SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવમ નેત્રહીન બહેનના જીવનવિકાસ ✩ [નીચે જેમનો લેખ પ્રગટ કર્યા છે તે કુ. જ્યોતિબહેને એમ. એ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ નેત્રહીનોની વચ્ચે કામ કરે છે અને એમનામાંનાં એક છે એટલે નેત્રહીનાની સમસ્યાઓને વધુ સારી રીતે સમજે છે-તંત્રી] લિપિમાં તૈયાર કરેલાં પાનાંની રમતો તે સરળતાથી રમી શકે છે. તા.૧-૮ ૧૯૭૨ ઈંગ્લેન્ડના પ્રસિદ્ધ વાની શ્રી ડાર્વિને માનવજાતિની ઉત્ક્રાંતિ સમજાવતા કેટલાક વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા છે. એમાંના મુખ્ય તથા મહત્ત્વનો એક નિયમ છે - કુદરતની પસંદગીને. આ નિયમ અનુસાર આ જગતનાં અસંખ્ય પ્રાણીઓમાંથી યોગ્ય અને શકિતશાળી પ્રાણીઓની પસંદગી કરી કુદરત તેને જિવાડે છે તથા નબળાં અને અયોગ્ય પ્રાણીઓનો નાશ કરે છે. કેટલાક આધુનિક સમાજશાસ્ત્રીઓએ આની સામે ‘સામાજિક પસંદગી’ ના નિયમ રજુ કર્યો, જેની રૂએ સમાજના શકત અને અપંગ લોકસમૂહને જીવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. કુદરતની ખફાનો ભોગ બનનાર શારીરિક ખોડખાંપણ ધરાવતી વ્યકિતઆની પસંદગી કરી, તેઓનું જીવન સભર બને એવાં પગલાં સમાજે લેવાં, એમ આ નિયમ પરથી સમજાય છે. આમ આ કલ્યાણની ભાવનાનો નિર્દેશ કરી જાય છે. સદ્ભાગ્યે વર્તમાન સમયમાં આ ભાવનાના ઠીક ઠીક વિકાસ અને પ્રચાર થયેલા જોવા મળે છે. જે આવી ભાવના ન વિકસે તો અંધ, બહેરા, મૂગા, લંગડા, અસાધ્ય રોગથી પીડાતા રોગીઓ વગેરે લાકોનું જીવન કેવું મુશ્કેલ, અસહ્ય તથા હતાશાજનક બની જાય એની સહેજે ક્લ્પના થઈ શકે છે. શિક્ષણના વ્યાપક પ્રચારને કારણે આજે નેત્રહીન તથા અન્ય અપંગ વ્યકિતઓ માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સગવડો સુલભ બની છે. પુરુષ - સ્રીની સમાનતાના આજના યુગમાં ભાઈઓની જેમ નેત્રહીન બહેનો પણ શિક્ષણકાર્યમાં રસ લઈ રહી છે. નેત્રહીન કેવી રીતે શિક્ષણ મેળવે છે, તેમની જરૂરિયાત શી શી છે અને સમાજ તેને કઈ રીતે મદદ કરી શકે એ દર્શાવવાની પ્રસ્તુત લેખમાં પ્રયાસ કર્યો છે. લખવું અને વાંચવું એ કોઈ પણ જાતના શિક્ષણની પાયાની જરૂરિયાત છે. બ્રેઈલ લિપિ વડે નેત્રહીનોના શિક્ષણની આ મુશ્કેલી દૂર થઈ છે. આ બ્રેઈલ લિપિ શું છે? કાગળ પર ઉપસાવેલ કુલ છ ટપકાંવાળી આ લિપિ તેના ફ્રેંચ નેત્રહીન શોધક લૂઈ બ્રેઈલના નામે જાણીતી છે. આ લિપિમાં “હું” આમ ટપકાં ઉપસાવેલાં હોય છે. આ છ ટંકાઓનું જુદી જુદી રીતે સંયોજન કરી બારાખડીના બધા અક્ષરો તેમ જ વિરામચિહ્નો તૈયાર કરવામાં આવ્યાં છે. ખાસ જાતના બ્રેઈલ ટાઈપરાઈટરો અને બ્રેઈલ પ્રેસની મદદથી પાઠ્યપુસ્તકો તથા ઈતર વાચનનાં પુસ્તકો આંગળીના સ્પર્શ વડે સહેલાઈથી વાંચી શકાય છે. આ જ રીતે નેત્રહીના આ લિપિમાં લખી પણ શકે છે. મુંબઈ, અમદાવાદ, પોરબંદર, દહેરાદૂન, વગેરે સ્થળોએ ચાલતાં બ્રેઈલ પુસ્તકાલયોમાંથી નેત્રહીન સભ્યોને વાંચવા માટે નિ:શુલ્ક ભાવે પુસ્તકો મળે છે. સામાન્ય છાપનાં (નેત્રવાનો માટેનાં) પુસ્તકો દષ્ટિવાનો પાસે વંચાવી નેત્રહીનો બ્રેઈલ લિપિમાં પોતાને જરૂરી પુસ્તકો લખી શકે છે. જગતની બધી જ ભાષાઓમાં આ રીતે પુસ્તકો તૈયાર થઈ શકે છે. નવરાશના સમયનો સદુપયોગ કરવા ઈચ્છતી દષ્ટિવાન બહેનો નેત્રહીને પાસે પુસ્તકો વાંચી બ્રેઈલ લિપિમાં પુસ્તકો તૈયાર કરવાના કામમાં મદદ કરી શકે. પુસ્તકો ઉપરાંત અન્ય રીતે પણ બ્રેઈલ લિપિ અંધજનોને મદદરૂપ બની છે. સ્પર્શ વડે જોઈ શકાય એવી ખાસ બનાવટની ઘડિયાળ વડે અંધજન મિનિટે મિનિટનો સમય જાણી શકે છે. બ્રેઈલ આમ નેત્રહીનોનાં સમસ્ત જીવનકાર્યોમાં બ્રેઈલ લિપિએ અગત્યનું સ્થાન મેળવ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ લિપિએ અંધજનોને સ્પર્શરૂપી દષ્ટિ - આંખ આપી છે. મુંબઈ, અમદાવાદ, રાજકોટ, દિલ્હી, દહેરાદૂન વગેરે શહેરોમાં ચાલતી અંધ કન્યાઓ માટેની શાળાઓમાં S. S. C. સુધીનો અભ્યાસક્રમ શીખવવામાં આવે છે. કેટલીક નેત્રહીન બહેનો કૉલેજશિક્ષણ પણ લે છે. શાળાઓમાં સંગીત ઉપરાંત નેતરકામ, હાથવણાટ, સૌવણકામ, ગૂંથણકામ વગેરે હસ્તઉદ્યોગો પણ શીખવવામાં આવે છે. આ રીતે તાલીમ લીધેલી અને શિક્ષિત અધકન્યાઓને આર્થિક રીતે પગભર બનાવવા તે માટે રોજગારની તકો સુલભ બનાવવી એ પણ એટલું જ જરૂરનું છે. નેત્રહીન બહેનેા અંધજનો માટેની શાળાઓમાં શિક્ષિકા તરીકે કામ કરી શકે. જાગ્રત માબાપ પોતાનાં બાળકોને સંગીતશિક્ષણ આપવા સંગીતકળામાં કુશળ એવી નૅત્રહીન શાળામાં મોકલી શકે, સંગીતશિક્ષક તરીકે અંધજના સફળતાથી કામ કરી શકે છે. આ ઉપરાંત બાસ્કેટ, ટેબલ - લમ્પ, પર્સ વગેરે નેતરની ચીજોના વેચાણથી પણ ચક્ષુહીન બહેનોને ઠીક ઠીક રોજગારી મળી રહે. નેત્રવાન માટેનાં પુસ્તકો બ્રેઈલ લિપિમાં લખવાના કામનું મહેનતાણુ તેમને મળે છે. આ ઉપરાંત દવાની ફેકટરીમાં અને કાપડની મિલામાં પૅકિંગ વિભાગમાં બહેનો સરળતાથી કામ કરી શકે છે. વળી તેઓ ટેલિફોન ઓપરેટર તરીકે પણ સરળતાથી કામ કરી શકે છે. આ રીતે આર્થિક રીતે પગભર બનેલી બહેનામાંથી કેટલીક બહેનો લગ્નગ્રંથિથી પણ જોડાય છે. રસેાઈકામ, બાળઉછેર વગેરે જેવી ગૃહસંસારની જવાબદારીઓ તેઓ આનંદથી ઉઠાવી શકે છે. પરવશતા જેવી મુસીબતોનો સામનો કરી એક સફળ ગૃહિણી બનવાના પ્રયત્ન કરે છે. ટૂંકમાં, આજના સમાજવાદના યુગમાં શારીરિક ખોડખાંપણ ધરાવતા વર્ગની ઉપેક્ષા ન થાય; અને આ વર્ગને સમાજનું એક ઉપયોગી અંગ બનાવવાની જવાબદારી સમાજના સબળ વર્ગની છે. અપંગ તરફ માત્ર ઉદાસીનતા, દયા કે સહાનુભૂતિ જ નહિ, પરંતુ તેઓ પ્રત્યે બૌદ્ધિક વલણ અપનાવી તેઓને શિક્ષિત તેમ જ આર્થિક રીતે સ્વતંત્ર બનાવવાની જરૂર છે. સહાનુભૂતિના કે કુતૂહલતાના બે શબ્દો ઉચ્ચારીને અગર નાાંનું દાન કરીને જ સમાજે સંતોષ માનવાનો નથી, પરંતુ પોતાના ફુરસદના સમયનું તથા શાન શકિતનું ઉદાર હાથે દાન કરવાનું છે. આ દિશામાં સામાજિક સેવાભાવી સંસ્થાઓ પેાતાના કાર્યક્ષેત્રમાં અપંગો માટેની ખાસ નક્કર યોજનાઓ દાખલ કરી ધ. ધણું કરી શકે તેમ છે. કુ. જયોતિ મેહનલાલ પારેખ પૃથ્વીનું ભાવિ પૃથ્વીનું ભાવિ ચેતનાના પરિવર્તન ઉપર આધાર રાખે છે. આ ભાવિની એકમાત્ર આશા તે માનવીની ચેતનાનું પરિવર્તન થાય એમાં રહેલી છે અને એ પરિવર્તન અવશ્ય થવાનું જ છે. પરંતુ માણસા પોતે આ પરિવર્તન માટે સહકાર આપશે કે નહિ અથવા તે એ પરિવર્તન કચ્ચરઘાણ કરી મૂકતા સંયોગાની શકિત દ્રારા માણસા ઉપર બળજબરીથી લાદવું પડશે તેને નિર્ણય માણસા ઉપર છેડવામાં આવે છે. જે રૂપાંતર ઠેઠ મૂળ સુધીનું અને સ્થાયી રૂપનું હાય છે તે અંદરમાંથી બહારની દિશામાં આવતું હાય છે. બાહ્ય રૂપાંતર તે આંતરિક રૂપાંતરનું એક સ્વાભાવિક અને કહો કે અનિવાર્ય પરિણામ હોય છે. શ્રી માતાજી 1
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy