________________
૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૧૯૭૨
-
આનંદભર્યું ગાંભીર્ય
-
આ સંસારને ‘ભગવાનની લીલા' તરીકે પણ ઓળખવામાં આવે છે. જીવમાત્ર “ભગવાનને અંશ” છે એવું પણ આપણે સાંભળીએ છીએ. ભગવાન આપણાથી જુદો હોય કે ન હોય અને આપણે બધાં એનાં રમકડાં હોઈએ કે અંશ હોઈએ, પરંતુ એટલી વાત તે નક્કી છે કે સંસારની સર્વ પ્રવૃત્તિ આસકિતરહિત થઈ એક લીલાની પેઠે કરી શકીએ તે મન પર બોજો ઓછા થઈ જાય. ભગવાનના જે આપણે અંશ હોઈએ તે તો આ લીલાને બહુ સારી રીતે મેળ બેસી જાય છે, ભગવાન અને લીલા તે પછી એકબીજથી જુદાં રહેતાં નથી; અને જો રહેતાં હોય તે ભગવાનની લીલા” ના સૂત્ર દ્વારા આપણને એવું સૂચન મળે છે કે આપણી પણ નાનીસરખી જે સૃષ્ટિ છે તેની સાથેના સર્વ વ્યવહારો આપણે લીલાની પેઠે કરવા જોઈએ. લીલાને એક અર્થ નાટક જે, એટલે કે ખાટા દેખાવ જેવો પણ થાય છે, પરંતુ અહીં તો એનો અર્થ કોઈ અદ્ભુત ખેલ દ્વારા – કીડા દ્વારા ઇ.નંદ પ્રાપ્ત કરવાનો જ થઈ શકે.
સામાન્ય માનવી પોતાના ધંધા- રોજગારમાં અને સાંસારિક વ્યવારમાં ગંભીરતાથી ને વિચારપૂર્વક વર્તે છે, પરંતુ તે પરથી એમ માનવાનું નથી કે રમતમાં - લીલામાં વિચારગાંભીર્ય વિના ચાલી શકે. કોઈ પણ ખેલમાં હારજીતને અંતે સ્થળ એવું કશું પ્રાપ્ત થવાનું ન હોય તે પણ સારો ખેલાડી તે ગંભીરતાથી ને કાળજીપૂર્વક જ રમે. પિતાની બેદરકારી અથવા તે અણખાવડતને કારણે હારી ન જવાય તેની એ સંભાળ રાખે. સાથેસાથે એ સમજે પણ ખરો કે દરેક રમતમાં એક પક્ષની હાર અને બીજા પક્ષની જીત અનિવાર્ય છે. બંને પક્ષ જીતે એવી રમત હજી શેધાઈ નથી. જે રમતમાં પહેલેથી જીતની ખાતરી હોય તે રમતમાં ઘણે ઓછો રસ આવે એ સ્વાભાવિક છે. લગભગ સમાને શકિત ધરાવનારાઓ વચ્ચેની જ રમત જામે. આવી રમતમાં પુરુષાર્થને પ્રાધાન્ય મળે અને પરિણામ આવે ત્યારે પ્રારબ્ધના આશ્રયે આશ્વાસન લેવાય. સાચા ખેલાડીને મન પૂરા પ્રયાસ પછીની હારજીત હર્ષશોકની લાગણી પેદા કરે નહિ. એની હાર એ સામા પક્ષની જીત છે એમ સમજી તે એને અંતરનાં અભિનંદન પણ આપે.
આનો અર્થ એ થયું કે જીવનના સર્વ વ્યવહારોને આપણે લીલા સમજીએ તો આનંદસ્વરૂપ ભગવાનના સાચા અંશ આપણે બની શકીએ. આ લીલામાં આનંદભર્યું ગાંભીર્ય હોય, એમાં હર્ષ- શેકનાં ભરતી-ઓટનો અભાવ હોય. આનંદમાં દિલ નાચી ઊઠે ને શેકમાં એ તૂટી જાય એવી સ્થિતિ તે સંતાપ વધારનારી જ ગણાય. આનંદની ઊમ બહેકે નહિ ને શેકની લાગણીથી જીવનરસ સુકાય નહિ એ જ સારી સ્થિતિ કહેવાય. આવી સ્થિતિ જીવન અને જગતને ખેલ માનીએ તો જ શક્ય છે. આ ખેલમાં આનંદભરી ગંભીરતા એટલે કે ન હર્ષ, ન શેક, પણ પ્રસન્નતા હોવાં જરૂરી છે. જીવમાત્ર આનંદ માટે જ મળે છે ને ? જે કંઈ પ્રાપ્ત કરવાની મનમાં ઈચ્છા છે, આકાંક્ષા છે, વાસના છે, ઝંખના છે તે બધાંની પાછળ આનંદ મેળવવા સિવાય બીજી કઈ વૃત્તિ હોય છે? ધન, સત્તા, વૈભવ વગેરે દ્વારા આપણે ભેગવિલાસ મેળવવા ઈચ્છતા હોઈએ તો તે આનંદ માટે જ. હા, આનંદના પ્રકાર છે ખરા, એનું પણ આયખું હોય છે, સ્વરૂપ હોય છે ને પરિણામ પણ હોય છે. કોઈ આનંદ ક્ષણિક હોય, કોઈ ચિરકાળ ટકે, કોઈ આનંદથી આંતરબાહા શકિતઓ વિકાસ સાધે ને કોઈ આનંદથી તેને હૃાસ પણ થાય. માનવી પોતાની પ્રવૃત્તિ દ્વારા ગમે તે આનંદ મેળવતા હોય, પરંતુ તેને જે પસંદગીની સગવડ આપવામાં આવે તો તે શાશ્વત
અને શકિતદાતા આviદની જ માગણી કરે એમાં સંશય નથી. આમ છતાં એટલું ખરું કે એવા આનંદ માટે પિતાની મનોવૃત્તિમાં ફેરફાર કરવાની, એટલે કે એવા આનંદની યોગ્યતા પ્રાપ્ત કરવાની એની તૈયારી ન હોય તો એ મળી ન શકે; એની ઝંખના જે સ્વભાવથી જ ક્ષણિક અને નિર્બળ હોય છતાં તે આનંદને શાશ્વત અને સબળરૂપે જોવાની હોય, પરંતુ કુદરતને કાનૂનને વશ થયા વિના ચાલે નહિ.
આસકિતરહિત થઈ સર્વ ક્રિયા કરવાથી જીવનના સર્વ વ્યવહાર ક્રિયારૂપ બની જાય એમાં સંદેહ નથી, પરંતુ આસકિત છેડવામાં જેટલી જરૂર હૃદયબળની છે તેટલી જ જ્ઞાનની છે. બહુ ઊંડાણથી જેવા જઈએ તો જ્ઞાન વિના હૃદયબળ પ્રગટે નહિ તે પણ સમજી શકાય એમ છે. આ જ્ઞાન એટલે કુદરતના નિયમોનું જ્ઞાન. સર્વ જીવો આનંદ માટે મથે છે, પરંતુ માત્ર મથવાથી આનંદ મળતો નથી. કયો આનંદ ક્ષણિક અને ક શાશ્વત તે પણ જાણવું જોઈએ. ક્ષણિક આનંદમાં અનેક પ્રકાર છે. દિવરા અને રાત્રિના મિલનની પળે જોવામાં જે આનંદ આવે છે તે કંઈ શાશ્વત નથી. આકાશના તારાઓનું નિરીક્ષણ કરીએ, સુંદર ને સુવાસિત ફૂલના સંપર્કમાં આવીએ, નિર્મળ ને નિર્દોષ બાળકો જોઈએ—આ બધું આનંદદાયક લાગે છે ને તે થોડા સમય માટેનું પણ હોય છે. આને પરિણામે બીજી એક કસોટી આપેઆપ પેદા થઈ જાય છે. એ કસોટી છે આનંદના પરિણામની. જે ક્ષણિક આનંદને અંતે શેકને અનુભવ થાય તે આનંદ વજર્ય ગણવું જોઈએ અને જેની સુવાસ સ્મૃતિમાં સંઘરાઈ રહે તેનું શાશ્વત આનંદની પેઠે સ્વાગત કરવું જોઈએ. આ અવલોકનમાં સહેજ આગળ વધતાં એમ સમજાશે કે ઈદ્રિના સ્થળ સુખને અથવા તો આહારવિહારને આનંદ બહુધા શેકનું પરિણામ લાવનારે હોય છે અને ઈદ્રિયાતીત અથવા કુદરત સાથેના સંપર્કને આનંદ ક્ષણિક હોય તો યે મીઠી સુવાસ મૂકી જાય છે.
આનંદની પરીક્ષામાં આગળ વધતાં એમ પણ લાગે છે કે આપણે આનંદ અન્ય વ્યકિત કે જીવ માટે પણ આનંદની વૃદ્ધિરૂપ બને તો તેમાં ભરતી આવે છે અને એ દ્વારા બીજાને આનંદ ઓછા થતો હોય તો વહેલેમેડે એ ઓટનું કારણ બની જાય છે. ફરીને આપણે જે યાદ કરીએ કે જીવમાત્ર આનંદ માટે મથે છે તે એટલું સમજાય કે બીજાને આનંદ ઓછા કરવાની આપણી પ્રવૃત્તિ સંઘર્ષ પેદા ર્યા વિના રહે નહિ. આ સંઘર્ષમાં આપણી હાર થાય તો તે આનંદ જેવ રહે જ નહિ, પણ જીત થાય તે મેં આપણે ચિત્તશાંતિ પ્રાપ્ત કરી શકીએ નહિ. ચિત્તશાંતિ વિના કોઈ આનંદ ટકી શકે નહિ એ માણી પણ શકાય નહિ. આ ઉપરથી એમ ફલિત થાય છે કે જીવનવ્યવહારનો બોજ ઓછા કરવા માટે આસકિતરહિત થઈ આનંદભર્યા ગાંભીર્ય સાથે આપણી સર્વ પ્રવૃત્તિ કીડારૂપ - રમતરૂપ બની જવી જોઈએ. આ માટે કુદરતના કાનૂનનું જ્ઞાન આવશ્યક છે. આ જ્ઞાન શાશ્વત અને સર્વવ્યાપી આનંદની શોધમાં પરિણમવું જોઈએ. ક્ષણિક આનંદ ઈન્દ્રિયસુખથી પર રહીને મેળવાય તો તે શોકનું કારણ બને નહિ, પરંતુ સર્વ સ્થિતિમાં કુદરતનું સૌંદર્ય માણવાની શકિત ને વૃત્તિ કેળવાય તો આજે જે ક્ષણિક છે તે શાશ્વત બની જાય. આ શાશ્વત આનંદ સર્વવ્યાપી હોવો જરૂરી છે, નહિ તો એ શાશ્વત હોય નહિ, રહી શકે નહિ. “ભગવાનની લીલા” એ જેમ આપણી લીલા છે તેમ ધૂળ દષ્ટિએ આપણાથી જુદા ગણાતા જીવની પણ “લીલા' જ છે. વસ્તુત: સર્વ જીવોને સરવાળે તે ભગવાન છે અને એની લીલા સર્વવ્યાપી ને શાશ્વત હોય છે. આપણે એમાં એકરૂપ થઈ જવાને આનંદમય પુરુષાર્થ કર ઘટે છે.
શ્રી