SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ દ ખુબ જીવન જીવન સ્વાયત્ત હોય એટલે શું? પેાતાના ભરોસે જીવન જીવવું, જીવનને જે આનંદ છે, તેની ગંગોત્રી બહાર શોધવા ન જવું. આનંદ અને સમાધાન અંતરમાં જ પડ્યાં છે, એના રસે રસાઈ સ્વયં આનંદમૂર્તિ બની જવું. ફૂલ પેતે જો એમ કહે કે મારું તે મારી સુવાસ ચેામેર ફેલાવવી છે, મારે ખિલખિલ હસવું છે, પણ. એ માટેની ધરતી મારી કયારીની નહીં, પણ કોઈ બીજી કયારીની હોય તે જ હું ખીલી શકું...તા તેવી બીજી માટીને ભરાસે ફૂલ ખીલી શકે ખરું? તો આ સ્વાયત્તતા એટલે આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા. આર્થિક પારતંત્ર્ય, સામાજિક સમાનતાનો સ્વીકાર કરાવવા, એ બધા કોઠા તા મને ખૂબ પ્રાથમિક કોઠા લાગે છે, સ્ત્રી માટે સૌથી દુર્લ ધ્ય, દુસ્તર કોઠા - અભિમન્યુના સાતમા કોઠા જેવા જે કોઠો છે તે આ સ્વાયત્તતાના છે, આત્મનિષ્ઠાના છે, આત્મનિર્ભરતાના છે. સ્ત્રીઓ પોતે પાતામાં પૂર્ણ એવું સ્વષઁપરિતુષ્ટ, સ્વયંસસંપૂર્ણ વ્યકિતત્વ નિર્માણ કરવાનું છે. આવી સ્વાયત્ત્ત, આત્મનિષ્ઠ સ્ત્રીઓની સંખ્યા સમાજમાં ઉત્તરાત્તર વધતી જશે તે પુરુષપ્રધાન સમાજરચનામાં રચાયેલા પુરુષનિમિત શાઓ પણ બદલાશે. પછી માટે “મોખ્ખોવુ માતા, ચાર્યેષુ મંત્રી, શયનેષ રમા, ... જેવા વિવિધલક્ષી ઉપયોગીતાવાદના શ્લેાકો રચવાની હિંમત નહીં થાય, સમાજ ન પ્રધાન શેભે, ન પુરુષપ્રધાન માનવપ્રધાન સમાજરચનામાં સ્ત્રી - પુરુષ પરસ્પરને ઉપયોગીતાવાદના ધારણે નહીં કે, પરસ્પર વિકાસના ધોરણે સમાજમાં અપેક્ષાઓ ઊભી થશે. બન્ને સ્વયંસ્થિત, સ્વાયત્તા, એકમે પરસ્પર સહયોગે એક નવી જ સંભાવના નિર્માણ કરશે. બન્ને પૂર્ણ મળી પૂર્ણ નહીં પણ બન્ને પૂર્ણ મળી પરિપૂર્ણતા તરફ જશે. સ્ત્રી જો પોતાની જાતને સ્વાયત્ત, સ્વતંત્ર entity સિદ્ધ કરી શકશે તો આજે સમાજમાં જે અન્યાયો તે સહન કરી રહી છે તે આપોઆપ ખરી જશે. નામ આગળ કુમારી કે શ્રીમતી લખવું. જ પડે, ચાંદલા – બંગડી કરવાં જ પડે, વિધવાએ શૃંગાર છેડવા જ પડે, બિહારની સ્ત્રીઓએ પડદામાં પુરાઈ જ રહેવું પડે, પૈઠણમાં મુરતિયાને રૂપિયાથી નવાજવાં જ પડે—આ બધી શૃંખલાએ સાપની કાંચળીની જેમ સરી પડશે. એને માટે જુદાં દોલનો ચલાવવાની જરૂર નહીં પડે. તાજેતરમાં જ એક સવાલના જવાબમાં વિનાબાએ કહેલું કે “મૂળભૂત રીતે, Fundamentally જુદો એવા કોઈ ભેદ હું સ્ત્રી-પુરુષ વચ્ચે જોતા નથી. એવું મનાય છે ખરું કે પ્રેમ, કરુણા, વાત્સલ્ય, સહનશીલતા, સમર્પણ વિગેરે ગુણા સ્રીના અને પુરુષાર્થ, ધૈર્ય, સાહસ, શૌર્ય, નિર્ભયતા વગેરે ગુણો પુરુષના. પણ એવા કોઈ નિયમ નથી. મેં તો ક્યારેક ઊલટું પણ જોયું છે. વાસ્તવમાં દરેક વ્યકિતએ ગુણપૂર્ણતા સાધવાની છે. પોતાનામાં જે ગુણના અભાવ હોય તેના વિકાસ કરવાનો છે." પહેલાં તેા આ જવાબ સાંભળીને હું થોડી હચમચી ગઈ, જવાબ સહજસ્વીકાર્ય ન બન્યો. કારણ કે સ્ત્રી જો સમાજમાં પેાતાનું સ્ત્રીત્વ કાયમ રાખીને આગળ આવે તો પૃથ્વી પરથી યુદ્ધ નાબૂદ થાય અને અહિંસક સમાજરચનાનો પાયો નખાય. સ્ત્રી એટલે સહજ કરુણાની મૂર્તિમંત કવિતા...આવું બધું મનમાં અંકાઈ ગયેલું, પણ જરા ખંખાળી લીધું તે સમજાયું કે કોઈ પણ ગુણ કોઈની ય આંગવી સંપત્તિ નથી, ઈજારો નથી. ક્યારેક ઈશુમાં કરુણા સાળ કળાએ ખીલી ઊઠી શકે છે તે ક્યારેક લક્ષ્મીબાઈમાં શૌર્ય પણ પ્રખરપણે ઝળહળી શકે છે. બાકી સર્વસામાન્યત: તો આજુબાજુનું વાતાવરણ, સંસ્કાર, પૂર્વજન્મનાં કર્મો વગેરેને કારણે જે ગુણાનું ખેડાણ થાય છે તે ગુણો ફૂલેફાલે છે - પાંગરે છે. દરેક વ્યકિતમાં બીજરૂપે દરેક ગુણ પડેલા છે. એટલે આત્મગત રીતે સ્ત્રી-પુરુષ જેટલાં અભિન્ન છે, તેટલાં જ ચિત્ત, મન, બુદ્ધિ, આદિ અંતર્ગત દેહના સ્તરે બન્ને અભિન્ન છે. જે કંઈ ભિન્નતા જોવા મળે છે તે વ્યકિતએ વ્યકિતએ જોવા મળતી ભિન્નતા છે, સ્ત્રી - પુરુષની મૂળ ભૂત ભિન્નતા નથી. એટલે સ્વાયત્ત્તતા, સમાનતા અને બંધુતાના આધારસ્તંભ પર જો સ્ત્રી - પુરુષનું સહજીવન નિર્માણ થશે તેમ સૃષ્ટિદેવતાનું એક અનોખું સંગીત નિર્માણ થશે. સ્રી-પુરુષની જુગલબંધી સૂરાના એવા વિસ્તાર કશે જે અસીમના છેડાઓને પણ લાંઘી જશે, ગહનતાને આ ક્રાંતી પેલે પાર વસતી ગગનતાનો સ્પર્શ કરાવી શકશે. -મીરા તા. ૧૬-૮-૭૨ આરાહણ અને અવતરણના ચાગ “માણસ પ્રભુને પ્રેમ કરી શકે છતાં માનવજાતને પ્રેમ કરવામાં નિષ્ફળ જાય એ વિસ્મય પમાડે છે. જો આમ જ હોય તે તેઓ કાના પ્રેમમાં છે ? ” શ્રી અરવિંદે એકવાર આ પ્રશ્ન પૂછ્યો હતો. શ્રી અરવિંદના યોગમાં આ જ વાતના વધારે મહિમા છે : મોટા ભાગની યોગસાધના વ્યકિતગત સાક્ષાત્કાર કે મેળા પાસે અટકી જાય છે. શ્રી અરવિંદ ત્યાંથી તેમની સાધનાનો આરંભ કરે છે; માણસ પ્રભુને ચાહે અને માનવજાતને ન ચાહી શકે એ વિસંગતિને તેઓ દૂર કરવા ઈચ્છે છે, અને એટલે જ તેમના યોગમાં દિવ્ય પ્રતિના આરહણના જેટલા મહિમા છે, એટલા જ દિવ્યના આ જગતમાંના અવતરણનો પણ છે. જગતના ઉત્ક્રાંતિના ક્રમમાં માનવી એ છેલ્લી ભૂમિકા નથી. આ ચિન્તન નિત્શેથી માંડી ઘણા ચિંતકોએ કર્યું છે. પણ શ્રી અરવિંદ પેાતાની જાતને ફિલસૂફ નથી ગણાવતા. એ કવિ અને મિસ્ટિક છે પણ સાથેસાથે સાધક છે. એટલે માનવ - ભૂમિકા પર દિવ્ય અતિમનસ ચેતનાનું અવતરણ એ કેવળ કલ્પનાવિહાર નથી, એ સાધુનાની એક ભૂમિકા છે. ઉત્ક્રાંતિના ક્રમમાં જે પ્રક્રિયા સહજ રીતે થાય છે તે ધીમી હાય છે, પણ માનવી પોતાની યોગશકિત વડે આ પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે. માત્ર ભૌતિક સ્તર પર જ જોઈએ તો માણસે બે હજાર વરસમાં જેટલી પ્રગતિ નહોતી કરી એટલી છેલ્લા બે-ચાર દાયકામાં થઈ છે. અવિરત સાધના અને ખાદ્રારા આપણે ભૌતિક સ્તરે થતી પ્રગતિને ઝડપી બનાવી શકીએ તે આધ્યાત્મિક ભૂમિકા પર પણ આપણે એટલી ગતિ કરી શકીએ એ અશકય નથી લાગતું. એટલે જ શ્રી અરવિંદ સાધનાના માર્ગ પર આવનારાઓને અપૂર્ણતાઓથી ડરી જવાની ના પાડે છે. પૂર્ણતાઓથી ડરી ‘આમાં . આપણ ગજું નહીં એ નકારાત્મક વિચાર કરનારાઓ યોગમાર્ગના પ્રવાસી થઈ શકતા નથી. આ અપૂર્ણતાઓમાંથી જ પૂર્ણ તરફની એક ગતિ આવતી હાય છે. જે ભાવા આપણને અંતરાય રચે એવા લાગતા હોય એ સૌને ‘ઈશ્વરાભિમુખ’ કરવા અને તે શુદ્ધ બને એવી ભીપ્સા' સેવા શ્રી અરવિંદ કહે છે. જે માણસ આ કરી શકે, તે આ ભાવ સાધનાના માર્ગ પર વિટંબણા ઊભી નહીં કરે, પણ સહાયતા કરશે. તપ, પ્રજ્ઞા અને પ્રેમ આ ત્રણ માર્ગથી પ્રભુને પ્રાપ્ત કરી શકાય છે. પણ શ્રી અરવિંદ તેમના પૂર્ણયોગમાં આ ત્રણેના પણ યોગ ઈચ્છે છે. આ ત્રણે શકિતઓનો સંગમ રચાય ત્યારે જ પ્રભુ સાથેના યાગ સાચા બને છે. એટલે જ શ્રી અરવિંદ સમાધિની સ્થિતિમાં થતી અનુભૂતિઓની સાર્થકતા સ્વીકારે છે. છતાં સાક્ષાત્કાર સમાધિમાં નહીં પણ જાગૃત દશામાં થવા જોઈએ અને અખંડ રહેવા જોઈએ એવ આગ્રહ રાખે છે. કોઈ સંતનો હાથ મસ્તક પર આવે અને સમાધિમાં માનવી થોડીક શાણા બ્રહ્મસુખ અનુભવે અને ફરી પાછે પૃથ્વીના અવચંતનમાં સરી જાય તો અહીં સાક્ષાત્કારથી પ્રાપ્ત થતા આનંદ ખંડિત થાય છે. એના પ્રભાવ પણ એટલા ઓછે રહે છે. જ્ઞાનયોગ, તપયોગ અને પ્રેમયોગ એ ત્રણે વચ્ચે શ્રી અરવિંદ કોઈ ભેદ જોતા નથી. જ્ઞાન વિના ભગવાનમાં જીવન ગાળીએ ત્યારે જીવનના વાસ્તવિક અને સંપૂર્ણ આનંદથી આપણે વંચિત રહીએ છીએ. અને શ્રી અરવિંદ પ્રેમને ‘જ્ઞાનના શિરતાજ કહે, છે. ‘સંપૂર્ણ જ્ઞાન આપણને સંપૂર્ણ પ્રેમ પ્રત્યે લઈ જાય છે.' એ વાત આપણને ગીતાના શ્રીકૃષ્ણની વાણીની યાદ આપે છે. योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना । श्रद्धावान् भजते यो मां समेयुक्तमो यो मतः ॥ યોગીઓમાં પણ જેની મારામાં ગતિ છે એવા પાતાના આંતરમનથી શ્રાદ્ધાવાન રહી મને ભજે છે એ મારા મતે યુકતતમ સર્વોચ્ચ યોગી છે. 10
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy