SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૮-૭૨ અંતરમન, શ્રાદ્ધા અને પ્રભુમાંની ગતિ - આ ત્રણે શાન, તપ અને પ્રેમનાં જ રૂપા છે અને આ ત્રણેના યોગ જ્યારે થાય ત્યારે જ પૂર્ણયોગી સર્જાય છે. આ સૌથી વિકટ વસ્તુ છે. આવેશ અને અસ્થાયી ઉન્મતતા સૌ કોઈમાં આવે છે, પણ એનું ઝાઝું મહત્ત્વ નથી. રાધાની-કૃષ્ણ માટેની ભકિતને પ્રેમલક્ષણા કહેવાય છે, પણ આ પ્રેમમાં શ્રીકૃષ્ણના સ્વરૂપ અંગેનું શાન અને શ્રીકૃષ્ણ માટેનું તપ સમાયું છે એ વાત આપણે કેમ ભૂલીએ ? શ્રી અરવિંદ રાધાના યોગ માટે સરસ સમજણ આપે છે. એ કહે છે: “રાધા તો ભગવાન માટેના નિરપેક્ષ પ્રેમનું મૂર્ત રૂપ છે. રાધાનો પ્રેમ એટલે ઉચ્ચમાં ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાથી તે છેક નીચેમાં નીચેની સ્કૂલ ભૂમિકા સુધી પ્રકૃતિમાં સઘળે વ્યાપી ગયેલો એવા સમગ્ર પ્રેમભાવ. એ ભાવને પરિણામે નિરપેક્ષ આત્માત્સર્ગ-સંપૂર્ણ આત્માષણ પ્રકૃતિના એકેએક ભાગમાં સ્થાપન થાય છે અને શરીરના રોમેરોમમાં તે દિવ્ય આનંદનું અવતરણ કરવાની અભીપ્સા કરે છે તથા અત્યંત જડ પદાર્થ તત્ત્વમાં તેને લઈ આવે છે.” રાધા - ગોપીમાનો પ્રેમ એ માત્ર દિવ્ય તરફનું આરહણ ન હતું, પણ દિવ્યનું વ્રજની ભૂમિમાં અવતરણ પણ હતું. આ રીતે જોઈએ તો પ્રેમ, તપ અને શાન એ એકમેકનાં વિરોધી નહીં પણ પૂરક છે. ભગવાનને જાગૃત અવસ્યામાં સાક્ષાત્કાર કરવા અને આ સાક્ષાત્કારને અખંડ ટકાવી રાખવા એનું જ મહત્ત્વ છે અને એ કામ એટલું સહેલું નથી. વાતાવરણની, સત્સંગની કે સમાધિની પતિની કઈક અનુભૂતિને પ્રતાપે થોડો સમય તમે સાક્ષાત્કારની સ્થિતિમાં રહી શકો, પણ એની અખંડ રટણા અંતરમાં હેવી એ મુશ્કેલ છૅ. અને શ્રી અરવિંદને આટલાથી જ સંતોષ નથી. દિવ્ય અનુભૂતિતી આ આબાહવાનું અવતરણ આ પાર્થિવ સૃષ્ટિમાં થાય અને એવી આ સૃષ્ટિનું રૂપાંતર થાય એમ તેઓ ઈચ્છે છે. ઉત્ક્રાંતિના ક્રમમાં જે કામ થતાં સીગા લાગે એ કામ શ્રી અરવિંદ યોગદ્ગારા ત્ત્વરાથી કરવા ઈચ્છે છે. એટલે જ તેમા કહે છે તેમ તેમને જયાં રસ્તા જ પાડવામાં નથી આવ્યો. એવા વગડામાં કેડી કંડારવી પડી છૅ. શ્રી અરવિંદની પોતાની યોગસાધનાની ગતિના સ્કૂલ નકશે આપણને એમના આદર્શના શેડોક ખ્યાલ આપી શકશે. શ્રી અરવિંદ કગિ, રાજદ્રારી નેતા અને લેખક તરીકે પ્રતિષ્ઠિત હતા, પણ યોગની દિશામાં તેમની સૌપ્રથમ સજાગ ગતિ ૧૯૦૪માં નૅબે ચાĪદના બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય દેવધર પાસેથી પ્રાણાયામ શ્રી કે છે ત્યારે વાય છે. આ પ્રાણાયામથી તેમને થયેલા ફાયદાઓમાં તેમના કાવ્યસર્જનમાં આવેલા વેગ અને તેમની સતેજ થયેલી યાદદાસ્ત મુખ્ય છે. પછી શ્રી લેલે જૉડૅ ૧૯૦૭ના ડિસેમ્બરના અંત ભાગમાં વડોદરામાં થયેલી મુલાકાત એક મહત્ત્વનો તબક્કો છે. શ્રી અરવિંદને યોગમાર્ગમાં સૌપ્રથમ દીક્ષિત કરનાર શ્રી લેલે હતા. તેમની સાથે તેઓ ત્રણ દિવસ એકિતવાસમાં રહ્યા અને આ ગાળામાં નિ:સ્પંદ – વિચારશૂન્ય સ્થિતિનો અનુભવ તેમણે કર્યો હતા. આ સ્થિતિમાં તેમને નિર્વાણના ભાવનો અનુભવ થયો હતો. આ પછી ૧૯૦૮ માં શ્રી અરવિંદને અલીપુર બૉમ્બ કેસના અનુસંધાનમાં પકડવામાં આવ્યા ત્યા૨ે જેલની એકાંત કોટડી તેમની સાધનાભૂમિ બની રહી. અહીં તેમને સાક્ષાત્કાર થય઼ા એટલું જ નહીં, પછીયા એ સાક્ષાત્કાર અખ્ખડભાવે વસી રહ્યો. જેલની દીવાલામાં, મૅજિસ્ટ્રેટમાં, જેલમાં ‘સૌ કોઈમાં - તેમને વાસુદેવ દેખાતા હતા. 7 આ સાક્ષાત્કાર પછીથી એને અખંડ રાખવાનું અને દિવ્ય અતિમનસ ચેતનાનું પૃથ્વી પર અવતરણ કરવાનું કાર્ય શ્રી અરવિંદ સમક્ષ આવી પડયું. એમને આદેશ મળ્યો કે રાજકીય કાર્યને આગળ વધારનારા માણસા આવી મળશે. અને એટલે જ તેઓ પેિિડચેરીમાંના ધાર્મિક એકતિવાસ'માં ચાલ્યા ગયા. ૯૭ જે અતિમનસ ચેતનાને પૃથ્વી પર અવતારવા શ્રી અરવિંદ ઈચ્છતા હતા, અને તેઓ ઋતચેતના તરીકે એળખાવે છે. એ કહે છે: ‘અતિમાનસ ચેતનામાં એક એવી શકિત છે કે જે પાતાના સત્ય અને જ્યોતિની સૃષ્ટિને સીધેસીધી પ્રકટ કરી શકે છે. એ સૃષ્ટિમાં સર્વ વસ્તુએ પરમાત્માની એકતા અને સંવાદિતાના પાયા ઉપર પૂર્ણ પ્રકાશમાં આવી રહેલી હેાય છે. ત્યાં અવિદ્યાનું કે અન્ય કોઈ પ્રકારનું આવરણ નથી હોતું.! શ્રી અરવિંદના અતિમાનસને અવતારવાના યોગની પ્રથમ સિદ્ધિ ૨૪મી નવેમ્બર ૧૯૨૬ના રોજ સાંજે પોંડિચેરીમાં થયેલા ધ્યાન દરમ્યાન થઈ હતી અને એ વેળા અધિમનસ (જેને શ્રી અરવિંદ અતિમનસ નું પ્રતિનિધિ કહે છે)નું અવતરણ આ સૃષ્ટિમાં થયું હતું . શ્રી અરવિંદના યાગને સમજવા માટે કદાચ પ્રજ્ઞાના વધુ મોટા વ્યાપની જરૂર પડે છે. પણ એ તપ, શાન અને પ્રેમ એ ત્રણના યોગમાંથી જે મહાયોગ નીપજાવે છે એ માત્ર આકર્ષક જ નહીં, કયારેક સિદ્ધ કરવાનું મન થાય એવા આદર્શ છે. --હરીન્દ્ર દવે ભારતદર્શન હે ભારત! તેં નૃપતિને મુકટ, દંડ, સિહાસન અને ભૂમિના ત્યાગ કરીને દરિદ્રવેશ ધારણ કરવાનું શીખવ્યું છે, વીરને તે વર્મયુદ્ધમાં ડગલે ને પગલે દુશ્મનને ક્ષમા કરવાનું શીખવ્યું છે, કર્મશીલને તે યોગયુકત ચિત્તે બધું ફાની ઈચ્છાને બ્રહ્મને ભેટ ધરી દેવાનું શીખવ્યું છે, ગૃહસ્થને તે પડોશીઓ, સગાં, મિત્રા, અતિથિઓ અને અનામાં ઘરને વિસ્તાર કરવાનું શીખવ્યું છે. તે ભાગને સાંયમની સાથે બાંધ્યા છે. નિર્મળ વૈરાગ્યથી તે દૈન્યને ઉજજવલ બનાવ્યું છે, સંપત્તિને તે પુણ્યકર્મ દ્વારા મંગલ બનાવી છે. અને સ્વાર્થના ત્યાગ કરીને સઘળાં સુખામાં અને દુ:ખામાં સંસારને સદા બ્રહ્મની સંમુખ રાખવાનું શીખવ્યું છે. રવીન્દ્રનાથ ટાગાર ૩૮૫, સરદાર વી પી રેડ, મુંબઈ ૪ ફોન: ૩૫૦૨૯૬ સુગમ સંગીત શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘનાં કાર્યાલયમાં સુરતના રેડિયો કલાકાર શ્રી મહેન્દ્રકુમાર ચાવડા, શુક્રવાર તા. ૨૫-૮-૭૨ સાંજના ૬-૦૦ વાગે સુગમ સંગીતના કાર્યક્રમ રજૂ કરશે. સંઘના સભ્યોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત થવા હાર્દિક નિમંત્રણ છે. ટોપીવાલા મેન્શન, મંત્રીએ, ફી મુંબઈ જૈન યુવક સંઘ. વર્ષા વ્યાખ્યાનમાળા ઘાટકોપર વ્યાખ્યાનમાળા સમિતિનાં ઉપક્રમે, ઘાટકોપર હિંદુસભાનાં હેલમાં રવિવાર તા. ૨૭-૮-૭૨ થી રવિવાર તા. ૩-૯-૭૨ સુધી દરરોજ રાતનાં ૯-૦ કલાકે વર્ષા વ્યાખ્યાનમાળામાં નીચે મુજબ કાર્યક્રમ ગાઠવવામાં આવ્યા છે. બેક "" આખ્યાન તા. ૨૭ શ્રી પ્રવીણભાઇ વાધાણી.. વિદ્યાર્થી અને કેળવણી તા. ૨૮ રામકૃપા સત્સંગ મંડળ.. સ્વ. મેઘાણીનાં લોકગીત તા. ૨૯ પુંજાભાઈ કવિ.. તા. ૩૦ પ્રા. વિષકુમાર વ્યાસ.. તા. ૩૧ ડો. એસ. એમ. મર્ચન્ટ... તા. ૧ શ્રી વી. ડી. ઠક્કર... તા. ૨‘પૂનમ’ શાયરી મહેફીલ... તા. ૩ ડા. ઉષાબેન મહેતા... જીવનનાટક નાનાં બાળકા અને સામાન્ય માનવી મુશાયરા મહાયોગી શ્રી અરવિંદ (
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy