________________
તા. ૧-૮-૧૯૭૨
પ્રબુદ્ધ જીવન
હતા. પોલસન નાદાર થયો અને તેની નાદારીની તપાસમાં આ હકીકત બહાર આવી. મોડલિંગ ઉપરાંત બીજા કેટલાક આગેવાન સરકારી અધિકારીએ તેમ જ પાર્લામેન્ટના બીજા સભ્યોને પાલસનની કપની તરફથી આવી રીતે મોટી રકમે! પાયાની વાત પણ બહાર આવી. તેને પણા ઊહાપોહ થયા. છેવટ સરકારે તેની તપાસ કરવા પોલીસને સુપરત કર્યું. મોડલિંગ ગૃહમંત્રી હોવાથી પોલીસ ખાતું તેમના હાથ નીચે હતું તેથી આવી તપાસ નિષ્પા થાય તે માટે તેમણે ગૃહમંત્રી તરીકે રાજીનામું આપ્યું. બ્રિટિશ વડા પ્રધાને તેમને બીજું ખાતું સોંપવાની દરખારત કરી તે મેડલિંગે ન સ્વીકારી, એમ કહેવાય છે કે મોડલિંગે ૨૨,૦૦૦ પાઉન્ડની રકમ થિયેટર ટ્રસ્ટને અપાવી તેમાં કાંઈ યોગ્ય કર્યું નથી. તેમણે રાજીનામું આપવું પડયું તે માટે પાર્લામેન્ટના સભ્યો અને વડા પ્રધાન શ્રી હીધ તથા વર્તમાનપત્રોમાં તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવામાં આવી. છતાં રાજીનામું અનિવાર્ય છે અને તે જ યોગ્ય લાગે છે તેમ સ્વીકારવામાં આવ્યું.
પાર્લામેન્ટ કે ધારાસભાના સભ્ય થાય તે વ્યકિત અમુક સ્થાન પ્રાપ્ત કરે છે અને લાગવગ ધરાવે છે. તેનો કોઈ દુરુપયોગ ન થાય તે ખૂબ જરૂરનું છે. આવા પ્રતિનિધિએ પાર્લામેન્ટ કે ધારાસભા સિવાય બીજાં દ્રાવકનાં સાધનો રાખવાં કે નહિ અને તે કેવા પ્રકારનાં હોય તેમ જ સામાન્ય સભ્ય ઉપરાંત જે વ્યકિત પ્રધાનમંડળમાં હાય તેણે કોઈ વ્યાપારી સંબંધ રાખવા કે નહિ તે વિષે ખૂબ વિચારણા થઈ છે. આવા દરેક સભ્ય પોતાના બીજા હિતસંબંધા હોય તે સભ્ય થતાં જાહેર કરવા જોઈએ. ( Declaration of interest ) એવી એક સૂચના થઈ છે. બીજી સૂચના એવી થઈ છે કે આવા દરેક સભ્યે પેતાના આવકવેર અને મિલકતવેરાના રિટનની એક નકલ પાર્લામેન્ટ કે ધારાસભાને સુપરત કરવી જોઈએ. આપણે ત્યાં કૉંગ્રેસ પક્ષે એક નિયમ કર્યો છે કે કોઈ સભ્ય પ્રધાન થાય ત્યારે તેણે પેતાની મિલકતની યાદી વડા પ્રધાન કેમુખ્ય મંત્રીને સુપરત કરવી, બીજો એક કાયદો પણ આપણે ત્યાં છે કે કોઈ સરકારી અધિકારી કે તેના કુટુંબી પાસે તેની આવકના પ્રમાણમાં વધારે મિલકત માલમ પડે તો તેણે તેના સંતેષકારક ખુલાસે આપવા જોઈએ. આ છતાં ખૂબ પ્રમાણમાં ભ્રષ્ટાચાર વ્યાપેલા છે. હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજોના તપાસ પંચમાં પ્રધાન કે મુખ્ય મંત્રી હોય એવી કેટલીક વ્યકિતઓ સામે ભ્રષ્ટાચારના આરોપો પુરવાર થયા છે છતાં આવી વ્યકિતઓ સત્તાસ્થાને અથવા જાહેર જીવનમાં લાગવગભર્યું સ્થાન ભાગવે છે. આપણે ત્યાં જ આવું છે તેમ નથી. બ્રિટનમાં અને અન્ય દેશમાં અને અમેરિકામાં પણ સત્તા અથવા લાગવગનો દુરુપયોગ મોટા પ્રમાણમાં થાય છે, તેથી જ પ્રજાને આવા પ્રતિનિધિઓમાંથી વિશ્વાસ ઊઠી ગયો છે અને We have become cynical. આવું જ હોય એમ આપણે માની લીધું છે અને નિભાવી લઈએ છીએ. હમણાં જ ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર મેગવને કહ્યું છે :
The American people have become astonishingly cynical about their elected leadership. Most people simply assume that a politician is a crook and a scoundrel. They don't rise up and vote the rascals out because they assume that it would mean voting a new set of rascals in. And one crooked rascal is, after all, no better than another."
આપણે ત્યાં પણ કાંઈક આવી જ સ્થિતિ થતી જાય છે. કુશળતાની ક્રૂરતા
શ્રી ઈન્દુલાલ યાશિકની મગજની નસ તૂટી ગઈ (સેરેબ્રલ હેમરેજ) ત્યાર પછી ૮૨ દિવસ બેભાન અવસ્થામાં રહ્યા. તે દરમ્યાન ડોક્ટરોએ તેમને જિવાડવા અનેક પ્રયોગો, ઑપરેશન વગેરે કર્યા. ડૅાકટરોની કુશળતાથી તેમની જીવાદોરી લંબાણી તેમ કહેવું
ત
3
કદાચ યથાર્થ ન ગણાય. એ તો તૂટવી હોય ત્યારે જ તૂટે અને પીડા ભાગવવી લખી હોય તેટલી ભાગવવી પડે. છતાં એમ રહે છે કે જ્યારે એમ ખાતરીપૂર્વક લાગે કે દરદી કોઈ સંજોગામાં બચે તેમ નથી અથવા તેને બચાવવા તે રિબાવવા બરાબર છે ત્યારે ડોકટરોએ પેાતાની હેાશિયારીના પ્રયોગા જતા કરી દરદીને નિરાંતે આયુષ્ય પૂરું કરવા દેવું તે કદાચ દયાના માર્ગ છે. દયાપ્રેરિત હત્યા ન કરીએ પણ કુશળતાપ્રેરિત ક્રૂરતા પણ ન કરીએ. દરદીને શારીરિક પીડાની માત્રા કાંઈક ઓછી થાય તેટલા પૂરતી સારવાર કરી તેને ઘાદાવવા મૂકી દઈએ. બે કિસ્સા હું એવા જાણું છું કે જેમાં દરર્દીને ત્રાસ આપવામાં બાકી ન મૂકી. બન્નેને સેરેબ્રલ હેમરેજ થયેલા અને બેભાન. એક ૧૯૩૨ની વાત છે. દરદીને નસમાંથી પાણી કાઢવા કરોડરજજુમાં માટે સેયો ભોંયો- Lumber Puncture. આપણાથી જોયું ન જાય અને દરદી બેભાન હતો તો પણ આખું શરીર વલાવાય. કાંઈ ન વળ્યું અને બે દિવસ પછી મૃત્યુ થયું: બીજા કિસ્સામાં દરદી જીવતા રહ્યો અને ત્યાર પછી સાત વરસ પક્ષઘાતથી પીડાતો રિબાયો અને છેવટ મૃત્યુ થયું. સુખી હતા એટલે માટા ડૉકટરો ભેગા કર્યા અને પછીનાં સાત વર્ષ જીવતા મડદા પેઠે જીવન વિતાવ્યું. આવા દરદીને ત્રાસ આપ્યા વિના મરવા દીધો હોત તો કદાચ તેઓ ઉપકાર માનત. ડૉકટરા છેલ્લી ઘડી સુધી ભાતભાતના પ્રયોગો દરદી ઉપર કરી તેને ત્રાસ વરતાવે છે તે કેટલે દરજજે જરૂરનું છે તે વિચારવા જેવું છે. શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકને ૮૨ દિવસની બેભાન અવસ્થામાં કેટલું ભાગવવું પડયું હશે તે તેમના આત્મા જાણે. દરદીનાં સગાંઓએ આવા ત્રાસમાંથી દરદીને બચાવવા જોઈએ.
ઈજિપ્ત અને રશિયા
ઈજિપ્તના પ્રમુખ સાદતે આશ્ચર્યજનક પગલું ભર્યું છે. કેટલાંક વર્ષો સુધી રશિયા પાસેથી મોટા પ્રમાણમાં લશ્કરી સહાય મેળવી તેમ જ લગભગ ૨૦,૦૦૦ રશિયન મારફત લશ્કરી તાલીમ લીધા પછી, રશિયાએ પૂરતા પ્રમાણમાં સહાય નથી કરી એવા આક્ષેપ કરી, બધા રશિયાને ઈજિપ્ત છોડી જવાના હુકમ કર્યો છે અને રશિયાને બધા લશ્કરી સરંજામ કબજે કર્યો છે. મધ્યપૂર્વમાં રશિયાની પ્રતિષ્ઠાને આથી મોટો ફટકો લાગ્યો છે એમ કહેવાય. સાદતના આ પગલાનું પરિણામ શું ? રશિયાએ આ સામે બહુ ઊહાપોહ કર્યો નથી. અમેરિકાએ આ પગલું આવકારવું જોઈએ. પણ ચૂંટણી નજીક હોવાથી, યહૂદીઓ નારાજ ન થાય અને અમેરિકાના યહૂદીઓની સારી વસતિ અને લાગવગ છે તેથી ચૂંટણીમાં હિન ન પહોંચે તેથી નિક્સન સાવચેતીથી કામ લેશે. અહીં વાત એ છેકે રશિયા તરફથી ઈજિપ્તને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે યુદ્ધ કરીને ઈઝરાયલને ઇજિપ્ત કે આરબા કોઇ દિવસ હરાવી નહિ શકે અને ઇઝરાયલ સાથે સમાધાન કરવું જોઈએ એવી સલાહ ઈજિપ્તના અભિમાનને આધાતજનક લાગી તેથી સાદતે આવું ઉતાવળિયું પણ જોખમી પગલું ભર્યું છે. અમેરિકા વર્ષોથી ઇઝરાયલને મદદ કરે છે એટલે ઈઝરાયલ સામે અમેરિકા તરફથી ઈજિપ્ત કોઈ સહાયની આશા રાખી ન શકે. બે પરિણામ આવે કાં તે ઇજિપ્ત પૂર્વે કર્યું હતું તેમ આંધળી રીતે ફરી આક્રમણ શરૂ કરે અથવા અમેરિકા ઈઝરાયલ ઉપર દબાણ લાવી, ઇજિપ્તની આબરૂ રહે એવું કોઈક સમાધાન કરાવી આપે. પ્રમુખની ચૂંટણી સુધી આ કાંઈ શકય નથી. સાદત પોતાનું સ્થાન ટકાવી રાખવા ઇજિપ્તમાંથી રયિાતરફી તત્ત્વોને દૂર કરી રહેલ છે. રાજકીય પુરુષો પોતાની સત્તા જાળવી રાખવા દેશનું હિત હોમતા ખચકાતા નથી. જો કે પોતે જે કરે છે તે દેશના હિત માટે જ છે એવા દાવા કરે છે. પારકાની સહાય ઉપર જે પ્રજા મદાર બાંધે છે તે હમેશાં પાછી પડે છે. પાકિસ્તાનનું તેમ થયું. ઇજિપ્તનું તેમ જ છે. ઈંઝરાયલ સાથે માનભર્યું સમાધાન કરવા સિવાય ઈજિપ્તને છૂટકો નથી. : તા. ૨૩-૭–’૭૨
ચીમનલાલ ચકુભાઈ