________________
૧૦રે.
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૭૨
>> કેવલ્યજ્ઞાન વિશેની જૈન ભાવના: એક મૂંઝવણ ?
“આ ત્રણે કાળા
પુરુષાર્થ
જાડી
સાથેસાથે
તે
પણ કારણ નથી.
નથી, કેમકે
છે કે તે પોતાના કે
અનાદિથી કર્મથી વીંટળાયેલે આત્મા કેવી રીતે સમ્યગ દષ્ટિ કેળવે, અને એ દષ્ટિ પ્રાપ્ત થયા પછી સમ્યગ જ્ઞાન અને ચારિત્ર્યના બળે કેવી રીતે અંતે મુકિતની દશા પ્રાપ્ત કરે એ વસ્તુ જેનદર્શનમાં જેટલી બારીકાઈથી તેટલી જ રટતાથી સમજાવવામાં આવી છે. જે એકવાર એ દર્શનનું એ ગૃહીત સ્વીકારી લીધું કે જગતમાં પ્રવર્તમાન બે તત્ત્વ, ચૈતન્ય અને જડ, એ બન્ને, અનાદિ છે, અને એ બન્ને એકબીજાથી સંપૂકત લાગવા છતાં બન્ને એકબીજાથી તદ્દન સ્વતંત્ર અને ભિન્ન ભિન્ન છે, અને એમની એ ભિનતાની સાચી પ્રતીતિ થાય તે પછી એ બન્ને વચ્ચેનું ભેદાન પૂરેપૂરું પ્રાપ્ત થાય છે, અને એ થયા પછી જ પરમ આનંદની અવસ્થાને-આત્માની જે સ્વાભાવિક સ્થિતિ છે તેને શાંશિક પણ અનુભવ શકય બને છે, તે પછી એનું બીજું ગૃહીત પણ,-કે સહુથી પ્રથમ તે, એ ભેદજ્ઞાન પ્રાપ્ત કરવા સિવાય બીજા કોઈ પણ પુરુષાર્થ કરવો કામને નથી–સ્વીકારી લેવામાં કોઈ પણ સદ્બુદ્ધિવાળી વ્યકિતને ઝાઝે વાંધ આવે તેવું લાગતું નથી. કેમકે એ દર્શન કહે છે તેમ, સાચે અને એકમાત્ર પુરુષાર્થ એ ભેદજ્ઞાન પ્રાપ્ત કરવાને અને એ પછી આત્માની સર્વાગ મુકિત પ્રાપ્ત કરવાની દિશામાં પ્રગતિ કરવા માટે મથામણ કરવા નિરંતર ઉદ્ય કત રહેવાનું જ છે. એ સિવાય બીજું કંઈ પણ કરવું કોઈને માટે પણ શકય નથી, કેમકે બીજું જે કંઈ પણ છે તે તે પિતાના કેઈક અટલ નિયમને વશ
રહીને જ વર્તે છે, અને તેમાં કેઈની કોઈ પણ પ્રકારની સત્તા ' ' ચાલતી નથી. ચૈતન્ય તત્ત્વ પિતાના ક્ષેત્રમાં જેટલું બળવાન છે, એટલું તે જ બળવાન જડ તત્વ પોતાના ક્ષેત્રમાં છે. એટલે તો એને ‘જડેશ્વર પણ કહી શકાય, કેમકે તે પોતાના નિયમને જ અધીન રહીને સ્વતંત્ર ગતિથી રસંક્રમણ કરે છે, અને કોઈની પણ રેકટેક કે અવરોધને ગણકારતું નથી, કે કોઈ જાતને કોઈને પણ પુરુષાર્થ તેની ગતિન આડે આવતું નથી.
આ બધું બરાબર સમજાય તેવું છે. જડ તત્ત્વ એ ચૈતન્ય તત્ત્વ, આત્મતત્વથી તદ્દન ભિન્ન અને સ્વતંત્ર છે, અને આત્મતત્ત્વ જે કંઈ પુરુષાર્થ કરે એ, એ ભિન્નતાને જાણી, પિતા વિશેની પૂરેપૂરી સમજણ મેળવી પિતાને પ્રાપ્ત કરવાને, અને એ રીતે પ્રતાની મુકિત સાધવાનો જ હોઈ શકે, એ વાત સમજવામાં મુશ્કેલી પડતી નથી. જૈનદર્શનમાં તે વારંવાર ભાર મૂકીને કહેવામાં આવ્યું છે કે દરેક આત્મા માત્ર એક જ પુર પાર્ક કરી શકે છે અને તે પોતાની મુકિત માટેને.
એ વાત સમજાય તે છે, પણ તેને સ્વીકાર કરવામાં જૈનદર્શનની પિતાની જ એક માન્યતા માટે અવરોધ ઊભા કરતી લાગે છે. એ માન્યતાને સ્વીકાર કરતાં, પેલા પુરુષાર્થની પિતાની સુરણ દ્વારા પિતાનું મનવાંછિત ફળ પ્રાપ્ત કરવાની શકિત વિશે શંકા ઊભી થાય છે..
તે માન્યતા એટલે કૈવલ્યાનના સ્વરૂપ વિશેની જૈનદર્શનની માન્યતા. એ દર્શન પ્રમાણે એ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે જ વ્યકિત જન્મ-જરા-મરણના ચક્રમાંથી હમેશ માટે મુકત થાય, અને તેને શુદ્ધ-બુદ્ધચૈતન્યઘન આત્મા પરમ દશા પ્રાપ્ત કરે. તેને પછી કર્મનાં કશો બંધન' ન હોય અને એટલે તેને પુનર્જન્મ હોય નહિ. એ જ્ઞાન પ્રાપ્ત થયા પછી તેને રાગ કે દ્રષનું કશું વળગણ રહે નહિ, અને એટલે આત્માના મૂળ ગુણરૂપી આનંદ સિવાય બીજી કોઈ દશા, અનંત કાળ સુધી, તેને માટે સંભવે નહિ, અનંત કાળ સુધી, કેમકે આત્મતત્ત્વ અનાદિ અને અનંત છે. અને તેણે સંપૂર્ણ, કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેથી તે ત્રણે કાળ અને ત્રણે લેકને તાતા દ્રષ્ટા રહે છે. કર્તા તો તે,
કશાયને છે જ નહિ, એટલે એ પ્રશ્ન રહેતું નથી.
આવા મુકતાત્માઓ, કેવલ્યાની, અનંત છે. એ બધા જ, મારા, તમારા, સવે ના આત્માની ત્રણે કાળની–ભૂત, વર્તમાન અને ભાવિની–ગતિવિધિ નિરંતર જોણી દુખી રહ્યા છે,
આ ત્રણે કાળની, સમયે સમયની ગતિવિધિ જાણી શકનાર કોઈક છે તે માન્યતાની સાથે પેલા પુરુષાર્થ અને એના સમુચિત અÚરણ દ્વારા મળનારી મુકિતની માન્યતા શી રીતે જોડી શાય? કેમકે કેવલ્યાનની આ જાતની શકિતને સ્વીકાર કરીને તેની સાથેસાથે જ એ વાતને સ્વીકાર થઈ જાય છે કે મારા, તમારા, સર્વેના આત્માને
ની ભૂત, વર્તમાન અને ભાવિ એમ ત્રણે કાળની ગતિવિધિ પહેલેથી નિશ્ચિત થઈ ચૂકેલી હોવી જોઈએ. જો એ રીતે એ નિશ્ચિત થઈ ચૂકેલી ન હોય તે પેલા મુકતાત્માઓ, જે કેવલ્યજ્ઞાનીઓ છે અને એને અંગે જે ત્રણે કાળ અને ત્રણે લેકમાં જે કંઈ બન્યું છે, બને છે અને બનવાનું છે તેના જ્ઞાતા અને દ્રષ્ટા રહેવાની શકિત ધરાવે છે કે, મારા, તમારા અને સર્વે ના આત્માની ત્રણે કાળની ગતિ વિધિ શી રીતે જાણી દેખી શકે?
એ કૈવલ્યજ્ઞાનીઓ એ બધું જાણી દેખી શકે છે તે વિશે શંકાને કશું પણ કારણ નથી. કેમકે કોઈકને પણ જો પ્રશ્ન થાય કે આ અમુક આત્મા–કહે કે શ્રેણિક મહારાજાને આત્મા–કયાં ગતિ કરશે અને ક્યારે મુકત થશે, તે કૈવલ્યાનયુકત તેમના ગુરુ પાસેઆ કિસ્સામાં તીર્થંકરદેવ શ્રી મહાવીર સ્વામી પાસે-તેને જવાબ તૈયાર જ હોય છે. એ જવાબ પ્રમાણે જેણે સમ્યક્ દષ્ટિ પ્રાપ્ત કરેલી છે, છતાં જે અમુક પ્રકારનાં અમુક કથિી લિપ્ત છે એ એ શ્રેણિક મહારાજાને આત્મા અમુક અત્યંત લાંબી સમયમર્યાદા પછી જ જે આજની આપણી ગણતરીના માપનાં સાધને પ્રમાણે કરોડો વર્ષોની પણ હોય–મુકિત પ્રાપ્ત કરી શકે તેમ છે. ત્યાં સુધી એ આત્માએ નર્ક અને સંસારમાં આથડવાનું છે.
જો આમ જ હોય, જે સર્વે આત્માઓની બંધન અને મુકિતન સ્થિતિ બીજું કઈક–કૈવલ્યશાની જ, અલબત્ત, - કાયમને માટે જાણવું જ હોય, તો પછી એ આત્માઓ ગમે તેટલું ઝૂઝે, મથે, તપશ્ચર્યા કે ચાહે તે કરે, તે પણ એ પૂર્વનિશ્ચિત પળથી એક પણ પળ પહેલાં તેમની મુકિત શી રીતે સંભવે? એ જ પ્રમાણે, સામી બાજુની દષ્ટિએથી જોઈએ તે, એ જ આત્માઓ ગમે તેટલી પુણ્ય કે ધર્મ વિરુદ્ધની લાગતી પ્રવૃત્તિ કરે, કે પાપાચાર કે મિથ્યાચાર કરે, કે
ગર, દેવ કે શાસ્ત્રને ન માને કે તેમની આજ્ઞા પ્રમાણે ન વતે, કે. તદ્દન નિષ્ક્રિય કે ઉદાસીન બની બેસી રહે તો કે, તેમની મુકિતની પળ આવી પહોંચે ત્યારે એક પળ માટે પણ તેમને આ સ્થિતિ પ્રાપ્ત કરવામાં વિલંબ થવાનું નથી. અલબત્ત, એટલું જરૂર સ્વીકારી શકાય કે તેમને એ મુકિતને કાળ જેમ જેમ નજદીક આવતો જાય, તેમ તેમ, તેમનામાં આપોઆપ એ મુકિત મેળવવા માટે જે શાસ્ત્રોકત કથને છે એ પ્રમાણેને આચાર થતે આવે, અને શાસ્ત્રના કથન પ્રમાણે અને શાસ્ત્ર બાંધેલી વ્યાખ્યા પ્રમાણે જ તેઓ મુકિત પામે. અથવા તે, સામે પક્ષે, જ્યાં સુધી તે આત્માઓને મુકિતને કાળ નજીક ન આવે ત્યાં સુધી તેમની એ મુકિત માટેની ગમે તેટલી ઈચ્છા કે ઝંખના હોય તે છતાં પણ તેમના આચરણમાં જ કઈક એવી જાતને પ્રમાદ, કે વિદન, કે મિથ્યા તરફની દષ્ટિ કે એવું કંઈક આવી જાય છે જેથી તેમને આ સંસારના ચક્રમાં પરિભ્રમણ કર્યા જ કરવું પડે-જ્યાં સુધી પેલી પુનિત ઘડી ન આવી પહોંચે, ત્યાં સુધી.
પરમ અને સત્પુરુષાર્થ દ્વારા કોઈ પણ આત્મા પિતાની મુકિત ગમે ત્યારે પણ પ્રાપ્ત કરી શકે છે તેવી સામાન્ય માન્યતા સાથે આ