________________
92
ર
પ્રભુએ જીવન
સૈકામાં સિંધ જીતી લીધા પછી, ખાસ કરીને છેલ્લાં એક હજાર વર્ષમાં સિંધી ભાષા પર મુસ્લિમ પ્રભાવ પડયો છે. તેને નાગરી લિપિને ઠેકાણે ફારસી લિપિ આપવામાં આવી છે અને ઘણા અરબી અને ફારસી શબ્દો પણ અપનાવી લેવામાં આવ્યા છે.
સિંધ પાકિસ્તાનમાં ગયા પછી ભારતમાં આવેલા સિંધીઓમાં વિવાદ ચાલે છે કે હવે ફારસી લિપિ તજીને પાછી દેવનાગરી લિપિ શા માટે ન અપનાવવી? ભારત સરકારે સિંધી ભાષાને માન્ય રાખી છે, પણ તેના માટે હજી કોઈ લિપિ નક્કી નથી કરી. દરમ્યાન સિંધીઓમાં ફારસી લિપિ અને નાગરી લિપિના હિમાયતીઓ વચ્ચે જૉરશારથી યુદ્ધ ખેલાઈ રહ્યું છે!
એક રમૂજની વાત એ છે કે સિંધમાં ઉર્દૂ માટે લડી રહેલા લોકોમાં પંજાબી, બલાચી, પઠાણા, ગુજરાતી વગેરે બહુમતીમાં છે, જેમની માતૃભાષા ઉર્દૂ નથી. ભારતમાં મુસ્લિમ લીગે કોમવાદ પ્રેર્યા અને છેવટે ભાગલા પડાવ્યા તે પછી બિનઉ ભાષી મુસ્લિમોમાં અચાનક ઉર્દૂ માટે પ્રીત પ્રગટી ! તે ઘરમાં પણ ભાંગીતૂટી ઉર્દૂ બાલવા લાગ્યા. બંગલા દેશમાં આપણા ગુજરાતી ઈસ્માઈલી ભાઈઓ સાથે મે જ્યારે કચ્છીમાં વાત કરી ત્યારે તેઓ ખુશ થયા, પણ મેં જોયું કે પાકિસ્તાનના શાસન દરમ્યાન તેઓ પણ ઉર્દૂના હિમાયતી થઈ ગયા હતા ત્યારે ઉર્દૂ ભાષા બોલવી એ સભ્યતાનું ચિહ્ન ગણાતું હતું. હવે ત્યાં ઉર્દૂ બોલવામાં જોખમ છે! અમને બંગાળી ભાષા આવડતી ન હોવાથી જ્યારે અમે હિંદીમાં વાત કરતા હતા ત્યારે અશિક્ષિત માણસાનાં ભવાં શંકાથી ઊંચે ચડી જતાં હતાં. રખે અમે “બિહારી ’” મુસલમાન તરીકે કટાઈ જઈએ એ બીકે અમારે ખુલાસા કરવા પડતા હતા કે તમારી ભાષામાં કહીએ તો અમે બખૈયા (મુંબઈના) છીએ, હિંદુ છીએ એટલું જ નહિ પણ તમારી મુકિતસેનાના મહેમાન છીએ!
ઉર્દૂ ભાષાએ બંગલા દેશમાં રાજ કરવાનું દુ:સાહસ કર્યું તો બધું ખાઈ બેઠી. હવે પાકિસ્તાનમાં આપણે તેનાં દુ:સાહસ જોઈ રહ્યા છીએ અને હજી જોઈશું. —વિજયગુપ્ત મૌર્ય
ભવસાગર તરવાનાં તુંબડાં
ઘણી યે વાર તો એમ જ લાગે છે કે સૌથી ઓછામાં ઓછું જે આપણે કોઈને ઓળખતા હોઈએ, તો તે આપણી જાતને જ! આપણી પોતાની સાથે આપણે વરસાનાં વરસે, દાયકાઓના દાયકાઓ રહીએ છીએ, તૂટ, એકધારા, તે છતાં! આમાં પણ અત્યંત વિચિત્ર લાગે એવી એક વિશેષતા એ છે કે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે, તેમ તેમ આપણા વિષેનું આપણું શાન નહિ, પણ અ-શાન વધતું જાય છે. એવું મેં બને કે બાર વરસના કિશાર બાવન વર્ષના પ્રૌઢ કરતાં પેાતાને વધુ ઓળખતે હાય, અને બોંતેર કે ભ્યાસી વરસને વૃદ્ધ બાવન વર્ષના પ્રૌઢ કરતાં પેતા વિષે ઘણું ઓછું જાણતો હોય !
r
તા. ૧-૪-૧૯૭૨
એના અસ્તિત્વના એકમાત્ર આધાર, એની સમગ્ર ચેતના, સ્ટીઅરિંગ વ્હીલ, સામેના રસ્તા અને આસપાસની ભીંસ પર જ કેન્દ્રિત રહે એના પર છે. આત્માભિમુખ બનવું પડે તે પરવડે જ નહિ; સિવાય કે દેહવિમુખ બનવાના એણે સંકલ્પ કરી નાખ્યા હાય !
હવે પાતે પાતા વિષે કશું જ જાણતો નથી એવી સ્થિતિ ભાગ્યે જ કોઈ બરદાસ્ત કરી શકે ! એટલે પાતા વિષે કશું જ ન જાણવા છતાં બધું જ જાણે છે—અથવા જાણવાને પ્રામાણિક પ્રયત્ન કરી રહ્યોા છે એવા આભાસ માણસ ઊભા કરે છે, અને તે માટે અસંખ્ય તરકીબા તેણે સર્જી છે! ધર્મ સાહિત્ય કલા વિજ્ઞાન આદિ એ તરકીબાનાં જ જુદાં જુદાં નામેા છે. આમાંથી કોઈની સાથે પેાતાને જીવન્ત સંબંધ ભાગ્યે જ હોય છે; ભાગ્યે જ એમાંથી કોઈના પ્રાદુર્ભાવ કે વિકાસમાં તે કોઈ મૌલિક ફાળા આપેલા હોય છે, છતાં એમાંથી એકાદને એ ભવસાગરમાં તરવા માટેના પોતાના તુંબડા તરીકે પસંદ કરી લે છે, અને આત્મવંચના અર્થે પોતે પસંદ કરેલ એ જીંબડા સાથે સંકળાયેલી પરંપરાગત શબ્દાવલીનું સંરક્ષણ-કવચ તે પહેરી લે છે. પેાતે વિચારક છે, પોતે પોતાની જાતને અને જગતને બરાબર ઓળખે છે. એવા આભાસ, આને પરિણામે, એના પોતાનામાં તેમ જ આસપાસનામાં ઊભા થાય છે, જે આભાસ તેના અહંનું સંતર્પણ કરે છે; અને પછી તે દિનપ્રતિદિન શબ્દોની ભીંસ તેની છાતી પર વધતી જાય છે અને સાથેસાથે પોતા વિષેના પોતાના જ્ઞાનથી તે દૂર દૂર જતા જાય છે. પરિણામે મૃત્યુવેળાએ પોતાથી એ એટલા જ પરિચિત હોય છે, જેટલા એ જન્મવેળાએ હતા ! ફરક માત્ર એટલા જ કે જન્મવેળાએ એને માટે આશા હતી, જ્યારે મૃત્યુવેળાએ તેની છાતી પર તેના અસલ અંધકાર ઉપરાંત સ્મૃત શબ્દાવલીઓના ભાર હોય છે !
વખત
આના માટે જવાબદાર આપણી જીવન વિષેની ક્લ્પના તથા જીવવાની પ્રક્રિયા છે. સમયના વહન સાથે જીવન વધુ ને વધુ જટિલ અને સમયલક્ષી બનતું જાય છે ! એમાં એક એવે પણ આવી જાય, જયારે જીવતા રહેવાનાં ઝાવાં જીવનારની સકલ ચેતનાનું એકમાત્ર લક્ષ્ય બની રહે. આમાં પાતા પ્રત્યે નિરાંતે જોવાની, વિવેકપૂર્વક પેાતાનું પૃથક્કરણ કરવાની, સ્વસ્થતાપૂર્વક પોતાને સમજવાની ફુરસદ જ કયાંથી મળે ! કલાકના પિતાનૌશ—પચાસ માઈલની ઝડપે જતા મેટર- ડ્રાઈવર—અને તે પણ કોઈ રાક્ષસી શહેરના ગીચ ટ્રાફિકવાળા રસ્તા પર !—પેાતાના આત્મામાં ડૂબકી મારીમારીને પણ અંતે કેટલી ઊંડી મારી શકે; અને કેટલા વખત તે અન્તરના ઊંડા જળમાં રહી પણ શકે ?
આ દુ:સ્થિતિમાંથી છૂટવા માટે આપણે સૌથી પહેલાં તે આપણા અસ્તિત્વના વહનની ગતિને ઓછી કરવી પડશે. Dynamicગતિશીલ એ વિશેષણ જે જમાનામાં માનવીનું સૌથી વધુ કીમતી આભૂષણ ગણાય છે, એ જમાનામાં ગતિ ઓછી કરવાની વાત બેહૂદી લાગવાનો સંભવ પૂરેપૂરા છે; પણ જમાનાને બેહૂદાં લાગે એવાં તો અનેક સૂચના આપણે ધ્યાનમાં લેવાં પડશે.
તે પહેલાં તો ગતિ ઓછી કરી. આખરે જવું છે કયાં અને જ્યાં જવું છે તે સ્થળ જવા જેવું છે કે કેમ, તે નક્કી કરો.
ગતિને જ પ્રગતિ માની બેઠા છે, તે અધ્યાસને અળગા કરો, અને વળી આ પ્રગતિ શબ્દ પણ ક્યાં કંઈ ઓછા વંચક છે? કરસનદાસ માણેક
સાદ
( મરાઠી કવિતા)
દૂરથી કર્યાંકથી પણ સાદ આવે છે (મારામાંથી જ આવે છે તે) કહે છે કે ઉપર આવ ઉપર આવ તું તારામાંથી, પેાતાના ચૌખલમાંથી તું ઉપર આવ. દૈનંદિન જીવનનું ગતિચક્ર આકાર દે છે મને. દે છે રૂપ - “મારી ઈચ્છા વિરુદ્ધ મને. પણ
મને નથી જોઈતે આ આકાર અને આ ચાંદીનું રૂપ -
મને જોઈએ છે આષાઢના ખેતરની
બીજના છેડ કરનારી શકિત પાછી મને જે પાકના સાનૅરી કણસલામાં
ઐશ્વર્યા
માને.
મ. મ. દેશપાંડે: અનુ. સુરેશ દલાલ
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ–૪. ટે. નં. ૩૫૦૨૯૬ મુદ્રણસ્થાન : ધી સ્ટેરસ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૧
12