SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ પ્રબુદ્ધ જીવન મહાન વિજ્ઞાની ડૉ. વિક્રમ સારાભાઈ * ડા. વિક્રમ અંબાલાલ સારાભાઈના અવસાન સાથે અણુ અને અવકાશ - વિજ્ઞાનને ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા એક પ્રતિભાશાળી વિજ્ઞાનીની ભારતને ખાટ પડી છે. વિજ્ઞાન અને મંત્રવિઘામાં હરણફાળને આરે ઊભેલા આપણા દેશને એમની સેવાએની ખૂબ જ જરૂર હતી તેવા સમયે જ મૃત્યુએ એમને આપણી વચ્ચેથી ઉપાડી લીધા! ૧૯૭૧નું વર્ષ અસ્ત પામતાં પામતાં શેકની ઘેરી કાલિમા પ્રસારતું ગયું. ડૉ. વિક્રમ સારાભાઈના ગઈ તા. ૨૯મીની મધરાત અને તા. ૩૦મીના પ્રભાત વચ્ચે કોઈક સમયે નીપજેલા અવસાનના સમાચારે પાકિસ્તાન સાથેના યુદ્ધમાં સાંપડેલા વિજ્યના આનંદ મનાવી રહેલા રાષ્ટ્રને એક ભારે આંચકો આપ્યા. વિધિને એ કોઈ કારમે કટાક્ષ જ ગણવા જોઈએ કે ૧૯૬૫ના યુદ્ધ પછી આપણા પ્રખર વિજ્ઞાની ડા. ભાભાને આપણે ગુમાવ્યા હતા, જ્યારે વર્તમાન યુદ્ધ પછી તરત જ ડા, ભાભાના સમર્થ અનુગામીને આપણે ગુમાવી બઠા છીએ. છ વર્ષ જેટલા ટૂંકા ગાળામાં વિજ્ઞાનના આવા બે ઝળહળતા સિતારા ખરી પડતાં ભારત તેટલા પ્રમાણમાં દરિદ્ર બન્યું છે. ડૉ. ભાભાની ખાટ વિક્રમભાઈએ જણાવા દીધી ન હતી, પણ હવે એમનું સ્થાન પૂરવાનું ઘણું કઠિન બનશે. ડા. વિક્રમ સારાભાઈ હવામાન અને વાતાવરણના સંશાધન અર્થે નાં રૅકેટો છેડવાના 'થક થુમ્બા ખાતે રેલવે સ્ટેશનના શિલાપણ પ્રસંગે ત્રિવેન્દ્રમ ગયેલા. થુમ્બા નજીક ટુરિસ્ટો માટેની કાવાલમ્ પલેસ હાર્ટેલ ખાતે બુધવાર તા. ૨૯ ડિસેમ્બરની મધરાત સુધી બે સાથીઓ સાથે થુમ્બા નજીક વીજાણુ યંત્રસાધનો અને પ્લાસ્ટિકસને લગતા બે પ્રોજેકટોને આકાર આપવાની મંત્રણાઓમાં તેઓ ગુંથાયેલા રહ્યા હતા. “આગળ વધા—ગા સ્નેહૅડ’ એવા ઉદ્ગારો સાથે સાથીઓને વિદાય કરી. તેઓ નિદ્રાધીન થયા તે ફરી જાગ્યો જ નહિ! મધરાત પછી કોઈક સમયે હૃદયરોગના હુમલાએ એમના પ્રાણ હરી લીધા હશે એમ જ માનવું રહ્યું. ‘આગળ ધપે’ એ એમના શબ્દો જાણે ભાવિના સૂચક બની રહ્યા. ભારત અણુ અને અવકાશ વિજ્ઞાનને ક્ષેત્રે વિકાસની ગતિ જાળવી રાખે એવા સંદેશા અજ્ઞાતપણે જાણે તેઓ આપી ગયા છે. ડૉ. વિક્રમભાઈ કાના જબરદસ્ત બેજ વહેતા હતા. ઘણાં બધાં કામ ત્વરાથી પૂરાં કરવા કાળ સાથે તેઓ હાડમાં ઊતર્યા હતા કે શું એવી શંકા જાય એટલી હદે તેઓ દેશ અને દુનિયાની વિજ્ઞાનની અગણિત સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા હતા. દેશમાં અણુવિદ્યુત મથકોના કાર્યક્રમને આગળ ધપાવવા સાથે અવકાશ સંશોધનના નવા ક્ષેત્રના વિસ્તર પણ તેઓ ક્રમશ: સાધતા જતા હતા. '૭૪ સુધીમાં તે ભારત પોતાનાં સંશાધન રૅકેટો ઉડાડતું થઈ જશે એવા કાર્યક્રમની હજી થેડા સમય પહેલાં જ તેમણે માહિતી આપી હતી. ગુજરાતના તે તેઓ પનોતા પુત્ર હતા. ગુજરાતને તેમની ખેાટ વધુ સાલશે. અમદાવાદની વિવિધ સંસ્થાઓમાં એમણે પ્રાણ પૂર્યા હતા. અમદાવાદની સામાન્ય છાપ એક ભૌતિકવાદી - સુખવાદી શહેરની રહી છે. ડૉ. વિક્રમભાઈને' છેલ્લા બે ત્રણ દાયકાઓ દરમિયાન ત્યાં વિવિધ સંશોધન સંસ્થાઓનું નિર્માણ કરીને શહેરના જીવનને વિજ્ઞાનના નવા સંદર્ભ આપ્યા છે ને તેના ચહેરાને નવું પરિમાણ બક્ષ્ય છે. જગતના વિજ્ઞાનના નકશા પર અમદાવાદને એમણે માનભર્યું સ્થાન અપાવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી સ્થપાયા પછી તેના વિકાસમાં તેમણે ઊંડો રસ લીધા હતા. ઉપગ્રહા સાથે સંપર્કનું પ્રાયોગિક ભૂમિમથક ઊભું કરાવીને અમદાવાદને એમણે વિજ્ઞાનની અદ્યતન ક્ષિતિજરેખા પર મૂકી દીધું હતું. કાપડ મિલઉદ્યોગના કેન્દ્ર તરીકેની શહેરની પ્રતિષ્ઠાને નવા ઓપ આપે તેવી સંશાધન સંસ્થા “હમેદાબાદ ટેકસ્ટાઈલ રિસર્ચ એસસીએશન’—‘અટિરા’–ની સ્થાપના એ ડૅ. વિક્રમભાઈના સંÀધન–રસનું જીવંત પ્રતીક છે. કાપડ મિલઉદ્યોગને સંશાધનના અદ્યતન લાભો પ્રાપ્ત કરાવવામાં આ સંસ્થા નમૂનેદાર કામ કરી રહી છે. એવી જ બીજી સંસ્થા ‘ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિકલ રિસર્ચ' – ભૌતિક વિજ્ઞાન સંશોધનની છે. આ સંસ્થાના આરંભ તેમના ઘરના તા. ૧૬-૧-૧૯૭૨ એક ખંડમાં બેત્રણ વિજ્ઞાનીઓના સાથમાં તેમણે કર્યા હતા. સંસ્થામાં તેમણે વિશ્વકિરણોના પ્રોફેસર તરીકે કામ કર્યું હતું . એવી જ બીજી ખ્યાતનામ સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ છે. વ્યવસ્થાપનને ક્ષેત્રે તાલીમ પામેલા માણસાની આપણા દેશને ખૂબ જ જરૂર છે એવી ડા. વિક્રમભાઈની પ્રતીતિ આ અદ્યતન સંસ્થાની સ્થાપના પાછળનું પ્રેરક બળ હતી. છેલ્લે છેલ્લે વિદ્યાર્થી તેમજ સામાન્ય જનસમૂહમાં વિજ્ઞાનની જાણકારી તેમજ તે વિશેના રસ પ્રસરે તેવા સ્તુત્ય ઉદ્દેશ સાથે તેમણે કૅમ્યુનિટી સાયન્સ સેન્ટરની સ્થાપના કરી હતી. અમદાવાદ આજે જેને માટે ગૌરવ અનુભવી શકે છે તે તાલીમ અને સંશેાધનની કામગીરી માટે જાણીતી બનેલી આ સંસ્થાએની સ્થાપનાના પાયામાં ડૅા. વિક્રમભાઈનાં ધગશ અને પરિામ રહેલાં છે એ ગુજરાતની જનતાએ ભૂલવું ન જોઈએ. અગ્રગણ્ય મિલમાલિક શેઠ અંબાલાલ સારાભાઈને ત્યાં એમના જન્મ ઓગસ્ટ ૧૨, ૧૯૧૯ના રોજ અમદાવાદમાં થયા હતા. એમનું યૌવન આઝાદી જંગના જાગૃતિ–જુવાળના કાળમાં વીત્યું હતું. ગાંધીજીના પ્રભાવ હેઠળ એમના ઉચ્ચ સંસ્કારી જીવનને સાદગીને આપસાંપડયો. એમને સેહામણા દેહ ખાદીથી વધુ વિમળ અને મેહક બન્યા હતા. મુંબઈમાં શિક્ષણ લઈ વિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસાથેતેઓ કૅમ્બ્રિજ ગયા. ત્યાં ૧૯૩૯ માં ઉચ્ચ ડિગ્રી મેળવી તેએ ભારત પાછા ફર્યા હતા અને બેંગલેારના ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફા સાયન્સ ખાતે ડૉ. સી. વી. રામનના હાથ હેઠળ સંશાધન કાર્ય કર્યું હતું. વિશ્વકિરણા—એ સંશાધનને એમના પ્રિય વિષય હતો, વિજ્ઞાનને તેમને રસ અદ્ભુત હતા. ટ્રેમ્બ' અણુસંધિન કેન્દ્રની મુલાકાતે જતા વિદ્યાર્થીઓને તેઓ બધે ફેરવતા એટલું જ નહિં વિજ્ઞાનના પાયાના સિદ્ધાંત તેમ જ ભાવિ મહત્ત્વાકાંક્ષી યોજનાઓ વિદ્યાર્થીઓને તેઓ રસપૂર્વક અને વિગતથી સમજાવતા. વિજ્ઞાનની પ્રયોગશાળા એમને માટે સાચે જ જીવનની પ્રયોગશાળા બની ગઈ હતી ! ૐૉ. વિક્રમભાઈનું જીવન આમ છતાં એકાંગી ન હતું. વિજ્ઞા નની સાથે જેને મેળ નથી એમ મનાય છે તે લલિતકલાઓમાં પણ તે ઊંડો રસ લેતા હતા. તેમનાં પત્ની મૃણાલિનીબહેન ભરતનાટ્યમ ના ખ્યાતનામ કળાકાર છે. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર કાર્તિકેય અમેરિકામાં અભ્યાસ કરે છે. અને પુત્રી મલ્લિકા ફિલ્મક્ષેત્રમાં પડવાનું વિચારે છે. સાદી અને સુન્દર વસ્તુએ એમને ગમતી. મુંબઈમાંની પોતાની ઓફિસની બારીમાંથી સંધ્યાકાળે બંદરના ઝગી ઊઠતા દીવાઓ જોતા તેને કયારેક બેસી રહેતા. તેમની ખાને એ દશ્ય આરામદાયી લાગતું. કામના ગમે તેવા બેજ વચ્ચે ય એમના ચહેરા પર સ્મિત સદાય રમતું રહેતું. મુલાકાતીઓને તેએ ઉમળકાથી ધ્યાનપૂર્વક સાંભળતા. સાથીઓમાં તેને પૂરો વિશ્વાસ મૂકતા અને તેમને વધુ ને વધુ જવાબદારીનાં કામ સોંપતા. શાંત અને મૃદુભાષી ૐ. વિક્રમભાઈનું વ્યકિતત્વ મોહક હતું. શ્રી અને સરસ્વતીને તેમ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ - સભ્યતાનો વિરલ અને સુભગ એવા સમન્વય . એમના વ્યકિતત્વને એક અનેરી ભાથી અજવાળતા હતા. યુવાન વિજ્ઞાનીઓના તેઓ પ્રેરણામૂર્તિ હતા . ભૌતિક વિજ્ઞાનને ક્ષેત્રે તેમના અર્પણની કદર લેખે ભૌતિક વિજ્ઞાન માટેનું ૧૯૬૨ નું “શાંતિસ્વરૂપ ભાટનગર સ્મારક પારિતાષિક' તેમને એનાયત થયું હતું. ભારત સરકારે ૧૯૬૬માં એમને પદ્મભૂષણનું પદક આપી એમનું બહુમાન કર્યું હતું. થુમ્બા ખાતે ૧૯૬૩ માં રૅકેટમથકની સ્થાપના પાછળ પ્રેરક બળ તેઓ જ હતા. યોગાનુયોગ પણ કેવા કે થુમ્બા મથકની છાયામાં જ એમણે છેલ્લા શ્વાસ લીધા! “ અવિરત કામ તેઓ કરતા રહ્યા અને એમ જ કામ કરતાં કરતાં ‘શહીદ' થયા...” એવા શબ્દોમાં એમના એક વેળાના ગુરુ વયેવૃદ્ધ વિજ્ઞાની અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના માનદ્ પ્રાધ્યાપક ડા. કે. આર. રામનાથને પેલી નિવાપાંજલિ કેટલી યથાર્થ છે! - હિંમતલાલ મહેતા 6
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy