________________
"૨૩૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬–૧–૧૯૭૨
વર્ષોથી સંકળાયેલા હતા અને છેલ્લાં દસેક વર્ષથી પંડિત સુખલાલજીના અનુગામી તરીકે પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખપદને શોભાવતા હતા. એ વ્યાખ્યાનની એમની માર્મિક અને જીવનલક્ષી આલોચનાની સ્કૃતિ અનેક શ્રોતાઓના ચિત્તમાં ચિરકાળ તાજી રહેશે. સંઘ એ માટે . ઝાલાને સવિશેષ ઋણી છે.
શ્રી મુંબઈ જન યુવક સંઘની કાર્યવાહક સમિતિની તા. ૧૪-૧-૭ના રોજ મળેલી આ સભા છે. ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલાના મંગળવાર તા. ૧૧ મી જાન્યુઆરીએ સવારે હૃદયરોગના હુમલાથી અચાનક થયેલા અવસાન બદલ ઊંડા ખેદની લાગણી વ્યકત કરે છે તેમ જ તેમનાં કુટુંબીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યકત કરે છે અને સદ્ગતના આત્માને ચિશાંતિ મળે એવી પ્રાર્થના કરે છે.
બહાને પણ આવા અંકુશ હવા ન જોઈએ એમ હું માનું છું. નાના વર્તમાનપત્રોને મદદ કરવાની બીજી ઘણી રીત છે.
શ્રી એમ. એમ. ધ્રુવ - શ્રી. એમ. એમ. ધ્રુવને મહારાષ્ટ્ર સરકારે ૧લી જાન્યુઆરી ૧૯૭૨ થી બૃહદ્ મુંબઈના ચીફ પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટ તરીકે નિયુકત કર્યા તે માટે તેમને આપણા સૌના હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ છે. શ્રી ધૃવ વઢવાણ પાસે રાજપર ગામના વતની છે અને
ને સ્થાનકવાસી જૈન છે. આવા ઉરચ હોદ્દા પર નિયુકત થનાર તેઓ પ્રથમ જૈન છે. તેમની વિદ્યાર્થી કારકીર્દિ ઘણી ઉજજવળ હતી. એલ.એલ.બી.ની છેલ્લી પરીક્ષામાં તેઓ પ્રથમ વર્ગમાં પહેલે નંબરે પાસ થયા અને પૂના કૅલેજમાં લ ના ફેલ થયા. ઈતિહાસ અને રાજકારણને વિષય લઈ એમ. એ. થયાં. પાંચ વર્ષ અમદાવાદમાં પ્રેકટીસ કર્યા પછી ૧૯૪ માં સિવિલ જજ નીમાયા અને ૧૯૫૩માં મુંબઈમાં પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટ નીમાયા. ૧૯૬૬માં વધારાના ચીફ પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટ નીમાયા. મેજિસ્ટ્રેટ તરીકે તેમણે સારી ખ્યાતિ મેળવી છે. નિડર અને સ્વતંત્ર ન્યાયાધિશ તરીકે તેમનું માન છે. ચીફ પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટને હોદો ઘણે મહત્ત્વનો અને જવાબદારીભર્યો છે. મુંબઈની ૫૫ લાખની વસતી માટે ૩૫ પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટની કોર્ટે છે. તે બધાના તેઓ વડા છે અને તેની દેખરેખ રાખવી તેમની જવાબદારી છે. મુંબઈ જેવા દેશના મુખ્ય શહેરમાં પચરંગી પ્રજા છે. તેનું ફોજદારી ન્યાયતંત્ર સંભાળવું એ વિકટ કાર્ય છે. દીવાની દાવા કરતાં પણ ફોજદારી કેસમાં ન્યાય મળે તે મહત્વનું છે. નાગરિકની સ્વતંત્રતા અને ન્યાયની તુલા સાચવવાના રહે છે. આબરૂદાર, માણસ માટે ફોજદારી કેસ માં મોટો ભય છે. નિર્દોષને દંડ ન થાય અને દોષિત ગમે તેવો પૈસાદાર હોય તે પણ છૂટી ન જાય એ જોવાનું રહે છે. શ્રી ધ્રુવ, કુશળ, વ્યવહારું અને ન્યાયબુદ્ધિ વાળા છે. તેમના આ કાર્યમાં તેમને સફળતા મળે એવી આપણા સૌની સંભાવના છે.' ૧૨-૧-૭૨
રીમનલાલ ચકુભાઈ બે શોક પ્રસ્તાવો " શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિએ 3. વિક્રમ સારાભાઈ અને પ્રૉ. ઝાલાસાહેબને શોકાંજલિ અર્પત પસાર કરેલા ઠરાવો નીચે મુજબ છે:
- ઠરાવ-૧ પ્રસન્નચિત્તા ડૉ. ઝાલાની ખ્યાતિ સંસ્કૃતના પ્રખર વિદ્વાન તરીકે ભારતભરના વિદ્રામાં પ્રસરેલી છે. એમની વિદ્યાર્થી તરીકેની કારકિર્દી અત્યંત તેજસ્વી હતી. ફાધર ઝીમરમેન જેવા યુપીય ઑલરના હાથ નીચે સેંટ ઝેવિયર્સ કૅલેજમાં સંસ્કૃતને અભ્યાસ કરવાની એમને તક મળી હતી. વિદ્યાભ્યાસ પૂરે કરી પ્રે. ઝાલા - એ જ કૅલેજમાં સંસ્કૃત અને ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા અને અન્ય ઘણાં મોટાં સ્થાનાં પ્રલેભિને મળવા છતાં તેમણે જીવનપર્યત ચાલીસ વર્ષના દીર્ઘકાળ સુધી એ જ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું હતું. વિદ્રત્તા અને સૌજન્ય વડે તેઓ વિદ્યાર્થીઓનાં આદર અને પ્રીતિનાં પાત્ર બન્યા હતા અને “ઝાલાસાહેબ' ના નામથી સુખ્યાત થયા હતા. આટલા લાંબા અધ્યાપકીય જીવન દરમિયાન સેંકડે વિદ્યાર્થીઓએ એમની પાસેથી પ્રેરણા અને માર્ગદર્શન, જીવનઘડતરનું શિક્ષણ મેળવ્યાં હતાં.
છે. ઝાલા ઘણી શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાથે તેઓ ઘણાં
ઠરાવ-૨ . | ભારતના મહાન વૈજ્ઞાનિક અને આણુશકિત પંચના અધ્યક્ષ ડો. વિક્રમ સારાભાઈના તા ૩૦-૧૨-૭૧ના રોજ ત્રિવેન્દ્રમ ખાતે બાવન વર્ષની વયે થયેલા અકાળ અવસાનથી ભારતે એક સંપ્રશ ભદ્રપુરુષ ગુમાવ્યા છે. આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા વિજ્ઞાની 3. વિક્રમ સારાભાઈએ છેલ્લાં છ વર્ષમાં અણુસંશાધન ક્ષેત્રે ભારતને વિશ્વમાં ઉચ્ચ સ્થાન અપાવીને તથા આગ્રસંશાધન અંગે વિસ્તૃત અને વિશદ કાર્યક્રમને અમલમાં મૂકીને ડે. ભાભાના સમર્થ અનુગામી તરીકે પેતાની જાતને પુરવાર કરી હતી..
તેમણે ભારતમાં અવકાશવિજ્ઞાનને પાયે નાખ્યો અને તેના વિકાસનાં દ્વાર ઉઘડયાં. થુમ્બાનું વિષુવવૃત્તીય રોકેટ ઉડ્ડયન મથક
અને શ્રી હરિકોટાનું અવકાશ–મથક, એમનાં જીવંત સ્મારક બની રહેશે.
વિવિધ સિદ્ધિઓને વરેલા ડો. વિક્રમભાઈ સ્વભાવે શાંત, વિનમ્ર અને હસમુખા હતા. શ્રી અને સરસ્વતીને સંગ દુર્લભ મનાય છે. પરંતુ તેમના જીવનમાં એનું સુન્દર સખ્ય સર્જાયું હતું. - અમદાવાદના કાપડઉદ્યોગના શાહદાગર સ્વ. અંબાલાલ સારાભાઈના પુત્ર ડો. વિક્રમે તેમના જીવનકાળ દરમિયાન અનેક વિક્રમે નોંધાવી ગુજરાત અને ભારતની કૂંખ દીપાવી છે. ભારતને આ ક્ષેત્રે ન પૂરી શકાય એવી ખેટ પડી છે. તેમના અચાનક અવસાનથી ગુજરાત જેના વિશે ગૌરવ લઈ શકે તે પોતે પુત્ર આપણા દેશે ગુમાવ્યો છે. ' - શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિની તા. ૧૪-૧-૭૨ ના રોજ મળેલી સભા સદ્ ગતના અવસાન અંગે પિતાને ઊંડે શોક પ્રદશિત કરે છે અને તેમના કુટુંબીજનો પર આવી પડેલ આવી અણધારી આપત્તિ બદલ સહાનુભૂતિ વ્યકત કરે છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. '
- મંત્રીઓ,
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ વિપશ્યના સાધના વિપશ્યના સાધના’ અંગેની દરેક જાતની માહિતી માટે નીચેના સરનામે સંપર્ક સાધ: શ્રી દયાનંદ એમ અડકિયા, Al, કૉ-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી, વાલકેશ્વર રોડ, મુંબઈ-૬. ટે. નં. ૩૬૩૫૭૫.