________________
તા. ૧૬-૧-૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
૨૩૫
સન્નિષ્ઠ વિદ્યાવ્યાસંગી અને આર્યચિત્ત સજ્જન ઝાલાસાહેબ
તા. ૧૧-૧-૧૯૭૨ની સવારે સ્મશાનમાં હું ઝાલાસાહેબના દેહ પાસે ઊભે છે. પિતાને આ જગતમાં જે કર્તવ્યો મળ્યાં હતાં તે યથાશકય ઉત્તમ રીતે પૂર્ણ કરીને ઝાલાસાહેબ ચિર શાતિના ધામમાં વિદાય થઈ ગયો છે. મુખ પર પ્રગાઢ નિદ્રામાં પડયા હોય તેવી શાન્તિ અને સ્વાભાવિકતા છે. અમે સૌ સ્વજનો, સાથીઓ, મિત્રો અને પ્રશંસકો તેમના દેહ પાસે શેક-ગંભીર ભાવે ઊભા છીએ. અત્યેષ્ટિ સંસ્કારને વિધિ શરૂ થઈ ગયો છે ને એક સ્વમાનશીલ, વિદ્યાવ્યાસંગી, અભિજાત સરંજનના પાર્થિવ વિશેને અગ્નિને અર્પણ કરવાની તૈયારી થઈ રહી છે.
ઝાલાસાહેબના જીવન પર મૃત્યુને પડદો પડે છે ને મારી સ્મૃતિને પડદો ઊપડે છે.
પિસ્તાળીસ-સુડતાળીસ વર્ષ પહેલાંનું જામનગર ને જાપનગરની નવાનગર હાઈસ્કૂલ, તેના ફોર્થ, ફિફથ, સિકસ્થ અને મેટ્રિકના વર્ગોમાં હું, ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલા નામના વિદ્યાર્થીને જોઉં છું. મધ્યમ કદ, ઊંચું કપાળ ; ઊંડી ને વેધક આંખે; ગંભીર મુખશ્કવિ. તેણે ચાર છેડે ધોતિયું, હાફકોટ અને ઊંચી દીવાલની ચિનાઈ ટોપી પહેર્યા છે, એની ગણના વર્ગના હોશિયાર વિદ્યાર્થીએમાં થતી હોય છે. નાની મોટી દરેક પરીક્ષામાં એનું સ્થાન પહેલા બેત્રણ વિદ્યાર્થીઓમાં જ હેય, રસમાં રસ માત્ર વિઘાને. અને સંસ્કૃત તે જાણે તેનું પોતાનું જ ! સાદું, એકધારું ને નિયમિત જીવન. મિત્રો ઓછા ને બીજા સાથે ભળવાનું ને ટેળટપ્પા કરવાનું એથી પણ ઓછું. અભ્યાસેતર રમતગમતની પ્રવૃત્તિઓ તો ઠીક પણ વાર્ષિક ર ત્સવો-અમારે ત્યાં તેને (Re citations) કહેવામાં આવતા, તેમાં પણ ભાગ લેવાને નહિ. એ વયે પણ પોતાના ગૌરવ અને ગાંભીર્યથી તેઓ પોતાના સમવયસ્ક સહાધ્યાયીઓથી જુદા તરી આવે.
૧૯૨૪માં એ મેટિક થાય છે ને આગળ અભ્યાસ કરવા માટે મુંબઈની સેંટ ઝેવિયર્સ કોલેજમાં દાખલ થાય છે. વેદવિદ્યાના નામાંકિત વિદ્રાન ફાધર ઝિમરમન પાસે સંસ્કૃતને અભ્યાસ કરીને એ ૧૯૨૮માં બી. એ. થાય છે. એમના જ માર્ગદર્શન નીચે થીસિસ લખીને ૧૯૩૦માં એમ. એ. થાય છે. અસ્વસ્થ તબિયતને કારણે ફાધર ઝિમરમન નિવૃત્ત થતાં, એમની જ ભલામણથી તે સેંટ ઝેવિયર્સ કોલેજમાં સંસ્કૃતના લેકચરર નિમાય છે.
૧લ્લ૧માં, ફર્સ્ટ ઈયર આર્ટ્સમાં હું તેમને વિદ્યાર્થી બનું છું. એ વખતે તેઓ હજી ઝાલાસાહેબ નથી બન્યા છે. ઝાલા જ છે. સૂટ અને કાળી ટોપી પહેરીને તેઓ અમને સંસ્કૃત સિલેકશન્સ શીખવે છે. ઠીકઠીક મેટા વર્ગો ને વિદ્યાર્થીઓ એમનાથી વયમાં બહું નાના નહિ અને વિદ્યાર્થીએ શું આજના કે શું ત્યારના, પણ વિદ્યાર્થીઓ જ રહેવાના. એટલે કયારેક વર્ગ પોતાના વ્યકિતત્વને પ્રભાવ અધ્યાપક પર પાડવાના પ્રયત્ન પણ કરે. પણ એવે વખતે પ્રા. ઝાલા બોલતાં અટકી જાય. ડાબા હાથથી જમણા હાથનું કાંડું પકડીને મૂંગા મૂંગા જોયા કરે. સોનેરી ફ્રેમનાં ચશ્માં પાછળથી ડોકાતી આ બમાં ન હોય ક્રોધ, ન હોય ગભરાટ, ન હોય અકળામણ : હોય માત્ર ઠપકો: ‘કેવી નાદાનિયત કરી રહ્યા છો તમે?” ઘડી અધ ઘડીમાં વર્ગ શાન્ત થઈ જાય ને વ્યાખ્યાન આગળ ચાલે.
૧૯૪૫માં હું એમને સહયોગી બન્યો. એ વખતે એ છે. ઝાલા મટીને ઝાલાસાહેબ થઈ ચૂકયા હતા. એમનું અંગ્રેજી પુસ્તક ‘કાલિદાસ-એક અધ્યયન’ પ્રકટ થઈ ચૂકયું હતું અને સંસ્કૃતના એક આરૂઢ વિદ્વાન તરીકે એમની પ્રતિષ્ઠા જામી ચૂકી હતી. સેંટ ઝેવિયર્સ કોલેજના ગુજરાતી સાહિત્ય મંડળની પ્રવૃત્તિ શરૂ થઈ ચૂકી હતી. મંડળના મુખપત્ર જેવા ‘રશ્મિ'નું પ્રકાશન થઈ રહ્યું હતું. મંડળની સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મુંબઈના સરકારરસિક વર્ગની પ્રીતિને પાત્ર બની હતી ને ઝાલાસાહેબ સેટ
ઝેવિયર્સ કોલેજના વિદ્યાર્થીઓની અસાધારણ પ્રેમભકિત ભાજન થઈ ચુકયા હતા. એ વખતે પણ એમના સાદા, નિયમિત અને એક્વારા જીવનની ઘરેડમાં કશો ફેરફાર થયો નહેાતે, સિવાય કે ઘેરથી એ ટોપી પહેરીને આવતા, પણ વર્ગમાં ઉધાડે માથે જતા. બાકી, એમને આવવા - જવાનો સમય નિશ્ચિત; પ્રોફેસરોના કૅમને રૂમમાં બેસવાનું સ્થાન નિશ્ચિત, એમની ખૂરશીની પાછળના ટેબલ પર ટોપી મૂકવાને ખૂણે નિશ્ચિત ને ટોપી મૂકવાની રીત પણ નિશ્ચિત. ઝાલાસાહેબની ખુરશી અને ઝાલાસાહેબ એકબીજા સાથે એવા તે અવિયોજ્ય થઈ ગયા હતા કે ઝાલાસાહેબની ખુરશી પર . કોઈ બીજું બેઠું હોય અને ઝાલાસાહેબ આવી ચડે તો તે તરત ઊભું થઈ જાય અને ખુરશી ખાલી કરી દે.
ઝાલાસાહેબ એટલે નિયમિતતા, વ્યવસ્થા, ગૌરવ અને ગાંભીર્ય. એમનામાં વિનોદવૃત્તિ ખૂટતી હતી એમ નહિ; એમણે સંસ્કૃતમાં લખેલું (ત્ર સિવિનયમ) એમની માર્મિક વિનોદવૃત્તિનું પ્રસિદ્ધ ઉદાહરણ છે. પણ એમના વ્યકિતત્વને પ્રભાવ જ એવો હતો કે ગમે તે માણસ તેમની સાથે જોવા બેસવામાં છૂટ જ ન લઈ શકે; ને તરત મને એમના વિવેક પણ એવો સૂક્ષ્મ હતો કે તેને જેને તેને પોતાની સાથે છૂટ જ ન લેવા દે. તેને સંસ્કૃતના વિદ્વાન હતા અને વર્ષો સુધી મુંબઈ જેવા શહેરમાં સંસ્કૃતના મંત્પન પ્રાધ્યાપકોમાં સ્થાન પામનાર એકમાત્ર ગુજરાતી હતા. પણ તેઓ વેવMાર નવું નહેતા બની ગયા. તેમના રસનું વિશ્વ ઘણું વ્યાપક હતું. રાષ્ટ્રીય અને આન્તરરાષ્ટ્રીય રાજકારણ, રમતગમત, અર્થવ્યવસ્થા, સામાજિક સમસ્યાઓ વગેરે અનેક વિષયોમાં એમને રસ પણ હતા અને સમજદારી પણ હતી. એમની બુદ્ધિ એવી સૂક્ષ્મ હતી કે કોઈપણ વિષયના મર્મને તરત પકડી શકતી; અને તેની આમૂલાગ્ર છણાવટ કરી શકતી.
ઝાલાસાહેબ Intell ctual Ali occ.t હતા; પણ અતડા નહોતા. સુદ્રતા, સામાન્યતા કે on-s nse ને તેઓ સહન કરી શકતો નહોતો; પણ તેમનામાં ઉદારતા પાર વિનાની. હતી. સિદ્ધાંતનિષ્ઠા તેમની પ્રબળ હતી; પણ કુનેહને તેમનામાં અભાવ નહોતે. તેઓ આમજનતાના નાદમી નહોતા; પણ લેકવ્યવહારની તેમની સમજણ પૂરેપૂરી હતી. જાહેર જીવન પ્રત્યે તેમને અરુચિ નહોતી; પણ પ્રજાની આંખમાં ને રમખમાં રહ્યાં કરવા મટે તેઓ કદી ફાંફાં મારતા નહોતા. પ્રવૃત્તિ તેઓ જાતે કદી શોધવા કે ઊભી કરવા જતા નહોતા; પણ પ્રવાહપ્રાપ્ત કર્તવયને તેમણે કદી ટાળ્યું નથી.
ઝાલાસાહેબ, અત્તતોગત્વા, વિદ્યાનો જીવ હતા. કાલિદાસ તેમને સવિશેષ સ્વાધ્યાય વિષય હતો. ભામિની વિલાસ, ૧ થી ૪ અને રઘુવંશનું એમણે સટીક સંપાદન કર્યું છે. અને નૈષધનું તેમનું સંપાદન અત્યારે છપાઈ રહ્યું છે. એમની સંસ્કૃત રચનાને સંગ્રહ “સુષમાં પ્રકટ થયો છે, અને કાન્તના અમર કાવ્ય “વસંત વિજય’નું એમનું સંસ્કૃત ભાષાંતર “સંસ્કૃતિમાં પ્રકટ થયું છે. વડોદરાના પ્રાચ્યવિદ્યા મંદિર તરફથી તૈયાર થતી રામાયણની અધિકૃત વાસનાના સંપાદક મંડળમાં તેમણે કામ કર્યું છે અને સુર vટ નું સંપાદન પણ કર્યું છે. ગુજરાતીમાં તેમણે પ્રમાણમાં, ઓછું લખ્યું છે. પણ એમણે જે કંઈ લખ્યું છે તેમાં તેમની વ્યુત્પત્તિ, મર્મજ્ઞતા અને thr ghness પદે પદે પ્રક્ટ થાય છે. - ઝાલાસાહેબ ફેબસ ગુજરાતી સભા, એશિયાટિક સોસાઈટી, માંડારકર ઓરિયેન્ટલ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ, વડોદરા પ્રાચ્યવિદ્યા મંદિર, અને મુંબઈ, એસ. એન. ડી. ટી. અને વડોદરા યુનિવર્સિટી
ની કેટલીક અભ્યાસ સમિતિઓ સાથે સંકળાયેલા હતા. ફિલમ સેન્સર બોર્ડમાં પણ એમણે કામ કર્યું હતું; અને જૈન યુવક સંઘ તરફથી પ્રતિવર્ષ જાતી પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે પણ છેલ્લાં દસ વર્ષથી તેનો બિરાજતા હતા.
એમની ચિરવિદાયથી ગુજરાતને એક સન્નિષ્ઠ વિદ્યાવ્યાસંગી અને આર્યચિત્ત સજજનની ખોટ પડી છે. હું જીત્ દ્રિ દુffસ તાત જછતિ એ ભગવદ્ વાક્ય છે; અને ઝાલાસાહેબે કલ્યાણકાર્યો કરવામાં ક્યાશ કે કમીના રાખી નથી."
મનસુખલાલ ઝવેરી
એ
* જન્મ તા. ૨૬-૪-૧૯૦૭