SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ વન : તા. ૧-૮-૧૯૭૨ કાર્ય આસકિત પણ છોડીએ શાસ્ત્રમાં સાત લેકની વાત આવે છે. ભૂર્ભુ વ: સ્વ: મહ: જત: તપ: સત્યમ - આ સાત લોક છે તે ચિંતનના સ્તર છે. ભૂલેકમાં ચિતન થશે. પછી પ્રાણાયામ આદિ થશે તો ભવ: લેકમાં ચિંતન થશે. પછી સ્વર્ગલોકમાં ચિંતન થશે . પછી ચિંતનશકિતથી મનની ઉપર જવું છે યાને મહ: લેકમાં જવું છે. છેવટે સત્યલેકમાં જવું છે. નીચેની ભૂમિકા છોડ્યા વગર ઉપરનું દર્શન નથી થતું. - તેથી એક ઉંમર પછી ઉપરના દર્શન માટે નીચેના સ્તર છોડવો જોઇએ. અત્યાર લગી જે રસ્તર પર રહ્યા, એ જ સ્તર પર ચિંતન કરવાની આદત પડી ગઇ, એ જ સ્તર પર રહેશે તો બુદ્ધિવિકાસ નહીં થાય. ઉપરના સ્તર પર ચડવાથી બુદ્ધિવિકાસ થાય છે. જુવાનને લાગે છે કે આ ડોસા અડંગ લગાવીને બેઠા છે! માટે છોડવું જ ઠીક છે. જુવાને આગળ આવશે. માટે ૭૦ થી મેટા હોય તે આશીર્વાદ આપે, પૂછવા આવે ત્યારે માર્ગદર્શન આપે, બાકી કામ બધું જુવાનને સોંપી દે, જુવાને સર્વસંમતિથી કામ કરશે.. आम આપણા મોટા લોકો માટે કાર ધ્યાસકિત છોડવાનું મુશ્કેલ છે. તરુણોની તારુણ્યાસકિત હોય છે ને ઘરડાઓની કારુણ્યાસકિત. કુટુંબવાળાઓની કરુણા, મારા દીકરાનું, મારા દીકરાના દીકરાનું, મારા ભાણાનું શું થશે ? કુટુંબકબીલામાં ફસાયેલાઓને આની ચિંતા હોય છે. સમાજસેવાનું કામ કરતા લોકોને અનેક લોકો સાથે સંબંધ હોય છે, તે ફલાણાનું શું થશે, ઢીંકણાનું શું થશે, એમ વિચારતા રહે છે. આ છે કારુણ્ય. આસકિત. જે મેટામેટાઓને પણ . ઘેરતી રહી છે, જેમાં ગાંધીજી પણ અપવાદ ના રહ્યા. જો આખરનાં ૪-૫ વરસમાં તેમણે કારુણ્ય- આસકિત છેડીને પિતાના સાથીઓને કહ્યું હતું કે તમે બધા એકમત કાર્યક્રમ ઘડો તો એકમત કેળવવાની લોને આદત પડત. ને ગાંધીજીની હયાતીમાં કંઈ થાત. પણ તેમ ન થયું. દરેક બાપુને પૂછીને કામ કરતા રહેતા. પરિણામે બાપુના ગયા કેડે એમના એક નંબરના શિષ્યો પણ પરસ્પર વિધી થઇ ગયા. થોડેઘણો મતભેદ હોય તે સમજી શકાય, પણ એમના જે ૫-૬ મુખ્ય શિષ્ય હતા તે એવા તો પરસ્પર વિરોધી થઇ ગયા કે નેહરુને અભિપ્રાય એ કે રાજાજી પાછળ જશે તે દેશ બરબાદ થશે અને રાજજીને મત એવો કે નેહરુ પાછળ જવાથી દેશ બરબાદ થશે. કારુણ્ય—આસકિત છાડીને ગાંધીજીએ કહ્યું હતું કે તમે બધા એકમત થઇને કામ કરે તે શું થાત? પણ ગાંધીજી અવતારી પુરુષ હતા. એમની વાત કોણ જાણી શકે? “હે રામ’ એ એક જ ચીજથી તેમણે બધું સાધી લીધું. ત્યારે તેમની કાર્ય : આસકિત હોત અને “હે ભારત દેશ’ કહેતા તે શું થાત ? તુલસીદાસ કહે છે-જનમ જનમ મુનિ જતન કિરાણી, અંત રામ કછુ આવત નાહીં. અંત સમયે તેમણે રામ’ કહ્યું માટે બધું સાધ્યું. ... કારુણ્યાસકિત છેડવાનું બહુ કઠણ છે. જરા કઠોર થઇ 'ગથે . કારુણ્ય-આસકિત કાપી રહ્યો છે, “સામ્યસૂત્ર-વૃત્તિમાં 'એ વિશે એક સૂત્ર છે-“ભરવં નવેત્ સાવધાન: સત્ત્વગુણને જીતવાને, એનાથી પર થવા મામલે કઠણ છે. માટે ‘સાવંધાન’. શી રીતે એને જી પશે ? નંબર એક, ‘સાતન'. સતત સર્વગુણ રહેવું જોઈએ. રજોગુણ કે તમે ગુણને અવકાશ નહીં મળવો જોઇએ. સાતત્યથી સવગુણ સંભવે છે અને “નિરહંકારેણ’ –અહંકાર છોડવો જોઈએ. હું સવગુણી છું, હું અક્કલવાળે છું એ ભેદ આવી શકે છે. માટે નિરહંકાર થવું આવશ્યક છે. પછી ‘કારુણ્યાસકિત વર્જનેન.” 'કારુણ્યાસકિત છેડવી છે. આ પછી ‘કીતિ - પરિહારેણ’ કીતિ હશે તેય છેડવી જોઈશે. કીર્તિ કેમ છોડવી એ કઠણ સવાલ છે. એને પરિહારથ જોઇએ. છેવટે લનું ‘અંતિમ ફુલત્યાગેન.” અંતિમ ફળ યાને મુકિત, એનેય ત્યાગ. આટલું કરવાથી સર્વ પર વિજય હાંસલ થાય છે. ગુખ્ય વાત, હું કહેવા ચાહતે હો તે “કારુણ્યાસકિત વર્જનેન’. ભગવાન કૃષ્ણ અંત સમયે તે કરી બતાવ્યું. શેક્સપિયર લખ્યું છે કે “આજે જે મિત્ર પર હું ગુસ્સે થયે, તે સાંજે મરવાને હતો, એવી મને ખાતરી હતી તે હું તેના પર ગુસ્સે થાત? આપણે સમજવું જોઈએ કે આજે આપણા સાથીઓ છે, આપણે પણ છીએ, પણ કાલે હાઇશું કે નહીં તેની ખબર નથી. મરણનું સતત સ્મરણ રાખીને જીવવાથી કદી કલેશ નહીં થાય. આ દિવસ આપણે કે તેમને પણ આખરી દિવસ હોઈ શકે છેમાટે સનેહ રાખીને જીવવું જોઇએ. વિનોબા ૫વનાર : તા. ૩-૪-'૭૨ * સહરસાના સાથીઓ સાથે પ્રકીર્ણ નેંધ શ્રી ઈન્દુલાલ યાલિક શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક વિષે ઘણું લખાયું છે. મને અંગત પરિચય ન હતો. તેમની આત્મકથાના પાંચ ભાગ જોઇ ગયે. છું. મારા મન ઉપર જે છાપ છે તે સંક્ષેપમાં જણાવું છું. શ્રી ઈન્દુલાલનું એક પ્રધાન લક્ષણ ગરીને પ્રત્યેની ઊંડી હમદ અને સમાજસેવાની તીવ્ર ભાવના. બીજું લક્ષણ, ફકીરી અથવા લાપરવાહી. સાચા અર્થમાં vagabond, જે મળ્યું તેથી ચલાવી લેવું, ખૂબ હાડમારીઓ વેઠવાની તૈયારી. ત્રીજું લક્ષણ, અસ્થિરતા. કયાંય કરીને ઠામ થઈ ન શકે. આ કારણે તેમનું જીવન વેરવિખેર રહ્યું. ઘણી દિશામાં પ્રવૃત્તિઓ કરી પણ તેમની શકિતને જેટલું ઉપયોગ થવો જોઈએ અને લાભ મળવા જોઈએ તે ન મળે. સાહિત્ય કે પત્રકારત્વમાં જ રહ્યા હોત તે કેટલે માટે ફાળો આપ્યો હતો. ગાંધીજી પ્રત્યે ખૂબ આકર્ષણ છતાં ગાંધીભકત કે ગાંધીજીના અનુયાયી થઈ ન શકયા. તેથી જ સરદાર અને ઈન્દુલાલ વચ્ચે સંઘર્ષ થયો ત્યારે જાહેર જીવનમાં ઈન્દુલાલનું તે સમયે નિશ્ચિત સ્થાન હોવા છતાં, માણસના ઊંડા પારખુ ગાંધીજીએ સરદારની પસંદગી કરી. દેશપ્રેમને લીધે ઈન્દુલાલે આઝાદીની લડતમાં ઝંપલાવ્યું પણ પિતાની ચોક્કસ દિશા નક્કી કરી ન શક્યા. છેવટ મહાગુજરાતની લડતથી છેલ્લાં પંદર વર્ષ તેમને ગુજરાતમાં હોવું જોઈતું હતું તેવું માનભર્યું સ્થાન મળ્યું. પરિણામે લોકસભાની ટણીમાં શ્રી ખંડભાઇ દેસાઈ અને શ્રી વસાવડા જેવા પીઢ મજરનેતાઓને હરાવી સતત ૧૫ વર્ષ લોકસભાના સભ્ય રહ્યા - અને ઇન્દુચાચા અમદાવાદ અને ગુજરાતમાં લોકપ્રિય થયા, પોતાની જે કાંઈ મિલકત છે, પુસ્તકોની રૉયલ્ટી, લગભગ રૂ. ૧૭000ની રોકડ રકમ અને પરચુરણ ચીજવસ્તુ એ બધી, શ્રી યાજ્ઞિકે વીલથી ગરીબોની સેવા માટે તેમણે રચેલ મહાગુજરાત. સેવા ટ્રસ્ટને અર્પણ કરી છે તે તેમના સમગ્ર જીવનને અનુરૂપ છે. પ્રજાના પ્રતિનિધિઓ પાર્લામેન્ટ કે ધારાસભામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાય તેવી વ્યકિતઓનું વર્ણન પ્રમાણિક અને શંકાથી પર રહેવું જોઈએ એ ઘણી વખત કહેવાયું છે અને સ્વીકારવામાં આવ્યું છે. પણ એથી વિપરીત અનુભવ આપણને થતા રહ્યા છે. આ સંબંધમાં થોડા દિવસ પહેલાં ઈગ્લાંડમાં એક બનાવ બન્યો તે નોંધપાત્ર છે. રેજિનાલ્ડ મેડલિગ કન્ઝર્વેટિવ પક્ષના આગેવાન સભ્ય છે અને કોઈક વખત વડા પ્રધાન થાય એવી શક્યતા માનવામાં . આવતી. વર્તમાનમાં બ્રિટિશ પ્રધાનમંડળમાં ગૃહમંત્રીના સ્થાને હતા. તે પહેલાં નાણામંત્રી હતા. તેમને હમણાં રાજીનામું આપવું પડયું. તેમને પક્ષ સત્તા પર ન હતું ત્યારે પિલર્સન નામના એક આર્કિટેકટની કેટલીક કંપનીઓમાં તેઓ પ્રમુખ હતા. પેલાનને વ્યવસાય ખૂબ વ્યાપક અને આખા યુરોપમાં ફેલાયેલો હતો. કંપનીના ચેરમેન તરીકે મેડલિંગ કાંઇ વેતન લેતા ન હતા. પણ તેમના કહેવાથી, આવી એક કંપનીમાંથી ૨૨,૦૦૦ પાઉન્ડ એક થિયેટર ટ્રસ્ટ, જેમાં મેડલિંગનાં પત્નીને રસ હતો તેને આપવામાં આવ્યા
SR No.525957
Book TitlePrabuddha Jivan 1972 Year 33 Ank 17 to 24 and Year 34 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1972
Total Pages294
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy