SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ 3 તા. ૧૬-૧-૧૯૭૨ . પ્રબુદ્ધ જીવન ૨૩૩ દારી એવા સંજોગેમાં ઘણી વધે છે કે લાયક ઉમેદવારની પસંદગી કરે. લેકશાહીમાં વિરોધ પક્ષ હોય તે જરૂરનું છે, આવકારદાયક છે. લાયક વ્યકિતએ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઊભા રહે છે તેવાને ચૂંટ- વોમાં પણ પ્રજાને લાભ છે. | ગુજરાતમાં સંસ્થા કેંગ્રેસમાંથી શાસક કોંગ્રેસ પ્રત્યેના પ્રવાહ વેગ પકડયે. હકીકતમાં સંસ્થા કેંગ્રેસ હવે શાસક કેંગ્રેસ કહેવાય અને વધારામાં પેતાની જાતને સમાજવાદી ગણાવતા કેટલાક ઉમેરાયો. શું મહારાષ્ટ્ર કે શું ગુજરાત, અંતિમ નિર્ણય દિલ્હીમાં જ લેવાય છે અને બધાને વાત વાતમાં ત્યાં દોડવું પડે છે. નિકસન અને ભારત એન્ડરસને ખાનગી દસ્તાવેજો બહાર પાડયા તે પુરવાર કરે છે કે નિસન કટ્ટર ભારત વિરોધી છે અને નિફર્સન તથા તેના સલાહકાર કિસિજરે જુઠાણાં ચલવ્યાં છે. નિફ્ટનના આટલી હદે ભારત વિરોધી થવાનાં સાચાં કારણો હજુ સુધી જાણી શકાયાં નથી, અનુમાને ઘણાં થાય છે. ભારતના અમેરિકન એલચી કીટીંગે નિક્સનને ગંભીર ચેતવણી આપી હતી. તેને સર્વથા અવગણવામાં આવી. “ગાર્ડીયન અખબારે તંત્રીલેખમાં કહીં છે: The main reasons for the President's policy probably were his planned visit to Peking and that he and Mrs. Gandhi failed abysmally to understand each other. રહીન સાથેની મંત્રણાઓ સફળ થાય તે અાશાએ ૬૦ કરોડ ભારતવાસી અને ૭ કરોડ બંગલા દેશવાસીની દુશ્મનાવટ વહોરવા નિકસન તૈયાર થયા. ચીનની મૈત્રીથી શું એ લાભ પ્રાપ્ત કરવાની ઉમેદ છે? વિયેટનામ યુદ્ધમાંથી તેને છોડાવે? “ટાઈમ' મેગેઝિનમાં એક પત્રલેખકે કહ્યું છે: Nixon will soon find that China is his best friend in Asia and then he will not need an enemy. By antagonizing 550 million Indians and 75 million East Bengalis, he lost the goodwill of most of South Asia, U.S.A., if you had no dollars, you will find the moon the only friendly territorry in the neighbourhood. સવાલ એ થાય છે કે અમેરિકન પ્રજાને આટલો વિરોધ છતાં, એક વ્યકિત એવા મહત્વના નિર્ણય લઈ શકે છે. અમેરિકાની વિદેશ નીતિ, જેની અસર આખી દુનિયા ઉપર પડે તેને નિર્ણય એક જ વ્યકિત લે એ કઈ જાતની લોકશાહી? “ગાર્ડીયને કહ્યું છે: If this is a true interpretation of the way in which forengh policy is made, the world should tremble a little. અને છતાં એમ માનવામાં આવે છે કે નિકસન બીજી વખત પ્રમુખ તરીકે ચૂંટાવામાં સફળ થશે. અમેરિકાની પ્રજા આત્મા ગુમાવી બેઠી છે? બંગલા દેશના હત્યારાઓને સજા કરવી? - બંગલા દેશની પ્રજા ઉપર જે અમાનુષી અત્યાચાર થયા છે તે હિટલર કે સ્ટેલીનને પણ શરમાવે એવા છે. તેની દિલ કંપાવનારી કથનીએ બહાર આવતી જાય છે. પાકિસ્તાની લશ્કરે શરણાગતિ કરી તે પહેલા બે દિવસે ફકત ઢાકામાં જ લગભગ ૨૦૦ વિદ્વાને, પ્રોફેસરે, એન્જિનિયરની કતલ કરી. આવા આતતાયીઓને કાંઈ દડ કે સજા કરવી કે નહિ? અલબત્ત આવી સજા રાજ્ય તરફથી તપાસ પછી થવી જોઈએ. વ્યકિતગત રીતે કોઈને અધિકાર નથી. બંગલા સરકાર અને " શેખ મુજીબુર રહેમાને મુકિતવાહિનીને આગ્રહપૂર્વક ભલામણ કરી છે કે યુદ્ધ દરમિયાન અત્યાચાર કરનારાઓને સરકારને હવાલે કરવા. સાથે જાહેર કર્યું છે કે, સરકાર તરફથી તપાસ પંચ નીમી આવી વ્યકિતઓને સજા કરવામાં આવશે. પ્રજામાં ભારે રોષ હાથ તે સ્વાભાવિક છે. તેમાં વેરવૃત્તિા નથી પણ ન્યાયની માંગણી છે. યુદ્ધ દરમ્યાન હિંસક કૃત્યે અનિવાર્ય બને છે પણ તેની મર્યાદા હોય છે. મહાભારતના કાળથી માણસ યુદ્ધ કરતે આવ્યું છે, ત્યારે પણ તેમાં મર્યાદા જળવાય તેની ચિન્તી રાખી છે. વર્તમાનમાં આંતરરાષ્ટ્રીય ધારણ (Geneva Conventons) સ્વીકારવામાં આવેલ છે. બીજા વિશ્વયુદ્ધ પછી, જર્મની અને જાપાનમાં War Criminals ની અદાલતી તપાસ થઈ હતી અને કેટલાયને દેહાંત દંડની સજા થઈ હતી. બંગલા દેશમાં અત્યાચાર કરનાર ઘણી વ્યકિતઓ બંગલા સરકારને કબજે છે અથવા ભારતમાં કેદી છે. યાહ્યાખાન, ટીકાખાન કે નીયાઝી જેવા તેમના પાપને કોઈ દંડ ભેગવ્યા વિના રહે તેમાં બંગલા દેશની પ્રજાને ભારે અન્યાય છે. વેરવૃત્તિ ન હોવી તેના અર્થ એમ નથી કે ન્યાય ન કર. ' ' વર્તમાનપત્રો અને સરકાર : દેશના વર્તમાનપત્રો માટે જોઈતા કાગળ મેટે ભાગે આયાત કરવા પડે છે. આવા કાગળો (Newsprint) ના ઉત્પાદન માટે દેશમાં એક જ કારખાનું સરકારી માલિકીનું છે. તેનું ઉત્પાદન ઘણું ઓછું અને વહીવટ ઘણે અસંતોષકારક છે. વિદેશી હુંડિયામણની અછતના નામે આવા કાગળની આયાત ઉપર સરકારે અંકુશ મૂકયા છે. પરિણામે વર્તમાનપત્રને પૂરતે કાગળ મળતું નથી અને તેથી જે વર્તમાનપત્રોની બહોળા પ્રમાણમાં માંગ છે તેને તેઓ પહોંચી શકતા નથી. લોકશાહીમાં પ્રજાશિક્ષણ માટે વર્તમાનપત્રો સબળ સાધન છે. શિક્ષણ વધે તેમ તેની માંગ વધે, અને વધતી રહી છે. બીજા દેશમાં વર્તમાનપત્રોને ફેલાવે છે તેનાં પ્રમાણમાં આપણા દેશમાં ઘણા એછા છે. કરોડ રૂપિયાની આયાત થાય છે તેમાં ન્યૂઝ પ્રિન્ટ અતિ અલ્પ • માત્ર બે કરોડ રૂપિયાની–જરૂર રહે. લોકજીવનમાં વર્તમાનપત્રનું મહત્વ જોતાં, વર્તમાનપત્રોના ફેલાવાને અવરોધ થાય તેવું કોઈ પગલું સરકારે લેવું ન જોઈએ. તેથી આશ્ચર્ય થાય છે કે સરકારે હમણાં એક હુકમ બહાર પાડયો છે કે હવે પછીના ત્રણ માસ માટે વર્તમાનપત્રને જ ૧૦ પાનાંથી વધારે ન્યૂઝપ્રિન્ટ આપવામાં આવશે નહિ. અને તે પણ જ્યારે ચૂંટણીઓ આવી રહી છે તેવે સમયે. વર્તમાનપત્રો ઉપર બીજા પણ અંકુશ લાવવા સરકાર વિચારી રહી છે. જાહેરખબર ઉપર કર નાખવો, ઈજારાશાહી હટાવવાને નામે વર્તમાનપત્રોની માલિકી અને વહીવટમાં ફેરફાર કરવા, એવા પગલાં લેવાશે એમ જાહેર થયું છે. દેશમાં કેટલાક - માત્ર પાંચ છ - અંગ્રેજી વર્તમાનપત્રો એવા છે કે જે સારે નફો કરે છે અને જેની માલિકી કેટલાક ઉદ્યોગપતિએની છે. આવા વર્તમાનપત્રોની નીતિ કેટલેક દરજજે સરકારી નીતિને અનુકૂળ નથી રહી. પણ લોકશાહીમાં આવું અનિવાર્ય છે એટલું જ નહિ પણ આવકારપાત્ર લેખાવું જોઈએ. Freedom of the Press અતિ મૂલ્યવાન વસ્તુ છે. અમેરિકામાં ‘ન્યૂ. યોર્ક ટાઈમ્સ” કે “વોશિંગ્ટન પોસ્ટ’ નિકસનની આકરી ટીકા કરે છે તેથી તેના ઉપર સરકારી અંકુશ લાદવામાં નથી આવતાં. સાધનસંપન્ન વર્તમાનપત્રો જે વાંચનસામગ્રી આપી શકે છે તે સામાન્ય વર્તમાનપત્રો નહિ આપી શકે. વર્તમાનપત્ર અતિ ખર્ચાળ છે. શકિતશાળી પત્રકારોને મેટાં વેતન આપવા પડે છે. ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ કે ‘હિન્દુ અથવા “હિન્દુસ્તાન ટાઈમ્સ'ના ખાસ ખબરપત્રીએ. અને તે તેના સમાચાર તંત્રો (News Services) પ્રજાની સેવા કરે છે. Freedom of the Press ઘણી નાજુક વસ્તુ છે. તેમાં સરકારી દખલગીરી ઓછામાં ઓછી હોવી જોઈએ. અને ખાસ કરી રાજકીય હેતથી 3gIwould prefer even some abuse of the freedom of the press than . undue government interference and control of the press. નાના. વર્તમાનપત્રોને મદદ કરવાને
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy