________________
૨૩૮
પ્રબુદ્ધ જીવન
કેટલાક રીઢા મુત્સદીઓ કીર્તિની પરવા ન કરતા હોય, ઉંચ્ચ સ્થાન પર જવાને બદલે પાછળ રહી દોરીસંચાર કરી સત્ત્તનાં સાાં સૂત્રો પોતાના હાથમાં રાખવામાં સંતાષ માનતા હોય એમ દેખાય છે. પરંતુ આવા લોકો પણ એક નાના વર્તુળમાં તે કીતિની અપેક્ષા રાખતા જ હોય છે અને જ્યારે તેની પ્રાપ્તિ થતી નથી ત્યારે તેઓ ઠંડી ક્રૂરતાના ભાગ પણ બની જાય છે.
આનો અર્થ એ થયો કે કીર્તિ મેળવવા મથવું એ માનવીના સ્વભાવ છે; પરંતુ પ્રશ્ન એ છે કે શાંતિ મેળવવાના પણ શું માનવીના સ્વભાવ નથી? કોઈ પણ વ્યક્તિને પૂછીએ કે અમુક સ્થાન, માન, પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યા પછી એ કરવા શું માગે છે, ત શાંતિ સિવાય બીજા જવાબ મળશે નહિ. જો સૂક્ષ્મ અવલાકન કરવામાં આવશે તે એમ પણ જણાશે કે કીતિ પાછળની દોટનું એક કારણ શાંતિમાંથી છૂટવાનું પણ હોય છે. મનુષ્યને પોતાની વર્તમાન સ્થિતિમાં સુખ નથી, શાંતિ નથી. એ માને છે કે જેઓએ આગળ વધી નામના મેળવી છે તેઓ પાતાથી વધુ સુખી છે ને વધુ શાંતિ ભાગવે છે. અસંતોષ ને અશાંતિ એને કોરી ખાય છે ને આગળ વધવા એ પણ કદમ ઉઠાવે છે. બહારથી જોનારને આવા માનવીના જીવનમાં જોશ દેખાય છે પરંતુ એની "ાછળ સ્થિતિ નિરાળી હોય છે. કીતિની દિશામાં જોશભેર આગળ ધપતા માનવીના જીવનમાં શાંતિની આશા કર્યોથી રાખી શકાય? હવે પ્રશ્ન એ થાય છે કે કીતિ અને શાંતિ છે શું? એ બેમાંથી એકની જ પ્રાપ્તિ થઈ શકે એમ હાય, દા. ત. કોઈ વરદાન આપે કે કીતિ અથવા તો શાંતિ બેમાંથી એક મેળવી લેા તે શું માગવું જોઈએ, શું મેળવવું જોઈએ ? કીતિ અને શાંતિમાં પસંદગી કરવા યોગ્ય શાંતિ જ છે?
કીતિ સંબંધમાં તો એમ સ્પષ્ટ જોઈ શકાય છે કે જેમને અનાયાસે, સહજ રીતે અથવા તો પાતાની કોઈ સાધનાના સ્વાભાવિક ને વણમાગ્યા ફળ તરીકે તે મળી હોય છે તેમના જીવનમાં સાધારણ ીતે કીતિને કારણે શાંતિ જોખમાતી નથી; પરંતુ જે સમજીબૂજીને પ્રયત્નપૂર્વક કીતિ માટે મથતા હોય છે તેવા લોકો શાંતિ ગુમાવે છે. આરભમાં એમને એવું લાગે છે કે, અમુક કક્ષાએ પહોંચ્યા પછી એમને શાંતિ મળશે; પર ંતુ એ કક્ષાએ પહોંચતાં જ આગળના માર્ગ ખુલ્લા થાય છે ને શાંતિ દૂરને દૂર ચાલી જાય છે. કેટલીક વાર તા એવું બને છે કે કીતિ જ શાંતિની ઘાતક બની જાય છે. કીતિ મેળવવા જે કઈ કર્યું હાય છે તે બધું જીવનમાર્ગમાં આડું આવે છે, ને અમુક સ્થાન મળ્યા પછી આગળ વધવાનું શકય ન હોય તો મૂળની અશાંતિ વધુ ઘેરી બને છે, ને એ સ્થાન પણ જોખમમાં જણાય તો તેને જાળવી રાખવા માટે સર્વ પ્રકારનું સુખ ગુમાવવું પડે છે. એમાં યે કીર્તિ જો અપકીર્તિમાં પલટાઈ જવાના ભય પ્રગટે તો સમાજથી, સંસારથી કે છેવટે જીવનથી દૂર નાસી જવાની લાગણી પેદા થાય છે. આવી સ્થિતિમાં કીર્તિની પ્રાપ્તિના માર્ગ મૃત્યુની પ્રાપ્તિના એટલે કે અશાંતિની પરાકાષ્ઠાનો બની જાય છે.
ત્યારે શું શાંતિ જ પસંદ કરવાને યોગ્ય છે? એમાં તો શંકા જ નથી કે કીર્તિ અને શાંતિમાં એકની જ પસંદગી કરવાનું આવે તે આપણે શાંતિની પસંદગી કરવી જોઈએ, પરંતુ આવા નિર્ણય ઉચ્ચારતાં પહેલાં શાંતિનો આપણે શે। અર્થ કરીએ છીએ તે સમજી લેવાની જરૂર છે. કીર્તિની પાછળ પડવામાં કેવાં ભયસ્થાન છે તેની આપણે કલ્પના કરી લીધી. કેટલીક વાર તેા કીર્તિની ઝંખના એવી પ્રબળ બની જાય છે કે માનવી ધર્મ, કર્તવ્ય, જીવનનાં મૂલ્યા વગેરે ભૂલી જાય છે. બીજા પ્રત્યે પણ તે બેદરકાર બને છે ને સ્વજનોપ્રિયજનને પણ વીસરી જાય છે. કોઈક વાર તો કીર્તિનું સિંહાસન બીજાની છાતી પર ગેાઠવતાં પણ તે અચકાતા નથી. આવી કીર્તિને અગનગોળાની જ ઉપમા આપવી જોઈએ. એના માર્ગમાં જે આવે તે ભસ્મસાત્ થાય અને એ પે।તે પણ સદાસર્વદા જલતા જ રહે!
તા. ૧૬-૧-૧૯૭૨
શાંતિ વિશે પણ જો તેના સારા મર્મ ન સમજાય તો આવે ભય છે ખરો. આવે ભય શાંતિમાં શૂન્યતાનો, જડતાના, નિષ્ક્રિયતાના, જીવનના જ અમાવન ભય રહ્યો છે. જીવન એટલે ગતિ, વિકાસ, પ્રકાશ. જે શાંતિ ગતિને રશકે, વિકાસને રૂંધે પ્રકાશને અટકાવે તે શાંતિ કરતાં કીર્તિની આંધળી દોટ ઘણી સારી છે, કારણ કે એમાં ગતિ, વિકાસ ને પ્રકાશની અતિશયતા છે, વિકૃતિ છે, પણ અભાવ નથી. સંભવ છે કે કીર્તિની પાછળ દોડનાર એકાદબે પછડાટથી સાવધ પણ બની જાય, પરંતુ જડ શાંતિમાં સુખ માનનાર માટે તે કશી આશા જ રહે નહિ. એવું જીવન એ મૃત્યુનું બીજું નામ ગણાય.
*
આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે શાંતિ એ ચિત્તની એક અવસ્થાનું સૂચન કરે છે. શાંતિ એ કંઈ જીવનની નિશાની નથી, જીવનનું સર્વસ્વ તે નથી જ. જીવનને જાળવવા માટે શાંતિના ભગ આપવા જરૂરી નથી, પરંતુ જરૂર હોય તો તેવા ભાગ આપવા પણ જોઈએ. જીવન ગતિશીલ, વિકાસશીલ ને પ્રકાશમય રહે એ દષ્ટિએ જ શાંતિનો વિચાર થશે જોઈએ. આને અર્થ એ થયા કે સ્થિરતા, જડતા ને અંધકારને ભેદી વિકાસ સાધવાની ક્રિયા છે તે શાંતિપૂર્વક કરવાની કલા આપણે પ્રાપ્ત કરવી જોઈએ. માત્ર કીર્તિની ઝંખના જૉ રાખીએ તો આમ બની શકે નહિ. એ જ રીતે શાંતિનો અર્થ શૂન્યતા ને જડતા ઘટાવીએ તે મેં આવું થઈ શકે નહિ. જીવનના જે હેતુ સિદ્ધ કરવા છે તે ચેાક્કસ પ્રકારના પુરુષાર્થ માગે છે. કીર્તિ માટે પણ તેની જરૂર છે, પરંતુ જ્યાં પ્રેરક બળ કીર્તિ છે ત્યાં અશાંતિ છે અને જયાં જીવનના કોઈ ઉચ્ચ હેતુ જ પ્રેરક છે ત્યાં શાંતિ છે. આ પરથી સમજાશે કે જેને આપણે શાંતિ તરીકે ઓળખીએ છીએ તે વાસ્તવિક અર્થમાં છે ચિત્તની સ્વસ્થતા અને પ્રસન્નતા. જે મનથી સ્વસ્થ અને પ્રસન્ન છેતે કદી જડતાને, શૂન્યતાને, અંધકારને પસંદ કરશે નહિ; જીવન તરફ એ દુર્લક્ષ કરશે નહિ. કીર્તિના ઝળહળાટ ક્ષણિક હોય કે ન હોય, પરંતુ જ્યારે જીવન પાતે જ શાંત તેજથી ઝળહળવા લાગે છે ત્યારે એવા કૃત્રિમ પ્રકાશની જરૂર રહેતી નથી. આવી સ્થિતિમાં શાંતિ અને કીર્તિ બંને સહજ રીતે પ્રાપ્ત થાય છે. આ દષ્ટિએ જોઈએ ત। જીવનના સર્વતામુખી વિકાસ ચાહનારે કીર્તિથી ડરવાનું રહેતું નથી પરંતુ જીવનમાં કલ્યાણકારી ધ્યેયમાં જ મન રહેવાની જરૂર છે.
આજ વિચારમાં અાગળ વધતાં કીર્તિ અને શાંતિની ઊંગરી અવસ્થા પણ કલ્પી શકાય છે. જેમને જીવનનું અને જગતનું જ્ઞાન લાખ્ખું હોય છે તેમને, દુનિયા જેને કીર્તિ તરીકે ઓળખે છે તેની અસારતાનું બરાબર ભાન હોય છે. એવી કીર્તિ માટે પુરુષાર્થ કરવાની વૃત્તિ એમના ચિત્તમાં કદી પ્રગટતી નથી. કીર્તિનો આધાર જયાં પરિસ્થિતિ પર હોય અથવા તા ીજા સાથેની તુલના દ્વારા જ તેનું મૂલ્ય થતું હોય ત્યાં કીર્તિનું આયુષ્ય મર્યાદિત હાય એ સમજવાનું અઘરું નથી. કીતિના ધ્વજ અનંતકાળ અથવા તો ચિરકાળ સુધી ફરકતો રાખવાનો પ્રયાસ કોઈ શાની તેા કરે જ નહિ, કારણ કે સ્વપ્રયત્ને એવા ધ્વજ ફરકતા નથી ને જયાં એવા પ્રયાસ થાય છે ત્યાં તે અંતે અભિમાનને અળખામણા ધ્વજ બની જાય છે. કોઈ મહાપુરુષના અનુયાયીઓ કીર્તિસ્તંભા ને કીર્તિમંદિરો રસે છે ત્યાં પણ કાળના પ્રહારો તો તેના પર થતા જ રહે છે ને અંતે એમ સાબિત થાય છે કે માનવીના હૃદયમાં જે પ્રતિષ્ઠા થઈ હાય છે તે જ ચિરકાળ ટકી શકે છે.
શાંતિ વિશે એમ કહી શકાય કે શાન અને ભકિતના ઉદય થતાં સાચી શાંતિનો અનુભવ કરી શકાય છે. એ પછી વિકાસને માર્ગે ગતિ થાય છે છતાં તેમાં ‘પ્રયત્ન’ જેવું કંઈ રહેતું નથી. જીવનની સર્વ ક્રિયાઓ શ્વાસેાાસની પેઠે સહજ બની જાય છે. કાર્યકારણનું તત્ત્વજ્ઞાન આત્મસાત ્ થયા પછી સહજભાવે ને શ્રદ્ધાપૂર્વક બધી પ્રવૃત્તિ થવા માંડે છે. આવી પ્રવૃત્તિથી કીર્તિ મળે જ, પરંતુ તે ન મળે તેાયે તેની ચિન્તા રહેતી નથી. કીર્તિની ઝંખના આવા ભકત-હૃદયમાં કદી પ્રગટે નહિ. જીવન હેતુમય હાય છતાં તેનું અભિ માન ન હોય એ અવસ્થા વિરલ છે. આવી અવસ્થા કીર્તિ ને શાંતિના સામાન્ય અર્થે જ પલટાઈ જાય છે. અવિચલ શાંતિની એ મૂર્તિની આસપાસ જે પ્રકાશ પથરાય છે તેની પાસે કીર્તિના ઝળહળાટ તુચ્છ લાગે છે. એ શાંત પ્રકાશ કોઈને આંજતા નથી, કોઈ દિલમાં ઈર્ષા પ્રગટાવતા નથી, કોઈ એથી નાનપ અનુભવતું નથી. એ પ્રકાશ તા એના સંપર્કમાં આવનાર સૌ કોઈના જીવનના અંધારા ખૂણાને અજ વાળી ત્યાં પણ પેાતાનું સ્થાન પ્રાપ્ત કરી લે છે. આવી શાંતિ ને કીર્તિ માટે મથવું એ જ જીવનના પરમ પુરુષાર્થ ગણાય. .