________________
2
૨૨.
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૧૯૭૨
શ્રીમતી ઈન્દિરા ગાંધીનો નિક્સનને પત્ર
એવો તેને ગર્વ છેડે પડે છે. હવે ભારતની અવગણના થઈ શકે તેમ નથી. ચીનની નેતાગીરીમાં આંતરિક ખટપટ અને મતભેદો ઘણા છે. રાષ્ટ્ર સંઘમાં સ્થાન પ્રાપ્ત કરી મહાસત્તાનું સ્થાન લેવાનાં તેનાં સ્વપ્નને આંચકો લાગ્યો છે. પણ સૌથી વિશેષ, સેવિયેટ રશિયા સાથેના તેના સંઘર્ષમાં મોટે ધક્કો પહોંરયો છે. શરૂઆતમાં ભારતરશિયા સંધિ પ્રત્યે ચીને કાંઈક ઉપેક્ષા કરી, તેને મહત્ત્વ ન આપ્યું. પણ તે સંધિથી જે પરિણામે આવ્યાં તેથી ચીન ભડકી ઊઠયાં છે. ચીન સાથે આપણા સંબંધે સુધારવા શ્રીમતી ઈન્દિરા ગાંધીએ ઘણાં પ્રયત્ન કર્યા પણ ચીનની ગણતરી કાંઈ જુદી હતી તેમ જણાય છે. નિફ સને નમતું મૂકયું એટલે આપણી ઉપેક્ષા કરવાનું ચીન માટે . સહેલું બન્યું.
યુદ્ધવિરામ થયું છે પણ શાન્તિ થઈ નથી. અત્યારે એમ લાગે છે કે આવી યુદ્ધવિરામની સ્થિતિ લાંબે સમય ચાલુ રહેશે. પશ્ચિમમાં પાકિસ્તાનને કેટલાક પ્રદેશ, લગભગ ૧,૫૦૦ ચોરસ માઈલ, આપણે કબજે કર્યો છે તે આપણી પાસે રહેશે. છા વિસતોરમાં લગભગ ૫૦ ચોરસ માઈલ આપણા પ્રદેશ પાકિસ્તાને કબજે કર્યો છે તે તેની પાસે રહેશે. ૧૯૪૮માં યુદ્ધવિરામ હદ નક્કી થઈ હતી. હવે નવી હદ થઈ. પણ તે આંતરરાષ્ટ્રીય સરહદ, કાયમી શાન્તિ સંધિથી થાય, તેવી નથી. પરિણામે ઈઝરાયલ અને ઈજિપ્ત તથા બીજા આરબ દેશે વચ્ચે તંગદિલીની પરિસ્થિતિ વર્ષોથી ચાલુ છે, તેવું કદાચ આપણે ત્યાં પણ રહેશે. પાકિસ્તાનમાં શું થાય છે અને અમેરિકા તથા ચીન શું કરવા ઈચ્છે છે તેના ઉપર આધાર રહેશે. કોઈ પણ પરિસ્થિતિ માટે આપણે તૈયાર અને સજાગ રહેવું પડશે. દુનિયા બળ અને સામર્મને જ નમે છે. આપણા પગ ઉપર ઊભા રહેવાની આપણી શકિત જેટલી કેળવાશે તેટલે દરજજે બીજા નમશે અને આપણા પ્રત્યે માનપૂર્વક જોશે. વિદેશી સહાય બંધ થાય કે ઓછી થાય તે અવિકારપાત્ર થશે. આપણી મર્યાદાનું ભાન થતાં, પારકા પૈસે પહોળા થતા અટકશું અને પેટે પાટા બાંધી, કમર કસી, સુદઢ થવા તૈયાર થશું, સદભાગ્યે પ્રજામાં ખૂબ જાગૃતિ આવી છે. ઈન્દિરા ગાંધીની નીતિ સ્પષ્ટ, મક્કમ અને ન્યાયી છે. આ ૧૪ દિવસનું યુદ્ધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દષ્ટિએ ખરેખર ઐતિહાસિક છે. ભૂતકાળનાં ઘણાં જાળાં સાફ થાય છે. વર્તમાન વેગ પકડે છે, ભવિષ્ય ઉજજવળ હશે એવી આશા બંધાય છે. ૨૫-૧૨-૭૧.
–ચીમનલાલ ચકુભાઈ
આ ઐતિહાસિક પત્ર પ્રકટ કરતાં મને ઘણે આનંદ થાય છે. આ પત્ર મનન કરવા ગ્ય છે. પાકિસ્તાનની બિનશરતી શરણાગતિ પછી થોડા કલાકમાં આવો પત્ર લખવાનો નિર્ણય કર્યો તેમાં ઈન્દિરા ગાંધીની દીર્ધદષ્ટિ અને મહાનુભાવ વ્યકત થાય છે. તેની ભાષા, હકીકતની રજૂઆત, પત્ર. લખવાને સમય આ બધું, તેને વિશેષ મહત્ત્વ આપે છે. આપણે મેટો વિજય થશે, નિકસનની નીતિને પરાજય થયો, તેવે સમયે, અભિમાન, પૂર્વગ્રહ કે, રાગદ્વેષ (Pride, prejudice and passion ) ને દૂર રાખી, સ્વસ્થ ચિત્તે બનેલ કરુણ ઘટનાઓનું વિશ્લેષણ કરવું, એ વિરલ વ્યકિતઓ કરી શકે. ( Whole letter has a Gandhian approach ) અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધ બગડયા છે તેના તીવ્ર આઘાત (Deep anguish ) ના ઉલ્લેખથી પત્ર શરૂ થાય છે. આ સંબંધો બગડવાનું કોઈ કારણ ભારતના પક્ષે નથી તે સ્પષ્ટપણે બતાવવાનો તેને ઉદ્દેશ છે. અમેરિકાની મુકિતઘોષણા ( Declaration of Independence ) ના આદર્શને યાદ કરી, બંગલા દેશમાં બનેલ ઘોર અત્યાચારો અને ભારતને ધર્મ બતાવ્યું છે. યુદ્ધ આપણા ઉપર આવી પડ્યું છે અને ભારતને આક્રમક કહેવામાં અમેરિકા માટે અન્યાય કરે છે તે બતાવ્યું છે. ભારતે કોઈ પગલું ઉતાવળમાં અથવા ખોટી રીતે ભર્યું નથી. તેની યાદ આપી આપણા માટે કઠોર ભાષા વાપરતાં પહેલાં, અમે કયાં ભૂલ કરી છે એટલું તે બતાવો એમ પૂછવું છે.
ભાષામાં સંયમ છે, નમ્રતા છે, ઉપાલંભ છે, દઢતા છે, આદર્શ અને વાસ્તવિકતાને સુમેળ છે. પત્ર નિકસનને લખ્યું છે પણ અમે રિકાની પ્રજાને અને દુનિયાના દેશોને ઉદ્દેશીને લખાય છે. નિક સને જવાબ આપ્યો છે પણ તે હજી પ્રકટ થયો નથી. ચીમનલાલ]
વડા પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ અમેરિકાના પ્રમુખ નિકસને પર ભારત - પાકિસ્તાન સંઘર્ષના સંદર્ભમાં લખેલો પત્ર અક્ષરશ: નીચે મુજબ છે: વહાલા પ્રમુખ,
આપણા બંને દેશોના સંબંધમાં જે દુ:ખદ વળાંક લીધા છે એ સંજોગોમાં ઘેરે વિષાદ અનુભવતી હું આપને આ પત્ર લખી રહી છું.
બધી જ લાગણીઓ અને પૂર્વગ્રહોને અળગાં કરી ફરી એકવાર જે કરુણતા સર્જાઈ છે તેનાં મૂળનું સ્વસ્થ ચિત્તે વિશ્લેષણ કરવા પ્રયાસ કરું છું.
ઘેરી કટોકટી અને તેના કારમાં એળાઓને ભૂતકાળની કોઈ મહત્ત્વની પળાને જીવંત કરી વિદારી શકાય એવી પળે ઈતિહાસમાં આલેખાઈ છે. આવી મહત્ત્વની પળ જેણે લાખે માણસને મુકિત અર્થે મૃત્યુને ભેટવાની પ્રેરણા આપી એ હતી અમેરિકાની સ્વાતંત્ર્યઘેષણા. અમેરિકાના એ જાહેરનામાએ પડકાર કર્યો કે, જ્યારે કોઈ પણ પદ્ધતિની સરકાર માનવીના અનિવાર્ય હકકે, માગણીઓ અને સુખ સલામતી પર તરાપ મારે ત્યારે તેમાં પરિવર્તન આણવાને કે તેને અંત લાવવાનો પ્રજાને હક્ક છે.
૨૫મી માર્ચથી બંગલા દેશમાં ઊભી થયેલી તીવ્ર કટોકટીના મૂળને સાચો ખ્યાલ બધા જ પૂર્વગ્રહરહિત લોકોને આવ્યું છે. પિતાની જિંદગી, સ્વાતંત્ર્ય, સુખ કે સલામતી, ટૂંકમાં કશું જ પિતાનું નથી રહ્યાં એ કઠોર વાસ્તવિકતાથી અકળાઈ ૭૫ લાખ માણસાએ નિરુપાય બની બળવો પોકાર્યો. દુનિયાનાં વર્તમાનપત્ર, રેડિયે અને ટેલિવિઝને આ કરુણતાને સાચે ચિતાર આપ્યો. એ ઉપખંડ
ફરી એક વાર
અંધકારનાં વાદળ ચીરીને ફરી એક વાર કિરણની એક સળી પિતાનું માથું ઊંચકે છે. માંડ ઊભેલાં વૃક્ષની કાળી ડાળ ઉપર પણ કોયલ ટહુકી ઊઠશે ફરીથી. કેટલાયે દિવસ સુધી માના પાલવમાં લપાઈ બેઠેલું શિશુ દોડી જશે કીડાંગણે. બેહોશ થઈ સૂતેલી રણાંગણની ધરતી કળ ખાઈને ઊભી થશે ચારે બાજુ જોશે અને રકતથી ભીની માટી ઉપર પણ લીલાશને ફૂટતી જોઈ હરખાઈ ઊઠશે. અને વળી પાછો શેષનાગ જંપી જશે...
| થોડોક સમય?
- વિપિન પરીખ |