________________
તા. ૧-૮-૧૯૭૨
છે એમાં શંકા નથી પણ એ સાથે એટલા માત્રથી માનવજીવન સંપન્ન નથી બનતું. માણસ ભલે ચંદ્રને આંબી જાય પણ હજુયે જંગલયુગને માનવી જેટલા ભયગ્રસ્ત હતેા એટલે જઆજે પણ છે. જંગલયુગના માનવી કુદરતી આપત્તિઓને કારણે ભયગ્રસ્ત રહેતા. આજના માનવી પણ એટલા જ આરક્ષિત છે. માણસના મનમાં ભય ઊંડાં મૂળ નાખીને રહેલા છે. પરતુ આ ભય શાને લીધે છે? આજના માનવી ભયગ્રસ્ત એટલા માટે છે કે એને પોતાના સર્પ - સ્વભાવનું ભાન છે, જે દૂધને ઝેર બનાવી દે છે. આ યુગાંતર નું—જેણે નવી પેઢી માટે મહાન કાર્ય નક્કી કરી રાખ્યું છે—આહ્વાન છે. મનુષ્યની બુદ્ધિની પરાકાષ્ઠા ભૌતિક સ્થિતિ પર વિજય પામવામાં નથી પણ પોતાની મર્યાદાને સ્વીકારવામાં રહેલી છે. માણસે પેાતાની તાર્કિક બુદ્ધિનું વિશ્લેષણ કર્યું ત્યારે એના ધ્યાનમાં આવ્યું કે ઊંડાણની પણ એક સીમા છે અને એથી માનસિક પડકારોને સ્વીકારવા માટે એની મન- બુદ્ધિ પર્યાપ્ત નથી. જે બુદ્ધિએ આ સત્યનું દર્શન કર્યું, એ બૌદ્ધિક સમર્થતાના શિખરે પહોંચી ગઇ ગણાય.
રાજનૈતિક સત્તા જ્યારે અણુશસ્રો પર અધાર રાખે છે અને કોઈ નૈતિક કસાટીને સ્વીકારવા તૈયાર નથી હાતી ત્યારે એ સમાજના આમૂલ પરિવર્તન માટેનું સાધન બની શકતી નથી. એટલા માટે આ યુગમાં નવી સમાજવ્યવસ્થાનું નિર્માણ કરવાનું કામ રાજનૈતિક સત્તા કરી શકતી નથી. એના દરબારમાં સમાજ અને સંગઠન, પદ્ધતિ અને આદર્શવાદ વગેરેને પાછળની પંકિતમાં સ્થાન મળે છે. આજે આવી સ્થિતિમાં માણસે ફરી એકવાર નવે અભિગમ લેવાનો રહે છે. આમ છતાંયે એ કેવળ વ્યકિતગત મુકિત કે રાજનૈતિક સત્તાની પાછળ પડી શકે નહિ. માણસને પેાતાના અસ્તિત્વ માટે પોતાના જ માનસને લીધે જે ભય ઉત્પન્ન થયેલા છે એમાંથી એ કઈ રીતે મુકત થઈ શકે તેમ છે એની એણે ખાજ કરવાની છે. આધુનિક વિજ્ઞાનની આ જ સંકટાવસ્થા છે. એટલા માટે આધુનિક ટેકનોલેાજીના વિકાસમાં પડેલા દેશ કે સમાજ આ પડકારને સામનો કરનારાને માર્ગદર્શન આપવા માટે સમર્થ નથી,
પ્રબુદ્ધ જીવન
૭૯
સારી એવી પ્રશ્નોત્તરી થઇ. સભા પૂરી થયા બાદ એક પ્રૌઢ અધ્યાપકે મારી પાસે આવીને પ્રશ્ન પૂછ્યો :
જે ભૌતિક જગતનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું જ પોતાનું અંતિમ લક્ષ્ય છે એમ માને છે તેઓ અંધકારના સામ્રાજ્યમાં ફ્રાઈ જાય છે ... ભૌતિક પ્રગતિ માણસને એની માનસિક સંકટાવસ્થામાંથી, જેનું નિર્માણ એણે જ કર્યું હોય છે, બચાવી શકતી નથી, આ હકીકત જે સમજી શકે છે અને આ દુનિયાના સંઘર્ષોમાંથી સરળ છુટકારો મેળવવા કે એનાથી ભાગી છૂટવાની વૃત્તિ જેણે છોડી દીધી છે એ માણસ જ જાગૃતિના શ્રેષ્ઠતર આવિષ્કાર પામી શકે છે. આવી વિદ્યા દ્વારા મનુષ્ય અમૃત-ક્ષિતિજની ઝાંખી કરી શકે છે. વિદ્યયા અમૃતમ-નતે. આવા મનુષ્ય પોતાના મન-મગજને એના પાતાના સ્વરૂપમાં, એની વિશેષતામાં, એની પોતાની મર્યાદાઓના ગુલામના સ્વરૂપમાં પણ જોઈ શકે છે. મનની આ પ્રક્રિયાના સર્વાંગી દર્શનમાં મન- મગજ શાન્ત થાય છે, એ મૌનની સ્થિતિમાં આવી જાય છે. પરન્તુ આ શું ‘નકાર’નું જ દર્શન છે ? આ વિચાર તો પુરાણા મનનું ાંતાન છે, આ જાણીને મનુષ્યની આવી શંકા પણ શમી જાય છે. આ શાંતિ, આ મૌન નિર્માણનું ક્ષેત્ર છે, જેમાં ભૂતકાળના બાજાથી મુકત થયા પછીની જાગૃતિ પૂર્ણત : પરિષ્કૃત બને છે. આ પછી ના અંત:દર્શનના નવા આવિષ્કાર માટે, નવા પ્રકાશ માટે તૈયાર થાય છે. વિદ્વાનો તેમ જ પ્રામાણિક વિદ્યાર્થીઓ ાધુનિક માનવીની આ અવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઉત્સાહથી આગળ આવશે અને આવા પ્રયત્નની, માનવના અસ્તિત્વને પરમાનંદની સ્થિતિ પ્રાપ્ત કરાવી શકે છે, આવશ્યકતા અને ઔચિત્ય પ્રતિ સજાગ થશે એવી હું આશા રાખું છું. [કાશી હિંદુ વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં અચ્યુત પટવર્ધન આપેલા પ્રવચનનો સાર હું.
શિસ્તના બે પ્રકાર
શિક્ષણના આદર્શમાં અને એની પદ્ધતિમાં ક્રાંતિ કરવાનુ આવશ્યક છે. શિક્ષણની કલ્પના જ બદલવી જોઇએ. આ નવા શિક્ષણના વિકાસ અને પ્રચારમાં સ્ત્રીજાતિઓ નેતૃત્વ લેવું જોઇએ કેમ કે શ્રી–માનસ જ નવા શિક્ષણમાં અધિક ઉપયોગી થશે. સ્પર્ધા અને સંઘર્ષની જગ્યાએ માનવતાને સમન્વયની વિશેષ જરૂર છે.'
ઉપરના વિવિધ વિચારો અધ્યાપકો સમક્ષ રજૂ કર્યા બાદ
‘તમે રેવાલ્યુશન - ક્રાંતિને વધારે મહત્ત્વ આપે છે કે ડિસિપ્લિન - શિસ્તને ? ક્રાંતિમાં અરાજકતા, અવ્યવસ્થા આવશે ત શિસ્તનું શું થશે?'
પ્રશ્ન સાંભળીને હું ચકિત થયું।. હું સમજી ગયો કે આ પુરાણી ઢબના અધ્યાપક છે. મારી પાસે સમય નહાતા, બધા જવાની તૈયારીમાં હતા. જવાબમાં મેં કહ્યું : ‘ક્રાંતિથી તમે રે નહિ. આજકાલના શિક્ષણકારો માટે ભાગે ગતાનુતિક છે. પશ્ચિમમાં જે વાતા સિદ્ધ થઇ છે એનું જ રટણ કરવાવાળા છે.
હું એટલું જ કહીશ કે પ્રત્યેક સાચા વાલ્યુશનરી પોતાની નવી ડિસિપ્લિન – શિસ્ત લાવે છે. એના બળ પર જ એ જૂની શિસ્તને તેડે છે.
શિસ્ત બે પ્રકારની હોય છે: એક હોય છે ઉપરથી લાદેલી, જેમાં આજ્ઞાંકિત ગુલામેા તૈયાર થાય છે.
બીજી શિસ્ત સાચા કેળવણીકાર પોતાના વિદ્યાર્થીઓમાં કલ્ટિવેટ કરે છે – વિકસાવે છે. ક્રાંતિકારીને જૂના જાનના બધા દોષ બતાવવા પડે છે અને આને લીધે સમાજમાં જે દેવા ધર કરી ગઇ હોય છે એને તે;ડવી પડે છે. ક્રાંતિકારી કેળવણીકાર નવા જીવનનું સ્વરૂપ સમજાવે છે. નવા આદર્શ અને એનાર્થી જે પરિણામ મળવાની અપેક્ષા હોય છે એનું સ્વરૂપ પણ સમજાવે છે. એ પછી નવી શિસ્તને શા માટે અને કેવી રીતે વિકાસ કરવે જોઈએ એ પણ સમજાવે છે.
જેની પાસે શિસ્ત નથી એ કેળવણીકાર પણ નથી અને નવનિર્માણની શકિત પણ એનામાં નથી હોતી. કોઈએ આપેલી શિસ્ત - ડિસિપ્લિનનો અમલ કરવા એ મુકાદમનું કામ છે. શિક્ષણ વિભાગમાં આવા ચુકાદમેાની જ ભરતી થઇ રહી છે. કાકા કાલેલકર
-[‘મંગળ પ્રભાત ”માંથી સાભાર ]
પ્રભુમાં મન લગાડ
વૃદ્ધાવસ્થાને લીધે તારું શરીર, લેાહી તથા માંસ ઘટવાથી, ગળીને હાર્ડીપજર જેવું થઇ ગયું છે, માથા ઉપર ધોળા વાળવી યા છે, તારા મુખમાંથી દાંત વગેરે પડી જવાથી તારી કાયા કદરૂપી દેખાય છે, લાકડીના ટેકે ટેકે તું ચાલે છે અને દેહમાં શકિત રહી નથી, છતાં પણ તું હજી તારા મનમાંથી આશાના લાડુને છેાડતા નથી. હે બ્રાહ્મણ ! હવે આ બધી જીવનતૃષ્ણા તથા વિષયતૃષ્ણાને બાળી નાખવામાં જ તારું કલ્યાણ છે.
આગળ સાંભળ, બાળપણમાં મન નાના પ્રકારની રમતગમતમાં પ્રીતિવાળું હોવાથી, સમય પસાર થઇ જાય છે. પરમાત્માનું ધ્યાન એ વખતે કોઈને સૂઝતું નથી. પછી આવે છે જુવાની; અને આ દશામાં માણસનું મન માં પરાવાય છે, એની સાથે પ્રેમ કરે છે, એને લાડ લડાવે છે અને એનું ભરણપોષણ કરવામાં સમય પસાર કરે છે, પરમાત્માનું સ્મરણ કરવામાં એનું મન લાગતું નથી, આવી રીતે જુવાની ચાલી જાય છે અને વૃદ્ધાવસ્થા આવીને ઊભી રહે છે. આ સ્થિતિમાં શરીર તાકાત વિનાનું થયું હોય છે, નાનામેાટા રોગ એમાં પ્રવેશેલા હોય છે, કોઇને આજીવિકાની ચિંતા તો કોઈ પેાતાનાં છેાકરાં-છેકરીઓને કેમ વરાવવા અથવા તે ઠેકાણે પાડવા એની ચિંતામાં પડેલું હોય છે. આવી સ્થિતિમાં પ્રભુનું સ્મરણ કરવામાં મન ચોંટતું નથી.
દિવસ પછી રાત આવે છે અને સંધ્યા પછી ઉષા આવે છે. કાળની આ રમત ચાલુ છે અને આવરદા ટૂંકી થતી જ જાય છે. પણ હું આશારૂપ વાયુને છેતેા નથી! હે બાળકબુદ્ધિવાળા વૃદ્ધ બ્રાહ્મણ, હવે તે નું પ્રભુમાં મન લગાડ! કાળની રમતમાં કયાં સુધી રમ્યા કરીશ ?
- ભગવાન શંકરાચાર્ય
*A