટલા પુરુષાર્થ કરે. તેને કોણ ના પાડે છે કે પાડી પણ શકે? પણ છતાંયે જો સ્થિતિ આ પ્રમાણેની જ હોય તો તેનો એ પુરુષાર્થ, જ્યાં સુધી તેની મુકિતનો સમય પાકો ન હોય ત્યાં સુધી સાચા પુરુષાર્થ બનતો નથી, અને એથી તેની મુકિતનું કારણ બનતા નથી. જ્યારે પેલા સમય પાકી જાય છે ત્યારે જ તેને, જેને શાસ્ત્રો સાચા કહે તેવા પુરુષાર્થ આચરવા સૂઝે છે, અને તે જ તેની યુકિતનું કારણ બને છે. ત્યાં સુધી તે, તે જેને પુરુષાર્થ માને છે તે જ્યાં મિથ્યાચાર ન હાયે, ત્યાંયે માત્ર ફિફ્સ જ હોય છે.
જૈનદર્શન, જે જો કંઈ પણ હોય તો અત્યંત ન્યાયશુદ્ધ છે, br..tally logical છે, તેમાં આ જાતના પરસ્પર વિરોધી લાગે તેવા વિસંવાદ શી રીતે દેખાઈ રહ્યો હશે? કે એ વિશેની મારી આખી સમજણમાં જ કંઈ દોષ હશે?
એ બાબતમાં કોઈક શાસ્ત્રજ્ઞ કે તત્ત્વજ્ઞ જહેમત લઈને પ્રકાશ પાથરશે તો મને ખરેખર ખૂબ જ આનંદ થશે. પર ંતુ ત્રણે કાળ અને ત્રણે લાકનું પળેપળનું પૂર્ણજ્ઞાન ધરાવતા અસ્તિત્વની કલ્પના સાથે, આ સ્વ-પુરુષાર્થ દ્વારા જ મુકિતની પ્રાપ્તિનો આદર્શ શી રીતે મેળ ખાઈ શકે? કેમકે આમાં તો મનુષ્ય પોતાની freewill દ્વારા પોતાની ઈચ્છાશકિતના સ્ફુરણ અને તે પ્રમાણેના પોતાના આચરણ દ્વારા એ મુકિતની સ્થિતિ પ્રાપ્ત કરી શકે તે વાતનો સ્વીકાર રહેલા છે અને પેલામાં તે એ મનુષ્ય કશુંયે ઈચ્છે કે ક એની પહેલાથી—કરાડી કે અબજો વર્ષોં પહેલાંથી..એ શું કરશે, નહિ, એ જાણનારાં તત્ત્વોના અસ્તિત્વનો સ્વીકાર છે. એ બન્ને વચ્ચેથી સુસંગત રીતે માર્ગ કોઈ પણ શી રીતે કાઢી શકે એ મારું મન મોટો કોયડો છે. અને એટલે તો મારી આ મૂંઝવણ હું વિદ્ભજનો પારો વિનમ્રભાવે રજૂ કરું છું. --ગુલાબદાસ બ્રોકર
શ્રી જૈન યુવક મંડળ, વિલેપારલેાજિત
વ્યાખ્યાનમાળા
વિષય
આપણી સામાજિક પરિસ્થિતિ
વ્યાખ્યાતા
૫-૯-૭૨ શ્રીમતી જયવંતીબહેન મહેતા
૬-૯-૭૨ શ્રી કરસનદારા માણેક
૭-૯-૭૨ શ્રી જ્યોતીન્દ્ર દવે ૮-૯-૭૨ શ્રી ઈશ્વર પેટલીકર ૯-૯-૭૨ આચાર્ય અમૃતલાલ યાશિક ૧૦-૯-૭૨ શ્રી હરિભાઈ કોઠારી
૧૧-૯-૭૨ ડૉ. કલ્યાણમલજી લોઢા
સ્થળ : સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, વિલેપારલે, સમય : રાત્રે ૯ (નવ ) વાગે.
વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન શ્રી કરસનદારા માણેક સંભાળશે,
‘પ્રેમ’, કવિ કાલિદાસની દૃષ્ટિએ
‘સાહિત્ય અને ધર્મ ' સુખનો પારસમણિ ‘પ્રેમ’ ‘વિવેકાનંદની ધર્મદષ્ટિ' ‘વર્તમાન જીવનમાં ધર્મનું સ્થાન' જૈનદર્શન અને તેની મહત્તા '
૧૦૩
ટાળાંવૃત્તિ
અને વિવેકબુદ્ધિ
ટોળાંવૃત્તિ (માં બ–મેન્ટાલિટી) એટલે શું, તેનાં લક્ષણ ને સ્વરૂપ કેવાં હોય છે તેની સૈદ્ધાંતિક ચર્ચા-વિચારણા કરવાને બદલે તે વૃત્તિનું જેમાં સ્પષ્ટ અને સુરેખ દર્શન થાય તેવા કોઈ જોયેલા-અનુભવેલા પ્રસંગ વર્ણવ્યા હોય તે તે વધુ સારી રીતે સમજાય એવા મા અભિપ્રાય છે. એટલે તાજેતરમાં બનેલા એવા એક અર્થસૂચક પ્રર્સીગનું ચિત્ર હું મારી રીતે અહીં આલેખું છું. ટોળાંવૃત્તિ અને વિવેકબુદ્ધિ વચ્ચેના ભેદ પણ એ પ્રસંગચિત્રમાંથી અનાયાસે તરી આવે છે. તે તેને આનુષંગિક લાભ છે.
અમારી કૉલેજના નજીકના વિસ્તારમાં આવેલી એક કાલેજના વિદ્યાર્થીઓએ પાતાની ફરિયાદો દૂર કરવા માટે હડતાળ પાડી. સામાન્ય રીતે બને છે તેમ તેમાંથી મારામારી ને ભાંગફોડ જન્મ્યાં તથા બહારનાં અનિષ્ટ તત્ત્વો પણ તેમાં ભળ્યાં. સમજૂતીને બદલે | ભાંગફોડની ધમકીથી ડરીને કૉલેજે નમતું જોખ્યું અને દાલનને સફળતા મળી. ભાંગફોડમાં રચનારાઓને અદાલનની સફળતાનો સ્વાદ દાઢે વળગ્યા વિના કેમ રહે? ઘેાડા સમયમાં જ બીજું આંદલન કરવાનું નિમિત્ત શોધી કાઢયું. લોકસભાની વચગાળાની ચૂંટણીને નિમિત્ત બનાવી યુનિવર્સિટીની પરીક્ષાઓ માડી લેવાય, કૉલેજોમાં પૂર્વ-પરીક્ષાઓ (અ. પ્રિલિમિનરી પરીક્ષાઓ)ના પરિણામોને અવગણી બધાને યુનિવર્સિટીની પરીક્ષામાં બેસવા દેવા જોઈએ તે માટે ચળવળ ઉપાડી. આ માગણીએ માટે દિવસ નક્કી કર્યા. તે દિવસે વિદ્યાર્થીઓએ કૉલેજમાં હડતાળ પાડવી અને સામુદાયિક રીતે ઉપકુલપતિ પાસે જઈ આ માગણીઓ રજૂ કરવી તેમ ઠરાવ્યું. બાજુની કૉલેજોના વિદ્યાર્થીઓને તેમાં સામેલ કરવાના નિર્ણય કર્યો. સામાન્યત: મારી કા લેજના વિદ્યાર્થીએ આવા અદાલનમાં નથી જોડાતા તેથી વિદ્યાર્થીઆનું ત્યાં સરઘસ લઈ જઈ તેમની ‘બીક દૂર કરવી અને તેમને તેમાં ખાસ સામેલ કરવાનું વિચારાયું હતું.
મને આ વિશે માહિતી મળી. માગણીદિન નક્કી કર્યું તે પરિપત્ર મને મળ્યા. મે. પ્રથમ મારી કાલેજની વિદ્યાર્થીસભાના પ્રતિનિધિઆને બાલાવ્યા. તેમની જોડે વિગતથી વાતચીત થઈ. પરિણામે એવા અદાલનમાં કાઈ નહિ જ જોડાય તેમ તેમણે દઢતાપૂર્વક કહ્યું. અધ્યાપક ગણને મેં અદાલનની માહિતી આપી અને કદાચ આંદોલન ઉગ્ર બને તે તે માટે સાવધ રહેવાની સૂચના કરી. મારી કૉલેજમાં અદાલનકારો સરઘસ લાવશે અને થાડું તાફાન પણ થાય એમ મને લાગ્યું. મને મારા વિદ્યાર્થીઓ વિશે વિશ્વાસ હતો, પણ બહારનાં તત્ત્વ ભાંગફોડ કે તાફાન કરે તેવી બીક હતી. સાવચેતીનાં પગલ તરીકે મે' પેાલીસને આ હકીકત જણાવી તથા કૉલેજની બહાર રસ્તા ઉપર મારામારી થાય તો તે અંગે ઘટતું કરવાની વિનંતી કરી.
માગણીદિનને દિવસે સાડાદસની આસપાસ વિદ્યાર્થીઓનું ટોળું આવશે એમ ધાર્યું હતું. હું નવ વાગે જ હાજર થઈ ગયો. પાલીસે વ્યવસ્થા કરી હતી અને કાલેજથી સહેજ દૂર બહારના રસ્તા ઉપર તોફાન ન થાય તે માટે બંદાબસ્ત કર્યો હતો. દસ વાગ્યે બૂમાબૂમ કરતું વિદ્યાર્થીઓનું ટોળું આવી પહેરિયું. પોલીસે કા લેજથી સા એક વાર દૂર એ ટોળાને રોક્યું અને જેમને કૉલેજમાં ભણવા જવું હોય તેવા મારા વિદ્યાર્થીઓને જવા દેવામાં આવશે તેમ જણાવ્યું. આદોલન કરનાર વિદ્યાર્થીઓએ અમારા વિદ્યાર્થીઓને રોકવા પ્રયત્ન કર્યો, પણ અમારાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ તેમનું કશું ન સાંભળતાં કૉલેજમાં આવ્યાં. કૉલેજમાં પૂરેપૂરી કહી શકાય તેટલી હાજરી હતી. બહારથી અમારી કૉલેજના નામની બૂમમાં અને શરમ, શરમ’ કે ‘હાય! હાય !” ના પાકારો જોરથી થવા લાગ્યા. વાતાવરણ ગરમ બન્યું, પણ પોલીસે પોતાનું કામ શાન્તિ-સમજાવટથી કર્યું એટલે પરિસિપતિ કાબૂમાં