SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૧૯૭૨ સંતાયેલી છે. તેને ઢૂંઢવા માટે પુરુષાર્થ કરવેા જોઈએ અને તે માટે જીવવું જોઈએ.” ટ્રાન્સ ઉપર નાઝીઓએ કબજો કરેલા તે સમયના સાત્રના અનુભવ કહે છે કે “સતત મૃત્યુના ભય વચ્ચે તેમણે જે મુકિત અનુભવી છે તે કયારેય અનુભવી નથી.’ હારણ થઈ જવાનું એક કારણ એ પણ છે કે અસ્તિત્વવાદી અગર તે જે પેડાને ઈન્ટેલેકહ્યુઅલ્સ કહેવરાવે છે તેવા લોકો વિચારાની દુનિયામાં વધુ રહે છે. મનને વધુ પડતા વતાવ્યા કરે છે. એચ. જી. વેલ્સની આત્મકથામાં તેમણે એક રસપ્રદ ફકરો લખ્યા છે: “આજનો માનવી મનની દુનિયામાં વધુ રહે છે. જેમ માછલી એ દરિયાનું અને પક્ષી એ હવાનું પ્રાણી છે તેમ માનવી પણ મનના મલકનું પ્રાણી બની જાય છે.' પ્રબુદ્ધ જીવન કલ્પનાની સૃષ્ટિમાં વસતા માનવી કાયમ તેની સ્વપ્નભૂમિમાં રહી શકતા નથી. તેને શાકભાજી લેવા જવું પડે છે. કવિ હોય કે લેખક પણ તેણે નોકરી કરવી પડે છે કે પ્રગટ થાય તેવાં કાવ્યો કે વાર્તાઓ લખવી પડે છે . જે વાસ્તવિક જગતને તે ધિક્કારતા હાય છે અને જેને તે મૂર્ખાઓના સમાજ કહેતા હોય છે તે સમાજ ભણી મુખ વાળવું પડે છે. મનના મલકમાં એકધારા રહીને તે ગળે આવી જાય છે. સ્વપ્નભૂમિ થોડો વખત અબખે પડી જાય છે. સર્જકની એક વાત વખાણવા જેવી ખરી. બળવાન રાજકીય પુરુષ કે બળવાન યોદ્ધા કે સારા વકતાને પોતાના અધિકાર જમાવવા અથવા છાપ પાડવા માટે આજ્ઞાંકિત વ્યકિતની કે શ્રોતાની જરૂર પડે છે. પણ સર્જક અગર તો બુદ્ધિપ્રધાન વ્યકિત જે કંઈ શબ્દોનું સર્જન કરે છે તેને બીજા લોકોની જરૂર પડતી નથી. પણ આ વાત માત્ર ગણ્યાગાંઠયા સર્જકોને લાગુ પડી શકે. બાકીના તા સમાજની દરકાર માટે ફાંફાં મારતા હોય છે. માત્ર પોતાના મનના મલકમાં મસ્ત રહેવાનો ડોળ કરનારા હોય છે તે પણ પેાતાની મસ્તીભરી દુનિયામાં ઝાઝો સમય ટકી શકતા નથી. ભાગીને વાસ્તવિક જગત સામે આવવું પડે છે. કારણ કે જે સમાજથી “બાર ” થતા હોય તે પોતાનાથી પણ “બાર” થતા હોય છે. આપણામાંના ઘણાએ મનના મલકમાં સતત નહિ રહી શકવાની આ નબળાઈ પારખી લીધી હશે. એક દષ્ટાંત લઈએ. કોઈ અતિ રસપ્રદ નવલકથા એક જ બેઠકે વાંચવાના સંકલ્પ કરીને આપણે તે પૂરી કરીએ છીએ ત્યારે શી દશા થાય છે ? આંખો થાકીને ગાભા બની જાય છે. આપણે શિથિલ થઈ ગયા હોઈએ છીએ, કેટલીક વખત ત્યારે નિર્ણયશકિત ગુમાવી બેસીએ છીએ. આમ એટલા માટે થાય છે કે મનના મલકમાં આપણે બહુ ટકી શકતા નથી, કાન્તિ ભટ્ટ બ્રહ્મવિહાર “ઇશાવાસ્યમ ઈદમ ્ સર્વમ્ ’ જો આપણે સૌ ઈશમાં જ નિવાસ કરતા હોઈએ, બ્રહ્મમાં જ વસતા હોઈએ તે આપણી આગળપાછળ ઉપરનીચે અને સ્વયં આપણાં અંગેઅંગમાં કેવળ બ્રહ્મ જ ભરેલું છે. એટલે આપણી શારીરિક ગતિવિધિઓ અને માનસિક ગતિવિધિ એ બધું બ્રહ્મમાં જ થઈ રહ્યું છે. આ સત્યને આપણે બુદ્ધિપૂર્વક માનીએ પણ છીએ. છતાં એ આપણી સ્વયંચેતના નથી બની શકી, એ આપણી અનુભૂતિ નથી, એ પણ હકીકત છે. આ સત્ય જો આપણી સ્વયંચેતના બની જાય તો આપણે જે કંઈ કરીએ છીએ એ બધું બ્રહ્મમાં વિહાર કરવા જેવું જ લાગે છે અને તે જ એકમાત્ર સત્ય છે. આ ભાવના દઢ કરવા માટે વિચારીશું કે આપણે એક બગીચામાં ફરી રહ્યા હોઈએ, ત્યાં સુંદર ઝાડપાન, ફળફૂલો, સુવાસ ૧ આદિ હોય, અને સૂકા બદસૂરત ડાળાં–ડાખળાં, કોહેલાં પાન આદિ પણ હોય છતાં આપણું ધ્યાન તો પેલી સુંદરતા ઉપર જ વધારે જશે, અને આપણે તેને જ મનભરીને જોયા કરીશું, અનુભવીશું, અને તેની જ સૌરભને માણીશું. તે જ પ્રમાણે બ્રહ્મવિહારમાં પણ છે. સર્વત્ર બ્રહ્મ જ વિદ્યમાન હાવા છતાં તેમાં થોડો ભાગ જડ ચેતના – માયાને પણ છે જ. આપણે જડ બુદ્ધિથી માત્ર શરીરચેતના—જડ ચેતના ઉપર જ વળગી રહીએ છીએ, તેને જ જોઈએ અને અનુભવીએ છીએ અને પરિણામે સુખદુ:ખની ઘટમાળમાં વિવશ બનીને ફર્યા કરીએ છીએ. તેને બદલે જે કંઈ કરીએ ત્યાં માત્ર બ્રહ્મ જ છે, તે સિવાય જે કંઈ છે તેની ઉપેક્ષા કરીને માત્ર બ્રહ્મમાં જ સ્થિતિ કરીએ, તેને જ જોઈએ, અનુભવીએ, સાંભળીએ અને માણીએ તો કેવું સરસ ? આ આપણા સ્વયંસિદ્ધ અધિકાર છે, તેને ધ્યાન દ્વારા સિદ્ધ કરીએ. પૂર્ણિમા પકવાસા નવી મગ કવિતાના પ્રણેતા બંગાળના પ્રતિભાવંત કવિ શ્રી વિષ્ણુ ડેને ૧૯૭૧ નું ભારતીય જ્ઞાનપીઠનું પારિતાષિક એનાયત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એમના ‘સ્મૃતિ સતા ભવિષ્યત ’ નામના કાવ્યસંગ્રહ માટે એમને આ પારિતોષિક આપવામાં આવ્યું છે. આ કાવ્યસંગ્રહ ૧૯૬૩માં પ્રગટ થયો હતો અને એમાં કવિનાં ૯૦ જેટલાં કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યા છે. એમના આ કાવ્યસંગ્રહને ૧૯૬૬માં સાહિત્ય એકેડેમીને પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. શ્રી વિષ્ણુ ડે બંગાળી ભાષાના એક એવા કવિ છે કે જેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થતાં જ પીઢ સાહિત્યકાર અને બીજાઓને એવી પ્રતીતિ થઈ હતી કે બંગાળમાં એક નવી કવિ પ્રતિભાને ઉદ્ભવ થયો છે. અત્યારે તે બંગાળી કવિઓમાં એમનું વિશિષ્ટ સ્થાન છે. ‘સ્મૃતિ સતા ભવિષ્ય ’ કવિના દામે કાવ્યસંગ્રહ છે. કાવ્યો ઉપરાંત સાહિત્યના બીજા પ્રકારો પણ એમણે સફળતાથી ખેડયા છે. વિષ્ણુ ડૅના જન્મ ૧૯૦૯ માં કલકત્તામાં એક પ્રતિષ્ઠિત કુટુંબમાં થયો હતો. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ એમણે પશ્ચિમ બંગાળની સરકારમાં નોકરી સ્વીકારી હતી. કિશૅરાવસ્થાથી જ એમને કાવ્યો લખવાના શેખ હતો. એમના પ્રથમ કાવ્યસંગ્રહ ૧૯૩૩ માં ‘ઉર્વશી એ આતે મસ ' પ્રગટ થયો. આ કાવ્યસંગ્રહ પ્રગટ થતાં જ એ અંગે ઠીક ઠીક ચર્ચા જાગી હતી. કવિવર રવીન્દ્રનાથ ટાગારનું પણ એમનાં કાવ્યો પ્રતિ ધ્યાન ખેંચાયું હતું. શ્રી ડે જીવનની વાસ્તવિકતાના કવિ છે, જીવનની ખાજમાં એમને રસ છે, જીવાતા જીવનમાં દેખાતા વિરોધાભાસે નું એમણે એમનાં કાવ્યોમાં, એમની પોતાની વિશિષ્ટ એવી શૈલીમાં નિરૂપણ ર્યું છે. શ્રી ડે પરંપરાભંજક છે, એમણે પરંપરાને એક બાજુ રાખીને બંગાળી કવિતાને નવી દિશા આપી છે. એટલા માટે જ તેઓ નવી બંગાળી કવિતાના પ્રણેતા બન્યા છે. པ શ્રી વિષ્ણુ ડેને ભારતીય જ્ઞાનપીઠનું જે પારિતોષિક આપવામાં આવ્યું છે એ સાતમું પારિતોષિક છે. ભારતની પંદર ભાષાએમાંની કોઈ પણ ભાષાના સર્જકની કોષ્ઠ કૃતિને આ પારિતોષિક પાંય છે. આ પારિતોષિકમાં રૂા. એક લાખની રકમ, વાદેવીની કાંસાની પ્રતિમા તથા એક પ્લેટના સમાવેશ થાય છે. શ્ય
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy