________________
બુદ્ધ જીવન
તા. ૧૬-૮-૭૨
-
-
-
-
કહ્યું, કે ચેતન એક અખંડ અને અભિવાજ્ય છે. મનુષ્ય અચેતન તથા અવચેતન પ્રત્યે સભાન નહીં હોવાથી તે વિભાજિત થયેલ છે.
જ્યારે તે સઘળા સ્તર પર સભાન હોય છે ત્યારે કેવળ ચેતન જ વિરાજતું હોય છે. પછી જીવનના દરેક ક્ષેત્રમાં વિધવિધ મૂલ્યાંકનોને કારણે મનુષ્ય ખંડિત છે. વિધવિધ મૂલ્યાંકનોની બેંચ મન પર રહે છે. ખેંચમાં મનુષ્ય જીવે છે. દબાવ-ખેંચતનાવ રહિતની અવસ્થા છે મૌન. જયાં સંપૂર્ણ વિશ્રામ છે. તેને દિદિએ ચેતનાને એ આયામ કહ્યો. જ્યાં શરીર અને મન પોતાની હિલચાલ વગર , શાંત પડયાં છે. જ્યાં પ્રજ્ઞા જ ગતિ કરે છે.
'પછી જાગૃત સ્વપ્ન સુષુપ્તિની અવસ્થા સમજાવતાં કહ્યું કે એ જોવાની કલા સધાય તે જાગૃતિમાં ગાઢ સુપ્તિની અવસ્થા જીવી શકાય છે. જાગૃતિ અને સુષુપ્તિ બહાર જવું અને અંદર આવવું એમ થાય છે. અત્યંત સહજ હોય છે. - ' જોવાની કલા માટે બે રીત બતાવી. શ્વાસોચ્છવાસ પર નજર રાખવી અને બીજું મનમાં ચાલી રહેલા વિચારોને જેવા. જેવાની કલા સધાયા પછી, અનુભવ લેનાર રહેતું નથી, જેનાર રહે છે. જ્યારે મૌનના આયામમાં પ્રવેશ કર્યા પછી દ્રષ્ટા પણ ગર્તામાં ધકેલાય છે. મૌનના એ આયામમાંથી મનુષ્ય મનુષ્ય સંબંધમાં જુએ છે. આ કોઈ થિયરી નથી–ોયેલી, જાણેલી અને જીવેલી વાત છે.
તા. ૨૯મીએ એક યુવાન મળવા આવ્યો. કહેવા લાગે કે તમે પ્રેમ અને કરુણાના અવતાર છો. તમે કાઈસ્ટને ચર્ચમાંથી તથા ક્રિશ્ચિયાનિટીમાંથી મુકત કરવા આવ્યાં છો. તમારી સખ્યને નવો આયામ અમને જચી ગયો છે. હિંદુસ્તાન આવીને રહેવાની ઈચ્છા દર્શાવી. એ દિવસે દિદિના પાંચ મુલાકાતીઓ હતા. બીજું આવ્યું તે કહેવા લાગ્યું કે બીજા પાસે (આધ્યાત્મિક મનુષ્ય) જતાં ડર લાગે તે તમારા પાસે આવતાં ડર નથી લાગતો, કેવળ પ્રેમ ઊપજે છે, દિદિની બીજા સાથે તુલના કરીને કહ્યું. દિદિએ કહ્યું, કે દરેક વ્યકિતના ઘડતરને શિયાણઉછેર પર આધાર હોય છે, તે છતાં તેમના મનનું સમાધાન ના થયું. કહ્યું, કે લોકોની થિયરીની વાત હોય છે અને અમે તમારા વ્યવહારમાં પ્રત્યક જઈએ છીએ. મકતામાના વ્યવહારમાં કાંઈ ભિન્નતા ના હોય. એમનું કહેવાનું તાત્પર્ય હતું કે લોકો થિયરીમાં રહે છે તેવું નથી, તમે પ્રત્યક્ષા જુઓ છો, - તા. ૩૦મીએ બરાબર ચાર વાગે, એક ભાઈ દિદિને લેવા આવ્યું. તે દિદિની ફિલ્મ તથા વાર્તાલાપ લેવા માગતા હતા. પછી તે ટેલિવિઝન પર દેખાડવા માગતા હતા. દિદિને લઈને પર્વત ઉપર ગયા. ત્યાં ફિલ્મ લીધી. આ ફિલમ ને, બેલિજજ્યમ, વિન્ઝરલેન્ડ, અને હોલેન્ડમાં ટેલિવિઝન પર દેખાડશે. ખાસ કરીને યુવકોની શિબિરમાં પણ દેખાડવામાં આવશે.
આજના પ્રવચનમાં મૌનના આયામમાં પ્રવેશ કરીને મનુષ્ય વ્યકિત વધુ સાથેના સંબંધમાં કેવી રીતે જીવી શકે તે બતાવ્યું. તે અવસ્થામાં પ્રવેશ અને તેમાં સ્થિત થઈને થતો વ્યવહાર, ધ્યાન અને ધ્યાનનું અવતરણ – ધ્યાનસ્થ જીવન કહ્યું. રેજોના જીવનમાં ધ્યાનસ્થ જીવન ધરી શકે છે તે સ્પષ્ટ બતાવ્યું. પ્રશ્ન પુછાયા. ખાસ કરીને ક્રાઈસ્ટના એક વાકયને ઉલ્લેખ કરીને કહ્યું. દિદિએ જવાબ આપ્યો કે મહાન મનુષ્યોનાં જીવન જુઓ. તેના શબ્દોને તોલવા જશે તે વચન જે પૂર્ણમાંથી સર્યું છે તે દૃષ્ટિ દૂષિત હોવાને કારણે સ્પષ્ટ નહિ થાય. તમારા જીવન સાથે એને જીવનને મૂલ. - આઠ દિવસમાં ત્રણ પ્રવચનો થયાં, બે ચર્ચાસભા થઈ તથા પંદર મુલાકાતીઓને દિદિ મળ્યાં. તા. ૧ લી-૨ જીએ ચર્ચાસભા રાખી હતી. કેમ્યુનિકેશન ઉપર દિદિ સુંદર બાલ્યાં. કહ્યું કે પુસ્તકોમાંથી ઉઠાવીને પ્રશ્ન પૂછશે તે જાણકારીના ભંડારમાં જવાબ ઠલવાશે. તમારા જીવનમાં મુશ્કેલી, મૂંઝવણ હોય અને ત્યાંથી ઊઠતો પ્રકને તમને સમજ આપશે. જીવનસૂઝ એમાંથી સાંપડશે અને સમજ તમારા સઘળા અસ્તિત્વ સાથે ભળી જશે. અને તે બનશે જીવન. જાણકારી ભંડારમાંથી ઘડેલું આદર્શ જીવન કેવળ ઉપરથી મારેલા થીગડા સમાન છે. કયારે જબરજસ્તીથી મારેલાં થીગડાં ફાટીને વિકૃતિને બહાર નીકળવાને પૂરેપૂરો સંભવ છે. મનુષ્ય જે છે તે જીવી શકતો નથી. બીજું પિતાના પર લાદવાને પ્રયત્ન કરે છે.
તેને કારણે માનસિક ખેંચમાં જીવન જીવે છે. ગુરુ-શિષ્ય વ્યકિતભેદ નથી, પરંતુ અવસ્થાભેદ છે તે પણ કહ્યું. નેર્વેમાં આ વખતની જે સભાઓ થઈ તેમાં યુવક-યુવતીઓની સંખ્યા જ વધારે હતી.
તા. ૨ જીએ પોલેન્ડના એક ભાઈ મળવા આવ્યા. નોર્વેમાં પચીસ વર્ષથી રહે છે. નેર્વેની ગવર્નમેન્ટ એમને ભારે પગારે મહાન વિજ્ઞાનીઓ અને તેમનાં સંશોધનનાં જીવન અને અભ્યાસ માટે રોકયા છે. ભાઈ વિજ્ઞાનના ઊંડા અભ્યાસી છે. ભાઈની એવી માન્યતા છે કે વિજ્ઞાન અને અધ્યાત્મ એકમેક સાથે સંકળાયેલાં છે. જો વિજ્ઞાનની ચરમસીમા પર મનુષ્ય ખડો થાય તે ત્યાં અધ્યાત્મ રહેલું જ છે. સાથે કહ્યું કે તમારાં પ્રવચનમાં વિજ્ઞાન અને અધ્યાત્મની સુંદર ગૂંથણી જોઈ, બધાં જ પ્રવચને અને ચર્ચાસભામાં હાજર રહ્યો છું. એમણે કહ્યું કે અધ્યાત્મ અને વિજ્ઞાન તમારા જીવનમાં સાથે વિહરી રહ્યાં છે. અધ્યાત્મ સાથે વિજ્ઞાનને સાંકળીને તમને બોલતાં જોઈને મને ઉડિ આનંદ થયો છે અને મનુયજીવનમાં એક નવા પર્વનું ઉદ્ઘાટન જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે થયું છે. અત્યાર સુધી મારો વિજ્ઞાનીઓનાં જીવન તથા એમનાં સંશોધન પર જે અભ્યાસ ચાલી રહ્યો હતો તે હવે સમય છે કે એ સર્વ સૂક્ષ્મ બુદ્ધિના સ્તર પર જ ચાલી રહ્યો હતો. બુદ્ધિની સીમાં ભેદીને પ્રજામાં પ્રતિષ્ઠિત થવા માટે તેણે દિદિ પાસે આશીર્વાદ માગ્યા. વિજ્ઞાન, અધ્યાત્મ અને પ્રેમને સુંદર સુમેળ હું તમારામાં જઈ રહ્યો છું. એ માતૃશકિત તમારામાં છે. માતૃશકિત હમે જ છો. મને આશીર્વાદ આપે. સાથે સાથે એણે એ પણ કહ્યું કે મનના આયામમાં પ્રવેશ કરવાની સંભાવના દરેકમાં પડેલી છે, પરંતુ દરેકમાં પડેલી સંભાવના પ્રગટ થતી નથી, કારણકે ચેતના ઉપરના આવરણને અનાવૃત્ત કરવાની સધળાની ઝંખનાનું પ્રમાણ સરખું નથી. જેટલી ઝંખના પ્રબળ એટલે આવરણને અનાવૃત્ત કરવાને પુરુષાર્થ પ્રચંડ રહેવાને. તમે કહો છે સારી માનવજાત એમાં , પ્રવેશ કરી શકે તે મને દુષ્કર લાગે છે. ભાઈને અભ્યાસ ગહન ગંભીર હતો. દિદિને મળ્યાનો સંતોષ મોં પર ચમકતે હતો. જ્યાં
જ્યાં વ્યકિતમાંથી જિજ્ઞાસાને પ્રરાંડ અગ્નિ ધખધખે છે ત્યાં ત્યાં આત્માનુભવીને દેડીને જવું પડે છે. આ પણજિજ્ઞાસા અને અનુભવીના ગુણધર્મ છે. દિદિને પરદેશમાં વસતા જિજ્ઞાસુને કારણે જ સઘળાં કષ્ટ વેઠીને દોડવું પડે છે. જો કે એમને તો કોઈ પરદેશ છે જ નહિ, સઘળા સ્વદેશ છે. પરંતુ શરીરને જાતજાતનાં હવાપાણી, આહારવિહાર વચ્ચેથી પસાર થવું પડે છે. '
તા. ૨ જીએ જ્યારે ચર્ચાસભા પૂરી થઈ, લેક બહાર દિદિને મળવા એકઠા થયા હતા, હસ્તધૂનન કરીને પિતાનો આનંદ વ્યકત કરતા હતા. કોઈ શબ્દોમાં પિતાની જાતને ગોઠવીને કહેતા હતા. હું મૂક સાક્ષી તરીકે ત્યાં ઊભી રહી ગઈ હતી. જેટલા બહાર નીકળતા હતા એટલા મારી સાથે પણ હસ્તધૂન અથવા તે નમસ્કાર કરીને “મારેવેલસ વન્ડરફ લ” શબ્દો ઉચારતા હતા. દશ્ય જોઈને મારું હૃદય ભરાઈ આવ્યું. મને સાથે સાથે એ પણ કહ્યું કે હિંદુસ્તાન જાવ તો ત્યાંના લોકોને અમારા વતી આભાર માનજો કે આ માનવપુષ્પ ધરી દીધું છે. અમારો હિંદુસ્તાનના લોકોને અત્યંત પ્રેમ. અમારા મંજમાન તે અત્યારથી જ ઢીલા પડી ગયા હતા. કહેતા હતા કે હું રઈશ નહિ, મારુ હદય તો રહે જ છે. દિદિનો ૧૯૭૪ નો કાર્યક્રમ તો અત્યારથી ધડાઈ ગયો છે. ૧૯૭૪ માં નોર્વેમાં યુથકેપ થશે. અત્યારથી બધાએ નામ નોંધાવવા શરૂ કર્યા છે.
તા. ૩જીએ સ્લાથી હોલેન્ડ આવવા નીકળ્યાં. કનુભાઈ તથા એમનાં પત્ની અમને મૂકવા આવ્યાં હતાં. સંજિકા ખાયરીનબહેન પણ સવારથી આવી ગયાં હતાં. અમારા યજમાનને આજે જરાયે ગોઠવું નહે. વિદાય આપતી વખતે આંખમાં આંસુની ચમક હતી. બધાંનાં મન ભારે હતાં અને એવા ભારે હૃદય વરચે અમે વિદાય લીધી.
પ્રભા મરચંટ