SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૭૨ પ્રબુદ્ધ જીવન ૧૦૧ કર્યું છે કે તે પ્રમુખ થાય તે ૯૦ દિવસમાં વિયેટનામમાંથી બિનશરતે બધું લશ્કર પાછું ખેંચી લેશે. તે જ રીતે પશ્ચિમ યુરોપમાં પણ લશ્કર એછું કરશે. કેટલાકે આ નીતિની Isolationism- અલગતાવાદ કહી ટીકા કરી છે. મેકગવર્ન અમેરિકન પ્રજાની આવી ઉદારમતવાદી ભાવનાશીલ બીજુ રજુ કરે છે તે નિકસન બીજી બાજુ રજૂ કરે છે. સમૃદ્ધિ અને રાત્તાને કારણે ગઈ અને તે સ્વાભાવિક છે. ઈતિહાસની દષ્ટિએ અમેરિકન પ્રજા નવી છે. કાંઈક બાલિશત છે. પિતાની ભૂલ થઈ છે એમ માની હાર સ્વીકારવા તૈયાર ન થાય. વિયેટનામમાં માંકર, અમાનુષી અત્યાચારી અને બાવર્ષા કરી રહેલ છે. નિફાન છેલ્લા એક વર્ષમાં તેની મુત્સદ્દીગીરીમાં સફળ થયેલ છે. ભૂતકાળ ભૂલી જઈ ચીન સાથે સંબંધ સુધારવાના તેના પ્રયત્નને અમેરિકન પ્રજાએ આવકાર્યો છે. તેમ કરતાં, જાપાન અને ભારત સાથે સંબંધો બગાડયા, તાઈવાનને છેહ દીધો. જાપાનને હવે ચીન સાથે મૈત્રી કરવાના પ્રયત્ન કરવા પડે છે. કદાચ અમેરિકાને કારણે અથવા રશિયાને કારણે, ચીન હજુ આપણી નજીક આવવા તૈયાર નથી. ચીન અને રશિયા વચ્ચેના સંઘર્ષને લાભ લઈ, રશિયાને નમનું મૂક્વાની નિકાસને ફરજ પાડી છે. વિયેટનામમાં વિનાશ કરી રહેલ છે છતાં ચીન અને રશિયાને મૌન બનાવ્યાં છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ મેટે પલટે લઈ રહી છે. બ્રિટન યુરેપિયન કોમન માર્કેટમાં દાખલ થતાં, અમેરિકા સાથેના તેના વિશિષ્ટ સંબંધો રહેશે નહિ. પશ્ચિમ યુરોપ માત્ર આર્થિક રીતે એક થાય છે એટલું જ નથી, તેની રાજકીય પરિણામે પણ દૂરગામી . પશ્ચિમ યુરોપને હજી રશિયાને ભય છે અને અમે રિકન લશ્કર પશ્ચિમ યુરોપમાં રહે તેવી ઈચ્છા હોવા છતાં, અમેરિકાનું વર્ચસ પશ્ચિમ યુરોપમાં ઘણું ઘટી જશે. પશ્ચિમ જર્મનીમાં, વિલી બ્રાન્ચે નવી નીતિ Ostopolitic સ્વીકારી, પૂર્વ યુરોપના દેશે અને રશિયા સાથેને સંધર્ષ ઓછા કર્યો છે. રશિયાની આંતરિક સ્થિતિ આપણને દેખાય છે તેટલી મજબૂત નથી. તેથી જ ઈજિપ્તમાંથી હઠવું પડયું તે પણ મૂંગે મોઢે સ્વીકારી લીધું. મેકગવર્નને યુવાન પેઢી અને દબાયેલ વગેનિ સાથ છે, પણ ડેમોક્રેટિક પક્ષમાં એકતા નથી. પ્રમુખપદની ચૂંટણી અનહદ ખરચાળ છે. કરોડો ડ્રેલરને ખર્ચ છે. નિકસનને ઉદ્યોગપતિ અને મૂડીવાદીઓને સાથ છે. અમેરિકાનું સદ્ભાગ્ય હોય તો મેન્ગવર્ન પ્રમુખ થાય. અસંભવિત નથી. ૨૪-૮-'૭૨ ચીમનલાલ ચકુ ભાઈ બેન્ચ ૨ચવાને અને ગાલકનાથના કેસની પુનવિચારણા કરવાને નિર્ણય કર્યો છે. ઑકટોબર માસમાં આ કેસની સુનાવણી થશે. ગેલકનાથના કેસમાં જે છ જજોએ બહુમતી સુકાદો આપ્યો તેમાંના ચાર નિવૃત્ત થયા છે. બે હજી જજ છે તેમાં વર્તમાન ચીફ જસ્ટિસ સિકરી અને જસ્ટિસ શેલત, જે પાંચ જજોએ લઘુમતી ચુકાદો ખે તો તે બધા નિવૃત્ત થયા છે. હવે બાકીના બધા નવા નિયુકત થયેલ છે. આ કેસ દેશના બંધારણના ઈતિહાસમાં અતિ મહત્ત્વ હશે. બધાં રાજના એડવોકેટ જનરલ પણ હાજર રહેશે કારણ કે બંધારણીય સુધારામાં બાધાં રાજ્યનું હિત છે. અત્યારના રાંજોગોમાં બધા રાજ આ સુધારાઓને ટેકો આપશે એમ જણાય છે, સુપ્રીમ કોર્ટે શું કરે છે તે જોવાનું રહેશે. જે ગોલકનાથના બહુમતી ચુકાદાનું ફરી સમર્થન કરે અને ૨૪ સુધારો રદ કરે, જેને કારણે ૨૫ અને ૨૬માં સુધારા આપેઆપ રદ થાય, તો પાલમેંટ અને સુપ્રીમ કોર્ટ વરચે મોટી કટેકટી સર્જાય. સુપ્રીમ કોર્ટે પોતાના પૂર્વના ચુકાદાઓ બદલ્યા હોય અથવા તેનું અર્થઘટન બીજુ કર્યું હોય તેવા ઘણા દાખલા છે. ભૂતની કાંઈ રમત છે? સિમલા કરારથી આશા જન્મી હતી કે બે દેશ વચ્ચે કાયમી શાન્તિ થશે. આ ધ્યેયથી ઈન્દિરા ગાંધીએ કાંઈક ઉદારતાથી કામ લીધું હતું, જેથી ભૂતોનો માર્ગ સરળ થાય.લગભગ ૫૦૦૦ માઈલને વિસ્તાર પાકિસ્તાનને પાછા સેપિવાનું સ્વીકાર્યું, એમ માનીને કે તેથી ભૂતે બાકી રહેલા અદારાં કામે પતાવી શકે. તેમાં તાત્કાલિક બંગલા દેશની સ્વીકૃતિને પ્રશ્ન હતે. ભૂતાનાં ઉચ્ચારણા ઉપરથી એમ લાગતું હતું કે આ વાસ્તવિકતા તેણે સ્વીકારી છે અને થોડા સમમમાં જ બંગલા દેશને સ્વીકૃતિ આપશે. પણ આ પરિસ્થિતિમાં પલટે આવ્યો દેખાય છે. બંગલા દેશને સ્વીકૃતિ તે નથી આપી પણ રાષ્ટ્રસંઘના સભ્ય થવા બંગલા દેશે માગણી કરી છે તેને પણ પાકિ સ્તાન વિરોધ કરે છે અને તેમાં ચીનને ટેકો મળેલ છે. બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને બીજા સંખ્યાબંધ દેશે બંગલા દેશની આ માગણીને ટેકો આપે છે. સિકયુરિટી કાઉન્સિલમ, મેટી બહુમતીથી આ માગણી મેજર થઈ તે ઉપર ચીને, રાષ્ટ્રસંઘના સભ્ય થયા પછી પહેલી વખત વિટોનો ઉપયોગ કર્યો. વિચિત્રતા છે કે ૨૦ વર્ષ ચીન સભ્ય ન થઈ શકર્યું ત્યારે અમેરિકાના વિરોધ છતાં, બીજા દેશે ચીનની માંગણીને ટેકો આપ્યો અને હવે એ જ ચીન, એક સ્વતંત્ર દેશને રાષ્ટ્રસંઘની સભ્ય થતું અટકાવે છે. સિમલા કરારને બીજે પાયાને મુદ્દો એ હતો ભારત અને પાકિ. સ્તાને બધા પ્રશ્ન પરસ્પર મળી પતાવવા અને કોઈ ત્રીજા પક્ષની દરમિયાનગીરી રાખવી નહિ, આ મુદ્દો પાકિસ્તાને સ્વીકાર્યો છે. પણ હવે કાશમીરમાં રાષ્ટ્રસંઘના નિરીક્ષકે રહેવા જોઈએ એવો આગ્રહ રાખે છે. ભૂતના આ વલણ પાછળ શું રમત છે, તે સમજાતું નથી, તેની આંતરિક પરિસ્થિતિને કારણે આ પલટો લેવો પડશે કે ચીન અથવા અમેરિકાના દબાણથી આવું બન્યું તે કહેવું મુશ્કેલ છે. પરિણામે સિમલા કરારને અમલ કરવાનું કાર્ય (ભી ગયું છે. ઈંદિરા ગાંધીએ આ વિશે ભૂત પાસે ખુલાસો માગ્યો, જેથી પાકિસ્તાનના પ્રતિનિધિ મંત્રણા માટે ભારત આવ્યા છે અને આ લખાય છે ત્યારે મંત્રણા ચાલુ છે. ‘ગાર્ડિયને બરાબર કહયું છે કે Bhutto must return to the spirit and letter of Sim la fou(342 ચેતવણી ઉચારી દે કે there is an end to patience ધીરજની પણ હદ હોય છે. આપણે આશા રાખીએ કે ભૂતે ફરી તેના અસલ સ્વરૂપ ઉપર ન જતાં પાકિસ્તાની પ્રજાનું હિત લક્ષમાં રાખી, બે દેશ વચ્ચે કાયમી શાતિ થાય તેવાં જ પગલાં સત્વર ભરશે. નહિ તે, પરિણામ સારું નહિ આવે.. પૂરક નોંધ: આ નોંધ લખ્યા પછી બન્ને દેશના પ્રતિનિધિ મંડળે મળ્યા છે અને સંતોષકારક સમજણ થઈ છે તેથી દેશમાં રાહત અનુભવાશે. ૨૪-૮-૭૨ ચીમનલાલ ચકુભાઈ પ્રકીર્ણ નોંધ ગેલનાથ 'કેસ આ બહુ ગવાયેલ કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે મૂળભૂત અધિકાર નોછા કરવાની કે લઈ લેવાની પાર્લામેન્ટને સત્તા નથી. પાર્લામેન્ટે બંધારમાં ૨૪ સુધારો કરી પિતાની આ સત્તા કાયમ કરી છે. ત્યાર બાદ ૨૫મે સુધારો કર્યો, જે ઘણો વ્યાપક છે, ખાસ કરી મિલ્કતના હકો ઉપર મોટો કાપ મૂકે છે અને પાર્લામેન્ટને વિશાળ સત્તાઓ આપે છે. પછી ૨૬ સુધારો કર્યો, જેમાં રાજાઓના આલિયાણાં કોઈ પણ વળતર વિના રદ કર્યા. આ બધા સુધારાને પડકારવામાં આવશે એમ જાણમાં હતું. હવે તે પડકાર થયું છે. કેરળના એક જમીન સુધારણાના ધારાને ગેરબંધારણીય ઠરાવવા અરજી થઈ છે. તેમાં ૨૪ અને ૨૫માં રાધારાને પડકારવામાં આવ્યા છે. હવે બે રાજવીઓએ સુપ્રીમ કોર્ટમાં કેસ કરી ૨૪, ૨૫ અને ૨૬ ત્રણે સુધારાને પડકાર્યા છે. ગેલકનાથને કેસ ૧૧ જજોની બેન્ચે સાંભળ્યો હતો. તેની પુનર્વિચારણા કરવી હોય તે ૧૧ અને તેથી વધારે જોની બેન્ચ કરી શકે. સુપ્રીમ કોર્ટે એવી મોટી
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy