________________
તા. ૧૬-૧–૧૯૭૨
"પ્રબુદ્ધ જીવન
૨૩૭
કાણુ ? સમીપ એટલે સગપણ ફાટયાં: એને બખિયાં મારે કોણ? | શઢ ફાટયાં ને વહાણ ડૂળ્યાં: તાણે પછી કિનારે કોણ? એક પાંખથી આભે ઊડે એવું પંખી હજી અજાયું : અને પવનને પૂરવા માટે કોઈએ કદીએ પીંજર આવ્યું?
ખરી પડેલાં ફૂલમાં આંસુ મૂકી ચાલો છૂટાં પડીએ; ઠંડી ઉષ્મા ભૂલવા માટે અંગારાને જઈને અડીએ.
સમીપ એટલે સગપણ ફાટયાં: એને બખિયાં મારે કોણ? દવ લાગેલા ઘરનું ઈશ્વર નળિયાં મૂકી સમારે કોણ?
-સુરેશ દલાલ
અસમાનતા કેવી રીતે મિટાવશે?
આર્થિક સમાનતાને મુદ્દો અહિંસક પૂર્ણ સ્વરાજ્યની ચાવી છે. આર્થિક સમાનતાને માટે કાર્ય કરવું એટલે મૂડી ને મારી વચ્ચેના કાયમના ઝઘડાને મિટાવવો. એનો અર્થ એ થાય છે કે એક બાજુથી જે થોડા પૈસાવાળા લોકોના હાથમાં રાષ્ટ્રની સંપત્તિને મુખ્ય ભાગ એકઠા થયા છે તેમની સંપત્તિ કમી કરવી અને બીજી બાજથી અર્ધા ભૂખ્યા અને નાગા રહેતા કરેડની સંપત્તિ વધારવી. જ્યાં સુધી ખોબા જેટલા પૈસાવાળાઓ અને ભૂખ્યા રહેતા કરોડે વચ્ચેનું અંતર ચાલુ રહે ત્યાં લગી અહિંસાના પાયા ઉપર ચાલતા રાજ્યવહીવટ સંભવિત નથી. જે સ્વતંત્ર હિંદુસ્તાનમાં દેશના સૌથી તવંગર માણસે જેટલી સત્તા ભોગવતા હશે તેટલી જ ગરીબની હશે, તેમાં નવી દિલ્હીના મહેલોને તેમની પડખે જ આવેલા ગરીબ મજુર વસતિના કંગાળ ઘેલકાઓની વચ્ચે જે કારમે તફાવત આજે દેખાય છે તે એક દિવસ પણ નહીં નભે. પૈસાવાળાઓ પિતાને પૈસા અને તેને લીધે મળતી સત્ત, એ બંને આપમેળે રાજીખુશીથી છોડી દઈ સર્વના કલ્યાણને માટે બધાંની સાથે મળીને વાપરવાને તૈયાર નહીં થાય તે હિંસક તેમ જ ખૂનખાર ક્રાંતિ અહીં થયા વિના રહેવાની નથી. એમ ચોકકસ સમજવું. (સંગ્રાહક: શાંતિલાલ ટી. શેઠ) , –ગાંધીજી
આ સમર્પણ ટપક ટપક કરતાં ટીપાંએ ખાલી વાસણને પિતા થકી ભરી દીધું, ને સૌએ કહ્યું, વાસણમાં પાણી છે. કોઈ કરતા કોઈએ એમ. ન કહ્યું કે અનેક જલબિંદુએ વાસણમાં છે. છતાંય એમને જરાપણ માઠું લાગ્યું નહિ. પિતાને જરા જેટલે અણસાર આપવા ને તે એક પણ બિંદુ છૂટું પડીને બહાર આવ્યું; ન તો એકમેકને ફરિયાદ કરી.
પિતાનું અલગ વ્યકિતત્વ મિટાવી દઈ સર્વમાં સમાઈ શૂન્ય બની જવામાં જ તેમણે ધન્યતા અનુભવી.
શારદાબેન બાબુભાઈ શાહ. પ્રજાસત્તાક દિન નિમિત્ત સ્નેહસંમેલન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તેમ જ શુભેચ્છકો માટેનું એક સ્નેહસંમેલન મંગળવાર તા. ૨૫-૧-૭૨, સાંજના ૬-૩૦ વાગે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં (૩૮૫, સરદાર વી. પી.રોડ, વનિતા વિશ્રામ સામે, મુંબઈ-૪) યોજવામાં આવ્યું છે. આ સ્નેહ સંમેલનમાં બફે ડીનર તથા સુગમ સંગીતનો કાર્યક્રમ રાખેલ હોઈ - સ્નેહસંમેલનમાં જોડાનાર માટે વ્યકિત દીઠ રૂપિયા પાંચ ફાળો રાખવામાં આવ્યો છે. તે આપનાં પ્રવેશપત્ર સંઘના કાર્યાલયમાંથી મેળવી લેવા વિનંતિ છે.
- ચીમનલાલ જે. શાહ આ સુબોધભાઈ એમ.શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.
કીતિનો શાંત પ્રકાશ જીવનમાં કીતિ અને શાંતિ તો કોઈ વિરલ વ્યકિતને જ પ્રાપ્ત થાય છે. કરોડમાં એકાદ માનવી એવો મળે જે કીતિના શિખર પર પહોંચ્યો હોય અને જેના ચિત્તમાં પણ અપાર શાંતિ હોય. સામાન્ય રીતે તો જ્યાં કીર્તિ ત્યાં શાંતિનું સુખ નહિ અને જ્યાં શાંતિ ત્યાં કીતિનો ઝળહળાટ નહિ. કુદરતે જીવનની સાથે જ પ્રગતિની વાંછના જોડી દીધી છે. પ્રગતિનું માપ મનની શાંતિ પરથી નહિ પરંતુ કીર્તિ પરથી કાઢવામાં આવે છે. દુનિયામાં કોણે પ્રગતિ કરી છે તે શોધવું હોય તો કોણે કીર્તિ પ્રાપ્ત કરી છે તે શોધવા તરફ આપણી નજર જાય છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં નિજાનંદમાં મસ્ત હોય કે શાંત હોય એવા માનવીનું કોઈ વિરલ વ્યકિતને જ ખેંચાણ થશે. વેપારી ને મજૂરથી માંડી સાધુને સેનાપતિ સુધીના માણસોમાં શાંતિથી જીવન ગુજારનારા ઘણા હશે, પરંતુ એમની ઈર્ષા કોઈકને જ થતી હશે; પરંતુ જેણે કીર્તિ હાંસલ કરી હશે - દા. ત. જે વેપારી અમુક કે અનેક બજારને “જિ” બન્યો હશે અને પોતાની શકિતથી તેને નચાવતે હશે એવા વેપારી થવાનાં સ્વપ્નાં એ ક્ષેત્રના હજારો -. લાખો માણસો સેવતા હશે! ખેડૂતો કે મજૂરોના જીવનમાં તો આવો ઝળહળાટ મળે નહિ, પરંતુ સાધુઓ, મઠધારીઓ, મહે તે, સેનાપતિએ, વિજ્ઞાનીઓ, કલાકારો, રાજપુરુષો, વગેરેમાં જે લોકોએ પિતાનાં ક્ષેત્રોમાં નામના મેળવી હશે ત્યાં એવું સ્થાન પ્રાપ્ત કરવા માટે અનેક પતંગિયાં ફના થઈ જવા માટે ધૂમતાં હશે. ખેડૂતો, મજૂરો ને કારીગરો કે અન્ય ક્ષેત્રોના સામાન્ય લોકોમાં પણ આગળ કોણ વધ્યું છે તેને અંદાજ તેણે કેટલી પ્રતિષ્ઠા મેળવી છે તે પરથી કરવામાં આવે છે ને એવી સિદ્ધિ મેળવવા બીજા લોકો લલચાય છે.
કીર્તિની પરવા ન કરે તે તે સાચા અર્થમાં સાધુ ને સંન્યાસી ગણાય. માત્ર એવો વેશ પહેરનારાઓ તો બીજા સામાન્ય લોકોની પેઠે જ કીર્તિ મેળવવા આકાશ – પાતાળ એક કરતા હોય છે. આમ છતાં ધૂળ રીતે પણ સંસાર જેમણે છોડયો છે તેઓ કીતિની વાંછના રાખે નહિ તો તેમાં કશું અયોગ્ય ગણાતું નથી, પરંતુ સંસારના કોઈ પણ પ્રકારના વ્યવહારમાં પડેલા માણસ માટે તે કીતિની ઝંખના જીવનનું બળ અને પુરુષાર્થની પ્રેરણા બની જાય છે. દરેક માતા-પિતા એના બાળકમાં સદ્ગણ સીંચવા માટે કે એનામાં શકિત પ્રેરવા કીર્તિની લાલચ આગળ ધરે છે. મહાપુરુષારને પણ આવી જ વાણી ઉચ્ચારી છે. શ્રી કૃષ્ણ પણ અર્જુન સમક્ષ ઊંડા તત્ત્વજ્ઞાનની વાતો કરતાં ક્ષત્રિયના જીવનમાં કીર્તિનું કેવું મૂલ્ય છે તે સમજાવ્યું છે ! જીવનમાંથી ધન, સત્તા, સ્વાન બધું ભલે જાય; પરંતુ, પ્રતિષ્ઠા ન જાય, કીર્તિને ઝાંખપ ન લાગે તેનું બહુ મહત્ત્વ ગવાયું છે. દરેક માનવી પોતાના ક્ષેત્રમાં કીર્તિની પાછળ દોડે છે. તેમાં તેની સામાન્ય પ્રકૃતિ સાથે બાળપણથી જે સંસ્કારો એણે ઝીલ્યા છે તેની પણ અસર હોય છે.
કવિઓ, કલાકારો, લેખકો વગેરેને મસ્ત ને બેપરવા માનવીએ તરીકે ઓળખવામાં આવે છે; પરંતુ ભગવાં વસ્ત્રો ધારણ કરનારા લાખમાં જેમ એકાદ માનવી જ સાચે સયાસી હોય છે તેમ આ કલાકારોમાં પણ લોકનિંદા ને લોકપ્રશંસાથી અલિપ્ત રહી પોતાની કલાસાધનામાં મસ્ત રહેનાર કોઈક જ હોય છે. જો વર્ગ તરીકે તુલના કરવી હોય તો એમ કહેવું પડે છે કે નિંદા ને પ્રશંસાની વધુ અસર તો આ કલાકારોને જ થાય છે. પ્રશંસાથી કેટલાકને બળ મળે છે ને કેટલાકને શકિતપ્રવાહ સ્થગિત થઈ જાય છે. એ જ રીતે નિદાથી કોઈને જોશ ચડે છે તો કોઈ ત્યાં ને ત્યાં કરમાઈ જાય છે. રાજકીય હો મહત્ત્વાકાંક્ષા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે; છતાં